sutkesh nu rahashy books and stories free download online pdf in Gujarati

સુટકેસ નું રહસ્ય.

શિયાળાની ગાત્રો થિજાવી નાખે એવી અંધેરી રાત માં આબુના વાંકાચૂકા રસ્તા ઉપર એક કાર પૂરઝડપે દોડી રહી છે.
ગાઢ ધુમ્મસ માં બે હાથ આગળ નું કઈ જ દેખાતું નથી.
અચાનક કાર ઊભી રહે છે.
કારમાંથી એક વ્યક્તિ બહાર નીકળીને સુટકેસ ને વિરાન જગ્યા એ નાખીને કારમાં ફરી બેસી જાય છે.

સવારમાં અજાણી સુટકેસ જોઇને પોલીસ ને જાણ કરવામાં આવે છે ...કે સ્થાનિક રહીશો પ્રમાણે આ સુટકેસ રાતના બાર વાગ્યાની આજુબાજુ કોઈ મૂકી ગયું હોય એવું લાગે છે..
પોલીસ આવી ચૂકી છે... સુટકેસ ખોલતા તેમાંથી લોહી થી લથપથ લાશ મળી જેના હાથ પગ બાંધેલા માં હતા.
પ્રથમ જે લોકોએ લાશ જોઈ એમની જોડેથી જાણવા જોગ પુરાવા લેવામાં આવ્યા.

સૂટકેસમાં મળેલી લાશના હાથ-પગ બાંધેલા હતા. તેના કારણે એવું સાબિત થતું હતું કે મર્ડર કરતી વખતે બે થી ત્રણ વ્યક્તિ હોઈ શકે છે.

મૃતકના ઓળખાણ માટે એના ચિન્હો જોવામાં આવ્યા ખિસ્સામાં ચેક કરવામાં આવ્યું.
જેનાથી કોઈ નક્કર તથ્ય પર પહોંચી શકાય. ખિસ્સામાંથી હોટેલ નું કાર્ડ મળ્યું છે.

પ્રથમ સ્થાનિક લોકોનું નિવેદન લેવામાં આવ્યા પણ પ્રાથમિક જાણકારી સિવાય કશું જ મળ્યું નહીં.
એ હત્યા કરવામાં આવી તો કયા કારણોસર હત્યા કરવામાં આવી હતી.
પોલીસે પહેલા તો ગુમ થયેલ વ્યક્તિઓની તપાસ કરી ત્યારબાદ સ્થાનિક લોકોના આધારે તપાસ કરી તેમના પરિવારના લોકોની શોધખોળ હાથ ધરી.

ખિસ્સામાંથી જે હોટેલ નું કાર્ડ મળ્યું હતું તેને આધારે પોલીસ હોટેલમાં ગયા ત્યાં સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા પણ અંધારૂ હોવાથી દ્રશ્ય બરાબર નથી દેખી શકાતું .
રજીસ્ટરમાં નામ જોવાથી ખબર પડી કે આ વ્યક્તિનું નામ મયંક પટેલ છે.

હોટલમાં જે રૂમ માં મયંક પટેલ રોકાયા હતા ત્યાં ફોટોગ્રાફરે, ફોરેન્સિક અને ડોગ સ્કવોર્ડ સાથે ક્રાઈમ બ્રાન્ચના અધિકારી મિસ્ટર રાઠોડ ની જવાબદારી હેઠળ તપાસ કરવામાં આવી.

તપાસ કરતા એવું લાગી રહ્યું હતું કે ઝપાઝપી નો બનાવ નથી બન્યો તેથી કોઇ નજીકની વ્યક્તિ એ જ મર્ડર કર્યું હોવું જોઈએ.

બહારથી અંદર કોઈ પ્રવેશી શકે એવું નથી એટલે જે પણ વ્યક્તિ અંદર આવી હોય તેને ઓળખતી જ હોવી જોઈએ કેમ કે દરવાજો ખુલ્લો રખાયો હશે. અથવા તો તેના માટે ખોલવામાં આવ્યો હશે.

ફિંગર પ્રિન્ટ લેવામાં આવી ..બ્લડના રિપોર્ટ ફોરેન્સિક માટે લીધા.‌. બે છૂટેલી ગોળી જેમાંથી એક ગોળી દિવાલને અથડાઇને નીચે પડી ગઈ હતી અને એક ગોળી મયંક પટેલ ને છાતીમાં વાગી ગઈ હતી. એમ કુલ બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું..

ફાયરિંગ કરતા જે ગોળિયો છુટી હતી તે સાડા પાંચ ઈંચની પિસ્તોલમાંથી છુટેલી હોવી જોઈએ અને આ પ્રકારની ગોળી..

Colt 380 avto,(mustange pocketlte)

પિસ્તોલ માં વપરાય છે આ પ્રમાણે એવિડન્સ મિસ્ટર રાઠોડ ભેગા કર્યા.

હવે એમને ફોન નંબરના આધારે તેમના પરિવારની શોધખોળ કરી ફોન મોબાઈલ બધું જ બંધ આવી રહ્યું હતું.‌
કોના નામ નો નંબર છે અને કયુ એડ્રેસ પર છે તે ટુરુકોલર દ્વારા જાણી તે બધી જાણકારી લઈને ખબર પડી કે મયંક પટેલ અમદાવાદ રહે છે . તે આધારે મિસ્ટર રાઠોડ અમદાવાદ આવી પહોંચ્યા..

************

ખટખટ દરવાજે ટકોરા પડે છે અને દરવાજો ખુલે છે મયંક ની એન્ટ્રી થાય છે. ઠંડીની સીઝનમાં કમોસમી વરસાદમાં પલળવાથી મયંક ને જબરદસ્ત શરદી થઈ ગઈ હતી તેને કહ્યું. તબિયત ખરાબ થઈ જાય એની પહેલા દવાખાને જવું પડશે ...અરે ડોક્ટર પાસે જવાની જરૂર નહીં પડે ...દૂધમાં હળદર આદુ મરી નાખીને ઉકાળો બનાવી દઉં છું ...ગ્લાસ ભરીને પી લો અને પછી સુઈ જાવ કામ જલ્દી તમામ થઇ જશે .
મયંક એને આશ્ચર્યથી એની સામે જોઈ રહ્યો .
ગુજને કહ્યું ઉકાળો બનાવીને લઈને આવું છુ.
મોઢું બગાડ્યા વગર આખો ગ્લાસ ખતમ કરવાનો છે .. અત્યારથી મોઢા ના બતાવો..
પછી તેને હળદર મરી ને દૂધમાં નાખીને ઉકાળવાં મુક્યું એક પેકેટ માં સંતાડેલી ઉંઘ ની ટેબલેટ બહાર કાઢી તેને દસ ટેબલેટ લીધી અને ઉકળતા દૂધમાં જોડે જોડે નાખી દીધી.
ધ્રુજતા હાથે ગ્લાસ પકડીને તે પલંગ પાસે આવી શરદી મટાડવાની હોય તો એક જ ગુટ મા પી જાવ એમ પ્રેમથી આદેશ આપ્યો મયંકે ગ્લાસ હાથમાં લીધો એક ગુટ દૂધ પીધું .થોડુ કડવું લાગવાથી મોઢું બગાડ્યું અને બાજુમાં પડેલી ટીપોઈ પર મૂકી દીધું.

નથી ભાવતું. હું કાલે દવા લઈ લઈશ મારે તો નથી પીવુ માથું ધુણાવીને તેને કહ્યું.
મયંક ને મારવા ના બધાજ નુસખા ફેલ જઈ રહ્યા હતા..
ગુંજન સંદીપ ને કોલ કરીને કહે છે કે ઉકાળો પીવડાવવામાં નો કાર્યક્રમ ફ્લોપ ગયો. હવે શું કરવાનું મયંક નો કાંટો કાઢવા હવે આપણને બંને સાથે મળીને તેનો ઉપાય કરીએ.
મને તો ખુબ ડર લાગે છે, કોઈ પ્રોબ્લેમ તો નહીં થાય ને.
સંદીપ: ડરવાની જરૂર નથી હુ કંઈક વિચારુ છું આગળ શું કરવું.
'હું ઇન્ડિયા આવવાની તૈયારી કરી લઉં છું.'
'હા નવો ઉપાય વિચારવો પડશે ઘેનની ગોળીઓ આપીને એક્સિડન્ટ માં ખપાવવા નો પ્લાન હવે કામ નહીં લાગે'
મયંક ને ધોખાધડી કરી ને આપણી જોડે સારું નથી કર્યુ એને તો એની સજા ભોગવવી જ પડશે.
દરવાજો ખોલવાનો અવાજ આવી રહ્યો છે હું પછી કોલ કરું.
દરવાજે ખટખટાવ્યા નો અવાજ આવ્યો લાગ્યું કોણ આવ્યું હતું.
ના અહીં તો કોઈ નથી આવ્યું મયંક બોલ્યો.
ગુંજન મનમાં ને મનમાં વિચારી રહી છે ,"જરૂર કોઈ આવ્યું હતું કોણ હશે!!"


ગુંજન આજુબાજુ જોયું પણ કોઈ જ દેખાતું નહોતું.

વોચમેન ને પૂછવામાં આવતા તેને કહ્યું કે અહીં કોઈ આવ્યું નથી.
મયંકે ધોકા ધડી કરીને મારા માતા-પિતા ને ફસાવી મારી જોડે લગ્ન કર્યા છે.
મારી અને સંદીપ ની જીંદગી બરબાદ કરી છે. સંદીપ કેનેડા હોવાથી હું પણ કશું જ ના કરી શકી. પણ હવે તો નથી લાગતું કે મયંક ની દાદાગીરી લાંબી ચલાવાય.
કંઈક તો કરવું જ પડશે.

ગુંજને મયંક ને કેવી રીતે જિંદગી માંથી દૂર કરવો એની ગડમથલમાં ક્યાં ઊંઘી ગઈ ખબર જ ના રહી.

"હલો જો તારે વધારે કામ કરવાનું નથી એક વકીલ બાબુ છે.. એમને મોત ને ઘાટ ઉતારવાના છે"સંદીપ સોપારી આપતા એક જણ ને કહ્યું.

"હલો ગુંજન આ વીકમાં હુ આવું છુ ઇન્ડિયા તારા પાસપોર્ટ થી લઈને બધી જ તૈયારી થઈ ચૂકી છે અને મયંક નું કામ તમામ કરવાની સોપારી અપાઈ ચૂકી છે તું ખાલી આબુ જવાનો પ્લાન બનાવી લે."

"કઈ પ્રોબ્લેમ તો ઊભી નહીં થાય"
"ના તે ખ્યાતનામ સોપારી કિલર છે ભલભલાના તે કામ તમામ કરી ચૂક્યો છે."

"તારે હોટેલમાં રોકાણ દરમિયાન દરવાજો ખુલ્લો રાખવાનો છે ,પિસ્તોલ ને યોગ્ય જગ્યાએ મૂકી દેવાની છે ,આગળનો પ્લાન હું તને કહેતો રહીશ. તું ખાલી આબુ જવાનો પ્લાન ગોઠવી દે"

આ તરફ ગુંજને મયંક ને લઈને આબુ જવાનો પ્લાન બનાવી લીધો.
સંદીપ પણ કેનેડા થી ઇન્ડિયા આવી પહોંચ્યો છે .
ગુજન મયંક ને લઈને પ્લાન મુજબ વિક એન્ડ મણાવવા આબુ જવા નીકળી ગઈ છે.

સંદીપ અગાઉથી જ આબુ પહોંચી ગયો છે આ બાજુ ગુજન અને મયંક માઉન્ટ આબુ હાઈવે બાજુમાં આવેલા એક હોટેલમાં રોકાવાનું નક્કી કર્યું છે .

હોટેલમાં પહોંચતા ગુંજને ડ્રાઇવરનું કહ્યું હવે તું પણ છુટ્ટી લઈને જઈ શકે છે. પંદર દિવસ સુધી અમે અહીં જ રોકાવાના છીએ. તેથી તું પણ તારા ઘરે જઈ આવ.

હોટેલ્સ મને ખતરનાક લાગે છે મયંક ના આવા શબ્દો સાંભળીને ગુંજન ડરી ને વિચારી રહી કે મયંક ને ખબર તો નથી પડી ગઈ ને .
પોતાના પર્સમાં રાખેલી પિસ્તોલ ને ચેક કરવા લાગી કે મયંક નું ધ્યાન જાય નહીં એવી રીતે પગથીયા ચડતા ચડતા .
રૂમનો દરવાજો આવી ગયો મયંક કે કહ્યું.
ચાવી થી દરવાજો ખોલી ને બંને અંદર પ્રવેશ્યા ગુંજને દરવાજો બંધ કરતા કરતા કહ્યું તમે ફ્રેશ થઈને આવો પછી હું જવું છુ.

મયંક બાથરૂમ તરફ જાય છે આ બાજુ ગુજન ફટાફટ પર્સમાંથી પિસ્તોલ કાઢીને બેડ સીટ નીચે મૂકે છે.
ત્યાંથી લેવા માં આસાની રહેશે.

"સંદીપ ને મેસેજ કર્યો હોટલમાં આવી ગયા છીએ તો આવવા તૈયાર રહેજે દરવાજો ખુલ્લો જ છે."
"સંદીપ નાઇસ બધું પ્લાન મુજબ થઇ રહ્યું છે.. હવે હું નીકળું છું ."
"ઓકે "

મયંક બહાર આવીને બેડરૂમ તરફ આવે છે .તે જોઈને ગુંજન બોલી તુ હવે આરામ કર હું ફ્રેશ થઈને આવું છું... કહીને બાથરુમમાં તરફ જાય છે.

મયંક ની પર ફાયરિંગ થવાનો અવાજ આવે છે.. ગોળી વાગતા મયંક નીચે ફર્શ પર ફસડાઈ પડે છે.

અવાજ સાંભળીને ગુંજન બાથરૂમ માથી બહાર આવે છે. મયંક ખૂનથી લથપથ ફર્સ પર પડ્યો છે.

ગુંજન દરવાજા તરફ બહાર દોડે છે. ત્યાં જ તે સંદીપને આવતા જોઈને ગુંજન બોલી તારા પ્લાન પ્રમાણે મોકલેલ સોપારી કિલ્રર મર્ડર કરી ને જતો રહ્યો લાગે છે.

"ના સોપારી કીલર અહી આવ્યો જ નથી પોલીસ ને આગળ કરેલ ગુનાહ નુ પગેરૂ મળતા તેની ધરપકડ કરવામાં આવી છે.. અને એટલા માટે જ હુ અહી આવ્યો છું. પણ આ મયંક નુ મર્ડર કોને કર્યું હશે.!"

"સોપારી કિલરની ધરપકડ થઈ ચૂકી છે!
હું તો બાથરૂમમાં હતી અને તુ તો હમણાં જ આવે છે. તો પછી મયંક નુ ખૂન કોણ કોને કર્યું હશે!"

"જેને પણ કર્યું હોય મર્ડર નો ગુનો આપણી પર જ આવશે જલ્દીથી લાશ ને સગેવગે કરવી પડશે."

સંદીપ મયંક ની લાશને દોરડાથી બાંધી સૂટકેસમાં પેક કરી લે છે. ત્યારબાદ ફર્સ પર પડેલા લોહીના ડાઘા સાફ કરી નાખે છે ગુંજન અને સંદીપ સુટકેસ ને ગાડી ની ડિકી મૂકી સુમસામ રસ્તા ઉપર ગાડી પુરપાટે જઇ રહી છે.

એકલદોકલ વિકલ ની અવરજવર દેખાય છે. ઠંડીને કારણે આખો રસ્તો સૂમસામ થઈ ગયો છે. સંદીપ એક જગ્યાએ ગાડી રોકી નીચે ઉતરીને હાઈવેની બાજુમાં ના રસ્તા પર પહાડી વિસ્તારના ઝાડી ઝાંખરા મા સુટકેસ ને ફેંકી દે છે .

ગાડીમાં આવી સંદીપ બેસી જાય છે અને ગાડીને અમદાવાદ તરફ હંકારી મુકે છે.

સંદીપ: પોલીસ શોધતી શોધતી આપણી પાસે આવી પહોંચે એની પહેલા કેનેડા જવા નીકળી જવું પડશે.

નક્કી કર્યા મુજબ એક વીક રોકાવું પડશે.આપણા માટે એક ફ્લેટ બુક કરાવી લીધો છે . પોલીસની શોધખોળ કરતાં પંદર દિવસ લાગશે ત્યાં સુધી આપને કેનેડા પહોંચી ગયા હોય શું.

સંદીપ અને ગુંજન કેનેડા ભાગી જવાની તૈયારીમાં હતા બધા જ કાર્ય પૂરા થઈ ગયા હતા પણ તે પહેલાં જ પોલીસે સંદીપ અને ગુંજન ની ધરપકડ કરે છે.

"મિ. સંદીપ તમે ઇન્ડિયા થી બહાર નહીં જઈ શકો?
જ્યાં સુધી મયક મર્ડર કેસનો નિકાલ ન આવે મિસ્ટર રાઠોડ કડકાઇથી બોલ્યા"
"અમારો કોઇ જ વાંક નથી અમે મયંક નુ ખુન નથી કર્યું."
બોલતા બોલતા ગુંજન રડી પડી.

"એ તો હવે ફોરેન્સિક રિપોર્ટ આવશે પછી જ ખબર પડશે કે મર્ડર કોને કર્યું છે. અત્યારે તો તમને એરેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

મિસ્ટર રાઠોડ ના હાથમાં ફોરેન્સિક રિપોર્ટ આવી ચૂક્યો છે જોતા તો એવું લાગી રહ્યું છે કે સંદીપ ગુંજન બંને સાથે મળીને જ હત્યા કરી છે. પણ કોઈ ત્રીજી વ્યક્તિ છે જે ની ફિગર પ્રિન્ટ પણ છે.
આ વ્યક્તિ કોણ હશે?
સંદીપ અને ગુંજન ને સાથે મળીને મળીને મર્ડર કર્યું છે.
ત્રીજી વ્યક્તિ પણ છે જે કોણ છે? હજી સુધી તેની ભાળ મળી નથી.
સંદીપ અને ગુજને મર્ડર કર્યું નથી તો પછી દેશ છોડીને કેમ ભાગી રહ્યા હતા.?

જે પિસ્તોલ થી મર્ડર થયું છે તે પિસ્તોલ ક્યાં છે?

આ બધા સવાલ સાથે મિ.રાઠોડ સંદીપ અને ગુંજન ને અલગ અલગ રૂમમાં પૂછપરછ માટે બોલાવે છે.
*****મિસ્ટર રાઠોડ ગુંજન ના રૂમ માં પહોચ્યા પૂછપરછ કરતા કહ્યું મને સાચા જવાબો આપવા પડશે તો જ હું તમને બચાવી શકીશ નહીં તો તમારી તરફ જ મર્ડરનો ગુણો સાબિત થઈ રહ્યો છે.

આબુમાં મયંક પટેલ નું મર્ડર થઈ ચૂક્યું છે અને તેની શોધખોળ કરતા ફોન નંબરના આધારે મયંક પટેલ નું સરનામું મળતા અમદાવાદના પોશ વિસ્તાર મયંક પટેલ મકાન છે એવી જાણકારીને આધારે ત્યાં તેમના પરિવાર જોડે વાત કરતાં ખબર પડી કે મયંક પટેલ ની જાળમાં ફસાઈને તમારા પરિવારે તમારા લગ્ન મંયક સાથે કરાવી દીધા હતા. અનિચ્છાએ મયંક પટેલ જોડે તમારે લગ્ન કરવા પડ્યા હતા.

મયંક પટેલ જલસા ની લાઈફ જીવવા વાળી વ્યક્તિ હતી અને દાદાગીરીથી વકીલ જગતમાં પોતાની ધાક ઉત્પન્ન કરી હતી તે એક હોશિયાર વકીલ તો હતો જ પણ જોડે જોડે ખરાબ આદતોનું બધાણી પણ હતો.
તમે મજબૂરી વંશ લગ્ન તો કરી લીધા છે પણ તમે સંદીપ ને ખુબ જ પ્રેમ કરતા હતા...

સંદીપ એજ્યુકેશન માટે કેનેડા રોકાયેલો હતો ત્યાંથી તમે અને સંદીપ બે વર્ષ પછી લગ્ન કરવાનું વિચાર્યું હતું પણ તમારા સપના ભાગી ગયા હતા.

સગા-સંબંધીઓની જાનકારી ને આધારે ખબર પડી કે તમે મયંક પટેલ સાથે આબુ વિક એન્ડ મનાવવા ગયા છો.

પણ ત્યાં તો મયંક પટેલ નું મર્ડર થઈ ચૂક્યું છે અને તમે તમારા પરિવાર સાથે નથી મળી રહ્યા એનો મતલબ કે તમે જ મર્ડર કર્યું છે.

હવે જણાવો કે મર્ડર કર્યા પછી પિસ્તોલ કંયા સંતાડી છે.
"પિસ્તોલ માથી ગોળી છુટી હતી તેનાથી મયંક પટેલ ને છાતીમાં એક ગોળી વાગી છે .અને તેનાથી તેનું મોત નિપજ્યું છે. બીજી ગોળી દિવાલને અથડાઇને નીચે પડેલી મળી છે ...એમ કુલ બે ફાયરિંગ કરવામાં આવ્યા છે."
તમે જણાવો કે જે પિસ્તોલ ક્યાં રાખી મૂકી છે.
નહીં સર બંદૂક ને બેડ ની નીચે મૂકી હતી પણ તેમાંથી કોઈ જ ફાયરિંગ કરવામાં નથી આવ્યું.

હા હું અને સંદિપ મયંક નું ખૂન કરવા માગતા હતા. અને એટલે જ સંદીપ ને હું ભેગા મળીને સોપારી કિલરને સોપારી આપી હતી પણ તે ની ધરપકડ થઇ જતા તે આવી શક્યો જ નહીં.

મયંક નું મર્ડર કોને કર્યું છે તે ખબર નહીં અમે ગુનેગાર નથી.
"બેડ નીચેથી કોઈ જ પિસ્તોલ મળી નથી એનો મતલબ કે પિસ્તોલ તમારી જોડે હોવી જોઈએ તેની બાતમી આપો"
"ડરના લીધે પિસ્તોલ ત્યાં જ ભુલાઈ ગઈ હતી. મારી પાસે પિસ્તોલ નથી."

મિસ્ટર રાઠોડે સંદીપની પૂછપરછ કરતા તેને પણ ગુંજન ની કહાની પ્રમાણે જણાવ્યું કે મર્ડર અમે કર્યું નથી અને અમારી ઉપર ,મર્ડર કરવાનો ગુણો ન આવે એટલા માટે લાશને સૂટકેસમાં ભરીને સગેવગે કરી નાખી હતી.

*****


મિ.રાઠોડ: હલો ડોક્ટર સાહેબ રિપોર્ટ આવી ગયા, જરા જણાવશો ફોરેન્સિક રિપોર્ટ શું કહી રહી છે?

મયંક ,સંદીપ અને ગુંજન ની ફિંગર પ્રિન્ટ રિપોર્ટ પ્રમાણે તેમની હાજરી ઉપરાંત એક ચોથી વ્યક્તિ ની હાજરી ત્યાં જણાય છે. તમારે અમદાવાદથી તેમના સંબંધીઓની ફિંગર પ્રિન્ટ મોકલી હતી તે મેચ નથી થતી હજુ પણ કોઇ બહારની વ્યક્તિ હોવી જોઈએ..

'સારુ તપાસ ચાલુ છે ચોથી વ્યક્તિ શોધવા માટે વધુ મહેનત કરવી પડશે..'

મિસ્ટર રાઠોડ ઘરના સભ્યો ઉપરાંત હજુ પણ કોઈ બીજા સભ્યો છે એ જાણકારી લેતા ખબર પડી કે મયંક પ્રજાપતિ ના ડ્રાઈવર રજા પર તેના વતન ગયો છે.
ગુંજન ને પૂછવામાં આવતા તેને કહ્યું કે મેં તેને રજા આપી દીધી હતી આબુ ડ્રોપ કર્યા પછી..

મયંક પ્રજાપતિ ના ડ્રાઈવરને પૂછપરછ માટે બોલાવા આવે છે તેને કહ્યું કે "હું મયંક સાહેબ અને મેડમ ને છોડીને નીકળી ગયો હતો તેમના કહ્યા પ્રમાણે હું પણ છૂટી માટે જઈ શકું છું"

'તારા મયંક સાહેબ નું મર્ડર થઈ ગયું છે તને ખબર છે.'
ના સાહેબ મને તો ખબર નથી.. ક્યારે બન્યું? ક્યાં બન્યું? તેઓ તો આબુ રોકાવાના હતા.'

'બસ કાલના ન્યુઝ પેપર માં બધું વાંચી લેજે ખબર પડી જશે.'
'તારી મેડમ અને તેના પ્રેમી તેમનું મર્ડર કર્યું છે.'
તું હમણાં જઈ શકે છે પૂછપરછ માટે બોલાવવા આવશે ત્યારે હાજર રહેવું પડશે તેથી હમણાં બહારગામ નહીં જઇ શકે.'

મિસ્ટર રાઠોડે ફિંગર પ્રિન્ટ મેચ કરવા મોકલી આપતા ચોથી વ્યક્તિ ની ફિગર પ્રિન્ટ મેચ થઈને આવી ગયી એટલે મયંક પ્રજાપતિ ના ડ્રાઈવર ની જ નીકળતા તેણે એરેસ્ટ કરવામાં આવ્યો.
હવે મિસ્ટર રાઠોડે કડકાઈથી પૂછ્યું કે સાચું સાચું જણાવ કે તે તારા સાહેબ નું મર્ડર શું કરવા કર્યું છે.?

'ના ના સાહેબ મે તો નથી કર્યુ હું તો ત્યાં હાજર પણ નહોતો મને છુટ્ટી આપી દેવાથી હું મારા વતન ચાલી ગયો હતો.'
"હોટલના રૂમમાંથી તારી ફિંગર પ્રિન્ટ ના નીશાન મળ્યા છે તુ ત્યાં હાજર હતો એટલે હવે સાચું બોલી જા તારી હવે ખોટી કહાની નો કોઈ જ મતલબ નથી."

મિસ્ટર રાઠોડ ના કડકાઈ ભરેલા શબ્દોથી ડરીને તેને સાચું કહી દીધું કે હા મે જ મર્ડર કર્યું છે હું બદલો લેવા માંગતો હતો.

મયંક પ્રજાપતિ એ તેણી અયાશી અને દાદાગીરી એ મારી છોકરી નો ભોગ લીધો છે, મે એનું મર્ડર કર્યું છે એનો મને કોઈ જ અફસોસ નથી ..
આવી વ્યક્તિ જીવવાને લાયક જ નથી.

તેને મારી દીકરીને લગ્નની લાલચ આપીને પ્રેમજાળમાં ફસાવી હતી પછી ગુંજન ના માતા-પિતાને ફસાવી ને તેની જોડે લગ્ન કર્યા હતાં.

મયંકની ધોખા ધડીથી મારી દીકરી એ આત્મહત્યા કરી હતી એટલે હું મયંક ને મારવાનો મોકો શોધતો હતો અને તે મને મળી ગયો..

એક વખત છુપાઈ ને મે ગુજન અને સંદીપ ની ફોન પર વાત સાંભળી હતી કે તેઓ પણ તેનું મર્ડર કરવા માંગે છે અને આબુ જવાનો પ્લાન બનાવ્યો છે.

આ પ્લાન મુજબ મને ખબર હતી કે પિસ્તોલ ક્યાં મુકાવાની છે.. બસ મારે તો મારો બદલો લેવો હતો જે મે પૂરો કરી દીધો .
હવે મને જે પણ સજા થાય હું ભોગવવા તૈયાર છું.
'તે પિસ્તોલ ક્યાં છુપાવી છે.'
'પિસ્તોલ મેં આબુની પર્વતોની જાળીઓ માં નાખી દીધી હતી.'
'માણસ ભલે ખોટો હોય પણ કાયદો હાથમાં લેવો પણ ગુનો બને છે.'
'હવે તમને એરેસ્ટ કરવામાં આવે છે આગળની કાર્યવાહી માટે.'
અસ્તુ.બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED