paheli najarthi panetar sudhi ni safar - 22 books and stories free download online pdf in Gujarati

પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 22



" ડર લાગે છે તું મારાથી દુર થઇ જઈશ તો..??
ડર લાગે તું મને છોડી દઈશ તો....???
ડર લાગે છે તું મારી જગ્યા કોઈને આપી દઈશ તો...???
ડર લાગે છે તું મારો સાથ મૂકી દઈશ તો...??"

(આપણે આગળના ભાગમાં જોયું કે, મિશા નેહા સાથે વાત કરે છે, અને બે દિવસ પછી વિરાટ મિશાને કહે છે કે, મે નેહાને કહ્યું હતું કે એ તારી સાથે સરખી રીતે વાત કરે. આ વાતથી નિશાને ખૂબ દુઃખ લાગે છે અને એ આ બાબતે વિરાટ પર ખુબ જ ગુસ્સો કરે છે. અને બંનેનો ગુસ્સો સરખો હોવાથી બંને ગુસ્સે થઈ જાય છે. અને બંને ખૂબ મોટો ઝઘડો કરી લે છે. અને મિશા દુઃખી થઈને ફોન મૂકી દે છે.)

મિશા ખુબ જ દુઃખી છે, અને એ વિચારે છે કે, વિરાટ શું કામ આવું કરે છે...??? એ કેમ મારી અને નેહા વચ્ચે અંતર નથી રાખી શકતો...???? એ કેમ મને અને નેહાને એક સમાન જ માને છે....?? વિરાટ કેમ એટલું નથી સમજતો કે નેહા એની ફ્રેન્ડ છે બસ, અને હું એની જીવનસાથી છું, એ કેમ આટલી વાત નથી સમજી શકતો...???? હે ભગવાન હવે હું શું કરું....???? મને દુઃખ તો ઘણું થાય છે કે, મારો જીવનસાથી જેની માટે હું પહેલા હોવી જોઈએ એ મારી કરતા બીજાને વધુ મહત્વ આપે છે, એ શું મારું મહત્વ ખરેખર નથી સમજતો કે સમજવા નથી માગતો...??? અને વિરાટને ગુસ્સો તો જો એ મને સમજતો નથી તો કંઈ નહિ, પણ એનો ગુસ્સો મૂકીને મને ફોન કે મેસેજ તો કરાય ને..?? પણ એ તો એ પણ નથી કરતો બસ એ પોતાના ગુસ્સામાં જ રહેવા માંગે છે. કેમ આવું કરે છે...??? હું શું કરું...??? હા, નેહાને ફોન કરું. હવે એની સાથે જ વાત કરવી પડશે, વિરાટ તો કોઈ વાત સમજવા તૈયાર જ નથી. એમ વિચારીને મિશા નેહાને ફોન કરે છે.

મિશા: "હેલ્લો, નેહા કેમ છો...???"

નેહા: "મજામાં બોલને શું હતું...???"

મિશા: "તું મારી અને વિરાટ વચ્ચે શું કામ આવે છે...???"

નેહા: "હું કંઇ વચ્ચે નથી આવતી, હું તો બસ વિરાટ સાથે વાત કરું છું."

મિશા: "પણ તને ગુજરાતી નથી સમજાતું કે હું ના પાડું છું, મને નથી ગમતું."

નેહા: "પણ તને નથી ગમતું તો હું શું કરું...???"

મિશા: "તો ન કરને વાત વાત કર્યા વગર ચાલે એમ નથી....????"

નેહા: "પણ તને શું વાંધો છે...???"

મિશા: "વાંધો તો હોય જ ને, તું નિસર્ગ સાથે કરવાની વાતો વિરાટ સાથે શું કામ કરે છે...??? તારી સગાઈ નિસર્ગ સાથે થઇ છે, વિરાટ સાથે નહિ ભુલી ગઈ છે તું...???"

નેહા: "મારી મરજી મારે જે વાત કરવી હોય એ કરું તું કોણ મને કહેવા વાળી. .??? તું શું કામ મને ના પાડે છે...???"

મિશા: "વિરાટ મારો ભવિષ્યનો પતિ છે અને એ હું સહન નહિ કરી શકું કે, બીજી કોઈ છોકરી ગમે એવી વાત વિરાટ સાથે કરે."

નેહા: "તું બોલવામાં ધ્યાન રાખ મિશા હું કંઈ ગમે એવી વાત નથી કરતી."

મિશા: "વાહ! વાહ! તું તો કંઈ કરવામાં ધ્યાન નથી રાખતી, અને મારે બોલવામાં ધ્યાન રાખવાનું અને બહુ સારું ન થા તું કેવી વાતો કરે છો ને એ ખબર છે મને એટલે મને સમજાવવાનું બંધ કર."

નેહા: "તું બહુ બોલે છો હો."

મિશા: "ખરાબ લાગે છે તને..??? લાગતું હોય તો કંઇક તો શરમ કરીને સુધરી જા."

નેહા: "હા, ખરાબ લાગ્યું જ છે, એટલે હવે હું તમારા બંને સાથે સબંધ જ તોડી નાખું છું."

મિશા: "તું દર વખતે તને કહુ એટલે આવું જ કહે છો, પણ એક નંબરની ખોટી છો આ વખતે સાચું બોલે છો કે ખોટું.. ???"

નેહા: "આ વખતે સાચું જ કહુ છું, હું તમારી લોકો સાથે સંબંધ જ તોડી નાખું છું."

મિશા: "ખુબ સરસ ખુબ ખુબ આભાર."

આમ મિશા અને નેહા વચ્ચે ઘણી વાતો થાય છે. મિશા નેહા સાથે વાત કરીને નેહાને સમજાવવાની કોશિશ કરે છે. અને નેહા ગુસ્સામાં આવીને કહે છે કે, હું તમારા બંને સાથે સંબંધ તોડી નાખીશ. આમ વાત કર્યા બાદ મિશા ઘણી રાહત અનુભવે છે, અને વિચારે છે કે, ખરેખર આવું બને તો ઘણું સારું. અને એ વિચારે છે કે, સારું હવે મારે અને વિરાટને ઝઘડા પણ ઓછા થશે. આમ વિચારીને મિશા દરરોજના સમય પર ફટાફટ વિરાટને ફોન કરે છે.

મિશા: "હેલ્લો, વિરાટ કેમ છો...???"

વિરાટ: "બસ મજામાં, તું વહેલી ફ્રી થઇ ગઇ હે ને આજે....???"

મિશા: "હા આજે વાત કરવાની થોડી ઉતાવળ હતી, તો ફટાફટ કામ પૂરું કરી ને તને ફોન કર્યો."

વિરાટ: "કેમ ઉતાવળ હતી...??? કોઈ ખાસ કારણ...???"

મિશા: "મારે તારી સાથે વાત કરવા માટે કારણ જોઈએ.. ???? મન ન થાય મને તારી સાથે વધુને વધુ વાત કરવાનું .???"

વિરાટ: "હા, થાય ને મન, સારું કહેવાય તને મન થયું એ મને ગમ્યું."

મિશા: "મને કેમ તું કંઇક અલગ અલગ રીતે વાત કરતો હોય એવું લાગે છે, તારા મનમાં કંઈ વાત છે..???"

વિરાટ: "હા એક વાત પૂછવાની હતી કહું ..????"

મિશા: "હા, બોલ ને એમાં મને પૂછવાનું ન હોય."

વિરાટ: "તે નેહા સાથે વાત કરી હતી...???"

મિશા: "હા, તને કોણે કહ્યું..??"

વિરાટ: "મને નેહાએ વાત કરી."

મિશા: "પણ નેહા તો કહેતી હતી ને કે મે બધા સંબંધ તોડી નાખ્યાં તમારા બંને સાથે તો તને કેમ ફોન કર્યો નેહા એ....???"

વિરાટ: "વાત તો કરે ને મને નેહા હવે શું એણે મને કોઈ વાત પણ નહિ કરવાની...???"

મિશા: "અચ્છા, હા તને વાત તો કરવી જ જોઈએ ને, તો જ આપણા બંને વચ્ચે ઝઘડો કરાવી શકે ને બાકી આપણે ઝઘડો કેમ કરવો...???"

વિરાટ: "તને કેમ એવું લાગે છે કે એ આપણા વચ્ચે ઝઘડો જ કરાવે છે...???"

મિશા: "તું બુદ્ધિ વગરનો છે, હું નથી તું જ વિચારને એણે સંબંધ તોડવા છે તો શું કામ તને ફોન કરીને વાત કરી..?? હું મરી ગઈ હતી..??? હું વાત કરવાની જ હતી ને તને..??? કે તે જ કહી રાખ્યું હતું એને...???"

વિરાટ: "તું એની સાથે ઝઘડો કરે, તો એ મને વાત તો કરે જ ને, એ શું તું મને કહે એની રાહ શું કામ જોવે...?? અને હું શું કામ એને કે એ મને કહે...???"

મિશા: " તમે બંને કરો જ છો ને એવું..??? એકબીજાને કહી રાખ્યું હોય કદાચ કે, મિશા બંને માથી કોઈને કંઈ કહે તો આપણે એકબીજાને કહી રાખવાનું."

વિરાટ: " તારી સાથે તો વાત જ કરવી બેકાર છે તું કંઇ સમજવા જ તૈયાર નથી. અમે બંને ન બોલીએ તો તને શું કામ ગમે...???"

મિશા: " વિરાટ, વિરાટ, વિરાટ તું સમજતો કેમ નથી...??? મને એ તારી સાથે બોલે છે તો અસુરક્ષા મહેસુસ થાય છે. તો શું તું મારી માટે આટલું નહિ કરી શકે...???? બને તો એની સાથે બોલવાનું સાવ ઓછું નહિ કરી શકે....????"

વિરાટ:(ગુસ્સામાં) "ના નહિ કરી શકું."

મિશા: "તો મારે જીવીને શું કામ છે...??? જ્યારે મારો ભવિષ્યનો પતિ જ મારી કોઈ કદર નથી કરતો, બીજી છોકરી માટે મને એમ કહી દે છે કે હું તારા માટે કંઈ નહિ કરી શકું. તો હું શું કરું જીવીને આખી જિંદગી તું તો મને નેહા સાથે બોલીને હેરાન જ કરીશ ને...???"

વિરાટ: હા, તું મરવું હોય તો મરી જા, પણ હું તો આખી જિંદગી નેહા સાથે બોલીશ જ."

મિશા: આટલી જરૂરી છે નેહા તારી માટે...??? કે તું મને મરવાનું કહે છો પણ મારું સાંભળવા તૈયાર નથી."

વિરાટ: હા, નહિ જ સાંભળું તારું એક પણ વાત તારી નહિ માનું, હું મૂકું છું ફોન તારું કંઈ સાંભળવું જ નથી."

આમ ગુસ્સામાં આવીને વિરાટ ફોન મૂકી દે છે, મિશા ખુબ આઘાત અનુભવે છે કે વિરાટ મને જો લગ્ન પહેલા જ આવું કરતો હોય તો લગ્ન પછી મારી કોઈ વાત માનશે કે નહિ માને..??? પછી તો મને ન ગમે એ પહેલા કરશે ને. પણ હું શું કરું...??? હું વિરાટને ખુબ પ્રેમ કરું છું એને મૂકવો પણ નથી. અને એ આમ મને હેરાન કરે છે તો ખૂબ દુઃખ લાગે છે કારણકે, પ્રેમી દુઃખ આપશે ને એના માટે મને નફરત થઇ જાશે તો...???? ના ના ભગવાન એવું ન કરતા વિરાટને નફરત કરવા કરતાં તો હું મરવાનું પસંદ કરીશ. હા, હવે એ એક જ રસ્તો છે, હું મરી જ જાઉં એટલે વિરાટને મહેસુસ થશે કે હું એને કેટલો પ્રેમ કરું છું. આમ વિચારીને મિશા વિરાટને મેસેજ કરે છે.

મિશા: "વિરાટ તું તારી જિંદગીમાં ખુશ રહેજે. મારી એક અસુરક્ષા પણ તું દૂર નથી કરી શકતો એ વાતનું મને દુઃખ ખૂબ છે, પણ મારા મનમાં નફરત ભરાય તારા માટે એ મને પસંદ નથી તો હું તને મુકીને જાઉં છું. તું તારી જિંદગીમાં ખુશ રહેજે અને બીજી કોઈ છોકરી શોધે તો નેહાની પસંદની જ શોધજે એટલે એ તારા અને નેહાના સંબંધ નો વિરોધ ન કરી શકે. તારું ધ્યાન રાખજે અને હા હું તને ખુબ જ પ્રેમ કરું છું અને કરતી રહીશ. તારો કોઈ વાંક નથી મારી અસુરક્ષા એ જ મારો જીવ લીધો છે, ગુડ બાય."

(તો શું થશે મિત્રો....????? મિશા ખરેખર મરી જશે....???? કે મેસેજ જોઈને વિરાટ કોઈ પગલું લેશે...???? મિશાને બચાવવા જશે કે નેહાનું વિચારશે ...????? આ દરેક સવાલના જવાબ મેળવવા માટે મારી સાથે આ રોમાંચક સફરમાં જોડાયેલા રહો. અને આ અનોખી સફરની મજા માણતા રહો.)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED