એસ.ટી. બસપોર્ટ, રાજકોટ
રીક્ષા બસ સ્ટેન્ડના ગેટ પાસે ઉભા રહી. મેં રંગબેરંગી છત્રી ખોલી પ્રથમ ડગલું બહાર મુક્યું. પગમાં પહેરેલા સાદા ચંપલ પાણામાં ગરકાવ થઇ ગયા હતા. બ્લુ જીન્સ અને પીળા કલરના રંગબેરંગી ફુલોવાળા ટોપમાં હું દેશી છોકરી જેવી લાગતી હતી.. સાદા રબર બેન્ડમાં બાંધેલા વાળ નીચેથી ખુલ્લા હતા. આંખોના ભાવ છુપાવવા ભણેશરી છોકરીને શોભે તેવા જાડી ફ્રેમના ચશ્માં પહેર્યા હતા. ખભે લટકી રહેલા પર્સ સાથે હું ધીમે ડગલે આગળ વધી રહી હતી.
વિજળીના કડાકા સાથે વરસાદ ધોધમાર વરસી રહ્યો હતો. પવનની ગતિ સામાન્ય કરતાં વધારે હતી. છત્રી હોવા છતાં હું અડધી પલળી ગઇ હતી. ચારેબાજુ પાણી પાણી થઇ ગયું હતું. છેલ્લા ત્રણ કલાકથી વરસાદે રોદ્ર સ્વરુપ ધારણ કર્યું હતું. આખરે હું બસસ્ટેન્ડના છાપરા હેઠળ પહોચી. છત્રી બંધ કરી લોકો સાથે ભળી ગઈ.
હું પણ સાદા વેશમાં કોલેજ સ્ટુડન્ટની જેમ બધા સાથે ભળી જતી હતી. અહીંયા ખાસ્સી એવી ભીડ જમા થઇ ચુકી હતી. વરસાદને લીધે કદાચ બસોનું ટાઇમટેબલ ખોરવાઇ ગયુ હતું. આજુબાજુ જમા થયેલા લોકો જાણે વર્ષોથી ઓળખતાં હોય તેમ આંખોથી ઓળખાણ કાઢી રહ્યા હતા.
હાલો ગરમ ભજીયા ..!! .... ગરમ સમોસા.... પકોડા... વડાપાઉં ....હાલો ગરમા ગરમ...
ગરમ ચાય..... ચાય પીવી ભાઇ.... બેન તમે ચા પીશો ??... ગરમ ચા ... એકદમ સ્પેશ્યલ આદું અને એલચી વાળી ગરમ ચાય....
વેફર ... બીસ્કીટ...મસાલા શીંગ ....દાળ...
આ અવાજો ભીડ વચ્ચે જગ્યા કરતાં કરતાં આખા બસસ્ટેન્ડમાં સતત ગુંજી રહ્યા હતાં. પુછપરછની બારી પર પોતાની બસ અંગે જાણવા ઘણાએ લાઇન લગાવી હતી. કેટલાય અપડાઉન કરતાં છોકરાઓ પોતાની મસ્તી અને મોબાઇલમાં વ્યસ્ત હતા.જ્યારે છોકરીઓના ચહેરા પર ઘરે પહોંચવાની ચીંતા સાફ વર્તાતી હતી.તો ઘણી જગ્યાએ આંખો અને હાથના સ્પર્શથી સંબંધોના નવા સમીકરણો રચાતા હતા. કેટલીક સ્ત્રીઓ લોકોની પરવા કર્યા વગર ભુખ્યા બાળકોને શાંત કરવા સ્તનપાન કરાવી રહી હતી. તેની સામે તકાયેલી મોટાભાગની આંખોમાં વાસના ભરેલી વિકૃતિ હતી. કેટલીક નજરો માતા સહજ વાત્સલ્યને સલામી આપી રહી હતી. મને તેમના માટે માન થઇ આવ્યું. કેટલાક વૃધ્ધો ઉભા રહેવા માટે અસમર્થ હતા છતાં જીવવીષાના આધારે ટકી રહ્યા હતા. અમુક પુરુષો આ બધાથી બેફીકર બની બીડી તથા સીગારેટના ધુમાડામાં પોતાનું અલાયદું વિશ્વ ખડુ કર્યું હતું. પીધેલી હાલતમાં લથડીયા ખાતાં બે વ્યક્તી કેટલાય માટે ટાઇમપાસનું સાધન બની રહ્યા હતા.મને આવી સામાન્ય જીદંગી નજીકથી નિહાળવી બહુ ગમતી.
આજે પણ હું અહીયાં સ્વયંવરના ઉમેદવારને પસંદ કરવા આવી હતી. આરવની કંપની ફક્ત ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ જ સંભાળતી હતી પણ મારા આગ્રહને વશ થઇને તેણે સ્વંયવરના ઉમેદવારના સિલેક્શનના કામ માટે પણ હા પાડી હતી. હું જે ઉમેદવારને પસંદ કરતી તેમના તમામ લાઇફ ડેટાની તપાસ થતી. બધું ઓકે થયા પછી જ મને આગળ વધવાનું સિગ્નલ મળતું. ફોનની રીંગ વાગી રહી હતી. મે ખીસ્સામાંથી કાઢ્યો એટલામાં રીંગ પુરી થઇ ગઇ. જોયું તો ચાર મીસ કોલ હતા. અને તે નંબરના બે મેસેજ હતા. તે અડધી કલાકથી મારી રાહ જોઇ રહ્યો હતો. હું આજુબાજુના માહોલમાં એવી ખોવાઇ ગયેલી કે કંઇ ધ્યાન જ ના રહ્યું. હું તેને મોકલેલો ફોટો અને પ્લેટફોર્મના નંબર જોઇ તેને શોધવા લાગી.
હું તેનાથી થોડે દુર ઉભી તેને જોઇ રહી.મધ્યમ ઉચાંઇ અને સપ્રમાણ કહેવાય તેવો બાંધો હતો. સ્ટાઇલીશ ચશ્માની ફ્રેમમાં સંતાયેલી તેની આંખો થોડી ઉંડી ઉતરી ગઇ હતી. તેની ચમક કંઈ અલગ જ હતો. ચહેરાની કરચલીઓ તેના આકરા સંઘર્ષને દર્શાવી રહી હતી. તે એકદમ શાંત અને સૌમ્ય જણાતો હતો. ટાઇ સાથે યુનિફોર્મમાં સજ્જ તે પરફેક્ટ સેલ્સમેન લાગતો હતો. એક સાઇડમા બેગ લટકાતું હતું. તેના પગ પાણીમાં ગરક થઇ ગયા હતા. તે પલળી રહ્યો હતો. વરસાદ સાથે કશીક ડીલ કરતો હોય તેમ સતત તેની તરફ તાકી રહ્યો હતો.
મે મોબાઇલ ચાલુ કર્યો તેના લાઇફ ડેટા પર એક નજર કરી. સાથે સાગરિકા આવેલો મેસેજ જોઇને મને નવાઇ લાગી. તેણીએ 10 વાગ્યે જો હું ફ્રી હોય તો મળવાની ઇચ્છા દર્શાવી. મને ખબર હતી ફોનમાં ના કહેવા જેવી વાતો હોય તો જ તે મને મળવા બોલાવતી. મે હા પાડતો રીપ્લાય કર્યો. રાત્રીના નવ વાગ્યા હતા. મે બીજો એક મેસેજ કરી મોબાઇલ ખીસ્સામાં મુક્યો. છત્રી ખોલી સેલ્સમેનની પ્રોડકટ ક્વોલીટી જાણવા આગળ વધી.
"લાગે છે કોઇ ઉંડા વિચારમાં છો ?" ત્યાં જ વિજળીના એક જોરદાર કડાકા સાથે બસસ્ટેન્ડની બતી ગુલ થઇ ગઇ.
" હા,સામાન્ય માણસ છું ખાલી વિચારો કરીને સંતોષ માનવો પડે છે. તમારી રાહ જોતાં મારી ગામડે જવાની છેલ્લી બસ પણ ચુકાઇ ગઇ. પણ શું થાય તમારી રાહ જોવા સિવાય મારી પાસે બીજો કોઇ વિકલ્પ નહોતો. નાઇસ ડ્રેસીંગ સીમ્પલ બટ બ્યુટીફુલ ઇન્ડીયન ગર્લ.." તે વિજળીના ચમકારાના અજવાશમાં મને ધ્યાનથી નિરખી રહ્યો હતો.
"મારી પાસે ના આવવાનું કોઇ કારણ નહોતું એન્ડ થેક્સ ફોર યોર કોમ્પલીમેન્ટ. તમે તો રાજકોટમાં જ રહો છો ને મી. દેવેન પટેલ ?" મે છત્રી સરખી કરતાં કહ્યું.
" હા હું અહીં જ રહું છું. મને ફક્ત દેવેન તરીકે ઓળખાવું વધારે ગમશે. કાલે બુધવારની રજા છે. ગામડે બીમાર રહેતી માને મળવા જાઉ છું. હું કોઇ પણ જાતના ધર્મમાં આસ્થા રાખતો નથી. ઈશ્વર જેવું કશું છે જ નહીં. નહીં તો મારી મા આજે ખાટલામાં ના હોત." તે મારી આંખોમાં જોઇને વાત કરી રહ્યો હતો.
" એગ્રી.. તમારી માન્યતાનો ઇન્કાર ના થઇ શકે. શું નાસ્તીક બનવાથી ઈશ્વરના અસ્તિત્વને નકારવાથી તમારી સમસ્યાનું સોલ્યુશન મળી જશે ?" મે તેનો ઇન્ટરવ્યુ શરુ કર્યો.
તે હસ્યો." તમે ખરેખર હોર્ડીંગ ના લખાણ જેવા જ ઉમદા વિચારો ધરાવો છો. આજે હું જે મુકામ પર છું. તે સ્થાન મે સખત મહેનત અને પ્રામાણીતાથી મેળવ્યું છે. તેમાં નસીબનો કોઇ ફાળો નથી."
"દેવેન, આ મારા સવાલનો જવાબ નથી. હું અહીંયા કંઇ તમારી સક્સેસ સ્ટોરી સાભંળવા માટે નથી આવી. તમે આંકડા રજુ કરો એટલે બધી રીતે સફળ હશો એવું થોડું માની શકાય." હું બોલી.
તે થોડીવાર મને જોઇ રહ્યો."મીસ રેવા મને જીવનની વાસ્તવીકતાએ નાસ્તીક બનાવી દીધો છે. હું બહુ હોશીયાર છુ. મારા આવડતથી છલોછલ હાથ અને નવીન વિચારો રુપીયાના જોરે બંધાયેલા છે. બાકી તો હું અપાર શક્યતાઓથી ભરેલો માણસ છું."
તે ખરેખર હોશીયાર હતો. કદાચ સાચો પણ હોઇ શકે. પણ આ જમાનામં કોઇ ટેલેન્ટનો છોડ ફક્ત રુપીયાના અભાવે મુરઝાઇ જાય એ હું માના શકતી નહોતી." તો તમારી ગાડી ક્યાં અટકી છે?" મેં પુછ્યું.
હું માર્કેટીગ ફીલ્ડમાં છેલ્લા છ વર્ષથી છું. આઇ હેવ મેની બીઝનેસ આઇડીયા. જેમાં સફળતાની ૧૦૦% ગેરેંટી છે. આમાં પ્યોર સાયન્સ અને કેલ્કયુલેટીવ ફોર્મયુલા છે. તમારા રોકાણનું કાયદેસર અને પરફેક્ટ વળતર.વહા આમા રાતોરાત કરોડપતી થવાની કોઇ સ્કીમ નથી.
"ઓકે ... તમને તમારી બુધ્ધી અને નોલેજ પર એટલો કોન્ફીડન્સ હોય તો તમારી બીઝનેસ પ્રપોઝલ લઇને મારી પાસે આવજો. જો તમારા આઇડીયમાં ખરેખર દમ હશે તો હું ચોક્કસ રોકાણ કરીશ." મેં ખીસ્સામાંથી મોબાઇલ કાઢી આવી રહલા કોલને કટ કર્યો.
"તમે તો હજુ મારી વાત સાભંળ્યા પહેલાં જ રોકાણ માટે ઓફર કરી દીધી. જો કે હું તમારા અંગે સ્યોર હતો. પણ તમે આટલી જલ્દી માની જશો એની કલ્પના પણ નહોતી. તમે કેટલા રુપીયા રોકી શકશો મી. રેવા ?"તેને મારી સામે શંકાથી જોયું.
" હું જે સ્ટડી કરું છું તેમાં હ્યુમન સાઇકોલોજી પણ ભણવાની હોય છે.તમારી સાથે વાતચીત કરતાં લાગ્યું કે તમે એ માટે લાયક છો.અને તમારો લાઇફ ડેટા જોયા પછી તમે વિશ્વાસપાત્ર પણ લાગ્યા. તમારે કેટલી રકમની જરુર છે ?" હું સાવ સામાન્ય હતી.
વિજળીના ચમકારામાં તેને મારી સામે હાથ લાંબો કર્યો." થેક્સ રેવા જો આ દેશમાં તમારા જેવા થોડા સમજદાર લોકો હોય તો આ દેશને આગળ વધતો કોઇ ના રોકી શકે. આપણા નવા સંબંધોની શરુઆત માટે."
મે તેની સાથે દોસ્તી ભાવે હાથ મીલાવ્યો." મને તમારા જેવા આંખોમાં સપના લઇને ફરતાં બોયસ બહુ ગમે છે."
" અત્યારે હું કંઇ એટલો પૈસાદાર નથી કે તમારી હાલની જીવનશૈલીમાં તમને જીવાડી શકું. પણ તને મારા નાનકડા એવા આલીશાન ઘરમાં મહારાણીની જેમ સાચવીશ. બાકી તો હું સામાન્ય માણસ છું અને તેવી રીતે રહું છું. દુનિયાને અને લોકોને થોડી અલગ નજરથી જોઇ શકું છું માટે સપનાઓ થોડા વિશાળ અને અસામાન્ય છે." તેને પોતાના ચશ્મા સાફ કરતા કહ્યું.
મોબાઇલમાં આવી રહેલા કોલને મે ફરીથી કટ કર્યો. ઘડીયાળમાં જોયું સાડા નવ વાગી ચુક્યાં હતા. વરસાદ હજુ પણ એવો જ વરસી રહ્યો હતો. મે વિજળીના ઉજાસમાં આજુબાજુ નજર કરી અને કેટલીક આંખો સાથે મુક સંવાદ કર્યો.
" યસ મી. એલ્વીસ ડી સીલ્વા...તમારી આ અસામાન્ય આવડતને કારણે જ તો તમે આ સ્વયંવર અને મારી મુલાકાત માટે નસીબદાર બન્યા છો. આઇ થીંક તમારી વિધવા મા, આઈ મિન્સ તમારી નવી ગલફ્રેન્ડ નિશાને હવે પછી તમારી રાહ જોવાની જરુર નહી પડે." તે ડઘાઇને મારી સામે જોઇ રહ્યો.
એટલી જ વારમાં ભીડમાંથી અચાનક પ્રગટ થયેલા છ પોલીસ ઓફીસરની ગન તેની તરફ તકાયેલી હતી. એસીપી વાઘેલા એ મારી પાસે આવીને કહ્યું." થેક્સ રેવા તે આજે બહુ મોટા ગુનેગારને પકડવામાં અમારી મદદ કરી છે. આ માટે પોલીસ ડીપાર્ટમેન્ટ તમારો આભારી રહેશે. પણ મને લાગે છે તમે બધી રીતે પરફેક્ટ કહી શકાય તેવો સ્વયંવરનો એક કેન્ડીડેટ ગુમાવ્યો છે."
તેમના શબ્દોથી હું મલકાઇ ઉઠી.પછી દેવેન તરફ ફરીને કહ્યું. "મી.ચીટ માસ્ટર તમારું સાચું નામ જે હોય તે. પણ તમારી એક્ટીગ માટે તમને ફુલ માર્કસ આપવા રહ્યા. તમે જે ગેમ આઠ વર્ષથી લોકોને રમાડતાં હતા. તેમા તમને હરાવવામાં મને ગણીને ફક્ત ૩૦ મિનીટ થઇ.
તમે સાચું જ કહેલું તમારા જેવા લોકો બુધ્ધીનો અવળે રસ્તે ઉપયોગ કરે છે એટલે જ આ દેશ પાછળ છે. લોકોનો પ્રેમ અને વિશ્વાસ જીતી તેમને છેતરવા સાવ સહેલા છે. પણ સૌથી અઘરું છે અસામાન્ય હોવા છતાં સામાન્ય બની દેખાડવું. જે આજીવન શક્ય નથી કારણ કે તેમાં તમારે પોતાની લાગણીઓને છેતરવાની હોય છે. ગુડ બાય એન્ડ બેટર લક નેક્સ ટાઇમ."
"મિસ રેવા, તમારે આની બહુ મોટી કિંમત ચૂકવવી પડશે. દેશની સહુથી સલામત જેલ મને કેદ ના કરી શકતી હોય તો... તમને હજુ લાગે છે તમે મને પકડાવ્યો છે ? ખરેખર !" તેનું ખધું હાસ્ય કંઈક અલગ જ વાત કહી રહ્યું હતું.
પોલીસની ગાડીઓ આવી પહોંચી હતી. એસીપી વાઘેલા એ ઘણી મોટી સફળતા મળી હોય તેમ ફરીવાર આંખોથી મારો આભાર માની રહ્યા હતા. ત્યાં જ બસસ્ટેન્ડ ફરીથી લાઇટોથી ઝળહળી ઉઠ્યું. વિજળીની સાક્ષીએ બનેલી એ ઘટનાને હું રોશનીને હવાલે કરી દઇ સાગરિકાને મળવા ચાલી નિકળી. હંમેશાની જેમ જ બધા લોકોની નજર મારા પર મંડાયેલી હતી.
ધોધમાર વરસાદમાં હું લગભગ પુરેપુરી પલળી ચુકી હતી. હું ચાલતી ચાલતી ત્રિકોણબાગ સર્કલ પાસે પહોંચી.રીંગ વાગતાં મે પલળેલા ખીસ્સામાંથી ફોન બહાર કાઢ્યો. "હાય રેવું " સામેથી વહાલભર્યો અવાજ આવ્યો.
" સગીની બચ્ચી ક્યાં છે તું ?? તું એક દિવસ મારો જીવ લઇને રહીશ. રાત્રે દસ વાગ્યે તને આવા વરસાદમાં મારું શું કામ પડ્યું."હું મીઠા ગુસ્સામાં તાડુકી.
" રેવું માય ડીઅર... કામ બહુ જ જરુરી હતું પણ તે આ એલ્વીસને પકડાવીને મારો બધો ખેલ બગાડી નાખ્યો. હું અત્યારે તેને મળવા પોલિસ સ્ટેશને જાવ છું. જરુર પડશે તો તારો કોન્ટેક કરીશ. નહી તો 17 તારીખે બપોર પછી તું મારા કબ્જામાં જ હોઇશ. ચલ બાય" મને કંઇ બોલવા દિધા વગર જ તેને કોલ કટ કરી નાખ્યો.
સગીની બચ્ચી તું ભેગી થા એટલી વાર છે. તે દિવસે 'ફ્રેન્ડહાઉસ' માં મળ્યા પછી તું મોં દેખાડવા પણ નથી આવી. તેને એવું તે શું જરુરી કામ હશે ...મે વિચારતાં વિચારતાં રીક્ષા માટે પાછળ વળીને જોયું. ત્યાં જ બ્લેક જેકેટ પહેરેલા એક વ્યક્તીનું માથું નમીને બ્લેક હેટમાં કેદ થઇ ગયું. મને થોડી નવાઇ લાગી. કારણ કે બસસ્ટેન્ડમાં પણ આ પોશાક મારી આસપાસ ફરતો હોય તેવું મારી નજરોએ નોધ્યું હતું.
શું મારો પીછો થઇ રહ્યો હતો ????
હજુ કાલે રેવા સાથે થયેલી મુલાકાતનો નશો ઉતર્યો નહોતો. આજે અઠવાડીયા પછી ફરીથી અમારી ચંડાળ ચોકડી એકઠી થઇ હતી. રાત્રીનો એક થવા આવ્યો હતો. જીવનબાપાની ચા સહીત નાસ્તાનો કાર્યક્રમ પુરો થઇ ચુક્યો હતો. આજે તથાગતે 'સરકાર રાજ' ને આડે હાથે લીધું હતું. બધા બગીચાની લોનમાં એકબીજાને ટેકે આડા પડ્યા હતા. આજની મહેફીલનો આખરી દોર ચાલી રહ્યો હતો. રેવા હજુ સુધી મેદાનમાં આવી નહોતી. હવે સ્વંયવર પુરો ના થાય ત્યાં સુધી ચર્ચાના કેન્દ્રમાં હું જ રહેવાનો હતો.
ત્યાં જ મારી પીઠમાં આરવે ધબ્બો માર્યો. " **** ઉત્સવ તું હમણાં ક્યાં ગુમ થઇ જાય છે. સાલા ફોન કે મેસેજના પણ રીપ્લાય નહીં ? "
ગૂગલે મોબાઇલ રમાડતાં કહ્યું. " કાલનો આપણા આ નંગનો રેવા સાથેનો રોમાન્સ જોઇને સોશ્યલ મીડીયા તો શું ટીવી ચેનલો પણ પાગલ થઇ ચુકી છે."
હું ૪૪૦ વોલ્ટનો ઝટકો લાગ્યો હોય તેમ ઝડપથી બેઠો થયો. કાલ રેવાને મળ્યા પછી આજ સાંજ સુધી હું સતત લખી રહ્યો હતો. મોબાઇલ કે ટીવી તો શું છાપામાં નજર નાખવાનો ટાઇમ પણ નહોતો મળ્યો. મેં સૌમ્યના હાથમાંથી મોબાઇલ લઇ તેના વિડીયો અને ફોટા ચેક કર્યા. હું ફાટી આંખે બધુ જોઇ રહ્યો. એ બધામાં અમારા વોકની ઓછામાં ઓછી 20 મિનીટ કેદ થયેલી હતી.
સૌમ્યએ મોબાઇલ મારા હાથમાંથી લેતાં કહ્યું. "ઉત્સવ આજ સુધી તો તારો આવો અવતાર ક્યારેય નથી જોયો. **** રસ્તા વચ્ચે આવા રોમેન્ટિક વાનરવેડા કરતાં તને શરમ ના આવી."
બધા દોસ્તોમાં સૌમ્ય મારી સૌથી નજીક હતો. હું તેને સારી રીતે ઓળખતો હતો. તેનો ગુસ્સો કોઇ બીજી જ બાબત અંગે હતો.
તથાગત બોલ્યો." ગૂગલ રહેવા દે,તે અત્યારે પ્રેમમાં છે. આમાં તેનો કોઇ વાંક નથી. બાય ધ વે ક્યાં પહોંચી તમારી લવસ્ટોરી ? "
" તથાગત યાર તમે વિચારો છો એવું કશું જ નથી. ઇટ જસ્ટ ફોર એ માય નોવેલ. નથીગ મોર. " મે બચાવ કર્યો.
આરવ ઉભા થઇ તાલીયો પાડતાં બોલ્યો. " વાહ માન ગયે જનાબ, એક્ટીગ તો કોઇ તારી પાસેથી શીખે.... તને નાટક માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળવો જોઇએ નહી ? **** કોઇ પોતાની બુક્સ માટે જાહેરમાં સરેઆમ આવી રોમાન્સલીલા રચે એવું હજુ સુધી તો ક્યાંય જોયું નથી."
હું મૂંગો બેસી રહ્યો. કારણ કે અમારો સંબંધ સમજવાનું તેમનું અને સમજાવવાનું મારું ગજું નહોતું. બધી એકટીશે મારા જવાબની રાહ જોઇ રહ્યા હતા. પણ બધાને વિશ્વાસ હતો કારણ કે મોટેભાગે હું સાચું જ બોલતો. " ઇટ્સ નોટ લવ... બટ સમથીંગ સ્પેશ્યલ. શબ્દોમાં કહી ના શકાય તેવું મારી પણ સમજણ બહારનું."
આરવે હતાશ થઇને સિગારેટ સળગાવી. " ઉત્સવ , રેવાને છોડી દે. આટલા દિવસમાં તેની સાથે કામ કરીને હું તો ગાંડો થઇ જ ગયો છું. એ તને પણ પાગલ કરી મુકશે."
" તો પછી નોવેલનું શું થશે. " તથાગત વચ્ચે બોલ્યો.
સૌમ્યએ મારા ખંભે હાથ મુકતાં કહ્યું. " ઉત્સવ, સ્ટોરી માટે વાંધો નથી પણ હવે લાગે છે તું એના પ્રેમમાં પડ્યા વગર નહી રહી શકે. જો તમારા લગ્ન નહી થાય તો તું ફરીથી તુટી જઇશ. આ વખતે ફરીથી તને સંભાળવાનું હવે અમારું ગજું નથી."
મે આરવ પાસેથી સીગારેટ લઇ એક લાંબો કસ ખેચ્યો. પછી શાંતી થતાં બોલ્યો. " સોરી ફ્રેન્ડસ, હવે શરુઆત થઇ ચુકી છે. પાછું વળવું અશક્ય છે. એન્ડ હું પાછો ફરવા પણ નથી માંગતો. ગૂગલ તારું કામ કેટલે પહોચ્યું ? "
તે ઉભો થતાં બોલ્યો. " ઘણ બધું સામે આવી રહ્યું છે. અમુક બાબતો તો મારી પણ કલ્પના બહારની છે. સાગરિકા મને મળવા આવી હતી. અમે બંન્નેએ સાથે કામ કરવાનું શરુ કર્યું છે. આપણા પર નજર રખાઇ રહી છે. થોડો સાવચેત રહેજે."
" હા મને ખબર છે. મને પણ ઇમજન્સી નંબર પર રેવાથી દુર રહેવાની ધમકી મળી હતી. કાલે જ્યારે તેને બીજીવાર મળ્યો ત્યારે તે થોડી બદલાઇ હોય એવું લાગતું હતું. મને પણ થોડું વિચીત્ર લાગ્યું. મને એ નથી સમજાતું હું તેને મળું તો બીજાને શું પ્રોબ્લેમ થાય છે !! "મેં કહ્યું
" એ નંબર મારા સિક્યુરીટી સેટઅપમાં છે. હું ચેક કરી લઇશ. પણ આ નંબર ફક્ત અમુક પર્સન પાસે જ છે તેની પાસે કેવી રીતે પહોચ્યો. અને ડોબા આ વાત તે હજુ સુધી મને કેમ ના કરી ? " સૌમ્ય મુઝાંતો હોય તેવું મને લાગ્યું.
આરવ અચકાતો અચકાતો બોલ્યો. " ગૂગલ દેવ, અમારી કંપનીની સાઇટ પણ હેક થઇ હતી. રેવાના સ્વંયવરના ફાઇનલ થઇ રહેલાં ફર્સ્ટ લીસ્ટ સાથે ઘણી છેડછાડ કરવામાં આવી છે."
અમે ચારેય એકબીજા સામે અચરજથી જોઇ રહ્યા. કોઇને શું બોલવું એ સમજાતું નહોતું. સૌમ્યના વિચારોનું સર્ચ એન્જીન ચાલું થઇ ચુક્યું હતું. તે વિચારો સાથે રમી રહ્યો હતો.
" ઓકે , હજુ કશું બગડ્યું નથી. આરવ હું કાલે તારી ઓફીસે આવીને જોઇ લઇશ. તથાગત હું તને કેટલીક વિગતો મોકલીશ. તું મને 3 દિવસમાં એ ચેક કરી આપજે. એન્ડ મી. રાઇટર હું તને કહું ત્યારે તારો મોબાઇલ લઇને મારા હેડક્વાર્ટરે પહોંચી જજે."
મે અકળાતાં કહ્યું. "સૌમ્ય શું છે યાર આ બધું ? "
" કંઇ નહી તું રેવા જોડે રોમાન્સ ચાલુ રાખ. બાકી બધું તારા ભાઇબંધો પર છોડી દે. યાર,તારું કરજ ચુકાવવાની માંડ એક તક મળી છે. અને હા તારા કાલના રોમાન્સનો વિડીયો જોઇને કહું છું. જો રેવા સાથે સાચો પ્રેમ થઇ જાય તો જાહેર કરવામાં જરાય મોડું ના કરતો. નહીં તો પછી 'રેઇની રોમાન્સ' કે રેવા કશું હાથમા નહી આવે." તેને પોતાનું પેન્ટ ખંખેરતાં કહ્યું.
સૌમ્યએ બાજી હાથમાં લેવી પડી હતી. ધેટ મીન્સ, આ બાબત મારી ધારણા કરતાં પણ વધુ સીરીયસ હતી. મેં કહ્યું ." ફ્રેન્ડ ઘણું મોડું થઇ ગયું છે. આજની આ મીટીંગ હવે પુરી કરીએ." બધા ઉભા થયા.
અમે ચારેયે નોખી નોખી દિશામાં ચાલવા માંડ્યુ. પછી ભેગા થવા માટે એકસાથે દોડવાનું શરુ કર્યું. અને બધાની છાતી એકબીજાને ચીયર્સ- અપ કરતી અથડાઇ. શ્વાસ લઇ બધાએ એકબીજાના ખભે હાથ નાખ્યા. પછી ચંડાળ ચોકડીના ચાર માથા ભેગા થઇ બનેલું સર્કલ ગોળ ગોળ ફરવા માડ્યું. " યાહુ .... યાહુ.... યાહુ...
જીંદગીં એટલે ... લવ, ડ્રીમ એન્ડ પેશન
જીદગીં એટલે...
આ સમુહસ્વર ૧૧ વખત હવામાં ગુજ્યો. અને પછી
અમને નાખો જીદંગીની આગમાં,
આગને પણ ફેરવીશું બાગમાં,
આખરે સર કરીશું સૌ મોરચા,
મોતને પણ આવવા દો લાગમાં.
To be continued..........