( મિત્રો આપણે આગળ ના ભાગ માં જોયું કે જે છોકરાનું એક વર્ષ પેહલા માંગુ આવી ગયું હતું એ જ માંગુ એક વર્ષ પછી આવે છે અને છોકરી વાળા જન્માક્ષર જોઈ ને મળતા હોવાથી મિટિંગ માટે ની હા પણ પાડી દે છે, અને રવિવારે મિટિંગ ગોઠવવાની હોય છે. રવિવારે સવારે મિટિંગ ગોઠવવાની છે એ પાક્કું જ છે એ વાત નો ફોન પણ છોકરા વાળા ના ઘરે થી આવી જાય છે.)
મિશા ના મમ્મી: સાંભળ મિશા તે કાલે રજા લઈ લીધી હતી ને...??? આજે વહેલા આવવાની...??? અને હા કેટલા વાગે આવીશ..?? અને તે નક્કી કર્યું શું પેહરવાનું છે એ...??? અને....
મિશા:(મમ્મી ને અટકાવતા) બસ બસ મમ્મી થોડો શ્વાસ લઈ લે અને મને લેવા પણ દે ને, છોકરા વાળા જ આવે છે શાહિદ કપૂર નહિ( મિશા ને શાહિદ કપૂર બહુ ગમતો આથી એ એનું જ નામ લે) અને તું બેસ પેહલા શાંતિ થી, બધા જવાબ તો જ આપીશ.
મિશા ના મમ્મી: ઠીક છે ચાલ બેસી જાઉં છું, હવે જવાબ આપ.
મિશા: હા તો સાંભળ મે કાલે જ રજા મૂકી દીધી હતી, પાંચ વાગ્યા ની રજા લીધી છે, અને હા મે નક્કી પણ કરી લીધું છે હું શું પેહરવાની છું.
મિશા ના મમ્મી: ઓકે સરસ, હવે તારો વારો પૂરો તારા પપ્પા ક્યાં ગયા એમનો પણ, રાઉન્ડ લેવાનો છે.
મિશા: એટલે..?? તું અહીંયા અમારા બધા ના રાઉન્ડ લેવા બેઠી છો એમ ને..??? વાહ! વાહ! મહારાણી ને કંઇ કામ કરવું નથી બસ બેઠા બેઠા બધા ને હેરાન જ કરવા છે એમ ને.
મિશા ના મમ્મી: હા મારી સાસુમા મારે બેઠવું જ છે જા તું આજની રસોઈ કરી લે હો ને.
મિશા: હમમ... પપ્પા ક્યાં છો...?? આ મમ્મી તમને ક્યારની બોલાવે છે, શું તમે પણ મમ્મી ની વાત મા ધ્યાન જ નથી આપતા.
મિશા ના પપ્પા: હા બોલ ને, શું કામ છે..???
મિશા ના મમ્મી: આ તમે તમારી છોકરી ને બહુ માથે ચડાવી ને રાખી છે હો.
મિશા: કેમ, હું તારી છોકરી નથી....????
મિશા ના મમ્મી: ચાલ જા, અહીંયા થી તારું કામ કર અને અમને લોકો ને પણ કામ કરવા દે.
મિશા:(મસ્તી કરતા કરતા) હા જાઉં છું હો ને, પપ્પા તમે પણ જતા રહેજો હો નહિ તો, કામ નું લીસ્ટ પકડાવી દેશે હો.
મિશા ના મમ્મી: જા ને ચાપલી.
મિશા ના પપ્પા: બોલ ને શું કામ હતું..???
મિશા ના મમ્મી: તમે બધો નાસ્તો ને એવું લઇ આવ્યા..??? અને ઠંડા માં શું રાખવાનું છે..??? નક્કી કરી ને લઇ આવજો એટલે છેલ્લે દોડાદોડી ન થાય.
મિશા ના પપ્પા: ( મજાક કરતા) મિશા સાચું જ કહે છે બહુ મોટું લીસ્ટ આપી દે છો હો તું કામ નું.
મિશા ના મમ્મી: ( શરમાતા શરમાતા) તમે હવે મારી મસ્તી કરવાનું બંધ કરો, દીકરી ને પરણાવવાની ઉંમર થઇ ગઇ છે.
મિશા ના પપ્પા: ઉંમર ભલે ને જે હોય તે, મારો પ્રેમ આજે પણ લગ્ન ના દિવસ જેવો જ છે હો, અને જિંદગીભર એવો જ રહેશે.
મિશા ના મમ્મી: હા ખબર છે મને પણ, આ બધી વાત કરવાનો આ યોગ્ય સમય નથી ને, આપણે પછી ક્યારેક આ વાત કરશું હો ને. તમે મારા સવાલો ના જવાબ આપો ને બધી તૈયારી થઇ ગઇ...??
મિશા ના પપ્પા: હા જી, બધી જ તૈયારી થઇ ગઇ છે અને બધી જ વ્યવસ્થા પણ કરી લીધી છે, તું એક વાર જોઈ લેજે બધું અને પછી કંઈ ખૂટતું હોય તો કહેજે.
મિશા ના મમ્મી: એ, હા.
( મિશા ના ઘરે છોકરો જોવા આવવાનો હોવાથી સવાર થી બધી તૈયારી થઇ જાય છે. અને મિશા ત્રણ કલાક જોબ પર પણ જઈ આવે છે, અને જોબ પરથી આવી ને એ બધી તૈયારી જોતી હોય છે અને છોકરા વાળા ના ઘરે થી ફોન આવે છે કે છોકરા ને એક કામ આવી ગયું હોવાથી એ લોકો આવશે પણ થોડા મોડા આવશે આથી બધા રાહત અનુભવે છે, અને ફરી થી બધા શાંતિ થી બેસે છે અને પછી મિશા તૈયાર થાય છે.)
મિશા ના મમ્મી: બેટા તૈયાર સરસ થાય છે, વાળ પણ મસ્ત બનાવજે હો ને.
મિશા: હા મમ્મી.
( મિશા તૈયાર થાય છે, અને પછી બધા છોકરા વાળાની રાહ જોતા હોય છે અને રાહ જોતા જોતા બધા મિશા ને સમજાવતા હોય છે શું વાત કરવી, કેવી રીતે કરવી..??? શું બોલવું અને શું ન બોલવું..???)
મિશા ના મમ્મી: જો સાંભળ મિશા તું છે ને વાત કરજે બધું પૂછી લેજે, ચૂપ ન રહેતી હો ને.
મિશા ના પપ્પા: હા જો તું એને આગળ શું પ્લાન છે..??? ક્યાં રહેવાનું છે..?? એવું બધું પૂછી લેજે હો ને શરમ ન રાખતી.
મિશા ના મમ્મી: હા જો તું શરમ રાખીશ તો પણ હા આવવાની હશે તો હા જ આવશે, અને ના આવવાની હશે તો ના જ આવશે એટલે બોલવાનું જ એટલે એને એ પણ ખબર પડે કે તું બોલકણી છો.
મિશા: હા એમ જ કરીશ બધું પૂછી લઈશ અને જાજી બધી વાત પણ કરી લઈશ.
( મિશા ને એના ઘરના બધા વાત કરતા હોય છે ત્યાં જ છોકરા વાળા આવે છે છોકરા નું નામ ચિરાગ હોય છે, ચિરાગ સાથે એના મમ્મી કે પપ્પા નથી હોતા, પણ એના મોટા બહેન અને જીજાજી આવ્યા હોય છે. મિશા ના ઘરે બધા મહેમાનો નું ઉમળકાભેર સ્વાગત કરે છે અને બધા ને બેસવા માટે કહે છે, ત્યાર બાદ બધા ઔપચારિક વાતો કરતા હોય છે , એક જ જ્ઞાતિ ના હોવાથી બધી જૂની જૂની ઓળખાણો કાઢે છે અને બીજી ઘણી બધી વાતો કરે છે, ત્યારબાદ બધા ને નાસ્તો અને ઠંડુ આપવામાં આવે છે, અને પછી ચિરાગ અને મિશા ને વાત કરવા જવાનું કહેવામાં આવે છે એટલે બંને ઊભા થઇ ને વાત કરવા જાય છે.)
મિશા: હેલ્લો, તમે અમદાવાદ મા જોબ કરો છો એમ ને..?
ચિરાગ: હા તમે..???
મિશા: હું અહીંયા જ હોસ્પિટલ મા એ પણ પાર્ટ ટાઈમ જ જોબ કરું છું.
ચિરાગ: ઓકે તો તમારે ભણવાનું પૂરું..?? કે હજુ આગળ ભણવાનું છે.
મિશા: હા પૂરું તો થઈ ગયું છે મને પણ હવે રસ નથી પણ, મન થાય છે કે એલ.એલ.બી. નું ભણવું છે.
ચિરાગ: ઓકે, એલ.એલ.બી. જ શું કામ..???
મિશા: બસ એમ જ કંઈ વિચાર્યું નથી આ તો મન થયું છે તો કરવું છે ન મજા આવે તો મૂકી પણ દઉં, મારું કંઈ નક્કી ન કેહવાય.
ચિરાગ: ઓકે.
મિશા: તમે ખૂબ ઓછું બોલો છો હે ને...??? કે શરમ આવે છે.
ચિરાગ: ના ના એવું કંઈ નથી હું તો પેહલે થી જ ઓછું બોલું છું.
મિશા: ઓહ! એવું છે એમ ને, તો તો આપણે બંને ને ઊંધું છે મારે વાત કર્યા વગર મતલબ કે બોલ્યા વગર ન ચાલે, ઘરમાં આખો દિવસ મારી બકબક શરૂ જ હોય.
ચિરાગ: વધારે એવું જ હોય છોકરીઓ બહુ બોલ બોલ કરતી હોય મારી બહેનો હતી ને બંને બહુ જ બોલ બોલ કરતી.
મિશા: તમે આમ વિચારી રાખ્યું હતું કે કેવી છોકરી જોવે છે એમ...???
ચિરાગ: પેહલા ભણવાનું પૂરું થયું પછી જોબ એમાં એવો કંઈ વિચાર જ નથી કર્યો, તમે કંઇ વિચાર્યું હતું...??
મિશા: ના ના કંઈ ખાસ તો નહિ, બસ મને એક હાઈટ નું ખૂબ હતું કેમકે જનરલ છોકરીઓ કરતા મારી હાઈટ વધુ છે ને તો માટે હાઈટ વાળો જ છોકરો જોતો હતો, બાકી તો બીજું કંઈ વિચાર્યું ન હતું. તો ચલો હવે જાશું બધા પાસે...???
ચિરાગ: હા હા ચલો.
મિશા: એક મિનિટ એ તો કહો તમે શું જવાબ આપશો કોઈ પૂછે તો...???
ચિરાગ: હા પાડી દેશું.
મિશા: હા હું પણ હા પાડી દઈશ.
( મિશા અને ચિરાગ બંને વાતો કરી ને વડીલો પાસે આવે છે અને બંને રાહ જોવે છે કે હમણાં કોઈક પૂછશે શું વિચાર્યું એમ...??? પણ કોઈ પૂછતું નથી અને પછી ચિરાગ ના ઘરના રજા લે છે અને એ લોકો નીકળે છે ઘરે જવા એટલે બંને નું મોઢું થોડું પડી જાય છે.)
મિશા ના મમ્મી: શું વાત થઈ ચિરાગ સાથે ..???
મિશા: મમ્મી વાતો તો ઘણી બધી કરી અમે એક બીજા ના શોખનું, ભણવાનું, અને બીજી ઘણી બધી વાતો કરી અને હા મમ્મી મે છેલ્લે એમ પણ પૂછ્યું તમે ઘરે હા પાડશો કે ના...???
મિશા ના મમ્મી: તો શું કહ્યું..??
મિશા: હા પાડશે એવું કહ્યું.
મિશા ના મમ્મી: (ખુશ થતાં) અરે! વાહ સારું તો તો હમણાં ફોન આવશે જ.
( કલાક જેવો સમય વિતી જાય છે, પણ ફોન આવતો નથી આથી મિશા ના મમ્મી જ ફોન કરે છે. તો છોકરા વાળા ના મમ્મી કહે છે અમે વિચારી ને કેહશું. તો શું કહેશે છોકરા વાળા..???? જવાબ હા આવશે કે ના આવશે...???? અને ના આવશે તો છોકરો ખોટું કેમ બોલ્યો હશે..?? આ દરેક સવાલ ના જવાબ મેળવવા માટે મારી સાથે આ રોમાંચક સફર મા જોડયેલા રહો અને સફર નો આનંદ માણતા રહો.)
(અસ્તુ)