paheli najarthi panetar sudhi ni safar ( bhag- 1) books and stories free download online pdf in Gujarati

પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 1

પહેલી નજરથી પાનેતર સુધી ની સફર (bhag-1)

( નમસ્કાર મિત્રો વાર્તા નું નામ જોતા એવું લાગતું હશે ને કે આ ચોક્કસ કોઈ પ્રેમલગ્ન ની જ વાર્તા છે પણ એવું નથી હા છે પ્રેમ ની જ વાત પણ કંઇક અલગ પ્રેમ જે ખરેખર સાચો પ્રેમ કહી શકાય અને એ પ્રેમ ના સફરની વાત જ જુદી છે તો શું હશે એ વાત...???? શેની હશે એ સફર....??? જાણવું છે મિત્રો તમારે..??? તો ચલો શરૂ કરો મારી સાથે પહેલી નજર થી પાનેતર સુધી ની સફર ની અનોખી સફર ની કહાની....)

હું અલગ છું આ દુનિયા થી,
કારણ કે હું તો ખુદ ને જ ચાહું છું ....
હું અલગ છું આ દુનિયા થી,
કારણ કે હું તો ખુદ નું જ માનું છું....
હું અલગ છું આ દુનિયા થી,
કારણ કે હું તો ખુદ નું જ સાંભળું છું...
હું તો અલગ છું આ દુનિયા થી,
કારણ કે હું તો પોતાના માટે જ જીવું છું...

સવાર ના નવ વાગે મિશા ના મમ્મી બૂમ પાડે છે જાગ મિશું જો તો કેટલા વાગ્યા....???

મિશા: (આંખ ચોળતા ચોળતા) શું મમ્મી તું આટલી મોટી થઈ ગઈ તો પણ તને સમય જોતા નથી આવડતું નવ વાગ્યા છે હવે સુવા દે મને.

મિશા ના મમ્મી: ડોબી મને તો આવડે જ સમય જોતા પણ તને કહું છું જાગ એમ નવ વાગી ગયા છે આટલું સૂવાનું હોય કાલે સવારે તું સાસરે જઇશ તો તું શું ત્યાં પણ આમ સૂતી જ રહીશ...??? ત્યાં તો વહેલા જાગવું પડશે ને બેટા એ કંઈ પપ્પા નું ઘર થોડું છે કે સુવા મળે.

મિશા:( આળસ મરડી ને ઉભી થઇ) બસ મમ્મી તું ભાષણ બંધ કરીશ સારા સારા ની ઊંઘ ઉડાડી દે છે તું અને કાલે સવારે થોડું સાસરે જવાનું છે..??? હજુ તો છોકરો પણ શોધવાનો બાકી છે શું તું પણ મમ્મી કોઈ ને શાંતિ થી સુવા જ નથી દેતી કોઈ મમ્મી આવું કરતી હશે તું જ મારી સાથે આવું કરે છો.

મિશા ના મમ્મી: ( કંટાળી ને) બસ કર હવે મારી મા તારા નાટકો અને જા તૈયાર થવા જા અને જલ્દી આવી ને મને મદદ કર એટલે આપણે કામ જલ્દી પુરુ થાય.

મિશા: ઓકે મમ્માં તું જેમ કે એમ જ

( મિશા એક મધ્યમવર્ગીય પરિવાર ની સૌથી મોટી દીકરી છે અને બધા ની લાડકી છે અને હા મોટી એટલા માટે કે એના ઘર મા એના થી નાની બીજી બે બહેનો પણ છે આપણે અહી મિશા ની વાત કરીએ. મિશા એ હાલ મા બી.કોમ પૂરું કર્યું છે અને એ અડધા દિવસ ની જોબ શોધે છે અને ઘરે જલસા કરે છે. મિશા એટલે બહાર થી શાંત અને અંદર થી ખૂબ જ ચંચળ મતલબ કે જ્યાં મન મળી જાય ત્યાં મિશા મન ખોલી ને વાત કરે અને હા ગુસ્સો તો હમેશા નાક પર જ રાખે અને સ્વભાવ મા તો ખૂબ જ જિદ્દી કોઈ નું જલ્દી સાંભળે જ નહિ ને અને હા એક વાત તો કહેવાની જ રહી ગઈ એને બસ બે જ વસ્તુ ગમે એક ખાવું અને બીજું સૂવું અને કોઈ એ સિવાય નું પૂછે તો ફરવું બસ આટલા જ મિશા ના શોખ. બીજી બધી છોકરીઓ કરતા મિશા સાવ અલગ છોકરી છે પાર્લર તો મેડમ ને જવું જ ન ગમે. બસ સાદા અને સિમ્પલ રેહવું જ ગમે. મતલબ જે બધા શોખ મોટા ભાગ ની છોકરીઓ મા હોય એ મિશા મા બહુ ઓછા પ્રમાણ મા જોવા મળે. એને બસ ખાવા અને સુવા મળી જાય એટલે બીજું કઈ જ માંગે નહિ. આ બંને કામ તો મેડમ નિયમિત કરતા અને એ કામ મા મેડમ ને ખલેલ પહોંચે એ પણ પોસાય તેમ જ ન હતું.)

( આ હતી સૌથી અલગ અંદર થી નટખટ બહાર થી શાંત મિશા એના શોખ તો જોવો સૌથી અલગ જ અને બધા થી જુદી તરી આવતી છોકરી છે શું મિત્રો મિશા ને જોબ મળી જશે.? અને મળી જશે તો પણ શું મિશા જોબ કરી શકશે..? આ દરેક સવાલ ના જવાબ મેળવવા માટે વાંચતા રહો અને એક અનોખી સફર મા મારો સાથ આપી ને આ રોમાંચક સફર નો તમે પણ અનુભવ કરતા રહો અને મજા માણતા રહો....)
(અસ્તુ)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED