teacher - 13 books and stories free download online pdf in Gujarati

ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 13


ધમધમતાં સૂર્યના કિરણો સાથે સૂર્યોદય થયો, નવા દિવસની શરૂઆત એક નવી જ મુસીબત લાવવાની હતી. અક્ષર ઉઠ્યો કે તરત જ તેને સ્કૂલે ના જવા માટે કોઈ સખત આગ્રહ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું. સવારે અચાનક પોતાના રૂમ પાસે પગ લપસી જવાથી પડી ગયો, થોડી વાર પછી જ નાસ્તો કરતી વખતે તેના યુનિફોર્મ પર કોફી ઢોળાઈ જવી, સ્કૂલે જતી વખતે રસ્તામાં ખુબ જ વધારે ટ્રાફિક હોવો, આ બધા સંકેત તેને સ્કૂલે જવાથી રોકી રહ્યા હતા. અંતે અક્ષર સ્કૂલે પહોંચ્યો કે તરત જ શાળાના ગેટ પાસે એક વૃદ્ધ દાદા તેની પાસે આવીને રોડ પર આવેલ મેડીકલમાંથી દવા લાવવાનું કહે છે, અક્ષર એમને ના કહી શકતો નથી. દાદાના હાથમાંથી દવાની ચિઠ્ઠી અને ઘડી કરેલી ૫૦૦ રૂપિયાની નોટ લે છે અને દવા લેવા માટે દોડીને જાય છે, પણ અક્ષર મેડીકલને બંધ જુએ છે અને ત્યાંથી વિલા મોઢે પાછો પડે છે. દાદાને હાથમાં ચિઠ્ઠી અને પૈસા આપીને મેડીકલ બંધ હોવાનું જણાવે છે.

“કોઈ વાંધો નહિ બેટા, મારું તો એવું છે ને, મારી ઉમર હવે સદી મારવાની તૈયારીમાં છે. દવા વિના પણ બાકીનું જીવન કાઢી લઈશ. ભણજે અને ખુબ આગળ વધજે, ભગવાન તને ખુશ રાખે.”

“હા દાદા, આવજો.”

અક્ષર આજ સ્કૂલે પહોંચ્યો ત્યારે પહેલો લેક્ચર પાર્થ સરનો ચાલી રહ્યો હતો. આજ થોડો મોડો પડ્યો હતો, એમાં પણ ગ્રાઉન્ડમાં પત્થર આડો આવ્યો એટલે ત્યાં પડતા પડતા બચી ગયો. એ ક્લાસ રૂમમાં પહોંચ્યો.

“મે આઈ કમ ઇન સર?” પાર્થે ચિંતાના સ્વરે પૂછ્યું.

“કમ, આજ કેમ આટલો લેટ છે?”

“સોરી સર, આજ ઉઠવામાં મોડું થયું.”

“ઓ.કે. હવેથી મોડું નાં થાય એનું ધ્યાન રાખજે, બેસી જા.”

અક્ષરને દાદાની મદદ કરવામાં મોડું થયું હતું એ વાત સરને ના કરવી જ યોગ્ય લાગી.

પાર્થ સરનો લેક્ચર પૂરો થયો. તન્વી મેડમ હજુ ક્લાસમાં આવ્યા નહોતાં. અક્ષરના મનમાં વિચારોનું વાવાઝોડું ચાલી રહ્યું હતું, આજ સવારથી તેનો દિવસ અજીબ રીતે વીતી રહ્યો હતો. તે પોતાના મનની સાથે જાણે વાત કરી રહ્યો હોય એમ તેના ચહેરા પરના રીએક્શન વારંવાર બદલાઈ રહ્યા હતા.

કિશન અને ધારાએ તેને વિચારોમાંથી બહાર લાવવાનો પ્રયત્ન કર્યો.

“હેય અક્ષર, ક્યાં ખોવાયો છે?” ધારાએ ચપટી વગાડીને અક્ષરને વિચારોમાંથી બહાર લાવતા પૂછ્યું.

“ઓહ, અરે કશું જ નહી, જસ્ટ એમ જ.”

“દેવાંશીના સ્કૂલમાં આવ્યા પછી તું વધારે વિચારતો થઇ ગયો છે, શું વાત છે હેં?” કિશને અક્ષરની મજાક ઉડાવતા કહ્યું.

“ના કિશન, એવું કશું જ નથી. વી આર જસ્ટ ફ્રેન્ડ્સ. આ તો આજ સવારથી મારી સાથે અજીબ અજીબ ઘટનાઓ ઘટી રહી છે એટલે.”

“કેમ, શું થયું?” ધારાએ પ્રશ્નાર્થ ભાવ દર્શાવ્યો.

“અરે વાત જ ના પૂછ. સવારે ઉઠ્યો કે તરત જ ઉંબરા પાસે પડ્યો અને થોડું વાગ્યું પણ, પછી નાસ્તો કરતી વખતે યુનિફોર્મ પર કોફીની રેલમ છેલ અને મારો શર્ટ પણ બગડ્યો. આપણી સ્કૂલના ગેટ પાસે એક દાદાએ મને બોલાવીને રોડ પર આવેલ મેડીકલે દવા લેવા મોકલ્યો, પણ મેડીકલ હજુ ખુલ્યું નહોતું અને છેલ્લે આપણા ગ્રાઉન્ડમાં પડતા પડતા બચી ગયો."

"ઓહ..."

ખરેખર આજ બધી વિચિત્ર ઘટનાઓ જ થઇ રહી છે, ખરાબ દિવસ છે આજ તો મારો.”

“ઓહ, સમજાયું. ચલ હવે બુક્સ કાઢી લે, તન્વી મેડમ આવતા જ હશે.”

“હા.”

તન્વી મેડમ ક્લાસમાં આવી ગયા, આજ નવો ચેપ્ટર ભણાવવાના હતા માટે થોડી પ્રસ્તાવના આપી અને ત્યારબાદ ચેપ્ટરની શરૂઆત કરાવી, થોડી વાર પછી એમનો લેક્ચર પૂર્ણ થયો. તન્વી મેડમના લેક્ચરમાં આજ શાંતિ હતી.
ભૂમી મેડમનો લેક્ચર આવ્યો, પણ આજ દેવાંશી ક્લાસની બહાર જવાને બદલે ભણવાનું નાટક કરી રહી હોય એમ લાગી રહ્યું હતું. આજ અક્ષરને ભૂમી મેડમનો લેક્ચર થોડો વધારે બોરિંગ લાગી રહ્યો હતો, તે કંટાળી રહ્યો હતો તેથી દેવાંશીની પાસે પડેલા ક્યુબથી રમવાનું વિચારી રહ્યો હતો. તેને દેવાંશી પાસેથી ક્યુબ લીધું અને રમવા લાગ્યો.

આજનો દિવસ અત્યાર સુધી તો નોર્મલ રહ્યો હતો પરંતુ હવે કંઈક એવું થવાનું હતું જેની કોઈએ સહજ કલ્પના પણ ના કરી હોય.

શાળા છૂટી અને બધા લોકો પોતાના ઘરે જઈ રહ્યા હતા. અક્ષર પણ ઘરે જઈ રહ્યો હતો, સામેથી એક સફેદ રંગની ગાડી આવી રહી હતી, આ ગાડીની બ્રેક ફેલ હતી અને ગાડી સામે એક નાનકડો છોકરો ઊભીને રડી રહ્યો હતો. અક્ષરે પોતાનો વિચાર કર્યા વિના એ છોકરા પાસે જઈને તેને ધક્કો માર્યો અને છોકરાને બચાવી લીધો પણ પોતે કાર સાથે ટકરાઈ ગયો અને એક મોટું અકસ્માત સર્જાયુ. આજુ બાજુના લોકો ત્યાં ભેગા થયા અને અક્ષરને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો. કારનો અરીસો લાગ્યો હોવાથી કોઈ મોટી ઈજા નહોતી થઇ પરંતુ ઘાવ વધારે હતો. દેવાંશીને આ વાતની ખબર પડતા જ કિશન અને અક્ષર સાથે હોસ્પિટલ પહોંચી. હોસ્પીટલે એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું.

કેવું હશે આ દ્રશ્ય?

આ ઘટના અક્ષર માટે સારી સાબિત થવાની છે કે પછી કશું એવું થશે કે જેની કોઈએ કલ્પના પણ ના કરી હોય.

આગળ જાણવા માટે વાંચતા રહો....


*ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી*

ig:- @author.dk15

FB:- Davda Kishan

eMail:- kishandavda91868@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED