Land Mafia Deeps Gadhvi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Land Mafia

જમીન,આજે બધા જમીન માટે ખુબ જ ગુનાહો વધ્યા છે,
કોઇક ની જમીન પચાવી પાડવી એક રમત ની વાત થઇ ગઇ છે,કોઇ ગરીબની જમીન લેવામાં ભુ માફિયા ઓને જરા પણ ડર નથી લાગતો,કાનુન કે સંવિધાનનો જરા પણ ડર નહીં,પરંતુ જ્યાં મારુ મારું ટ્રાન્સફર થયું હોય અને એ શહેરમાં મારા આવ્યાં પછી જો ગુનાહો થાય તો તો મારું આટલું કામયાબ થવું નકામું,
મારું નામ એસી.સી.પી દિપક ગઢવી અને મારું ટ્રાન્સફર ફરી એક વાર જામનગરમાં થયું,લાગે છે કે જામનગરને હું વધારે ગમું છું એટલે જ તો દરવખતે મારો ડિપાર્ટમેન્ટ મને જામનગરમાં મોકલે છે,
આમ તો બધું બરાબર ચાલતું હતું જામનગર ખરેખર આબાદ સીટી હતું અને મારા આવ્યાં પછી નાના ગુનાહો પણ બંધ થઇ ગયા હતા અને નગરજનોમાં શાંતીની રહાત લેતા હતા,
પરંતુ જે થવાનું છે એને કોઇ મિથ્યા કરી શક્યું નથી,હું તો પોલીસ છું ભગવાન નહિં અને એક એવો ગુનો સામે આવ્યો જ્યાં એક લેન્ડ માફિયાના ત્રાસથી ગામના લોકો મારી પાસે ફરિયાદ લઈને આવ્યા હતા,
જોરાવર ઠાકુર અને અભિમન્યુ ઠાકુર આ બંને ભાયો હતા જેઓ ગામ વાળાને ઉલ્ટી સીધી લાલચં આપીને તેઓની જમીન પચાવી પાડતા હતા,
એક તો વર્ષ ખુબ જ માઠું હતું જમીનો છેક સુધી પહોંચે એટલું પાણી પણ નો હતું,સરકારી નેર હતી પણ એ અઠવાડિયાની અંદર બે આત્રે નેર માં પાણી છોડતાં એમા પાક શું પાણી પી લે,ઉનાળો હજી અડધે પહોચ્યો હતો અને ઉપરથી આવા ભુ માફિયાનો ત્રાસ,ગામના લોકો કરે તો બીજું શું કરે,અલગ અલગ ઔઝારો લેવા માટે બધા હવેલીએ જતા,અને જેને પાકનું બિયારણ જોઇતું હોય તો પણ હવેલીએ જવાનું,
અને જો કેમેય કરીને ખેડુતની જમીન હાથમાં નો આવે તો એનું એક્સીડન્ટ કરાવે અને ઓપરેશનમાં રુપિયા વધારે સાથે એમ કરીને ગામના ખેડુતના દિકરા હવેલીએ આવીને જમીન ગીરવે રખાવીને ઓપરેશન માટે પૈસા લઇ જાઇ અને જ્યાં એ બધા પૈસા ભરાઇ જાઇ કે તરત જ પેલા દર્દીને મારી નાખતા,કેવડો મોટો ક્રાઇમ એ લોકો કરતા હતા,
હવે મને સમજાયું હતું કે મારું ટ્રાન્સફર અંઇઆ કેમ થયું,
ફક્ત એટલું જ નહીં પણ સરકારી યોજનાઓ માટે નેર ખોદવાની હોય,નદિના તળીયા ઉંડા કરવાના હોય લેન્ડની જગ્યા ઓ માથી ગોચર જમીન તેમજ અન્ય જમીનને નોખી ના પાડતા તેઓ એમા પોતાનો કબ્જો કરતા હતા,
નદી ખોડિને એમાથી જે રેતી નિકળે તેઓ એને શહેરમાં વેંચી મારતા,
આખું જામનગર પાંચ વર્ષ બેઠા બેઠા ખાઇ તોઇ ખુટે નહીં એટલી સંપતિ તેઓ ભેગી કરી રાખી હતી આમ બધાને લુંટીને અને પચાવી પાડિને,ઇન્કમટેક્સ વિભાગ પણ આ લોકોથી ડરતું હતું કેમ કે અમુક રાજનૈતિક નેતાઓ સાથે હતા,મારી પેલાના એસી.સી.પી હતા એનું પઢ ટ્રાન્સફર પર કરાવી નાખ્યું હતું,મતલબ સરકાર જે સારી છે એણે બધા નુક્સા વાપરી લીધા છે પણ મારે જે વાપરવાનુ હતુ એ હવે સામ દામ દંડ અને ભેદ,મતલબ કે મારે સર્વ પ્રથમ ભેદ વાપરવો પડશે એ બંને ભાયું વચ્ચેનો ભેદને ઉકેલવો પડશે અને એ બંને ભાયોને અલગ કરીએ તો જે બમણી તાકાત છે એ ઓછી થઇ જાય અને પછી દંડ આપવાનો મારે ઉલ્ટું હાલવું પડશે,તો મે એ લોકોની એક મૂલાકાત લીધી અને મુલાકાત કેવી રહિ એ તમે જ વાંચો....
આવો આવો એસ.પી સાહેબ,શું આ બાજું ભુલા પડ્યા.??
અરે રામ રામ ઠાકુર,બસ કંઇ નહિં આતો જરાક આંટો મારવા નીકળતો હતો તી મને થયું કે લાવ એક ચક્કર હવેલીએ મારતો આવું ખુબ જ થાક્યો હતો તો આરામ પણ કરતો આવું,
વાહ વાહ ધન ભાગ હમારે જો આપ હમારે મહેમાન હુએ,
જી બીલકુલ,અને આમ પણ ગામની હાલત પણ નાજુક હોય એવું લાગે છે,તમારા વખાણ મે સાંભળ્યા....
ઓહહહ તો આશા છે કે તમે સારું જ સાંભળ્યું હશે,અને જો સારું નો સાંભળ્યું હોય તો પણ મનમાં નહિં લેવાનું,
અરે ના ના,બધું સારું જ સાંભળ્યું છે,એટલે જ તો અંઇઆ આવ્યો તમને ખાતરદારી નો મોક્કો આપવા....
હા એતો છે જ,મહેમાનોની ખાતરદારી કરવી એતો ઠાકુર ઓની ખાનદાની છે,તો શું લેશો વોડકા કે પછી સ્કોચ...?
શું વાત કરો છો ગામમાં પણ વોડકા અને સ્કોચ...!પણ માફ કરજો હું કાઇ લેતો નથી અને શુધ્ધ શાકાહારી પણ છું,,,
અરે એસ.પી સાહેબ તમે આટલા મોટા હોદ્દેદાર છો અને કાંઇ ખાતા પીતા નથી એતો બોવ જ કહેવાય,આની પેલા જે એસ.પી હતા એને તો કાંઇ બાકિ રાખ્યું જ નથી ખાવા પીવામાં....
હા તો એટલે જ એમનું ટ્રાન્સફર થયું ને...
મતલબ....હું કાંઈ સમજ્યો નહીં....!
અરે કંઇ નહિં છોડો....આ તમારા ભાઇ દેખાતા નથી....!
જી એતો શહેર ગયા છે,કંઇક કામ હશે એટલે,પણ એસ.પી સાહેબ તમારે અંઇઆ આવવું એ પણ અમસ્તું એ કાંઇ સમજાતું નથી,
અરે ઠાકોર સાહેબ તમને કિધું તો ખરી કે રાઉન્ડ મારવાં નીકળ્યો હતો અને તમારી ચર્ચાઓ બોવ સાંભળી હતી તો મે કીધું લાવ એક આંટો મારી આઉં,
તો બોલો તમારી કિંમત....?
હું કાંઇ સમજ્યો નહીં,શાની કિંમત....????
જો અમારે અંઇઆ કામ કેવા ચાલું છે એતો તમને ખબર જ છે,અને કોઇ પણ ફરિયાદ આવે તો અત્યારે કેમ આંટો મારવા આવ્યા એમ આંટો મારીને જતું રહેવાનું....
ઓહહહ એમ વાત છે,બસ આપી દો તમે જેમ બીજા એસ.પી ને આપતા હોય એનાથી થોડા વધારે આપજો કેમ કે મારે તમારી જેમ જમીન જાગીર નથી,
અરે તો જમીનનો ટુકડો લઇ લો,અને બાકિની જ્યાંરે ફરીયાદ આવે ત્યાંરે લઇ જજો,
અરે બાપા જમીન લઉં તો મારે જમીનના રુપિયા દેખાડવા પડે એના કરતા રોકડા આપોને એ કાફી છે,
ઠાકોરે મને રુપિયા આપ્યાં અને બાકિ બધી વાતચીત કરીને હું ગામના ચોરે ગયો જ્યાં એક ખેડુએ આત્મહત્યા કરી હતી એમની મુલાકાત લીધી,
રામ રામ એસ.પી સાહેબ,
એ રામ રામ વિનોદ,હવે ઘરની હાલત કેવી છે,
બસ કાંઇ નહીં જો,અમારી જે જમીન હતી એતો ઠાકોરે પચાવી પાડિ,હવે હું મુંખી બાપાની જમીન વાવુ છું અને ઘર ચલાવું છું,આ વખતે વરસાદે પણ ટાઇમ લીધો છે એટલે વાવણી હજું ચાલું કરી નથી,તમે ક્યો,ક્યાંથી આવો છો...????
હું હવેલીએ ગયો હતો,તો મે કીધું લાવ હરીકાકા ના ઘરની મુલાકાત લઇ લઉં,આલે આ પૈસા છે,વાવણી મોર કામ લાગશે,આ તારી ગયેલી જમીન જેટલાલી આજુબાજુ તો હશે જ,
અરે ના ના સાહેબ હરામનો એક રુપિયો નો ખપે બાપ,એના કરતા મજુરી કરીને પેટ ભરવું સારુ,
અરે એ હરામ ના હતા વિનોદ હવે નથી,તારી પાસે આવે એટલે એ પવિત્ર થઇ ગયા કહેવાય,
એ કેવી રીતે....???
આ તારી પચાવી પાડેલી જમીનના પૈસા સમજીને લઇને અને એમ વિચાર કરજે કે તે જમીન વેંચી કાઢી છે,પછી તો આ પૈસા પવિત્ર થયા ને,
હા હો તો પવિતર કહેવાય,
તો પછી બસ,હવે એક કામ કર અત્યાર સુધીમાં જે લોકોની જમીન ગઇ અને એ જમીન પાછળ એ લોકો એ આત્મહત્યા કરી છે એનું લીસ્ટ તૈયાર અને રાત્રે કોઇને ખબર નો પડે એમ એ લોકોના સભ્યોને બોલાવીને એક મીટીંગ કરજે હું પણ આવીશ અને લોકોને સમજાવીશ,
પણ એનું શું કારણ ગઢવી સાહેબ,
એ કારણ હું તમને બધાને મીટીંગમાં સમજાવીશ,
એ ભલે સારુ લ્યો....
હું ગામડાઓમાં રાઉન્ડ મારીને મારી ઓફિસ બાજું જતો હતો ત્યાં એક પુલ પર નવયુવાન કુદવા જતો હતો મારી ગાડી ડ્રાઇવર ચલાવતા હતાં હું ચાલું ગાડીએ દરવાજો ખોલીને પુલની બહાર સાઇડ આવીને પેલાં યુવાનને પાછળથી ખેંચીને હું નીચે પડ્યો અને એ મારી ઉપર,મે એને ઊભો કર્યો અને કરીને એના કપડા સરખાં કરીને પુછ્યું આ તું શું કરવા જતો હતો,શું આ દિવસ જોવાં માટે તને તારા મા બાપે જન્મ આપ્યો છે,
એવું નથી સાહેબ હું આ ગામનો ખેડુતનો છોકરો છું GPSC ની તૈયારી કરુ છું અને મને ભણાવા માટે મારા મમ્મી પપ્પા એ ખુબજ મહેનત કરી હતી પરંતુ આ વખતે ની ફી બોવ વધારે બાકિ રહી ગઇ હતી,હું હોશીંયાર હતો ભણવામાં એટલે એ લોકો પણ મને ફી નું કંઇ દબાણ કરતા નો હતા,એક બાજું વર્ષ ખૂબજ માઠું છે અને વરસાદ પણ મોડો છે,એટલે વાવણીના કોઇ એંધાણ દેખાતા નથી,આવી પરિસ્થિતિ હું બીજું શું કરી શકું,
હા ઓકે ભાઇ,ચાલ મારી સાથે ચાલ હું મારી મહેનત કહું અને પછી જો તને એવું લાગે કે તારી પરિસ્થિતિ મારા કરતા વધારે છે તો તું આત્મહત્યા કરી લેજે બસ,
હું એ યુવાનને મારી ઓફિસમાં લઇ ગયો એનો મગજ હળવો કર્યો અને મારી આખી કહાની સંભળાવી,
શું નામ છે તારુ ભાઇ,
જી નીતિશ,
ઓકે મારું નામ દિપક ગઢવી છે,જ્યારે હું ભણતો ત્યારે બોવ આટલી બધી ટેકનોલોજી ના હતી અને ના તો અમારે કોઇ એવડી મોટી જમીન હતી,માત્ર પાંચ વીધા જમીન હતી અને એમાથી મારા પપ્પાને ચાર ભાયું હતા અને બે બહેનો હતી,મારા પપ્પાને અમે ત્રણ ભાઇ બહેનો એમના સંતાન હતા,
હવે દિવસોમાં લગ્ન કરવા ખુબ જ અઘરા હતા એમાં મારી ફુઇના લગ્ન અને પાપાના ના લગ્ન મારા દાદાએ નક્કી કર્યા હતા અને એના માટે પૈસા તો જોઇને એટલે મારા દાદાએ એમની જમીન વેચી નાખી અને બધા પૈસા સાચવીને એક પછી એક એમનાં સંતાનોના લગ્ન કર્યા,અને પોતે અને મારા પપ્પાએ ભાગે જમીન રાખીને ખેડતા,અને આવું બધું થતું ગયું અને સમય પસાર થતો ગયો,બીજાની જમીન વાવીને મારા પપ્પા અમને લોકોને ભણાવ્યા અને મારા ભાઇ એન્જીનીયર છે અને હું IPS હવે એ દિવસો બધા સારા ના હતા એ દિવસોમાં દુકાળ પડતો,અતિવૃષ્ટિ થતી,વાવાઝોડા થતા,અને એ બધાં માથી પસાર થઇને અમે આટલે પહોંચ્યા છીએ પરંતુ તારી જેમ કોઇ દિવસ હિંમત નથી હારી,ગામડા ભાગ્યે જ લાઇટો હતી એમાં અમે લોકો તૈયારી કરતા હતા,IPS ની પરીક્ષા બાદ મારે ટ્રેનીંગ લેવાની હતી,જેમા કંમાન્ડો ટ્રેનીંગ હોય,શુટીંગ ટ્રેનીંગ હોય અને ચાર ચાર વાગે ઉઠવાનું હોય,ઘણા તો ટ્રેનીંગ મુકિને ચાલ્યાં ગયા પણ મે હિંમત ના હારી કેમ કે હું ગરીબ ઘર માથી આવતો હતો,
પણ સાહેબ અમારી પાસે અમારી જ જમીનમાં અમે ભાગમાં કામ કરીએ છીએ,ઠાકોર પાસે પેલા અમારી જમીન ગીરવે મુકિ હતી,હવે એની પર જબરજસ્તી કબ્જો કરી લીધો છે,અને જે આવક આવે એમાં પણ પચ્ચીસ ટકા ભાગ માંડ આપે છે,
અરે એનો ઇલાજ મારી પાસે છે આજે રાત્રે ગામના લોકો એટલે કે જેની જેની જમીનો પર જબરજસ્તી કબ્જો થયો હોય એવાને બોલાવીને મીટીંગ ગોઠવી છે અને હું એક સારો વકિલ લાવીશ જે તમને બનાને સમજાવશે કે આની વિરુધ આપણે કેમ લડી શકિએ,
વાહ સાહેબ તો તો તમારો પાર ગામવાળા આખી જીંદગી નહીં ભુલે,
અરે એમાં પાર શાનો,હું પણ એક ખેડુ નોજ દિકરો છું અને ગરીબી મે પણ જોઇ છે અને અનુભવી છે,અને હું IPS બન્યો છું એટલે કે લોકોને ન્યાંય અપાવી શકું,
રાત્રે બધા ભેગા થયા અને હું મારો મિત્ર વિજયને લાવ્યો જે એક ઉચ્ચ વકિલ હતો,એને આવાં ઘણા મામલાને પાર પાડ્યાં છે,
મીત્રો આજે જે હાલત આપણે અનુભવી રહ્યાં છીએ એનો વિચાર કરવાં માટે આપણે અંઇયા ભેગા થયાં છીએ,
તો સર્વ પ્રથમ મને એ બંને ભાઇઓ ની ખાશીયત,ખુબી અને કમજોરી વીશે જણાવો,અને બીજું એ કે આપણી સાથે જે વકિલ છે એ જે તમે કહે એના પર તમે વિચાર કરો અને જો તમને થીક લાગે તો એની પર અમલ કરવાં આપ સૌવ એક થાઉં હવે વકિલ સાહેબને કહીશ એ તમને આગળ વધારે કહેશે,
મીત્રો હું વિજય રાઠોડ,
સાહેબ તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે,શું તમે હવેલીએ આવ્યા હતા,,,,????
જી હા હું એ જોરાવર નો વકિલ છું અને વકિ પહેલા હું ગામના રહેવાસી મુરજી રાઠોડનો દિકરો છું જેની જમીન આ જોરાવરે પચાવી પાડિ હતી અને જમીન ગયા ના અફસોસમાં મારા બાપુએ આત્મહત્યા કરી લીધી હતી, અને અમે લોકો ગામ છોડિને જતા રહ્યા હતાં જ્યાં હું ખુબ ભણ્યો અને વકિલ બન્યો,અને હું બદલો લેવાં માટે વકિલ બન્યો છું,અને એ જોરાવરે મને ક્યારેય જોયો ના હતો જ્યારે અમે ગામમાં રહેતા હતાં એટલે એ બોવ મોટો ફાયદો હતો એને એની જ ચાલમાં માત દેવાનો,હું એમને શહેરમાં મડ્યો હતો જ્યાં મે એનું દિલ જીત્યું હતું એ કેસમાં,
તો તમને કેમ ખબર પડિ કે એ જોરાવર છે અને એ હરીપર ગામનો છે એ,
એક દિવસ હું અને મારા મમ્મી બંને ખરીદી કરવા નીકળેલા જ્યાં મારા મમ્મી એ જોરાવર ને જોઇ ગયા અને એને મને બધું કિધું એટલે મે મારા મોબાઈલમાં એનો ફોટો પાડિ લીધો અને એનો એક કેસ ચાલતો હતો જેમાં એને જીત અપાવી અને એને મને પોતાનો વકિલ રાખી લીધો,અને હવે મને એના એક એક કામની અને ચાલની ખબર છે,એટલા માટે મે ગઢવી સાહેબને કહિને તમને અંઇઆ એકત્રીત કર્યા છે,તો મારાં માટે આ કેસ નવો નથી,આની પહેલા પણ મે ઘણા કેસ જીત્યા છે અને આવાં ભુ માફિયા ઓને અંદર કર્યાં છે પરંતુ આ કેસ જેટલો સહેલો દેખાય છે એટલો છે નહિં કેમ કે એ બંનેની તાકાત રાજનેતાઓ સુધી પહોંચેલી છે એટલે સર્વે પ્રથમ આવનારી ચુંટણીનો આપ સર્વ ગામ મીત્રો એ ભેગા થઇને એનો બહિષ્કાર કરવાનો રહેશ ત્યાંર બાદ જે કમજોર અને લાચાર જે છે એ જોરાવર ઠાકુરને ઉભાં રાખવાની માંગ કરવાની છે કેમ કે જોરાવરનો કોઇ વશંજ નથી,એટલે એ કમજોર પડી જાશે અને એને કમજોર મહેસુસ કર્યા બાદ અને એ અભિમન્યુને ઉભો રાખશે એટલે આપણે અભિમન્યુને એવુ લગાડવાનું છે કે આખું ગામ એમની સાથે છે અને વોટીંગની શરુઆત થાર ત્યારે તમારે બધાએ એની વિરુધ્ધ એટલે કે સામે વારી પાર્ટીને વોટ આપવાનો રહેશે,જેમ કે વિધાયકની ચુંટણી છે એટલે ચાર ગામના લોકોએ વોટ આપવાનો હોય તો કયાં ગામે વોટ આપ્યો છે અને ક્યાં ગામે નથી આપ્યો એની ખબર જ નહીં પડે,અને આપણા ગામની સંખ્યા બાકિના ગામ કરતા ખુબ જ વધારે છે અને પેલા ભુ માફિયાને હરાવવા કાફી છે,અને જો એ લોકો વિધાયકની ચુંટણી માટે લડે નહીં તો એની ઉપર પર હાલ જે સરકાર હોય એના વિરુધ્ધમાં PIL ફાઇલ બનાવીને હાઇ કોર્ટ માં આપશું અને એના વિરુધ્ધ કડક થી કડક કાર્યવાહી થાય એવી અપીલ પણ આપણે એ ફાઇલમાં કરશું....
પણ વકિલ સાહેબ આ બધું તો થીક ચુંટણી સુધી બરાબર હતું પણ PIL વાડું સમજાયું નહીં એમા અમારી શું ભૂમિકા ભજવી પડશે,
તમારે કંઇજ નથી કરવાનું જો આપણે એના વિરુધ્ધમાં PIL દાખીલ કરીશું એટલે હાલની સરકાર એના પર કાર્યવાહી કરશે અને જેતે પોલીસ અધિકારી હશે એને આ મામલે ઇન્વેસ્ટીગેશન કરવાનું કહેશે,અને આપણી પાસે ગઢવી સાહેબ જેવા ઇમાનદાર અને સાફ નેક દિલ ઇન્સાન પોલીસ અધિકારી છે તો એમાં પણ તમારે લોકોએ ગભરાવાની જરુર નથી,અને જે લોકોએ આત્મહત્યા કરી છે એના પરિવારે એના વિરુધ્ધમાં કોર્ટમાં ગવાહિ આપવાની રહેશે અને એનો વાડ પણ વાંકો નહિં થાય એની જવાબદારી ગઢવી સાહેબની રહેશે,અમે લોકો કે જે ગવાહિ આપવાના છે એ લોકોને ગઢવી દેખરેખમાં એમના ક્વાટર્સ વારા બંગલે રહેવાનું રહેશે,
જેથી કરીને એમની પર જાનહાની નો થઇ શકે અને પેલા લોકો એનું કાંઇ પણ બગાડી નો શકે,તો તમને કયો રસ્તો અપનાવો ગમશે,PIL વાડો કે ચુંટણી વાળો...????
વકીલ સાહેબ જો ગઢવી સાહેબ અમને પુરતું રક્ષણ આપતા હોય અને જ્યાં સુધી એ લોકો જેલ હવાલે ના થાય ત્યાં સુધી અમારું જીવન સુરક્ષીત રાખતા હોય તો અમે આ PIL વાળો રસ્તો અપનાવીએ,
મીત્રો હું દિપક ગઢવી તમને બધાને ખાતરી આપું છું કે જ્યાં સુધી એ લોકોને સજા ના થાય ત્યાં સુધી તમારો વાળ વાંકો નહીં થવા દઉં પરંતુ તમારે એક કામ કરવાનું રહેશે જે લોકો એ આત્મહત્યા કરી છે એના સભ્યો સીવાયના ઓએ હવેલી જઇને કહેવાનું રહેશે અને જે લોકો PIL ફાઇલ કરે છે એના વિરુધ્ધમાં બોલવાનું રહેશે જેથી કરીને એ બાકિના લોકોને કોઇ નુકશાન ના કરે અને બને એટલું એના તરફ રહેવાનું નાટક કરવાનું,બોલો મંજુર....????
જી સાહેબ મંજુર છે,
હા તો વિજય એ લોકોના નામ સાથે એના પરિવારને મારા બંગલે આવવાનું કહિ દે એ લોકોને બધું જ ત્યાંજ પુરું પાડીશું એમને કોઇ કમી મહેસુસ નહિં થાય એવો હું પ્રયત્ન કરીશ,
પણ ગઢવી એક મોકો ગોતીને એને જરાક આ વીશે માહિતી આપી દો કે હું આનો દિકરો છું અને અને આવું કરવા જઇ રહ્યો છું,એક મોકો આપીએ એને સુધરવાનો,અને બને તો એને ગામ માંથી નહિં પણ દેશની બહાર કાઢી મુકિએ,તમે તમારી સ્ટાઇલમાં એને ડરાવો,જો ડરે તો થીક છે નહિંતર PIL તો છે જ,
ભલે હું મારી રીતે એમને ડરાવાની કોંશીશ કરું છું અને તું આ કામને ચાલું જ રાખ,જો પ્લાન એ ફેલ જાય તો પ્લાન બી તો હોવો જ જોઇએ,
ઓકે ગઢવી.
બધા લોકો અને અમે અલગ થયાં અને જે થવાનું હતું એની ખબર ના તો વિજયને હતી કે ના તો મને,
બન્યું એવું કે અભિમન્યુ એ વિધાયકની ચુંટણીમાં ઉભો રહ્યો અને હવે અમારી ચાલ ઉલ્ટી પડવા જઇ રહિ હતી અને હું ન્યાય અપાવા માટે પેલા તો મારે એ બંને બાઇઓ ને અલગ કરવાં પડશે,જો અલગ પડશે તો એની સક્તિ ઓછી પડી જશે પણ બંને ને અલગ કરવાં કેમ એ પણ અઘરો કેસ છે,
અને વિજયની પેલી ડરાવા વાળી વાત મને યાદ આવી એટલે હું એક દિવસ ફરી એકવાર હવેલીએ ગયો જ્યાં જોયું તો મોટા ઠાકુર હતા અને નાના બહાર ગયા હતા,
એ રામ રામ મોટા ઠાકુર,
રામ રામ ખાકિ....શું આજે આય ભુલા પડ્યાં,
અરે કાંઇ નહિં બસ આ ઘણો ટાઇમ થયો હવેલીથી કોઇ બુલાવો નહતો આવ્યો,મને થયું લાવ હું જ એક આટો મારી આવું,
હા થીક તે શું કાંઇ અઘરી વાત છે તી આવ્યાં છો,કોઇ શંકા કું શંકાના વાદળ તો નથી ઘેરાવાના ને....!
હા લાગે તો કંઇક એવું જ છે,સરકારે બોલાવ્યો હતો મને તી એનું ફરમાન નીક્ળીયું છે,
હા....શાનું ફરમાન કાઢ્યું છે,કંઇક ઉઘાડું પાડો ગઢવી,આમ અભણ માણાને એમ નો ખબર પડે...!
આ તમારા નાનકા ભાઇએ વિધાયકની ચુંટણી લડવાના છે પણ ગામની હવા કંઇક જુદી જ દશામાં ફેલાય છે,
એટલે તમે એમ કેહેવા માટે આવ્યાં કે ગામ અમારી સામે થયું છે એમ....
અરે ના ના ગામ રાજી જ છે,પણ અમુક જ,
એટલે હું કાંઇ સમજ્યો નહીં....
જે લોકોએ આત્મહત્યા કરી છે એ લોકોનું પરિવાર તમારી અવળું હાલે છે,
એમમમમ....મરી ગયાં વાહે આટલો પસ્તાવો તો કોઇ દિ મેય નથી કર્યો,
મરી ગયા એનો પસ્તાવો તો છે પણ એની જમીન તમે પચાવી પાડી છે એટલે એ લોકો તમારી વિરુધ્ધમાં છે, એક તો ઘરનો મોભી ગયો અને બીજા નંબરમાં ઘરની આવક ગઈ,
હા તો મરે ઇ મરે એમાં મારે શું,એને પૈસા પાછા આપવાં જોઇને,આજ કાલ માં આપી દઉં એમ કરતા કરતા વર્ષ થય જતું હતુ અને એની વઇ મારી પાસે હોય અને એ વઇને મારા નામે મારો વકિલ કરી નાખતો,અને કરાર નામા મુજબ કોઇ ખોટું નથી કર્યા નો દાવો પણ ના કરી શકે ને ગઢવી,
એ કાગળીયા તો નકલી હતાં જેનું એમની પાસે સબુત છે અને ગવાહ પણ છે,
અરે એમ કેમ ખોટા,લખાણો કોઇ દિવસ ખોટાં હોય ખરો...
હા......જો તમારો વકિલ તમારા ગામનો ના હોય તો તમારું લખાણ સાચું હોત પણ તમે વકિલ એજ માણસને રાખ્યો જે આજ થી 15 વર્ષ પહેલા મુરજી રાઠોડની જમીન પચાવી પાડિ હતી અને તેઓ એ ગમમાં આત્મહત્યા કરી લીધી હતી અને એનું પરિવાર ગામ મુકિને શહેર આવ્યું હતું અને એના દિકરાને તો તમે જોયો પણ ના હતો અને એ પોતે જ તમારો વકિલ બની ગયો હતો,અને હવે એજ તમારી વિરુધ્ધમાં PIL ફાઇલ કરશે અને તમે લોકો જેલની અંદર કેમ કે PIL એક વાર ફાઇલ થઇ જાય તો પછી હું તો શું પણ કેન્દ્ર સરકાર પણ તમને નો બચાવી શકે,
PIL ફાઇલ એટલે શું....????
PIL ફાઇલ એટલે જાતીય સતામણી,ગેરકાયદેસર રીતે કોઇની જમીન પચાવી પાડવી,પ્રદુષણ ફેલાવે એવી ફેકટરીના માલિક વિરુધ્ધ,ટૂંકમાં કહું તો અસામાજિક તત્ત્વો જે શોષણ કરતા હોય અને ગામના લોકો ને સતામણી અનુભવતી હોય અને છતાં તમારી વિરુધ્ધ કોઇ કારણસર કાર્યવાહી નો કરી શકતા હોય તો કોઇક બહારનો વ્યક્તિ કે જે ભણેલો ગણેલો હોય એ વ્યક્તિને આવું કંઇક નજર આવે તો એ પહેલાં પોલીસ ફરિયાદ કરે અને જો પોલીસ પણ એની ફરિયાદ ના લેતા હોય તો પછી એ આવી રીતે ડાયરેક્ટ PIL ફાઇલ કરી શકે છે,અને મુકદ્દમો લડિ શકે,અને દુરભાગ્યે તમારી સામે તો એક કાયદાના ભક્ત કહેવાતા વકિલે જ તમારી વિરુધ્ધ PIL ફાઇલ કરી છે,હવે તમને તો કોઇક ચમત્કાર જ બચાવી શકે,અભિમન્યુ નું તો થીક એનો વંશજ છે પણ તમે તો નિસંતાન છો,તમારું તો પેઢી માંથી જ નામ નીકળ્યુ સમજો,
અરે આનો કોઇ રસ્તો તો હશે ને...
કહું તો છું કે કેન્દ્ર સરકાર પણ તમારી મદદ ના કરી શકે, આમાં બધા હોદ્દેદાર આવી ગયા ને...
કોઇ તો રસ્તો હશે ને ગઢવી,કંઇક તો સલાહ સૂચન આપો,
રસ્તો એક જ છે જેટલું ભેગું થાય એટલું ભેગું કરીને દેશ છોડી ને વિદેશ જવાની તારીખ નક્કી કરી નાખો,અને બને તો એ લોકોની જમીન પાછી આપી દો જે અત્યારે તમારી પાસે ગીરવે છે,
હું એકલો જાઉં કે નાનકાને હારે લેતો જાઉં...
અરે નાનકો વાલો ના હોય તો ભલે એ પણ જેલમાં સડતો ....
ના ના અમે પરદેશ ચાલ્યા જાશું ગામવાળાને ભેગાં કરીને જે પાપ કર્યું છે એની માફી માંગવી છે અને બધાને જમીન પાછી આપવી છે,
હા બસ આવું કરો....બીજો કોઇ રસ્તો નથી,જેણે આત્મહત્યા કરી છે એ પાછા તો નહીં આવે પણ તમે જો એ લોકોની જમીન આપશો તો એમની આત્માને શાંતી જરુર મડશે અને એ લોકો પણ તમને માફ કરી દેશે,
હા ગઢવી હું હમણાં જ બધાં ને ભેગાં કરીને આ પરમાર્થ કામ હાથ ઘરું છું....
જોરાવરે અભિમન્યુને વિધાયકની ચુંટણી માંથી નામ પાછું ખેંચાવી લીધું અને જોરાવરે માંડિને બધી વાત અભિમન્યુને કરી એટલે એ પણ ડરી ગયો અને દેશ છોડવાનો નિર્ણય એને પણ લીધો અને બંને ભાઇઓ ગામવાળાને એમની બધી જમીન શોંપીને અને બચેલા રુપિયા અને એ બધું લઇને રાતો રાત દેશ છોડિ દિધો હતો,
અંઇઆ બંને વિરુધ PIL ફાઇલ કરી અને મે ઇન્વેસ્ટીગેશન કર્યું અને આત્મહત્યા કરનારના પરિવારની પુછપરછ રિપોર્ટ અને ચાર્જશીટ ફાઈલ કરી દિધી જેથી એ લોકોની અંઇયાની નાગરિકતા છીનવાય જાય અને એ હંમેશને માટે હવે ભારત ક્યારેય નહીં આવી શકે,
ઘણા વર્ષો બાદ ટી.વી માં સમાચાર સાંભળીયા કે જોરાવાર અને અભિમન્યુને લંડનની પોલીસે ગેરકાયદેસર લેન્ડ પચાવી પાડવામાં અને લોકોની મિલકતને બારો બાર સોદાબાજીમાં એ લોકોને આજીવન કારાવાસ થઇ છે,
વાદરુ ગમે એટલું પ્રોઢ થઇ જાય તોય ગુલાટી મારવાનું ના ભુલે,
આવી કેટલીક ઘટનાઓ દેશમાં આપણે જોઇએ છીએ અને વાંચીએ છીએ,પરંતુ આવા ભુ-માફિયા હાથ આવતા જ નથી અને જેની મિલકત કે જમીશ જતી રહી છે અને એના પસ્તાવામાં ઘણાઓ એ જીવ પણ ગુમાવ્યાં છે,

આતો મારી એક કાલ્પનિક વાર્તા હતી પણ આવું બની શકે,

જય જવાન જય કિશાન