paheli najarthi panetar sudhi ni safar - 8 books and stories free download online pdf in Gujarati

પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 8


(મિત્રો આપણે આગળ ના ભાગ માં જોયું કે, મિશા ને એક છોકરા નું માંગુ આવે છે જેનું નામ ચિરાગ છે અને આ લોકો છોકરી ને જોવા પણ આવે છે, બંને ની સરસ રીતે વાત પણ થાય છે અને મિશા મિટિંગ કરી ને આવી ને એમ પણ જણાવે છે કે, ચિરાગ એ હા પાડી છે. આ વાત થી ખુશ થઈ ને મિશા ના મમ્મી બે - ત્રણ વાર ચિરાગ ના ઘરે ફોન કરે છે પણ એના મમ્મી દર વખતે કોઈ ને કોઈ નવું બહાનું બતાવી દે છે. આથી મિશા ના ઘરના સમજી જાય છે કે એ લોકોની ઈચ્છા નથી.)

મિશા ના મમ્મી:( ઘરે વાત કરે છે) મને એવું લાગે છે કે એ લોકો ની ઈચ્છા જ નથી, દર વખતે અલગ અલગ બહાના બતાવે છે.

મિશા ના પપ્પા: કેમ શું કહે છે...??

મિશા ના મમ્મી: એ લોકો ને પેહલા જ્યારે જોઈ ને ગયા તો ફોન કર્યો તો કહે છે કે અમારે ચિરાગ થાકી ગયો હતો તો સુઈ ગયો છે, બીજી વાર ફોન કર્યો તો કહે છે એ જોબ માંથી ફોન આવ્યો તો અમદાવાદ વયો ગયો છે, ત્રીજી વાર ચાર - પાંચ દિવસ પછી ફોન કર્યો તો કે અમારી કોઈ ચિરાગ સાથે વાત જ નથી થતી એ અહીંયા આવશે એટલે પૂછી લેશું અત્યારે ત્યાં એને બહુ કામ હોય છે એટલે અમારી સાથે વાત જ નથી કરતો.

મિશા ના પપ્પા: હા રસ નહિ જ હોય, કોઈ ડર વખતે આમ અલગ અલગ બહાના થોડા બતાવે, અને વાત નથી થતી એ તો સાવ ખોટું છે શું છ - સાત દિવસે પણ છોકરા સાથે વાત નહિ કરતા હોય.

મિશા: ખોટડો છે સાવ એ અને એના મમ્મી - પપ્પા બધા જ મને તો બહુ મોટા ઉપાડે હા પાડતો હતો ને ઘરે જઇ ને કેમ ફરી ગયો હશે..??

મિશા ના મમ્મી: કદાચ એની બહેન ને ગમ્યું હોય એવું પણ બને ને.

મિશા: હા પણ છોકરો થઇ ને એટલું ન બોલી શકે કે મને એ છોકરી ગમે જ છે બસ, મને લાગે છે એને કોઈક બીજી છોકરી જ ગમતી હતી એટલે એણે આવું કર્યું.

મિશા ના મમ્મી: હા એવું પણ હોય શકે.

મિશા ના પપ્પા: જવા દો ને હવે જે હોય તે એ વિશે વાત કરવાથી પણ શું થશે .?? કંઈ ફેર પડવાનો નથી.

મિશા:(મન માં ગુસ્સો રાખીને) હા સાચી વાત છે વાત જવા દો.

( મિશા ને ચિરાગ ના આ વર્તનથી ખૂબ જ ગુસ્સો આવ્યો છે. એ બીજા દિવસે જોબ પર જઈને પણ એ જ વિચારતી હોય છે કે આ ચિરાગ ને મજા તો ચખાડવી જ પડશે. આમ ને આમ તો ન મુકાય ને છોકરા ને, ખોટું બોલ્યો એનો બદલો તો લેવો જ પડે ને એટલે બસ મને રસ્તો મળી જાય એટલે આવ્યું જ છે એનું તો અને મિશા જોબ પર પણ ચિરાગ ને કંઈ રીતે હેરાન કરવો એ વિચારતી હોય છે અને સોશીયલ મીડિયા મા એ એનું બધી જગ્યા પ્રોફાઈલ ચેક કરે છે. પણ એને ક્યાંય એનું પ્રોફાઈલ મળતું નથી. એટલે વિચારતી હોય છે શું કરવું એમ પછી એને એક વિચાર આવે છે એટલે એ એના ફ્રેન્ડને ફોન કરે છે. જે એની બહેન નો પણ ફ્રેન્ડ હોય છે.)

મિશા: હેલ્લો વિશાલ એક કામ છે તું કરી આપીશ..???

વિશાલ: હા બોલ ને શું કામ છે..??

મિશા: મારે એક છોકરા નો નંબર જોવે છે, મારી પાસે નથી એના ઘર નો નંબર છે તો એમાં કોલ કરી ને તું લઈ આપીશ..???

વિશાલ: પણ શું કામ છે,તારે એ છોકરા ના નંબર નું...???

મિશા: (છોકરો જોવા આવ્યો ત્યારથી લઇ ને એના મમ્મી સાથે થયેલી વાતો બધી વિગતે કહે છે.) એટલે મારે એ છોકરા ને મેસેજ કરી ને થોડો હેરાન કરવો છે એટલે તું એના મમ્મી પાસે થી નંબર લઈને આપ ને પ્લીઝ.

વિશાલ: પણ એના મમ્મી પૂછશે તો કે તમે કોણ..??? તમારે કેમ નંબર જોવે છે..?? એ બધું પૂછે તો શું કહેવાનું..???

મિશા: અરે જલસા કર ને બેટા, હું કહું છુ ને બધું તારે છે ને જો પેહલા એના મમ્મી ને કોલ કરવાનો, પછી કહેવાનું કે હું એનો ફ્રેન્ડ બોલું છું આંટી મારી પાસે ચિરાગ નો નંબર હતો, પણ મોબાઇલ બદલાવ્યો ને તો નંબર ડિલીટ થઇ ગયો છે તો તમે મને નંબર આપો ને એટલે જોજે તરત નંબર આપશે.

વિશાલ: અચ્છા, તો તે બધું વિચારી ને જ રાખ્યું છે એમ ને..???

મિશા: હાસ્તો, વિચારી જ રાખવું પડે ને તો જ કોઈક ને સરખી રીતે હેરાન કરવાનો હોય તો એટલે બધું વિચારી ને જ રાખ્યું હતું ચાલ તું હવે ફોન કર અને એનો નંબર લઇ ને મને આપ હો ને.

વિશાલ: એ હા ઓકે.

(મિશા ખુશ થાય છે કે ચલો નંબર તો મળી જશે, અને પછી જોબ પર બેઠી બેઠી વિચારે છે કે નંબર મળે પછી શું કરવું એને કંઇ રીતે હેરાન કરવો, શું કેહવુ વગેરે, વગેરે...ત્યાં જ વિશાલ નો ફોન આવે છે.)

મિશા: હેલ્લો, વિશાલ મળ્યો નંબર..??? શું કહ્યું એના મમ્મી એ કઈ વધારે તો નથી પૂછ્યું ને...????

વિશાલ: બસ, બસ મારી મા કેટલા સવાલ કરીશ તું...??? મને તો બોલવાનો મોકો આપ.

મિશા: ઓકે, બોલ ચાલ શું કહ્યું..????

વિશાલ: નંબર મળી ગયો છે, એ હું તને મોકલી આપુ છું.

મિશા: ઓકે, જલ્દી મોકલજે હો ને.

વિશાલ: હા ઓકે.

( મિશા પાસે નંબર આવે છે, ત્યારપછી મિશા નંબર સેવ કરે છે અને વિચારે છે શું કહેવું એમ અને એ વિચારતા વિચારતા જ એ ઘરે જાય છે. અને ઘરે પણ જઈને એ જમતા જમતા વિચારે છે અને પછી મનમાં જ બોલે છે કે લાવને મેસેજ કરી જ દઉં છું જે થાય એ જોયું જશે, એમ વિચારી ને મિશા એક હાઇ નો મેસેજ મોકલે છે. અને પછી રાહ જોવે છે કે મેસેજ નો જવાબ આવે અને થોડા સમય પછી જ મેસેજ નો જવાબ આવે છે.)

ચિરાગ: હાઇ, તમે કોણ...???

મિશા: તમે મને નથી ઓળખતા પણ હું તમને ઓળખું છું, ખૂબ જ સારી રીતે અને મારે તમારું કામ છે.

ચિરાગ: હા પણ હું તમને નથી ઓળખતો, કામ પછી કહેજો પેહલા તમારી ઓળખાણ તો આપો.

મિશા: તમે થોડા દિવસ પેહલા ભાવનગર છોકરી જોવા આવ્યાં હતાં યાદ છે..?? જેનું નામ મિશા હતું હું એ જ છું, યાદ આવ્યું...???!

ચિરાગ: હા, હા યાદ આવ્યું બોલો ને તમારે શું કામ છે મારું...???

મિશા: (ગુસ્સા માં બોલવાનું શરૂ કરે છે) તમે જે કર્યું ને એ બહુ ખોટું છે, તમને ખબર ન પડે કે પેહલા કોઈ ને હા અને પછી કોઈ ને ના પડાય એમ .??? બોલો તો, અને તમને એવો હક આપ્યો જ કોણે...???? અમારી સાથે ખોટું બોલવાનું....???? હું શું કામ તમને તમે તમે કહું છું. તું શું સમજે છે...?? કે તું ખોટું બોલીશ મારી પાસે, ઘરે સાચું બોલીશ એ બધું શું ચાલ્યું જશે...???? બોલ બોલ હવે જવાબ કેમ નથી આપતો...????

( મિશા આટલું બધું બોલે છે, પણ ચિરાગ ખોટો છે એટલે એ કોઈ જવાબ આપતો નથી, અને એ બોલતો નથી એટલે મિશા ગભરાય જાય છે અને વિચારે છે કે આ બોલતો નથી એટલે એ એના મમ્મી - પપ્પા ને વાત ન કરે અને કરશે તો શું થશે....???? તો મારા ઘરે પણ ખબર પડશે જ ને. તો તો મારો વારો પાડી દેશે બધા એટલે આમા થી બચવાનો કોઈક રસ્તો તો શોધવો જ પડશે અને એ જ વિચારી ને મિશા ફરી થી ચિરાગ ને મેસેજ કરે છે. તો મિત્રો હવે મિશા શું મેસેજ કરશે...???? ચિરાગ એ શું કોઈ ને કહ્યું હશે કે નહિ...???? ઘરે ખબર પડશે તો શું સાચું મિશા નો વારો પડશે...???? આ દરેક સવાલો ના જવાબ મેળવવા માટે મારી સાથે આ સફર મા જોડાયેલા રહો. અને આ રોમાંચક સફર નો રોચક આનંદ માણતા રહો.)
(અસ્તુ)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED