paheli najarthi panetar sudhi ni safar - 21 books and stories free download online pdf in Gujarati

પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 21


"તું મને સમજી શકીશ..??? તો હું તને કહું..???
તું મને જાણી શકીશ..??? તો હું તને જણાવું...???
તું મારા સપના જોઈ શકીશ..?? તો હું તને બતાવું...???
તું મને મારી જેમ ચાહી શકીશ...??? તો હું તારો સાથ આપુ...??
તું મારી જિંદગી જીવી શકીશ..?? તો હું એનો તને અનુભવ કરાવું...???"

(આગળના ભાગમાં આપણે જોયુ કે, મિશા અને વિરાટ બંને વાત કરતા હોય છે. વિરાટ મીશાને નેહા સાથે વાત કરવાનું કહે છે. પહેલા તો મિશા આનાકાની કરે છે, પણ વિરાટ ઘણું કહે છે એટલે માની જાય છે, અને હા કહે છે. પરંતુ મિશા એ વાતથી ઘણી ગભરાયેલી અને ડરની લાગણી અનુભવે છે, એ વિચારે છે કે, નેહા સાથે વાત કરવાથી મારી કે વિરાટ સાથે કંઇક ખરાબ બનાવ તો નહિ બને ને...???)


મિશા બીજા દિવસે પણ હજુ વિચારોમાં જ છે કે, શું કરવું..??? અને શું ન કરવું...?? નેહા સાથે વાત કરવી કે નહીં..???? કરીશ તો મને નહિ ગમે અને નહિ કરું તો વિરાટને ખરાબ લાગશે. પણ વાત કરીશને કંઈ ખરાબ થયું તો...??? હે ભગવાન હવે તું જ કંઇક રસ્તો બતાવજે. વિરાટની વાતમાં હામી ભરી દીધી છે, પણ નેહા પર પણ ભરોસો કરવા જેવું નથી. અને આ વાત સમજવા વિરાટ તૈયાર જ નથી. મિશા આમ વિચારોમાં જ હોય છે કે શું કરવું ત્યાં એને એક વિચાર આવે છે કે, હું વિરાટને હજુ એક વાર વાત કરી જોવું કે હું નેહા સાથે વાત નહિ કરું એમ...??? કદાચ વિરાટ માની જાય તો સારું. આમ મિશા પાક્કો નિર્ણય કરે છે કે, વિરાટને નેહા સાથે વાત કરવાની ના પાડી જોઉં જો એ માની જાય તો ઠીક છે, બાકી નહિ તો નેહસાથે વાત કરી લઈશ. આમ, વિચારીને મિશા દરરોજ કરતા વિરાટને વહેલો ફોન કરે છે.

મિશા: "હેલ્લો, કેમ છે..??? મારા વ્હાલા ને...??"

વિરાટ: " ઓહો! મેડમ કેમ આજે આટલો બધો પ્રેમ આવે છે...??"

મિશા: " કેમ...?? લે તું મારો પતિ છો ભવિષ્યનો તો હું તને જ પ્રેમ કરું ને....???" એ હક તો છે જ ને મને...??"

વિરાટ: "હા, બકા છે જ ને તને જ હક છે, બીજા કોઈને નથી."

મિશા: " અરે વાહ! મસ્ત વાત કરી તે તો મજા આવી ગઈ, સાંભળ વિરાટ એક વાત પૂછું...??"

વિરાટ: " હા, બોલ ને શું વાત છે...???"

મિશા: " તું ગુસ્સો નહિ કરે ને...??? તો જ બોલું."

વિરાટ: " કેમ એવી તો શું વાત છે..?? કે, મને ગુસ્સો આવશે."

મિશા: " એ હું તને પછી કહુ પહેલા તું કે તું ગમે તે વાત હશે, પણ તું ગુસ્સો નહિ જ કરે."

વિરાટ: "ઓકે, ગમે તે વાત હશે હું ગુસ્સો નહિ કરું, હવે બોલશો મેડમ શું વાત છે..??"

મિશા: " વિરાટ હું નેહા સાથે વાત ન કરું તો નહિ ચાલે ને....???"

વિરાટ: " મિશા નેહા સાથે વાત કરવામાં તને શું તકલીફ છે...??? મને તો એ જ સમજાતું નથી, જ્યારે હોય ત્યારે બસ તું નેહાની જ વાત લઈને બેસી ગઈ હોય છે."

મિશા: " જો વિરાટ મે તને પહેલા કહ્યું હતું તું ગુસ્સો ન કરતો એમ, મે તને ખાલી પૂછ્યું તું હા કે ના મા જવાબ આપને એટલે વાત પૂરી થાય."

વિરાટ: " ઓકે, તો સાંભળ નહિ ચાલે તારે નેહા સાથે વાત તો કરવી જ પડશે."

મિશા: "ઓકે."

આમ મિશા અને વિરાટ ઘણી બીજી બધી વાતો કરે છે, પણ નેહાની વાત આગળ નથી વધારતા કારણકે, બંને જાણે છે કે એના લીધે ખોટા ઝઘડા જ થાય છે તો વાત આગળ વધારીને કોઈ ફાયદો જ નથી. અને છેલ્લે બંને ફોન મૂકીને સુઈ જાય છે. બે - ત્રણ દિવસ પછી મિશા નેહા સાથે વાત કરે છે. અને મિશા વિરાટ માટે થઈને સારો વ્યવહાર કરે છે નેહા સાથે આથી, નેહા મિશા સાથે સરખું બોલે અને વિરાટને ન કહેવાની વાત એ એને ના કહીને મને કહે. એમ વિચારીને મિશા ઘણી બધી સરખી રીતે નેહા સાથે વાત કરે છે, પણ નેહા એને તો કોઈ વાત સમજમાં જ નથી આવતી. એ તો મિશા જ્યારે વાત કરે ત્યારે નેહા બસ વિરાટની જ વાતો કરતી હોય છે. વિરાટ તો ખૂબ સારો છે, સમજે એવો છે, એ જ મારા અને નિસર્ગ વચ્ચેના ઝઘડા પૂરા કરાવે, આવું જ બધું બોલ્યા કરે છે. આ બધું સાંભળીને મિશા ખૂબ દુઃખી થઈ જાય છે, એટલા માટે નહિ કે, એને વિરાટના વખાણ નથી ગમતા પણ એટલા માટે કે નેહા વખાણની બદલે અખોડીવસ બસ વિરાટ વિરાટ કરે એ નથી ગમતું. હવે એ વાતો સ્વાભાવિક જ છે કે જેને આપણે સાચો પ્રેમ કરતા હોય, એની વાત બીજું કોઈ આખો દિવસ કર્યા રાખે એ તો ન જ ગમે. પણ નેહા આ વાત સમજતી જ નથી. આ પણ મિશા સહન કરી લે છે, બસ વિરાટ માટે જ, પણ મિશા વિચારે છે કે, નક્કી નેહા નિસર્ગ સાથે ખુશ નથી, આથી, જ એ મને અને વિરાટને પણ ખુશ નથી જોઈ શકતી. બાકી, એક સગાઈ થઇ ગયેલી છોકરીને એટલી તો ખબર પડે જ કે, ક્યારેય કોઈ બે વ્યક્તિ વચ્ચે થતી વાત આપણે ન કહેવાય. પણ નેહાને ખબર ન પડતી હોય એવું તો ન બને એ કંઈ નાની તો નથી, એટલે એ આવું બધું અમને ઝઘડા કરાવવા માટે કરે છે. હે ભગવાન આ આટલી અમસ્તી વાત વિરાટને કેમ સમજમાં નથી આવતી...??? એ કેમ નથી સમજી શકતો નેહાના નાટકો..??? ભગવાન વિરાટને સમજવાની શક્તિ આપો. આમ, બે - ત્રણ દિવસ પછી સોમવારે સવારે વિરાટ મિશાને મેસેજ કરે છે.

વિરાટ: "હાઇ મિશા, એક વાત કહું...???"

મિશા: " હાઇ, હા બોલને શું છે..??"

વિરાટ: " મિશા નેહાનો ફોન આવ્યો હતો, તે એની સાથે વાત કરી એ બધું કહ્યું અને એણે મને કહ્યું કે, તે કહ્યું હતું એટલે મે તારી માટે જ મિશા સાથે વાત કરી, બાકી એ વાત જ ન કરે."

મિશા: " એટલે તે નેહાને કહ્યું હતું કે, એ મારી સાથે વાત કરે એમ...???"

વિરાટ: " હા, તને એ જવાબ ન આપે તો દુઃખ ન લાગે ને માટે મે એને કહ્યું હતું કે, મિશા તારી સાથે વાત કરે ને તો તું પણ કરજે."

મિશા: "વિરાટ કહેવાનું ન હતું , મારે ડાયરેક્ટ એની સાથે વાત કરવી હતી. શું કામ તે કહ્યું...??? કહ્યું એનો પણ વાંધો નહિ પણ મને કહેતો પણ નથી. આમ ન કરાય કહેવાય તો ખરાને મને શું કામ તે મને ન કહ્યું...???"

વિરાટ: " મિશા શું થઇ ગયું...??? મે કહ્યુ તો સારું ને, તમારે બંનેને વાત થઈ ગઈને તમારી બંને વચ્ચે વાત થાય, બાધવાનું ન થાય ને એટલે મે એને કહ્યું હતું."

મિશા: " પણ તારે એને કહેવાની શું જરૂર હતી વિરાટ....??? તે મને કહ્યું એ કાફી ન હતું ..??? તને મારી પર વિશ્વાસ ન હતો..???? કે તારે નેહાને કહેવા જવાની શું જરૂર હતી...?? મને બહુ દુઃખ થયું કે, તું મારા હોવા છતાં, તું જઈને નેહા પર વિશ્વાસ મૂકે છે કેમ..???"

વિરાટ: " મિશા મને એમ હતું તું એની સાથે ઝઘડો કરીશ તો...??? એટલે મેં એને કહ્યું, જો તને ખરાબ લાગ્યું હોય તો મને માફ કરી દેજે."

મિશા: " હવે માફી માંગીને શું કરીશ...?? મને બહુ ખરાબ લાગ્યું એનું શું કરીશ...??? મને ડર હતો જ કે, હું નેહા સાથે વાત કરીશ તો કંઇક ખરાબ થશે જ અને જો થઈ ગયું, મને ન ગમે એ તો તું પહેલા જ કરીશ. શું કામ વિરાટ આવું કરે છે...????"

વિરાટ: " પણ તને તકલીફ શું છે...??? મે નેહાને વાત કરી તો...??? શું થઇ ગયું ..??? તમારે સારી અને સરખી વાત થઈ ગઈ ને..??? એના તને ન ગમે એવું શું થયું..???"

મિશા: " પણ વિરાટ મારે તને મારા કોઈ ફ્રેન્ડ સાથે ઝઘડો થઈ ગયો હોય અને મારે તને એની સાથે બોલવાનું કહેવું હોય તો હું તને કહું ને કે તું બોલ એની સાથે એમ...??? કે હું મારા ફ્રેન્ડ ને પણ કહું કે, તું ધ્યાન રાખજે ઝઘડો ન કરતો એમ..??? તો તને ખરાબ ન લાગે...???

વિરાટ: " હા લાગે જ ને, પણ હવે શું કરવું બોલ...????"

મિશા: " હું હવે નહિ કરું નેહા સાથે વાત ક્યારેય એના લીધે આપણી વચ્ચે ખૂબ જ ઝઘડા થાય છે, અને તું પણ નેહા સાથે બને એટલી ઓછી વાત કરીશ. બોલ કરીશને આવું...???"

વિરાટ: " પણ નેહા મને તો વાત કરવા દે, તું n કરતી વાત હું કરું તો શું થઈ ગયું.. ???"

મિશા: " પણ વિરાટ ક્યારેક તો તું મારું ગમતું કર, આવું શું કામ કરે છો...???? મારી સાથે કેમ મને ન ગમે એ જ પહેલા કરવા જા છો.. ???"

વિરાટ: " હું તો કરીશ જ તું મને કઈ ન કહે ઓકે."

મિશા: " હા, તો જા કર્યા રાખ, તું નેહા સાથે જ વાત મને મૂકી દે, અને નિસર્ગને પણ મૂકવાનું કહી દે નેહાને એટલે શું તમે બંને લગ્ન તો કરી શકો, નહિ તો તમારા બંનેના લીધે ખોટી મારી અને નિસર્ગની જિંદગી બરબાદ કરવી."

વિરાટ: " મિશા તું બહુ બોલે છો એવું નથી લાગતું...???"

મિશા: "નહિ જરા પણ નહિ, નેહા જેટલી તો બેશરમ છું જ નહિ પણ હા, તને તો હું જ બેશરમ લાગુ ને ..??? નેહા તો બહુ સારી છે હે ને ..??"

વિરાટ: "હા, નેહા સારી જ છે, તારી કરતા તો ઘણી સારી જ છે."

મિશા:( રોવા લાગી) હા, તો હું મૂકું છું ફોન હો ને, જા તું નેહા પાસે જ રહે. મારી તો કંઈ જરૂર છે નહિ."

વિરાટ: ( ગુસ્સે થતા) "હા, જવા દે જા નથી જ મારે તારી જરૂર હો ને."

આમ મિશા અને વિરાટ વચ્ચે ખૂબ મોટો અને ભયંકર ઝઘડો થઈ જાય છે, મિશા આ વાતથી ખૂબ દુઃખી છે, અને વિચારે છે કે, વિરાટને ખુશ રાખવાના હજાર પ્રયાસો કરશે પણ, મને દુઃખી કરવાના રસ્તે પણ ચાલશે જ શું કામ આવું કરે છે ..???? એ કેમ નેહાની વાતો અને નેહાના સ્વભાવ ને નથી સમજી શકતો...???? નથી સમજી શકતો તો કંઇ વાંધો નહિ પણ એ મારી નાની એવું પસંદ અને નાપસંદ નું પણ ધ્યાન નથી રાખી શકતો. .??? ભલે એ નેહાની વાત ન સમજે પણ મને તો સમજે, મારી પસંદને તો માન આપે. વિરાટ તો મારી પસંદને જ માન નથી આપી શકતો. એ કેમ એવું નથી વિચારતો કે, નેહા આજે છે સાથે કાલે નથી, મિશા તો કાયમ રહેવાની છે સાથે મારી દરેક બાબતનું ધ્યાન મિશા રાખવાની છે, મને દરેક કદમ સાથ મિશા આપવાની છે, તો હું એની એક નાની એવી નાપસંદ વાત છે એ ન કરું. પણ નહિ એ તો કેમ આડો જ ચાલે છે ..??? મારા માટે જરા પણ સમ્માન નથી એના મનમાં નહિ તો, જરૂર e મારી નાપસંદ વાત ન જ કરે. હે ભગવાન હવે તો જ કંઇક રસ્તો કર.

( તો શું થશે મિત્રો....???? નેહાના લીધે મિશા અને વિરાટ વચ્ચે તો ખૂબ જ મોટો ઝઘડો થઈ ગયો. તો શું હજુ પણ વિરાટ વાત સમજશે...???? કે હજુ પણ નેહાનો જ પક્ષ લઈને મીશાનું અપમાન જ કરશે. . ???? કે બંને અલગ પડી જશે...??? આ દરેક સવાલના જવાબ મેળવવા માટે મારી સાથે આ અનોખી અને રોમાંચક સફરમાં જોડાયેલા રહો.)









બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED