જીંદગી ડૂબી Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

જીંદગી ડૂબી

ઉનાળા માં દિવસો હજુ શરૂ જ થયા હતા. ચાર મિત્રો નદી કિનારે જઈ ચડ્યા. તેમના બે ભાઈઓ હતા. થોડી વાર નદી કિનારે વાતો કરતા કરતા પળો માણી. ખળ ખળ વહેતુ પાણી જોઈ ચારેય મિત્રો ને ન્હાવા નું મન થયું. આમ પણ તાપ થી પરસેવે રેબઝેબ હતા. એટલે એક પછી એક ચારેય કપડાં કાઢી ને નદીમાં કૂદી પડ્યા.

એક કલાક જેવું થયું હસે બધા મિત્રો તેની મસ્તી માં ન્હાઈ રહ્યા હતા. કયો મિત્ર ક્યાં ન્હાઈ રહ્યો છે તેનું પણ ભાન રહ્યું ન હતું. આખરે બે મિત્રો બહાર આવ્યા ને શરીર લૂછીને પેલા બે ભાઈઓ ની રાહ જોવા લાગ્યા. થોડો સમય થયો પણ તે ક્યાંય દેખાઈ રહ્યા ન હતા. એટલે તે મિત્રો ને લાગ્યું કે પાણી ના વહેણ માં આગળ જતાં રહ્યાં હશે. બંને મિત્રો ને થોડી ચિંતા થઈ ને નામ પોકારતા નદી માં તેની શોધ શરૂ કરી. લગભગ એક કલાક સુધી તેની શોધખળ કરી પણ તેની કોઈ ભાળ મળી નહિ. આખરે દુઃખી થઈ તે ઘરે આવ્યા.

તે બે ભાઈઓ હતા મોહનલાલ અને સરલાબેન ના પુત્રો હતો. બંને મિત્રો મોહનલાલ ની ઘરે જઇ રડતા રડતા બોલ્યા અમેં નદી માં ન્હાઈ રહ્યા હતા સાથે તમારા બંને દીકરા પણ હતા. તે નદી માંથી બહાર ન આવ્યા.

સરલાબેન ને ધ્રાસકો પડયો શું વાત કરે છે મારા બંને દીકરા હજુ નદીમાં છે કે......

કાકી અમે તેની ઘણી શોધખોળ કરી પણ તેઓ મળ્યા નહિ.

મોહનલાલ બંને મિત્રો નો હાથ પકડ્યો ને કહ્યું ચાલ મને ત્યાં લઈ જા. મોહનલાલ અને બંને મિત્રો એ નદી તરફ દોટ મૂકી. પાછળ સરલાબેન આવી રહ્યા હતા.

માતા પિતા અને મિત્રો તેને શોધવા લાગ્યા. માં સરલાબેન દીકરા તું ક્યાં છે. દીકરા તું ક્યાં છે તે પોકારતા નદી ના કિનારે કિનારે ચાલ્યા જાય છે. બાપ ને થોડી જાણ તો થઈ ગઈ કે મારા દીકરા આટલો સમય સુધી નદી માં તો ન જ રહે. તે સીધા ઘરે આવી જાય. પણ એક આશા સાથે તે પણ શોધવા લાગ્યા. ત્યાં ગામ ના લોકો પણ આવ્યા ને તે પણ શોધવા લાગ્યા. તેમના થોડા તરવૈયા હતા એટલે તે નદી માં પડ્યા ને તે પણ શોધવા લાગ્યા. સાંજ પડી પણ કોઈ ભાળ ન મળી એટલે બધા ઘરે આવતા રહ્યા. ત્યારે કોઈ એ કહ્યુ પોલીસ ને જાણ કરો ને તેની મદદ લો.

રાત પડી ગઈ હતી હવે શોધખોળ થઈ શકે તેમ ન હતી અને પોલીસ ને જાણ કરવી યોગ્ય લાગી એટલે ત્રણેય પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા. મિત્રોએ બનેલી ઘટના પોલીસ ને કહી. પોલીસે તેમની ફરિયાદ લીધી ને રાત્રે તે કેસ પર કામ કરવું યોગ્ય ન લાગ્યું એટલે તેમને સવારે કેસ હાથમાં લઈશું તેમ કહ્યું. અને આશ્વાસન આપ્યું કે અમે બંને તેટલી મહેનત કરીશું. તમે હવે જાવ...

સવાર પડી એટલે ગામ ના બધા લોકો નદી કિનારે આવી પહોંચ્યા. થોડી વાર થઈ ત્યાં પોલીસ સ્ટાફ અને ફાયબ્રિગેડના ના અધિકારી ઓ પણ ત્યાં આવી પહોંચ્યા. ને તેમણે કામગીરી શરૂ કરી. પોલીસ અને તેના સ્ટાફ અને ફાયબ્રિગેડના સ્ટાફ સહિત બધા તે ભાઈઓ સ્નાન કરવા ગયા હતા તેની નજીકથી 2 કિમી દૂર સુધી તપાસ કરી પણ ન તો તેની લાશ પણ હાથ લાગી. આખો દિવસ મહેનત કરી પણ હાથમાં કઈ આવ્યું નહિ.

બધા લોકો નિરાશા સાથે પાછા ફર્યા. મોહનલાલ અને સરલાબેન આઘાત માં આવી ગયા હતા. બંને ભૂખ્યા અને તરસ્યા દીકરા ની ચિંતા માં પડી ભાંગ્યા હતા. આ બાજુ પોલીસ તેના બંને મિત્રો ને કસ્ટડીમાં લઇ તેની પૂછપછ કરવા લાગ્યા બંને મિત્રો એ કહ્યું અમે ચાર મિત્રો નદી કિનારે બેઠા હતા ત્યાં ખુબ સુંદર વાતાવરણ હતું. થોડી વાતો કરી ને પછી અમે ન્હાવા પડ્યા એક કલાક પછી અમે બંને બહાર આવ્યા પણ તે અમારા બંને મિત્રો ત્યાં દેખાય નહિ અને એક કલાક સુધી શોધખોળ કરી પણ મળ્યા નહિ આખરે અમે ગામ માં આવી બધા ને જાણ કરી.

છોકરાની આ માહિતી લઈ પોલીસે તેને જવા દીધો અને ફરીથી તે સ્થળ અને ત્યાં ફરી આસપાસ શોધ કરી. તેમ છતાં, તેને કશું જ હાથ લાગ્યું નહીં. પોલીસે બધાને ફક્ત એટલું જ કહ્યું હતું કે લાશ બહુ આગળ નીકળી ગઈ હસે. એટલે મળી નહિ. પરંતુ પોલીસ હજી બેચેન હતી કે તે લોકો ડૂબી ગયા પણ લાશ ક્યાં ગઈ?

મોહનલાલ અને સરલાબેન ની હાલત બહુ કફોડી થઈ ગઈ હતી. સરલાબેન તો લાસ બની ગયા હતા. અવાર નવાર મંદિરે જઈ ભગવાન ને એટલું કહેતાં કે મારો શું વાંક હતો આમ મને નિરાધાર બનાવી દીધી. તને બીજું કોઈ મળ્યું નહિ મારા દીકરા જ મળ્યા. આશુ પાડતી તે ઢપકો પણ આપતી હતી ને પ્રાથના પણ કરતી હતી.

પાચ દિવસ થઈ ગયા હતા, આ ઘટના આજુબાજુ પ્રચલિત થઈ ગઈ હતી,
મોહનલાલ તે દિવસે બહાર ગયા હતા ને સરલાબેન એકલા ઘરે હતા. તેવા માં એક સાધુ તેના ઘરે આવી ચડ્યા. સાધુ બહુ સારા લાગ્યા એટલે સરલાબહેને આખી ઘટના તે સાધુ ને કહી
ત્યારે તે સાધુ એ કહ્યું કે "તમારા બંને પુત્રો મળી જશે, બંને પુત્રો એક ભૂત પાસે છે. પણ તેનો ખર્ચ થશે, કારણ કે ત્યાં તે લોભી ભૂત છે, જે તમારા પુત્રો ને તેણે ગોંધી રાખ્યાં છે. પણ તે ક્યાં રહે છે તે કોઈ ને ખબર નથી પણ તે મધરાતે તે નદી કિનારે આવે છે, તેને પૈસાની જરૂર છે, જો તેને પૈસા આપશો તો પછી તે તમારા દીકરા ને છોડી મૂકી દેશે. "

"સાધુ બાબા તમે કહો તેટલા રૂપિયા હું આપીશ બસ મારે મારા પુત્રો જોઈએ"

આ બધી વાતો તેમની બંને વચ્ચે થઈ રહી હતી. કારણ કે સાધુ આ વાત ની કોઈ ને જાણ કરવા માંગતા ન હતા એટલે સાધુએ કહ્યું આ વાત બહાર ન જવી જોઈએ.

તમારી પાસે રહેલા જેટલા પણ પૈસા હોય તેટલા લઈને તે નદી કિનારે આવો, પણ યાદ રાખો મધ્યરાત્રિમાં આવવાનું છે, કોઈને પણ ખબર પડવી ન જોઈએ. આપણે તે ભૂતને પૈસા આપીશું અને મનાવવાનો પ્રયત્ન કરીશું. અને પછી તમારા પુત્રો તમારી પાસે પાછા આવી જાશે, તમે આ વાત ઘરે કોઈને કહેશો કહો છો, તો આપણું કાર્ય પૂરું નહિ થાય ને તમે તમારા બંને દીકરા ને ખોઈ બેસશો.

"હા, હું સમજી ગઈ." સરલાબેન એ સાધુને કહ્યું. અને હવે આશાનું કિરણ જોયું.

તે રાત ની સરલાબેન રાહ જોઈ રહ્યા હતા. માંડ માંડ દિવસ કપાઈ રહ્યો હતો. દીકરાની આશા માં તે કઈ ખાતા પણ ન હતા.

આખરે તે રાત આવી. સરલાબેન વહેલા જમીને સુઈ ગયા. બધા સુઈ ગયા હતા. ત્યારે લગભગ બાર વાગ્યે સરલાબેન જાગી ગઈ અને પહેલેથી જ તૈયાર કરેલી રૂપિયાની બેગ ઉપાડ્યા પછી, શાંતિથી ઘરની બહાર નીકળી અને સાધુએ કહ્યું ત્યાં જ પહોંચી ગઈ.

દીકરાના મળવાની ખુશીમાં આવી રાત્રે પણ તેને કોઈ ડર ન લાગ્યો અને સીધા સાધુ પાસે પહોંચ્યા. ત્યાં સાધુ એક હવન કુંડ બનાવી બેઠા હતા તેમાં થોડી અગ્નિ અને થોડું સિંદૂર, લીંબુ, સોય, કાળું કાપડ, કેટલાક ચોખા અને ઇંડા સાથે પૂજા પાઠ કરી રહ્યા હતા.

"હું બધા જ પૈસા લઈને આવી છું, કૃપા કરીને જલ્દી જ મારા બંને દીકરા ને બોલાવો." સરલાબેન તે સાધુ ને કહ્યું.

"ઠીક છે , તે બધા પૈસા લઈને ત્યાં બેસો." તેમણે સરલાબેનને બાજુમાં બેસવાનું કહ્યું.

પછી તેણે સિંદૂર થી સરલાબેન ની આસપાસ એક ગોળ વર્તુળ બનાવ્યું અને પૈસા કાળા કપડામાં રાખવા કહ્યું. એટલે સરલાબેન તે બધું જ કર્યું.

પછી તેણે કહ્યું, હું આ લીંબુને કાપીશ, જો તેમાં લોહી નીકળે તો તમારા દીકરા જીવતા હસે." પછી તેણે એક લીંબુ લીધું ને તેના ચાર ભાગ કર્યા જેવી લીંબુ માં ચરી વડે ચાર ભાગ કર્યા ત્યાં તો તેમાંથી લાલ લોહી નીકળવા લાગ્યુ. સરલાબેન આ જોઈ રહી હતી ને તેણે રાહત નો શ્વાસ લીધો.

તમારા બંને પુત્રો સલામત છે, હવે તમે આ પૈસા આ વર્તુળ રાખો , અને કહો કે અહીં જે પણ શક્તિ રહે છે, તે મારા પુત્રને આપો. અને તમારા દીકરા અહી આવે નહિ ત્યાં સુધી તમારી આંખો ખોલશો નહીં. તમે બસ જાપ કરતા રહેજો. જો વચ્ચે આખો ખોલશો તો તમારા બંને દીકરા પાછા નહિ મળે.

દીકરા ના સ્નેહમાં, અંધ માતાએ સાધુની આ વાત સ્વીકારી અને તેણીએ તેમનું મન માં જાપ કરવાનું શરૂ કર્યું. તેણે આ વીસ વાર જાપ કર્યો હશે કે અચાનક તેણે ધમ્મથી કંઇક પડવાનો અવાજ સાંભળ્યો. જેના કારણે સરલાબેન ની આંખો ખુલી ગઈ.

સાધુ સરલાબેન સામે હાથમાં પૈસાની બંડલ લઈ ઊભો હતો અને તેની આગળ એક ઉંચો માણસ ઊભો હતો, જેણે સફેદ રંગની ધોતી પહેરી હતી અને હાથ માં થોડા પુસ્તકો હતા, વાળ ખભા સુધી હતા. તે કુસ્તીબાજ જેવો દેખાતો હતો. તે માણસ ત્યાં નો બ્રાહ્મણ હતો. અને અચાનક ત્યાં આવી ચડયો હતો. તેને સવારે ચાર વાગ્યે નદી કિનારે પૂજા કરવાની હતી. તેને રાતે ઊંઘ આવતી ન હતી એટલે તે નદી કિનારે આવી ચડયો.

તે બ્રાહ્મણ બોલ્યો "મારી જગ્યા પર આવે છે અને મારા નામે પૈસા ચોરી કરે છે, તે પણ મારા નામ પર અને મારા મંત્રો નો જાપ કરે છે."

"મને માફ કરો. મને માફ કરો. મેં ભૂલ કરી છે, હવે ફરીથી નહીં કરું." સાધુએ હાથ જોડીને આજીજી કરવા લાગ્યો

"હા, તને જે કહેશો તે હું બધું કરીશ. મને માફ કરો, મારે કોઈ પૈસા નથી જોઈતા, મને માફ કરો,

સરલાબેન સમજી ગઈ હતી કે આ સાધુ તેને લૂંટવા માટે આવ્યો છે, પણ તે સમજી શક્યો નહીં કે આ બ્રાહ્મણ કોણ છે?

પછી તે બ્રાહ્મણ એ પેલા સાધુ પાસેથી પૈસા છીનવી અને પછી સરલાબેન ને આપ્યા. બ્રહ્મણ તેને માર મારવા લાગ્યો અને તે સાધુ લગભગ થોડે દૂર પડયો અને તે બેભાન થઈ ગયો.

"તમે કોણ છો? અને મારા પુત્રો ક્યાં છે?" સરલાબેન એ તે બ્રાહ્મણને પ્રશ્ન કર્યો.

હું બ્રાહ્મણ છું મેં તમારા દીકરાને માર્યો નથી. જ્યાં તે ડૂબી ગયા છે, તેનો મૃતદેહ એ જ જાડ નીચે અટવાયો છે તેથી તે બધા શોધી શક્યા નહીં. " સરલાબેન ને બ્રાહ્મણ એ કહ્યું.

"મારા દીકરાને પાછા મેળવી આપો, હું આખી જીંદગી તમારી સેવા કરીશ, આ બધા પૈસા તમે રાખો." સરલાબેન એ તે બ્રાહ્મણને હાથ જોડીને વિનંતી કરી.

"મારે પૈસાની લાલચ નથી, બેન, અને તમારા દીકરાઓ મરી ગયા છે, તે પણ હવે તેની ભૂલના કારણે મરી ગયા છે. તમારા પૈસાથી આ સત્ય બદલી નહિ શકાય." બ્રાહ્મણ એ સરલાબેન ને સમજાવતી વખતે કહ્યું.

સરલાબેન રડવા લાગી, તેની બધી આશાઓ મરી ગઈ. રડતા રડતા સરલાબેન ઘરે પહોંચ્યા.

સવારના ચાર વાગ્યા હતા, સરલાબેન ના રડવાનો અવાજ સાંભળીને મોહનલાલ ની આંખો ખૂલી અને પછી તેણે સરલાબેન ને આટલું વહેલું સવારે આ શોકનું કારણ પૂછ્યું.

સરલાબેનએ આખી ઘટના ની વાત કહી. મોહનલાલ ને પહેલા તો વિશ્વાસ ન બેઠો. તેણે આશ્વાસન આપી સરલાબેન ને સુવડાવી દીધા.

બીજા દિવસે તે બ્રાહ્મણ અને સાથે તરવૈયા નદી માં પડી ને બંને છોકરા ની લાશ બહાર કાઢી. ત્યારે મોહનલાલ ને સરલાબેન સંમત થયા ને તેને હવે સાચું લાગ્યું કે મારા બંને દીકરા મૃત્યુ પામ્યા છે. દીકરાની લાશ જોઈ માતા પિતા શોધાર આશુ એ રડવા લાગ્યા.

ત્યાં પોલિશ આવી ને તે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું, મોતનું કારણ પાણીમાં ડૂબી જવાનું સાબિત થયું. મૃતદેહોનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં. ત્યાર પછી તે નદી કિનારે એક બોર્ડ લગાવવામાં આવ્યું કે અહી ન્હાવા ની મનાઈ છે.

જીત ગજ્જર