paheli najarthi panetar sudhi ni safar - 20 books and stories free download online pdf in Gujarati

પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 20

પહેલી નજરથી પાનેતર સુધી ની સફર (bhag-20)

તું મને જ ચાહે છે, એ મને ખુબ જ ગમે છે....
તું મારું જ ધ્યાન રાખે છે, એ મને ખુબ જ ગમે છે....
તું મને જ વ્હાલ કરે છે, એ મને ખુબ જ ગમે છે.....
તું મારી જ વાત માને છે, એ મને ખુબ જ ગમે છે.....
તું મારા માટે જ જીવે છે, એ મને ખુબ જ ગમે છે....

(આગળના ભાગમાં આપણે જોયું કે, મિશા અને વિરાટ બીચ પર ફરવા માટે જાય છે.વિરાટ મિશાને સરપ્રાઈઝ આપે છે, અને આ વાતથી મિશા ખુબ ખુશ હોય છે. અને મિશા પોતાને મનમાં ખૂબ જ ભાગ્યશાળી માને છે. બંને આખો દિવસ ખૂબ જ જલસા કરે છે. અને સાંજે બંને પરત ફરે છે, અને બંને પોતપોતાના ઘરે જઈને સુઈ જાય છે.)

બીજા દિવસે સવારે મિશા જાગે છે, આગળનો દિવસ ખુબ જ સારો ગયો હોવાથી મિશા એકદમ ફ્રેશ અને તાજગીસભર હોય છે. આથી, એ રોજના નિયમ મુજબ વિરાટને જગાડવા ફોન કરે છે. બંને સવાર સવારમાં ઘણી વાતો અને મસ્તી કરે છે, અને આખો દિવસ મેસેજમાં પણ ખૂબ વાતો અને મસ્તી કરતા કરતા જ પસાર થઇ જાય છે. વિરાટ વિચારે છે કે, હું ઘણી કોશિશ કરું છું મિશા અને નેહાને સાથે રાખવાની પણ કેમ ભગવાન આવું નથી થતું...??? શું કમી રહી જાય છે મારી કોશિશમાં...??? એ વિચારે છે કે, મારી તો બસ એક જ ઈચ્છા છે કે, આપણે બધા બસ સાથે રહી શકીએ, પણ મિશાના મન માંથી જૂની બની ગયેલી વાતો કાઢવી ખૂબ અઘરી છે, એ કશું ભૂલી જ નથી શકતી. આથી, વિરાટ વિચારે છે કે, ગઈ કાલે પણ મિશાનો મૂડ સારો હતો અને આજે પણ સારો હશે આખો દિવસ અમે બંને એ ખૂબ વાતો કરી, એ પરથી લાગે છે કે, એનો મૂડ સારો છે, એટલે આજે રાતે ફરી એક વખત નેહા સાથે બોલવાની વાત મિશા સાથે કરી જોઇશ કદાચ મિશા માની જાય તો સારું. આમ વિચારીને વિરાટ રોજના સમય પર જ મિશાને ફોન કરે છે.

મિશા: "હેલ્લો."

વિરાટ:(મસ્તી કરતા) "કોણ બોલે છે...???"

મિશા:(મસ્તી કરતા) "હું તારી ગર્લફ્રેન્ડ બોલું છું."

વિરાટ: "ઓહ! એવું છે, પણ મારે તો ઘણી બધી ગર્લફ્રેન્ડ છે તો તું તારુ નામ કહે તો જ હું ઓળખી શકું ને..??"

મિશા: "હે..??? કેટલી ગર્લફ્રેન્ડ છે..??? લાવ લાવ બધાના નામ અને નંબર આપ."

વિરાટ: " એ ભુલમાં સાચું બોલાય ગયું, યાદ આવી ગયું તું કોણ છો એમ હો ને."

મિશા: "બસ હવે મને ખોટું ના કે, મને ખબર જ છે કે તારે એક પણ ગર્લફ્રેન્ડ નથી."

વિરાટ: " એમ..?? તને કઈ રીતે ખબર...???"

મિશા: " જો તારે ગર્લફ્રેન્ડ હોય ને તો, તે મને હા જ ન પાડી હોય."

વિરાટ: "હા એ પણ છે." સાંભળ મારે એક વાત કરવી છે કહું...???"

મિશા: " હા, બોલને શું વાત છે..??? અને એમાં પૂછવાનું થોડું હોય..?? બોલી જવાનું જે કહેવાનું હોય તે."

વિરાટ: "મને શું તારી બીક લાગે ને, એટલે મેડમ મારે પૂછવું પડે."

મિશા: " તને અને મારી બીક લાગે કેમ...??? એવી તો શું વાત છે કે તને મારી બીક લાગે છે..??? એક મિનિટ એક મિનિટ વિરાટ તારે કોઈ નેહાની લગતી વાત કરવી છે ને ..??? એટલે જ તને મારી બીક લાગે છે ને .??"

વિરાટ: " તને કેમ ખબર પડી કે વાત નેહાને લગતી જ છે..???"

મિશા: " કેમકે નેહાને લગતી વાત હોય ને, તો જ તને મારી સાથે વાત કરતા બીક લાગે. બાકી તો બીજી કોઈ પણ વાત તું મને બિન્દાસ કરી દે છે. બોલ શું વાત છે...???"

વિરાટ: "હા, તો હું એમ કહું છું કે, એક વખત તું નેહા સાથે વાત તો કરી જો, તને પણ બહુ મજા આવશે અને તને પણ પછી એની સાથે વાત કરવી ગમશે."

મિશા: "પણ હું શું કરું એની સાથે વાત કરી ને..??? તને ખબર છે ને મને એની સાથે વાત કરવી જ નથી ગમતી."

વિરાટ: "હા, મને ખબર છે પણ મને આપણે બધા સાથે રહીએ એ બહુ ગમે."

મિશા: " પણ વિરાટ સાથે રહેવા માટે વૃત્તિ ભાભી તો છે જ ને...???"

વિરાટ: " હા, તારી વાત સાચી વૃત્તિ ભાભી છે જ પણ હું કેમ તારા આખા ગ્રુપમાં ભળી જાઉ છું, એમ જ મારે પણ તને બસ મારા ગ્રુપમાં j ભેળવવી છે. ખાલી નેહા સાથે નહિ પણ બધા સાથે મારે તને ભેળવવી છે, તને ખબર છે ને મને તારા આવ્યા પછી એકલા નથી ગમતું અને તને પણ એકલી પાડવી નથી ગમતી. તું સાથે હોય તો જ મને મજા આવે છે. તો શું મિશા તું મારી માટે આટલું પણ નહિ કરી શકે...??"

મિશા: "હા,મને બધી ખબર છે, તું મને ક્યાંય એકલી પાડવા દેવા જ નથી માંગતો.અને એટલે જ તો તું મને તારી સાથે જ રાખે છે. અને હા હું કોશિશ કરીશ ઓકે..??? પણ હા ખાલી તારી માટે જ હો ને"

વિરાટ: ઓહ! વાહ! થેંક્યું મિશા તે તો મને ખુશ ખુશ કરી દીધો."

મિશા: "ઓ હેલ્લો આપણા વચ્ચે ક્યારથી થેંક્યું અને સોરી આવવા લાગ્યું. ????"

વિરાટ: "ઓકે ઓકે મેડમ પાછું લઈ લઉં છું હો ને, હવે તો ખુશ ને...??"

મિશા: "હા."


આમ ઘણી બધી વાતો કરીને મિશા અને વિરાટ બંને ફોન મૂકીને સુઈ જાય છે. વિરાટ તો સુઈ જાય છે પણ મિશા જાગે છે અને વિચારે છે કે, મે વિરાટને વિરાટની ખુશી માટે હા તો પાડી દીધી કે હું નેહા સાથે વાત કરીશ એમ પણ હું કરી શકીશ નેહા સાથે વાત...?? ખબર નહિ પણ મિશા ખુબ ડરે છે અને ગભરાહટ અનુભવે છે નેહા સાથે વાત કરવામાં મિશા વિચારે છે કે કંઇક ખરાબ થયું તો...??? પણ હવે શું કરવું ..???? મે વિરાટને હા પણ પાડી દીધી છે કે હા હું નેહા સાથે વાત કરીશ અને કરતા પણ ડર લાગે છે. અને નહિ કરું તો વિરાટને દુઃખ લાગશે. હે ભગવાન શું કરવું કંઇક રસ્તો બતાવો. આમ વિચારતા વિચારતા જ મિશા સુઈ જાય છે.

તો મિત્રો શું મિશા નેહા સાથે વાત કરશે ..???? કે મિશા ડરે છે એ ડર સાચો હશે નેહા સાથે વાત કર્યા બાદ નેહા સાથે કંઇ ખરાબ થશે...??? કે મિશા વિરાટનું દિલ તોડી ને વિરાટને કહી દેશે કે હું નેહા સાથે વાત નહિ કરી શકું. શું થશે મિત્રો...??? આ દરેક સવાલના જવાબ જાણવા માટે મારી સાથે આ સફરમાં જોડાયેલા રહો. અને આ રોમાંચક સફરની મજા માણતા રહો.

(અસ્તુ)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED