પ્રેમ ની સુવાસ Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

પ્રેમ ની સુવાસ

રાઘવ બેંક ની એક્ઝામ આપવા બસ સ્ટોપ પર બસ ની રાહ જોઈ રહ્યો હતો. ઘણો સમય થઈ ગયો પણ બસ ન આવતા તેને રિક્ષા માં જવાનું યોગ્ય લાગ્યું આમ પણ તેને ટાઈમ સર પહોશવાનું હતું. આજુબાજુ કઈ રિક્ષા ન દેખાતા તેને એક રિક્ષા વાળા વ્યક્તિને ફોન કર્યો. પાચ મિનિટ થઈ ત્યાં તે રિક્ષા વાળો આવ્યો અને રાઘવ તેમાં ઝડપથી બેસી ગયો.

રિક્ષા આગળ ચાલી ત્યાં રસ્તા માં એક છોકરીએ રિક્ષા રોકી. રિક્ષા વાળા ને કહ્યું મને સવારી આપશો ત્યારે રિક્ષા વાળા એ રાઘવ સામે જોયું ત્યારે રાઘવ હા પાડી એટલે તે ગર્લ રિક્ષા માં બેસી ગઈ.
ત્યારે પેલી ગર્લ બોલી હું પૈસા ઓછા આપીશ રિક્ષા વાળો તો કંઈ બોલ્યો નહિ રાઘવે હા પાડી તમે ન આપશો તો પણ ચાલશે.

મેડમ તમારે ક્યાં જવું છે ? રિક્ષા વાળાએ તેને પૂછ્યું.
ભાઈ સાહેબ મારે બેંક સેન્ટર જવું છું.
ઓકે મેડમ.

રાઘવ તેના પોતાના મૂડમાં હતો કે તેને અચાનક એક મીઠી સુગંધ અનુભવાઈ, કદાચ તે છોકરીને ખૂબ સારી પરફ્યુમ છાંટી હશે.

રાઘવ તે છોકરી સામે જોયું, તે ખૂબ જ સુંદર હતી, તેના લાંબા અને રેશમી વાળ, ફેસ પર એક મધુર સ્મિત હતું અને સુંદર ડ્રેસ પહેર્યો હતો. પરંતુ તે ખૂબ જ અંદર થી મૂડ ઓફ્ લાગી રહી હતી.

રાઘવ તેનું ઇન્ટરવ્યૂ કાર્ડ જોઈ રહ્યો હતો ત્યારે તે છોકરી એ રાઘવ નું ઇન્ટરવ્યૂ કાર્ડ જોયું, ત્યારે તેને સમજાયું કે આ યુવાન પણ ઇન્ટરવ્યૂ આપવા જઇ રહ્યો છે. તેણે રાઘવ ને પૂછ્યું કે "હું તમને બેંક ની માહિતી ના પેપર આપીશ."

"હા" જરૂર થી આપજો રાઘવ એ કહ્યું

પછી તેણે પૂછ્યું "શું તમે ખરેખર ઇન્ટરવ્યૂ આપવા તૈયાર છો?"

રાઘવે કહ્યું, "હા" પણ તમે કેમ આવું પૂછ્યું મને. ?

રાઘવે તે છોકરીને પૂછ્યું "તમે કેમ આટલા ગંભરાયેલ લાગો છો, કોઈ ટેન્શન છે"?

યુવતીએ કહ્યું, "હું છેલ્લા 6 મહિનાથી આ ઇન્ટરવ્યૂ ની તૈયારી કરું છું, મને ચિંતા છે કે ઇન્ટરવ્યૂ કેવું રહેશે તે મને ખબર નથી, મારે કોઈ પણ સંજોગોમાં આ ઇન્ટરવ્યૂ આપી પાસ થવું છે.

ત્યારે રાઘવે તે છોકરીને દિલાસો આપ્યો અને કહ્યું, "તમારું ઇન્ટરવ્યૂ ખૂબ સરસ રહેશે, તમે ઘણી તૈયારી કરી છે, ટેન્શન ના લો અને જરા પણ ગભરાશો નહીં"

તે બોલી હું બીજી વાર ઇન્ટરવ્યૂ આપવા જઈ રહી છું કદાશ આ વખતે મારી વારો આવી જાય.

રાઘવ તેને આશ્વાસન આપ્યું તમે ચિંતા ન કરો તમારી જોબ લાગી જ હસે.

યુવતીએ આભાર માન્યો અને રાઘવ ને તેનું નામ પૂછ્યું. રાઘવે કહ્યું કે મારું નામ રાઘવ છે. તે યુવતીએ રાઘવ ને તેનું નામ સુનંદા કહ્યું.

ઇન્ટરવ્યૂ સેન્ટર આવતા બંને રિક્ષા માંથી નીચે ઉતર્યા ને પોત પોતાના સેન્ટર તરફ જઈ રહ્યા હતા ત્યાં પેલી સુનંદાએ કહ્યું કે ઇન્ટરવ્યૂ પૂરી થયા પછી આપણે મળીશું અને રાઘવ પણ હા પાડી.

ઇન્ટરવ્યૂ પૂરું થયા પછી, રાઘવ ઇન્ટરવ્યૂ ના કેન્દ્રની બહાર લાંબા સમય સુધી સુનંદાની રાહ જોતો રહ્યો, પણ તે આવી નહિ, રાઘવ વિચારતો રહ્યો કદાચ ભૂલી ગઈ હશે.

આખરે રાઘવ ઘરે જવા બસ સ્ટોપ પર પહોંચ્યો. તેની બસ લગભગ ૩૦ મિનિટ પછી આવવાની હતી, રાઘવ એકલો બસ સ્ટોપ પર ની એક સીટ પર બેઠો હતો, ત્યાં એક બસ તેની સામે ઉભી રહી,

ત્યારે અચાનક રાઘવ જોયું કે સુનંદા બસ માં છે, જેણે પીળો પોશાકો પહેરેલો હતો, તેણે રાઘવ ને બસ ની બારીમાંથી બોલાવ્યો. રાઘવ તેની પાસે દોડી ગયો અને રાઘવ તેને પૂછ્યું, "સુનંદા…તમારું ઇન્ટરવ્યૂ કેવું રહ્યું ?"

તેણે કહ્યું કે તે સારું રહ્યું. રાઘવે પછી પૂછ્યું "શું તમે ઇન્ટરવ્યૂ આપ્યા પછી મને મળવા કેમ ન આવ્યા?" તેણે કહ્યું "મેં તમને ઘણી શોધ કરી, પણ તમે મને મળ્યા નહીં, કદાચ તમે ઘણી ભીડને કારણે મને જોયા ન શક્યા ને હું પણ તમને જોઈ ન શકી"

પછી બસે હોર્ન વગાડ્યો, ધીરે ધીરે બસ આગળ વધવા લાગી. રાઘવ ને કહ્યું તમે અંદર આવતા રહો નહિ તો પછી આપણે ક્યારેય પણ મળી શકીએ. રાઘવ ચાલુ બસ માં ચડ્યો ને સુનંદા ની બાજુની સીટ પર બેસી ગયો ને સુનંદાની આંખોમાં જોવા લાગ્યો.

અચાનક સુનંદાએ તેની થેલીમાંથી કાગળ કાઢ્યો અને તેમાં કંઇક લખવા લાગી અને તે કાગળ રાઘવ ને આપ્યો. રાધવે ખોલ્યો, ત્યારે તેને જોયું કે તેમાં સુનંદાનો ફોન નંબર છે, તેને હસતાં હસતાં સુનંદાને કહ્યું થેંક યુ...

રાઘવે રાત્રે સુનંદા ને કોલ કર્યો
હાય સુનંદા
હાય રાઘવ
અને વાતો શરૂ થઈ. ને ફ્રેન્ડશીપ થઈ ને રોજ વાતો કરવા લાગ્યા.

એક દિવસ રાત્રે સુનંદા નો કોલ આવ્યો.
રઘવ એક ગુડ ન્યૂઝ છે.
સુનંદા મારી પાસે પણ એક ગુડ ન્યુઝ છે.
ઓકે રાઘવ તું પહેલા કે.
ના સુનંદા તું પહેલા કે.
ઓકે એક કામ કરીએ આપણે સાથે બોલીએ બસ.
૧,૨,૩ મને બેંક માં જોબ મળી ગઈ .
બંને સાથે બોલ્યા . બંને ખુશી થી ઝૂમવા લાગ્યા ને એક બીજાને અભિનંદન પાઠવ્યા.

બીજે દિવસે બંને સવારે જોબ પર જતી વખતે બંને મળે છે. ખુશી માં બંને એક બીજાને હગ કરે છે ને પછી રેસ્ટોરન્ટ માં બંને ચા પીવે છે ને જોબ પર એક સાથે નીકળે છે. તેને એક બેંકમાં એક સાથે કેશિયર પોસ્ટ મળી હોય છે.

હવે મિત્રતા માંથી બંને વચ્ચે પ્રેમ થઈ ગયો. બંને એક સાથે જોબ પર જતા ને લંચ પણ સાથે કરતા. બેંક માં તો બધા ને ખબર પડી ગઈ હતી કે રાઘવ અને સુનંદા એકબીજા ના પ્રેમ મા છે તે હવે બંને ના લગ્ન ક્યારે થાય તેની રાહ જોવા લાગ્યા.

તે રાહ નો એક દિવસ અંત આવી ગયો. બંને એ વેલેન્ટાઇન નાં દિવસે લગ્ન કરી લીધા. નવાઈ ની વાત તો ત્યારે થઈ. 14 ફેબ્રુઆરી એ બંને એ લગ્ન કર્યા ને 14 નવેમ્બરે બાળ દિવસ પર માતા પિતા પણ બની ગયા.

જીત ગજ્જર