paheli najarthi panetar sudhi ni safar - 3 books and stories free download online pdf in Gujarati

પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 3


( મિત્રો આપણે આગળ ના ભાગ માં જોયું કે મિશા ને એના મમ્મી પપ્પા ભણવા માટે મનાવે છે પણ મિશા માનતી નથી અને ત્યારબાદ મિશા ને એના લગ્ન નું પૂછે છે તો મિશા હા પાડે છે અને એના મમ્મી પપ્પા સામે લગ્ન કરવા માટે ની કેટલીક શરતો મૂકે છે અને મિશા ની શરત એના મમ્મી પપ્પા માની પણ જાય છે અને થોડા દિવસ પછી મિશા માટે માંગુ આવે છે અને મિશા હા, પણ પાડી દે છે તો ત્યાં થી ના આવે છે, શું કામ ના આવે છે ?? તે જોઈએ.)

( મિશા ના ઘરનું વાતાવરણ થોડું ખુશનુમા અને થોડું ચિંતભર્યું હોય છે કારણકે હજુ પહેલો જ છોકરાની વાત આવી છે અને બધું વ્યવસ્થિત પણ છે બસ ત્યાં થી જવાબ આવે એટલે જોવા જ જવાનું અને છે, અને એટલે જ બધા છોકરાવાળા ના જવાબ ની રાહ જોઈ રહ્યા છે ત્યાં જ સવાર ના અગિયાર વાગે છોકરા વાળા ના ઘરે થી મમ્મી ના ફોન આવે છે.)

મિશા ના મમ્મી: હેલો, હા જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં ને..??

છોકરા ના મમ્મી: હા અમે મજામાં તમે બધા કેમ છો...???

મિશા ના મમ્મી: બસ બધા મજામાં તમારા જ ફોન ની રાહ જોતા હતા શું વિચાર્યું તમે...???

છોકરા ના મમ્મી: એમને છોકરી તો ગમી પણ તમારી છોકરી તો ગુજરાતી મિડિયમ મા ભણેલી છે મારો છોકરો તો ગુજરાતી મીડિયમ મા છે અને અમારે તો ઊંચા સ્ટેટસ વાળા લોકો જોઈએ તમારું સ્ટેટસ પણ નીચું છે અને છોકરી નું ભણતર પણ ઓછું છે એટલે ન મેળ પડે બહેન કેમકે અમારે તો ખૂબ ભણેલી જ લાવવાની છે સ્ટેટસ નીચું હોય એ ચાલે પણ ભણતર તો ન ચાલે.

મિશા ના મમ્મી: ઓકે કંઈ વાંધો નહિ.

છોકરા ના મમ્મી: એક બીજો છોકરો છે ઓછું ભણેલો છે જો તમારે ત્યાં કરવાની ઈચ્છા હોય તો એમનો નંબર આપુ તમને લખી લ્યો.

મિશા ના મમ્મી: હા બેટા નોટ પેન આપ તો અને પછી નંબર લખે છે.

છોકરા ના મમ્મી: ઓકે હું ફોન મૂકું જય શ્રી કૃષ્ણ.

મિશા ના મમ્મી: જય શ્રી કૃષણ.

(ફોન મુક્યા બાદ મિશા ના મમ્મી નો ચેહરો પડી જાય છે અને ઉદાસ થઇ જાય છે આ જોઈ ને મિશા ને અંદાજ તો આવી ગયો હોય છે કે સામે વાળા કંઇક ખરાબ વાત કરી એટલે મિશા એના મમ્મી ને પૂછે છે.)

મિશા: મમ્મી શું થયું..??? કેમ આટલી ઉદાસ થઈ ગઈ...?

મિશા ના મમ્મી: (ઉદાસ થતા બોલ્યા) એ લોકો ને તારુ ભણતર ઓછું લાગ્યું એટલે ના પાડી અને બીજો એક છોકરો પણ બતાવ્યો. આપણે શું એને પૂછવા ગયા હતા કે તમે બીજો છોકરો બતાવો એમ..???

મિશા: પણ અત્યારે ગુસ્સો કરી ને શું કરવાનું તારે ત્યારે જ કહી દેવાય ને કે અમારે નથી જોવો એમ.

મિશા ના મમ્મી: ના ત્યારે કંઇ ન બોલાય ખરાબ લાગે શું વિચારે એ લોકો...??

મિશા: બસ આમા જ તમારી જિંદગી નીકળી ગઈ શું વિચારશે બીજા અરે તમે પોતે કમાય ને પોતે ખાવ છો તો કોના બાપ ની બીક રાખો છો..??? હે ભગવાન મારા મમ્મી પપ્પા ને બુદ્ધિ આપો.

મિશા ના મમ્મી : (અકળાય ને) એ તને નહિ સમજાય રહેવા દે પણ આવી રીતે કોઈ ના પાડતું હશે ખાલી ના પાડી દીધી હોત તો શું જતું હતું...???

મિશા ના પપ્પા : ના આવી છોકરા વાળા ની કેમ કંઈ રીતે આવી...????

મિશા ના મમ્મી: પેહલા તો કે તમારી દીકરી નું ભણતર ઓછું છે, પછી કે તમારું સ્ટેટસ નીચું છે, પછી કે બીજો એક છોકરો છે ઓછો ભણેલો ત્યાં જોઈ લ્યો.

મિશા ના પપ્પા: ( થોડા ગુસ્સે થતા) ન કરવું હોય તો સીધી રીતે ના પાડી દેવાય ને આવું બધું કેહવાની શું જરૂર હતી ..???

મિશા: મૂકો ને એ વાત એમ વિચારો ને કે ના ત્યારેજ આવે જ્યારે એ લોકો આપણે લાયક ન હોય હવે તમે વિચારોને એમને વાત કરતા પણ નથી આવડતું સારું થયું ને ના આવી નહિ તો જેવું તેવું બોલી ને આપણને સંભળાવ્યા રાખે ને.

મિશા ના પપ્પા: હા સાચી વાત છે એ વાત પડતી મૂકો અને હા મિશુ તે છાપા મા જોયું એક નોકરી છે હોસ્પિટલમાં જો તારે જવું હોય તો ફોન કરી દેજે.

મિશા: હા પપ્પા હમણાં જ જોઈ ને ફોન કરી લઉં.

(મિશા આપણે જોયું કે કેટલી ચિંતા વાળી પરિસ્થિતિ માથી પણ ઉચ્ચ વિચાર કરી ને આસાની થી બહાર નીકળી ગઈ અને ઘરના ને પણ કાઢી લીધા હવે મિશા નોકરી માટે ફોન કરશે શું એને નોકરી મળશે...???? અને મળશે તો એને ગમે એવી મળશે....??? કે એને અનુકૂળ આવે એવી મળશે....????? આ દરેક સવાલ ના જવાબ મેળવવા વાંચતા રહો અને મારી સાથે સફર કરતા રહો.)


(અસ્તુ)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED