paheli najarthi panetar sudhi ni safar - 4 books and stories free download online pdf in Gujarati

પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 4


( આપણે મિત્રો, આગળ ના ભાગ માં જોયું કે મિશા માટે એક છોકરા નું માંગુ આવે છે અને ત્યાં થી કંઇક અલગ જ અને સારી બાબત ન કહી શકાય એવા અંદાજ મા ના આવે છે પણ મિશા એના સારા વિચારો ને લીધે એમાંથી બહાર નીકળી ને મિશા એના પપ્પા ના કહેવાથી એ જોબ મા ફોન કરવા માટે છાપુ જોવે છે આગળ.....)

મિશા:(છાપુ જોતા જોતા) પપ્પા તમે મને ફોન કરવાનું કહ્યું પણ આમા સમય જોયો તમે જોબ નો...???

મિશા ના પપ્પા: હા જોયો ને પણ મીશુ નોકરી કરવી હોય તો પછી કંઇક તો જતું કરવું પડે ને...?
મિશા: હા પણ પપ્પા બપોરે એ મને કેટલું સુવા ની ટેવ છે અને આ ઘર થી પણ થોડું દૂર છે હું કેમ જઇશ....????

મિશા ના પપ્પા: હા પણ નહિ સૂવાનું બપોરે રાતે વેહલી સુઈ જજે અને સ્કૂટર લઇ જજે ને એમાં શું. ??

મિશા: ના સ્કૂટર નહિ ટ્રાફિક હોય બપોરે તો અને આ બપોર ની જોબ નહિ સારી મારે કેટલા તડકા મા છેક ચાલી ને જવું પડે.

મિશા ના પપ્પા: પણ મે ક્યાં તને ચાલી ને જવાનું કહ્યું...??

મિશા ની નાની બહેન: પપ્પા ફટ્ટું છે મિશા તો એ કંઈ સ્કૂટર નહિ લઇ જાય હે ને...??

મિશા: એવું નથી પણ હું નહિ લઇ જાઉં સ્કૂટર હવે હું ફોન કરી દઉં હો ને

( મિશા જોબ માટે ફોન કરે છે એટલે એને રીઝ્યુમ લઇ ને ઈન્ટરવ્યુ આપવા માટે બોલાવે છે અને pchhi મિશા ને ફોન કરશું એવું કહી ને પાછી મોકલી આપે છે અને મિશા તો ઘરે આવી ને એ પાછી પોતાની મસ્ત જિંદગી જીવવા લાગે છે સવારે મોડું ઊઠવાનું કામ કરી ને જમી ને સુઈ જવાનું અને સાંજે જાગી ને ટીવી જોવાનું મોજ મસ્તી કરવાની અને રાતે જમી ને સુઈ જવાનું મિશા એ વિચાર્યું હવે કંઇ ફોન આવશે નહિ એટલે હું બીજી જોબ શોધવાનું શરુ કરું ત્યાં જ બે - ત્રણ દિવસ પછી મિશા ને જોબ માટે ફોન આવી ગયો એક બાજુ ખુશ છે તો બીજી બાજુ દુખી કે હવે બપોરે સુવા નહિ મળે. મિશા મેડમ તો સોમવાર થી હરખાતા કરખાયા બપોરે જોબ પર ગયા અને જોયું તો બપોરે બે વાગે બધો સ્ટાફ ઘરે જાય ત્યાં ડોક્ટર સુઈ જાય એટલે કોઈ દેખાય નહિ મિશા ને તો એમ કે ચલો શાંતિ વાળી જોબ છે શરૂઆત ના બે - ત્રણ દિવસ ઊંઘ આવી પછી બપોરે ફોન ઘૂમેડવા લાગી તો પણ ઊંઘ આવતી પછી ફેસબુક મા j મિશા ને આ એપ મળી પ્રતિલિપિ એટલે મિશા એ બપોર ના સમયે લખવાનું પસંદ કર્યું આમ અઠવાડિયું ગયું શનિવારે મિશા ને હતું ચલો કાલે રજા એટલે સુવા મળશે પણ સ્ટાફ માથી વાત જાણવા મળી રવિવારે પણ રજા નહિ કોઈ તેહવાર મા પણ રજા નહિ એક પણ રજા નહિ મિશા તો ઉદાસ ચેહરે ઘરે આવી.)

મિશા ના પપ્પા: શું થયું કેમ આમ થાકી ગઈ છો તો આરામ કરી લે જા અને કાલે તો રજા જ હશે સુઈ જાજે હો ને.

મિશા:( ઉદાસ થતા) પપ્પા કાલે પણ રજા નહિ કોઈ તેહવાર ની પણ રજા નહિ કંઈ જ નહિ આપણે કામ હોય કે ન હોય બસ જવાનું જ આવું થોડું હોય જોબ મા..??

મિશા ના પપ્પા: કામ અમુક તો એવા જ હોય બેટા જેમાં ક્યારેય કોઈ રજા જ ન આવતી હોય તું મારી જ દુકાન જોઈ લે ને એક પણ રજા આવે છે એ તો આ ઘર નો ધંધો છે એટલે હું બંધ રાખી શકું પણ એમાં નુકસાન કોને મારે j થવાનું ને...???? તો પણ જો તને ન ગમે તો મૂકી દેજે અને કરવી હોય તો 2-3 મહિના કર પછી મૂકી દેજે. તું વિચારજે તને ગમે એમ કર.

મિશા: હા પપ્પા હું એ જ વિચારું છું એક તો માંડ જોબ મળી છે અને સારી પણ છે બસ રજા ન આપે ને એ એક જ કારણ છે માગવી પડે રજા હવે એવું થોડું હોય..??

મિશા ના પપ્પા: એ તું શાંતિ થી વિચારજે જા અત્યારે પેહલા જમી લે અને આરામ કર મારું કેહવુ એવું છે કે થોડો સમય નોકરી કરી લે પછી મૂકી દેજે કેમકે આમ હાથ મા આવેલી નોકરી ને પાટું ન મરાય ને એટલે , બાકી છેલ્લે તારો જે નિર્ણય હશે એ મને માન્ય રેહશે હો ને બેટા.

મિશા: ઓકે પપ્પા હું વિચારી જોવું.

( મિશા પપ્પા સાથે વાત કરી ને દુકાને થી ઘરે જાય છે અને ઘરે જઇ ને વિચારો મા ખોવાયેલી હોય છે આથી એના મમ્મી મિશા ને પૂછે છે શું થયું કેમ બહુ કામ હતું આજે...??? મિશા એના પપ્પા ને જે કહ્યું એ બધું એ એના મમ્મી ને જણાવે છે ત્યાર બાદ મિશા ના મમ્મી કહે છે.)

મિશા ના મમ્મી: અરર! બેટા એક પણ રજા નથી આપતા હે ..?? એવું થોડું ચાલે મહિના મા બે રજા તો આપવી જ જોઈએ ને..??? આપણે ઘરે કંઈ કામ હોય , વ્યવહારિક કામ થી બહાર જવાનું થયું હોય તો શું કરવાનું ..??

મિશા: તો બે દિવસ અગાઉ રજા મૂકવાની અને પગાર કપાય અને જો અનુકૂળ હોય તો જ રજા મળે બાકી રજા પણ ન મળે.

મિશા ના મમ્મી: બેટા તે તારા પપ્પા ને વાત કરી..?? એમણે શું કહ્યું..??? નોકરી કરવાની હા પાડી કે ના પાડી..???

મિશા: પપ્પા એ કહ્યું કામ ને એવું હોય તો રજા મૂકી દેવાની બાકી થોડો સમય તો તારે નોકરી કરી જ લેવાય ભલે ન ગમે પણ તને કંઇક નવું શીખવા કે જાણવા મળશે નવો અનુભવ મળશે એટલે વધારે નહિ પણ થોડો સમય તો અનુભવ કરી જ લેવાય એટલે હું પણ વિચારું છું પપ્પા ની વાત સાચી છે અને થોડા પૈસા પણ આવશે ઘર માં તો અમે ત્રણેય બહેનો વાપરી પણ શકીએ ને.

મિશા ના મમ્મી: હા વાત તો સાચી છે તારી અને તારા પપ્પા ની કરી લેજે થોડો સમય નોકરી પછી મૂકી દેજે થોડા સમય પછી હો ને.

મિશા: હા એમ જ કરીશ.

(મિશા નોકરી કરે છે પણ એને મજા આવતી નથી કેમકે એ એના સમય પર સુઇ નથી શકતી અને ક્યાંક બહાર જવું હોય તો પણ રજા ની ચિંતા માથે જ હોય છે આ નોકરી સમય મા જ બીજું એક માંગુ આવે છે મિશા માટે ત્યાં તો મિશા ને એ લોકો જોવા પણ જાય છે પણ શું ત્યાંથી હા આવે છે..??? કે એ લોકો ના પાડે છે..?? શું થાય છે..?? શું મિશા ને છોકરો ગમે છે..??? કે છેલ્લી વખત ની જેમ આ વખતે પણ અહીંયા થી પણ મિશા નું સપનું તૂટે છે એ ખુશ થાય છે કે દુખી...??? આ દરેક સવાલ ના જવાબ મેળવવા માટે વાંચતા રહો અને મારી સાથે સફર મા જોડાયેલા રહો અને મજા માણતા રહો.?
(અસ્તુ)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED