સૂર્યની ઝળહળતી કિરણ એક નવી જ સવાર લાવી હતી. વહેલી સવાર સાથે મનાલીના ફોન પર એક નોટિફિકેશન આવી હતી. આ નોટિફિકેશન જોઈને મનાલી તો ખૂબ જ રાજી થઈ ગઈ. તેણી ઝૂમી ઉઠી અને કૂદકા મારવા લાગી. મેસેજ જોતા મનાલીના મનમાં એક નવી જ ઉમીદ જાગી હતી. તેનું સપનું હવે પૂરું થવાનું હતું. તે ખૂબ હરખાઈ ગઈ.
વહેલી સવારે આવેલો આ મેસેજ મનાલી માટે નવી જ આશાની કિરણો લઈને આવ્યો હતો.
મેસેજ કંઇક આવો હતો,
"મિસ મનાલી પાઠક,
વી આર વેરી ગ્લેડ ટુ ઇન્ફોર્મ યુ ધેટ, યુ આર સિલેક્ટેડ ફોર ધી સેકન્ડ ઓડીશન રાઉન્ડ ઓફ ધી વોઇસ ઓફ ગુજરાત સીઝન 3."
મનાલી એ પોતાની દિનચર્યા પૂર્ણ કરી. આજ તે વહેલી ઉઠી ગઈ હતી. સ્કૂલે જવાને હજુ થોડી વાર હતી, આજે મેકઅપ વગર જ પોતાના સ્મિત વડે સુંદર લાગતી હતી. રૂમમાં એકલી બેઠી બેઠી બોર થઈ રહી હતી. પોતાના સમ્રાટને હાથ માં લઈને વગાડવા માંડી. સમ્રાટ કોઈ કુતરાનું નામ નહોતું, પણ મનાલીઅે પોતાના ગિટારનું નામ રાખ્યું હતું.
"હેય સમ્રાટ, તને ખબર છે, હું ધ વોઈસ ઓફ ગુજરાતના સેકન્ડ ઓડિશન માટે સિલેક્ટ થઈ ગઈ છું.
મારુ સપનું હવે પૂરું થવા જઈ રહ્યું છે, અને પેલી ટ્રોફી હવે થોડા જ દિવસોમાં મારા હાથમાં હશે."
"એન્ડ ધ વિનર ઓફ વોઇસ ઓફ ગુજરાત સિઝન 3 ઇઝ મિસ મનાલી પાઠક!" પોતાના સમ્રાટ સાથે વાતો કરતી મનાલી બોલી.
"ઓહો! તો મારી પ્રિન્સેસ પોતાના ખ્યાલોમાં ટ્રોફી સુધી પહોંચી ગઈ, તારા વિચારો માંથી બહાર આવ અને સ્કૂલે જા. આ કોફી ખતમ કરી લેજે." મમ્મીએ કોફીનો કપ ટેબલ પર મૂકતા કહ્યું.
"હા મમ્મી જાઉં છું. બાય, જય શ્રી કૃષ્ણ."
"અરે અરે! ટિફિન તો લેતી જા."
ઓહ! સોરી મમ્મા, યુ નો એક્સાઇટમેન્ટ."
"હા હા, ધ્યાન રાખજે"
"યા, બાય."
મનાલી સ્કૂલે પહોંચી.
આજે મનાલી માટે સેલિબ્રેશન રાખવામાં આવ્યું હતું. મનાલી ધ વોઇસ ઓફ ગુજરાતના સેકન્ડ ઓડિશન માટે સિલેક્ટ થઈ ગઈ હતી, એટલે સ્કૂલના બધા જ લોકો ખુબ જ ખુશ હતા. કેક કાપી અને બધાએ આ ખાસ દિવસ ઉજવ્યો તેમજ મનાલીને શુભેચછાઓ પણ પાઠવી.
મનાલી સેકન્ડ ઓડિશન માટે સારી રીતે મહેનત કરી રહી હતી. હંમેશા નવા જ મ્યુઝિક સાથે ગિટાર વગાડતી હતી.
મિત્રો, ઘણાં લોકોને કોઈ વસ્તુ પ્રત્યે ખાસ લગાવ હોય છે. કોઈને પોતાના ફોન સાથે લગાવ હોય તો કોઈને ટેડી બિયર સાથે, તો વળી કોઇને પોતાના ટી-શર્ટ કે જેકેટ સાથે પણ લગાવ હોઈ શકે. એમાં પણ કોઇ લેખક કે કવિ હોય તો પોતાની કલમથી લગાવ હોય એ સ્વાભાવિક છે.
ઓડિશનને હવે બે દિવસની વાર હતી. મનાલીની ખૂબ જ મહેનત દર્શાવી રહી હતી કે તેણી ધી વોઇસ ઓફ ગુજરાત ના ફાઇનલ રાઉન્ડ માટે પણ થઈ શકે છે.
મનાલીના મમ્મી પણ એક જમાનાના સિંગર રહી ચૂક્યા હતા. મનાલી સિંગિંગ તેના મમ્મી પાસેથી શીખી હતી. ધી વોઇસ ઓફ ગુજરાત બનવું મનાલી માટે એક સપનું હતું.
મનાલી અત્યાર સુધીની પોતાની સિંગિંગ જર્ની કહેવાની હતી.
"હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ મનાલી પાઠક .
મારી અત્યાર સુધીની સફર ખૂબ જ રસપ્રદ રહી છે. હું અત્યારે જે કાંઈ પણ છું, એ મારા મમ્મીના કારણે જ છું. મારા મમ્મીએ જ મને ગાતા શીખવાડ્યું છે. મારા ગળાની સોફ્ટનેસ ની વાત હોય તો એમાં પણ મારા મમ્મીનો જ મોટો હાથ છે. તમને એક વાત ખબર નથી, આજે હું તમારી સાથે એ વાત શેર કરવા માંગું છું. જ્યારે હું નાની હતી ત્યારથી જ મારી જીભ બોલતા ખચકાતી હતી. મને એમ થતું કે બધાં લોકો આટલું સુંદર રીતે બોલી શકે છે, તો હું કેમ નથી બોલી શકતી? એક દિવસ મમ્મી પાસે જઈને હું ખૂબ રડી, મમ્મી,.. કેમ મારી સાથે જ આવું કર્યું ભગવાને? તમને બધાને તો સારી રીતે બોલતા આવડે છે પણ, હું કેમ કશું બોલી શકતી નથી સરખી રીતે ? ત્યારે મને મારા મમ્મીએ સમજાવી કે, બેટા ભગવાન દરેકને કંઈકને કંઈક ગોડ ગિફ્ટ તો આપે જ છે. જરૂર છે તો તેને ઓળખવાની. ત્યારે મારા મમ્મીએ મને ગાવાનું કહ્યું. જો બોલવામાં મારી જીભ ખચકાતી હોય તો મને ગાવામાં તો ડર લાગવાનો જ છે અને શરમ પણ આવતી હતી. ત્યારે મમ્મીએ કહ્યું એકવાર મારા માટે ગીત ગાઈ દે બસ, પછી મારી આ જીભ જેમ તેમ ઉપડી ખરી, અને મેં ગાવાનું શરૂ કર્યું. મમ્મીને મારામાં એ દેખાયું જે મને પણ નહોતું દેખાયું. એમણે મારામાં ભવિષ્યની એક સિંગર દેખાણી. પછી તો મેં ગાવાનું ચાલુ રાખ્યું. ઘણા બધા પ્રાઇઝ, ઘણા બધા સન્માન, ઘણા બધા પુરસ્કાર મળતા રહ્યા અને ધીરે ધીરે મારી જીભ પણ સુધરી ગઈ. અત્યારે હું પરફેક્ટ બોલી શકું છું."
"તમારામાંથી ઘણા બધાના રોલમોડેલ કોઈ હીરો, કોઇ ક્રિકેટર કે બીજું કોઈ હશે. પણ મારા રોલ મોડલ હું મારા મમ્મીને માનું છું."
મનાલી એ પોતાનું વક્તવ્ય પૂરું કર્યું કે, તરત જ તાળીઓનો ગડગડાટ સંભળાયો. પણ, દેવાંશીની આંખો ભરાઈ આવી અને આજે પણ તેણી બહાર જતી રહી. આજ તેનું રુદન થોડું વધારે જ ભાવાત્મક હતું.
મિત્રો, આ સંસારમાં શિક્ષક એક એવું પ્રાણી છે કે જીવનના દરેક તબક્કે આપણને યોગ્ય માર્ગદર્શન આપે છે. શિક્ષક કોઈ પણ હોઈ શકે. આ પ્રસંગમાં એક મા પોતાની દીકરીને શીખવે છે. આમ પણ મા થી સારો કોઈ જ શિક્ષક ના હોય.
ત્રણ લેક્ચર પુરા થયા પછી બ્રેક પડયો. આજે પણ દેવાંશી છેલ્લા ક્લાસમાં જ હતી. પરંતુ આજે તેની સાથે એક વ્યક્તિ પણ હતું.
શું દેવાંશી નો રાઝ આજે ખુલી જશે?
કોણ હશે એ વ્યક્તિ જે દેવાંશી સાથે છેલ્લા ક્લાસરૂમમાં છે?
આગળ જાણવા માટે વાંચતા રહો....
ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી
ig:- @author.dk15
FB:- Davda Kishan
eMail:- kishandavda91868@gmail.com