teacher - 14 books and stories free download online pdf in Gujarati

ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 14

કિશન અને ધારા હોસ્પિટલ પહોંચી ગયા હતા, દેવાંશી પણ હોસ્પિટલે આવી ગઈ, દેવાંશીએ અક્ષરની આ હાલત જોતા જ પ્રશ્નોની લાંબી હારમાળા મૂકી દીધી.

"તને કંઈ ભાન પડે છે? તને સરખું ચાલતા નથી આવડતું કે શું? તને આવડી મોટી કાર ધ્યાનમાં ના આવી? તે વિચાર્યું છે કે તને કંઈ થઈ જાત તો મારું શું થાત?"

અક્ષરને બોલવાનો જરા પણ મોકો ના મળ્યો. આમ દેવાંશીનું અબડમ બબડમ ચાલુ જ રહ્યું . દેવાંશી ના હૃદયની વાત આખરે બહાર આવી ખરી. દેવાંશી ને સાંભળીને ધારા અને કિશન પણ મંદ મંદ હસવા લાગ્યા. અક્ષર તો આ દ્રશ્ય જોતો જ રહી ગયો, આ અનોખું દ્રશ્ય હજુ અક્ષર ને નહોતું સમજાતું. અક્ષર ના મમ્મી પપ્પા કોઈ પ્રસંગ માટે રાજકોટ ગયા હોવાથી તેઓને આ ઘટના ન જણાવવી જ યોગ્ય લાગી. થોડીવાર પછી જ ત્યાં વિકાસ સર આવી પહોંચ્યા, હજુ વિકાસ સર અક્ષરના વાલીને ફોન કરી જ રહ્યા હતા કે તરત જ....

"રહેવા દો સર, તેઓ મેરેજ ફંક્શનમાં ગયા છે. એમને ખબર પડશે તો એ લોકો ટેન્શનમાં આવી જશે અને ફંકશન પણ એન્જોય નહીં કરી શકે."
અક્ષરે પોતાનું માથું નકારમાં ધુણાવતા કહ્યું.

હવે અક્ષરનો કઝિન જય આવી ગયો હતો.

"ભાઈ સારું તે મને ફોન કર્યો, અંકલ આંટીને કર્યો હોત તો એ તો આખું વ્રજ પેલેસ માથે લેત." જયે કિશન સાથે હાથ મિલાવીને કહ્યું.

"હા, અક્ષરે અમને કહ્યું હતું કે તેઓ ત્યાં કોઈ પ્રસંગમાં છે માટે મે તમને કોલ કર્યો."

"ઠીક છે, પણ ડોકટરે શું કહ્યું? દવાઓ લેવાની છે ને?"

"અરે જય ભાઈ એ તમે ચિંતા ના કરો, મારા એક મિત્રના પપ્પાને મેડિકલ શોપ છે, એ બધી દવાઓની યાદી મેં એમને વોટ્સેપ કરી છે. તેઓ હમણાં જ અહીં આપવા આવશે."

"સારું લે."

થોડી વારમાં એક ભાઈ એક નાના બાળક સાથે આવ્યા.

"થેંક્યુ, થેંક્યુ વેરી મચ, તમે મારા બાળકનો જીવ બચાવ્યો છે. તમારો આ અહેસાન હું હંમેશા યાદ રાખીશ. હું ઈશ્વરને પ્રાર્થના કરીશ કે તમે જલ્દીથી સાજા થઈ જાઓ. ધન્ય છે તમારા માતા પિતા કે જેમને તમારા જેવો પુત્ર મળ્યો છે."

"અરે, એ તો મારી ફરજ છે."

"લો, આ તમારા માટે." એ ભાઈએ અક્ષરની પાસે એક ફૂલોનો બુકે અને બે મોટી ડેરીમિલ્ક મૂકતાં કહ્યું.

દેવાંશી ને એક કોલ આવ્યો એટલે તેણી ત્યાંથી નીકળી ગઈ, અક્ષર નો પિતરાઈ ભાઈ ત્યાં જ હતો માટે ધારા અને કિશનએ પણ હવે ત્યાંથી રજા લીધી.

થોડા દિવસોમાં જ અક્ષર સાજો થઇ ગયો હતો. બે દિવસ પછી વિજ્ઞાન વિકાસ માર્ગદર્શન માટે પરીક્ષા પણ હતી, આ પરીક્ષા માટે અક્ષરે પણ પોતાની તૈયારીઓ શરૂ કરી. આ પરીક્ષા માટે બધા ખૂબ જ તૈયારી કરી રહ્યા હતા. નામ નોંધાવનાર તમામ વ્યક્તિની પરિક્ષા લેવામાં આવી.

અક્ષર પોતાનું પ્રશ્નપત્ર લઈને ધારા પાસે આવ્યો અને તેને પેપર ના સવાલ સોલ્વ કરવા કહ્યું.

"વિજ્ઞાન દિવસ-૨૮મી ફેબ્રુઆરી ના, સાચું ને ?"

"હા."

"મિસાઈલ મેન તરીકે ઓળખાતા વૈજ્ઞાનિક ડો. એ.પી.જે. અબ્દુલ કલામ જ આવે ને ?"

"હા."

આમ બંનેએ મળીને પેપરના તમામ પ્રશ્નો સોલ્વ કર્યા.

આ પરીક્ષાનું પેપર એટલું બધું મુશ્કેલ પણ નહોતું અને સાવ સરળ પણ નહોતું. વિદ્યાર્થીઓ 60 થી 65 ગુણની સરેરાશ ધારીને સંતુષ્ટ હોય એવું લાગી રહ્યું હતું.

વિજ્ઞાન વિકાસ માર્ગદર્શન સેમિનાર માટે નવમાં ધોરણમાંથી 14 વિદ્યાર્થીઓ પૈકી ચાર વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા હતા

ધારા, પ્રિયા, અક્ષર અને અમિત..

આ ચારેય હવે વિજ્ઞાન વિકાસ માર્ગદર્શન મેળવશે અને ભવ્ય વિજ્ઞાન મેળામાં એસ.વી.પી. એકેડમીનું પ્રતિનિધિત્વ કરશે.

બધું બરાબર ચાલી રહ્યું હતું. દિવસો શાંતિ પૂર્ણ વીતી રહ્યા હતાં, આવનારી સવાર મનાલી માટે એક નવા અને સારાં સમાચાર લાવવાની હતી.

આગળ જાણવા માટે વાંચતા રહો....

ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી

ig:- @author.dk15

FB:- Davda Kishan

eMail:- kishandavda91868@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED