Cleancheet - 17 books and stories free download online pdf in Gujarati

ક્લિનચીટ - 17

પ્રકરણ – સત્તરમું/૧૭

સ્વાતિનું દિમાગ હવે આલોકનું પગેરું મેળવવાની દિશા તરફ સતત કાર્યરત રહેવા લાગ્યું. ક્યાંકથી પણ એક તણખલા માત્ર જેટલી પણ આલોકના અસ્તિત્વની કોઈ હિન્ટ મળી જાય એ આશાના આસરે સ્વાતિએ અદિતીના તમામ ક્લોઝ ફ્રેન્ડસ સાથે આલોકના નામનો ઉલ્લેખ કરીને પુછપરછ કરી લીધી પણ દરેક પાસેથી એકસમાન એકાક્ષરી પ્રત્યુતર મળ્યો, ‘ના’

એ પછી વિષાદની એક હદ વટાવ્યા પછી સ્વાતિને રીતસર તેની જાત પર ચિક્કાર ફિટકાર વરસાવવાનું મન થતાં એમ થયું કે, જો તે રાત્રી એ ડીનર પર તેણે થોડી જીદ કરીને અદિતીને આલોક વિશે પૂછ્યું હોત તો આજે કદાચ.... આટલું વિચારીને સ્વાતિ એક અત્યંત અનન્ય લાચારીભરી લઘુતાગ્રંથિની પીડાથી પીડાવા લાગી.

આમ ને આમ દિવસો પર દિવસો પસાર થતાં થતાં ૨૭ દિવસ પુરા થઇ ગયા છતાં અદિતીની પરિસ્થિતિમાં સ્હેજ પણ ફરક પડવાના કોઈ અણસાર દેખાતા નહતા. સ્વાતિ અદિતીના બેડ પાસે તેનો હાથ ઝાલીને બેઠી હતી ત્યાં જ સ્વાતિના મોબાઈલમાં તેની એમ.બી.બી.એસ.ની કોલેજમેટ અને અત્યંત અંગતથી પણ કઈંક વિશેષ એવી ફ્રેન્ડ સંજનાનો બેન્ગ્લુરુથી કોલ આવ્યો.
‘હાઈ.. સ્વાતિ.’
‘ઓહ,,,સંજુ, હેલ્લો... વ્હોટ એ સરપ્રાઈઝ યાર, કેમ છે તું ?’
‘આઈ એમ ફાઈન ડીયર ? હાઉ આર યુ ?’
‘શું કહું સંજુ ? બસ છેલ્લાં ૨૭ દિવસ અને રાત થી એમ થાય છે કે ક્યારે અદિતીના હોઠ ફફડે અને અમારા સૌના શ્વાસ નીચે બેસે. દુનિયા જાણે કે થંભી ગઈ છે. જેમ જેમ ટ્રીટમેન્ટની સાઈલેંટ પીડાથી અદિતી વીંધાઈ છે તેમ તેમ અમારા શ્વાસ રૂંધાય છે. તું બોલ સંજુ શું કહે છે, કેવી ચાલે છે એમ.ડી. ની પ્રીપેરેશન ?’
‘એ બધી વાત પછી પહેલાં તું મને
એ કહે કે અદિતી ફ્યુચર માટે ડોકટર શું પ્રિડીક્શન કરે છે ?’
‘નથીંગ યાર.. ઓન્લી વેઇટ એન્ડ વોચ, પપ્પા એ તેમના ઓસ્ટ્રેલીયા ગ્રુપના કોન્ટેક્ટસથી ત્યાંના એક્સપર્ટ પાસેથી પણ ઓપિનીયન જાણી લીધા. તેમનો પણ એ સેમ રીપ્લાઈ વેઇટ એન્ડ વોચ. બોલ પણ તે કેમ આજે અચાનક યાદ કરી એ કહે ?’

‘સોરી યાર આ સિચ્યુએશનમાં તને ડીસટર્બ કરવા નહતી માંગતી પણ..’ સંજના બોલી

‘ઓયે.. સંજુ અરે યાર તું ક્યારથી મારી જોડે આટલી ફોર્મલ થવા લાગી ?
તું મારી સંજુ જ છે ને ? લોટસ ઓફ મીસ યુ ડાર્લિંગ, બટ યુ નો ઓલ અવર સિચ્યુએશન. રાઈટ નાઉ આઈ નીડ યુ સંજુ.’
આટલું બોલતાં સ્વાતિનો સ્વર થોડો નરમ પડી ગયો.

‘સ્વાતિ, વાત જ એવી છે કે આ પરિસ્થિતિમાં પણ તારી જોડે શેર કર્યા વગર પણ નહી રહેવાય. અને કદાચને શેર નહી કરું તો લાઈફટાઈમ મારે તારી ગાળો સાંભળવી પડશે એ પણ શ્યોર છે.’
‘અરે બોલ યાર સંજના એવી તે કઈ વાત છે કે તું આટલી કન્ફયુઝ છે ?’

‘સ્વાતિ, માય એન્ગેજમેન્ટ હેઝ બીન ડીસાઈડેડ ઓન નેક્સ્ટ વીક.’
‘ઓ.. તેરી તો યાર..’ આટલું બોલતા સ્વાતિની આંખો ભરાઈ આવી..
‘હેય સંજના આર યુ શ્યોર ?’
‘હા, સ્વાતિ છેલ્લાં ૧૫ દિવસ થી બન્ને ફેમીલી વચ્ચે કન્વરશેશન ચાલતું હતું, સમીર ત્રણ દિવસ પહેલાં જ ન્યુઝીલેન્ડથી આવ્યો એન્ડ આફ્ટર એ શોર્ટ મીટીંગ વી બોથ ડીસાઈડેડ ટુ બીકમ ઈચ અધર્સ લાઈફ પાર્ટનર.’

‘ઓયે .. ઓયે .. સંજના વાત છેક એન્ગેજમેન્ટ સુધી પહોચી ગઈ ત્યાં સુધી તે મને એક મેસેજ સુધ્ધા ન કર્યો ? આઈ એમ નોટ એગ્રી. મને આ સંબંધ મંજુર નથી. તે મારી પરમીશન લીધી ? તું મને પૂછ્યા વગર વોશરૂમ પણ નહતી જતી ખબર છે ને...
અને આજે... આઈ લીટરલી કિલ યુ. એન્ડ ...’
બસ આટલું બોલતા સ્વાતિનું ગળું ભરાઈ આવ્યું ખુશીથી રડવા લાગતાં તે આગળ કશું ન બોલી શકી.

શાંત થઈને થોડીવાર પછી સ્વાતિ બોલી,
‘લીસન, સંજના હમણાં મોમ, ડેડ થોડા સમયમાં હોસ્પિટલ આવશે એટલે હું તેમની જોડે ડિસ્કશ કરીને તને મળવા માટે કંઇક વિચારું છું. યુ કાન્ટ બીલીવ માય ડાર્લિંગ હાઉ મચ આઈ એક્સાઈટેડ એન હેપ્પી. હું તને કલાક પછી કોલ કરું. ઓ.કે.’
‘મીસ યુ ડાર્લિંગ. બાય એન્ડ ટેક કેર.’

એક તરફ અદિતીની લાંબાગાળાની ચુપકીદી અને આજે સંજના એ સ્વાતિની હાલતને ધ્યાનમાં રાખીને લાઈફના મેજર ડીસીઝન અને જિંદગીની સૌથી મોટી ખુશીની વાત અસમંજસમાં સંજનાએ સ્વાતિ સમક્ષ આ રીતે રજુ કરવી પડી રીતે સ્વાતિને બન્ને બાજુના દુઃખ વચ્ચે તેની જાતને કોઈને તેની ફરજ ચૂક થી અન્યાય ન થાય એ રીતે સંતુલિત રાખવાની હતી.
લગભગ અડધો કલાકની પ્રતીક્ષા પછી વિક્રમને એકલાં આવતાં જોઇને આશ્ચર્યથી સ્વાતિ એ પૂછ્યું,
‘પાપા, મમ્મી કેમ ન આવી ? ક્યાં છે ?’

‘એ મંદિરે ગઈ છે, કહેતી હતી કે બ્રાહ્મણોને બોલાવીને અદિતીના સ્વાસ્થ્ય માટે કોઈ પૂજા વિધિ કરાવવાની છે. આવી જશે થોડીવારમાં બોલ કઈ ખાસ કામ હતું ?’

‘પાપા સંજનાનો કોલ હતો હાલ્ફ અવર પહેલાં. પાપા નેક્સ્ટ વીક તેની એન્ગેજમેન્ટ છે. મને તેની પાસે જવાની ખુબ જ ઈચ્છા છે પણ અદિતીને આ હાલતમાં છોડીને જવા માટે મારું મન નથી માનતું. સંજના એ આ ગૂડ ન્યુઝ પણ મને સંકોચ સાથે શેર કર્યા. પાપા જો અદિતી...’ આગળ સ્વાતિ બોલી ન શકી.

‘પ્લીઝ સ્વાતિ, પહેલાં તું તારી વાત પૂરી કરી લે..’ વિક્રમ એ કહ્યું

‘હું એમ વિચારું છું પાપા કે જો અદિતી ભાનમાં આવે અને તેને ખબર પડે કે, આ પરિસ્થિતિમા હું તેને મુકીને બેન્ગ્લુરુ જતી રહી છું, તો અદિતી મારા વિશે શું વિચારશે ? અને નહી જાઉં તો સંજના.... ?’

‘દીકરા સ્વાતિ, તારા દ્રષ્ટિકોણ અને વિચારશક્તિ થી તું તારા સ્થાન પર યોગ્ય છો. સંબંધોની કસોટી હમેશાં કટોકટીના સમયમાં જ થાય દીકરા. અને વાત રહી અદિતી કે સંજનાની તો એ બન્ને તને તારી જાત કરતાં તને ખુબ જ સારી રીતે ઓળખે છે. મારા મતે તારે સંજના પાસે જવું જોઈએ. અને માની લો કે કદાચને અદિતી હોશમાં આવી ગઈ તો તને બેન્ગ્લુરુથી અહીં આવતાં વાર કેટલી લાગશે ?’

સ્વાતિ વિક્રમને ભેટીને રડતાં રડતાં બોલી .. ‘યુ આર ગ્રેટ. લવ યુ પાપા.’
‘લવ યુ બેટા. રીલેક્સ થઈ જા. મમ્મી આવે પછી તમે બન્ને આરામથી સંજના સાથે વાત કરી લો અને સંજના અને તેના મમ્મી પપ્પા ને મારી યાદી આપજે.’
એવું વિક્રમ બોલ્યા.
દેવયાનીના મંદિરેથી આવ્યા પછી સ્વાતિએ સંજના સાથેની વાત મમ્મીને જણાવતાં પૂછ્યું કે,
‘મમ્મી, હવે તું કહે મારે શું કરવું જોઈએ ?’
‘તારા પાપાનો નિર્ણય સચોટ છે, યુ શુડ ગો ટુ વીથ સંજના. ડોન્ટ વરી સ્વાતિ.તું અહીની સ્હેજે ચિંતા કર્યા વગર જઈ શકે છે.’

એ પછી સ્વાતિએ સંજનાને સરપ્રાઈઝ આપવાનું નક્કી કર્યું એટલે કોઇપણ જાતની સૂચના કે મેસેજ આપ્યા વગર બેન્ગ્લુરુની ફ્લાઈટ દ્વારા નેક્સ્ટ ડે લંચ ટાઈમ સુધીમાં સંજનાના બંગલા પર જઈને સીધી ડોરબેલ વગાડતા જયારે સંજના એ જ ડોર ઓપન કર્યું તો... સંજનાની ખુશીનો કોઈ પાર ન રહ્યો.

‘ઓહ માય ગોડ.. સ્વાતિ આ માત્ર તું જ કરી શકે. બસ તારી આવી હરકતોથી જ તું મારી જાન છે યાર. એક તારી ગેરહાજરીથી મારી બધી જ જાહોજલાલી ઝાંખી અને ફિક્કી લાગતી હતી. બસ હવે મને મારી દુનિયા મળી ગઈ.’

સંજના આટલું બોલી પછી બન્ને ભેટીને રડ્યા.

સંજના અનહદ ખુશ હતી. આટલી કપરી પરિસ્થિતિમાં સ્વાતિને પોતાની પાસે બોલવવા માટે જીભ નહતી ઉપડતી પણ, આટલી અજંપાભરી પરિસ્થિતિમાં પણ તેના જીવથી વધુ વ્હાલી અદિતીથી દુર થઈ જતાં મનોમન અપરાધભાવથી પીડાતી સ્વાતિ જાણેકે તેના મન પર મણ એકના ભારનો લઈને ફરી રહી હતી છતાં એ વાતનો તેણે સંજના ને અણસાર સુધ્ધાં આવવા નહતો દીધો. અને સંજના તેના પક્ષે એવું વિચારી રહી હતી કે તે સ્વાતિના આ ઋણને તે કઈ રીતે ઉતારશે. ?

બન્ને એ આખો દિવસ શોપિંગ માટે ખુબ જ ફર્યા. સંજનાનું ટોટલી શોપિંગ સ્વાતિની મરજી મુજબ નું હતું. સ્વાતિ સંજનાની દરેક ટેસ્ટ અને ચોઈસથી વાકેફ હતી.

આજે સંજના અને સ્વાતિએ બહાર ડીનર લેવાનું પ્લાનીગ કર્યું હોવાથી સંજના એ તેના ફેવરીટ રેસ્ટોરેન્ટમાં અગાઉ થી બુક કરાવ્યા મુજબના ટેબલ પર આવીને ગોઠવાયા. બન્નેને એકબીજાની ચોઈસનો ખ્યાલ હોવાથી સંજનાએ ઓર્ડર આપતાં આપતાં કહ્યું કે..
‘અરે યાર સ્વાતિ તને એક ખાસ વાત કહેવાની તો ભુલાઈ જ જાય છે.’
‘હા, બોલને કઈ વાત ?’ સ્વાતિ એ પૂછ્યું
‘સ્વાતિ, તારી સાથે છેલ્લે વાત થઇ ત્યારે તે એમ કહ્યું કે અદિતીની અત્યારની હાલત જોતા આટલા દિવસો પછી પણ કોઈપણ ડોકટર ઈઝ અનેબલ ટુ એની પ્રિડીક્સશન અબોઉટ ફોર હર ફ્યુચર સિચ્યુએશન રાઈટ ?’
‘હા, સંજના અત્યારે તો કૈંક આવું જ છે. મેં અને પપ્પા એ ઇન્ડિયાના ધ ટોપ મોસ્ટ સિનીયર એન્ડ એક્શ્પ્રીઅન્સડ ડોકટરના ઓપિનિયનની સાથે સાથે ઈન્ટરનેટ પરની પણ લેટેસ્ટ ઇન્ફોર્મેશન સર્ચ કરી લીધી કઈ જ બાકી નથી રાખ્યું યાર. મમ્મા પણ કઈ કેટકેટલી બાધા અને વ્રત કરે છે અદી માટે. પણ ...’

‘પ્લીઝ સ્વાતિ, આઈ ડોન્ટ વોન્ટ ટુ હર્ટ યુ બાય ટોકિંગ ધીસ ટોપીક બટ..
મને એક વિચાર આવે છે કે મારા પપ્પાના ખુજ અંગત મિત્ર કરતાં પણ ક્લોઝ એવું એક ડોકટર કપલ છે. આપણે એકવાર તેમનો ઓપિનીયન લઇ લઇએ તો કેમ ?’
‘સંજના તે વિચાર્યું હશે તો કઈ સમજી વિચારીને જ આ વાત મને કરી હશે. નોટ બેડ આઈડિયા.’
‘એક કામ કરીએ હું હમણાં જ તેને કોલ કરીને તેમની એપોઇન્ટમેન્ટ કન્ફર્મ કરવાની ટ્રાય કરું છું.
ડીનર કરતાં કરતાં ડોકટર આંટીને કોલ લગાવ્યો.
‘હેલ્લો..’
‘હેલ્લો આંટી. જય શ્રી કૃષ્ણ, સંજના બોલું છું, સંજના પારેખ.’
‘જય શ્રી કૃષ્ણ. ઓહ.. માય ડાર્લિગ વ્હોટ એ સરપ્રાઈઝ અનબીલીવેબલે, હાઉ આર યુ માય ડીયર. ?’
‘આંટી એકદમ મજામાં, આપ કેમ છો, અને અંકલ ?’
‘આઈ એમ એબ્સોલ્યુટલી ફીટ એન્ડ ફાઈન દીકરા અને તારા અંકલ ને તો મારા રાજમાં શું તકલીફ હોય ? હા.. હા...હા’
‘હા એ પણ સાચું આંટી. અને હા, આંટી આવતીકાલની રીંગ સેરીમનીનું ઈનવીટેશન કાર્ડ આપને મળ્યું કે નહી ?’
‘હા, સંજના એ ગઈકાલે જ તારા પપ્પા રૂબરૂ આવીને આપી ગયા અને કાર્ડ ન મળ્યું હોત તો અમે આવી જ જવાના હતા. તું તો અમારી દીકરી જેવી છે એ કેમ ભુલાઈ.’
‘આંટી મારે તમને અને અંકલ ને મળવું છે તો ક્યારની એપોઇન્ટમેન્ટ મળી શકે એમ છે ?’
‘અરે દીકરા આ તું કેવી મજાક કરે છે ? તારા માટે એપોઇન્ટમેન્ટ ? આર યુ મેડ ?’
‘પણ આંટી આપ બન્ને વ્યસ્ત રહો છો એટલે એમ થયું કે..’
‘પ્લીઝ સંજના નાઉ ડોન્ટ બી ફોર્મલ. તને જ્યારે ઠીક લાગે ત્યારે રાત્રીના ૯ પછી એનીટાઈમ ઘરે આવી શકે છે અને હા સાંભળ ડીનર અહી જ લઈને જવાનું એ શરતે જ આવવાનું છે સમજી.’
‘ઓ.કે. આંટી, અંકલ વાત કરી શકે એમ હોય તો એમને ફોન આપોને પ્લીઝ મારે વાત કરવી છે.’
‘ઓ.. શ્યોર.’
‘હેલ્લો’
‘હેલ્લો અંકલ જય શ્રી કૃષ્ણ. સંજના’
‘હા, બોલ દીકરા કેમ છો ?’
‘એકદમ ફાઈન.’
‘બેન્ગ્લુરુ છોડી ને હવે ન્યુઝીલેન્ડ ભાગી જવાનો પ્લાન છે એમ ?’
‘હા. હા.. હા.. હાલ તો કૈક એવું જ વિચાર્યું છે અંકલ.’
‘આવતીકાલે આપ બન્ને ભૂલ્યા વગર આવો છો રીંગ સેરીમની માં ઓ.કે.’
‘ઓ યસ બેટા તારો પ્રસંગ હોય અને અમે ભૂલી જઈએ એવું ક્યારેય બનતું હશે ?’
‘અમે બન્ને બીફોર ટાઈમ પહોચી જઈશું.’
‘થેન્કયુ અંકલ બાય ગૂડ નાઈટ.’
‘ગૂડ નાઈટ બેટા.’

‘સ્વાતિ આપણે પરમ દિવસે રાત્રે અંકલના ઘરે જ ડીનર લેવાનું છે ઇટ્સ ડન.’

નેક્સ્ટ ડે
અત્યંત ઝાકળમાળ અને ભવ્યાતિભવ્ય સુશોભનથી સજ્જ શહેરની પ્રેસ્ટીજીયસ ફાઈવ સ્ટાર હોટલના વિશાળ સ્પેશિયલ ઓકેશન હોલમાં શહેરના તમામ ટોપ મોસ્ટ ઉચ્ચ અધિકારીઓ, રાજકારણીઓ. મલ્ટી મીલીઓનર બીઝનેશમેન, ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ, સેલીબ્રીટીઝ, પોલીશ અધિકારીઓ અને મિત્રો અને સૌ રીલેટીવ્સની ઉપસ્થિતિમાં સંજના અને સમીરના રીંગ સેરીમની એક યાદગાર સંધ્યાની સૌના આશિર્વાદ, શુભેચ્છાની સાથે સાથે એક ગ્રાન્ડ ડીનરની પુર્ણાહુતિ થયાં બાદ સૌ એ વિદાય લીધી.

રાત્રે સંજનાએ બેડ રૂમમાં સૂતા પહેલાં સ્વાતિ ને કહ્યું, ..
‘સ્વાતિ આવતીકાલે આપણે આંટી ને મળવા જવાનું છે એટલે તું એક કામ કરજે કે તારા પપ્પા જોડે વાત કરીને અદીતીના લેટેસ્ટ રીપોર્ટસના મેઈલ મંગાવી લે તો આપણને ડોકટર સાથે ડીટેઈલમાં ડીશકશન કરવાનો આઈડિયા આવે અને તેમને પણ કેસ સ્ટડી કરવામાં ઇઝી રહે અને પોસિબલ હોય તો કન્સલ્ટીંગ ડોકટરનો કોન્ટેક્ટ નંબર પણ લઇ લેજે. ઓ.કે. માય ડાર્લિગ રાઈટ નાઉ આઈ એમ ફીલ ટુ મચ સ્લીપી
ધેન ગૂડ નાઈટ,. બાય.’
‘ગૂડ નાઈટ સંજુ.’

બીજા દિવસે ઠીક રાત્રીના ૯ વાગ્યે સંજના અને સ્વાતિ આંટીને ત્યાં પહોચી ગયા.
અંકલ અને આંટી બન્ને એ સંજનાને આવકારતા કહ્યું..
‘વેલકમ વેલકમ સંજના.
કેટલાં સમય પછી તું અમારા ઘરે આવે છે તને યાદ છે ? આફ્ટર સો લોંગ ટાઈમ.’
‘યસ, આંટી પણ એમ.બી.બી.એસ. કમ્પ્લીટ કર્યું અને હવે એમ.ડી. ની પ્રીપેરેશન એટલે ટાઈમ ખુબ જ ઓછો મળે છે. આંટી આ મારી ખુજ ખાસ અને અંગત ફ્રેન્ડ કરતાં પણ વિશેષ મારી સિસ્ટર કહું તો પણ કઈ ખોટું નથી ... સ્વાતિ ફ્રોમ મુંબઈ.’
બન્ને હાથ જોડીને સ્વાતિ બોલી,
‘નમસ્તે અંકલ નમસ્તે આંટી.’
‘આવો આવો વેલકમ.’ અંકલ બોલ્યા.

ચારેય ડ્રોઈંગ રૂમમાં ગોઠવાયા પછી સંજનાની ગઈકાલની રીંગ સેરીમની અને સમીરના ફેમીલી અને સંજના અને સમીરના ફ્યુચર પ્લાન વિષેના અલગ અલગ મુદ્દા ઓ પર ઔપચારિક વાતચીતના દૌર અને ડીનર પછી સંજના ને થયું કે હવે મુખ્ય મુદ્દાની વાત કરવાનો યોગ્ય સમય છે એટલે..

સંજના બોલી, ‘અંકલ, આંટી એક ખાસ વાત કરવા માટે આજે હું અને સ્વાતિ આપની પાસે આવ્યા છીએ.’
‘હા, બોલ સંજના શું વાત છે ?’ આંટી એ થોડા આશ્ચર્ય સાથે પૂછ્યું
‘એ વાત સ્વાતિ જ તમને કરશે’
એમ કહીને સંજના એ સ્વાતિ તરફ ઈશારો કરતાં..

સ્વાતિ એ સૌ પહેલા ટૂંકમાં પોતાનો પરિચય આપીને અદિતિના અકસ્માતની વાત કરી પછી બધા જ લેટેસ્ટ રીપોર્ટસના મેઈલ બતાવ્યા.
અંકલ એ સ્વાતિને પૂછ્યું,
‘શું નામ છે તારી સિસ્ટર નું ?’
‘અદિતી, અદિતી મજુમદાર.’
‘ફ્રોમ ?’
‘મુંબઈ’
‘તારા પપ્પા રીટાયર્ડ આર્મી મેન છે ?’
‘ઓ યસ. પણ અંકલ તમને કેવી રીતે ખબર પડી ?’
‘અદિતી એ સાયકોલોજીમાં માસ્ટર્સ કર્યું છે, અને કોઈ એન.જી.ઓ. સાથે પણ જોડાયેલી છે ?’
‘યસ યસ યસ .. પણ અંકલ આ બધું તમને કઈ રીતે...’
સ્વાતિ અને સંજના બન્ને અતિ આશ્ચર્ય સાથે એકબીજાની સામે તાકીને રહ્યા.

‘અદિતી એ ક્યારેય કોઈ આલોક નામના વ્યક્તિનો ઉલ્લેખ કરેલો ?’

હવે સ્વાતિના હાર્ટ બીટ અનિયંત્રિત ગતિમાં હતા. છતાં
બોલી.. ‘ઓહ માય ગોડ. પણ.. અંકલ તમે આ બધું..’

એ પછી સ્વાતિએ તેની અને અદિતી વચ્ચે આલોકના નામનો ઉલ્લેખ માત્ર થયો હતો એ વાર્તાલાપનો અંશ કહી સંભળાવ્યા બાદ અંતે ઓપરેશન ટેબલ પર માત્ર ‘અલોક’ લખેલા શબ્દના એ કાગળની વાત કહી.

‘પણ અંકલ પ્લીઝ પ્લીઝ હવે આપ વધુ સસ્પેન્સ ક્રિએટ ન કરશો આઈ કાન્ટ કંટ્રોલ માય સેલ્ફ. એ આલોકને શોધવા માટે તો અમે કશું જ બાકી નથી રાખ્યું પણ..’

‘અને તમારી જાણ ખાતર કહી દઉં કે... એ આલોક એ એ પણ કશું જ બાકી નથી રાખ્યું’.. અંકલ બોલ્યા.

‘એટલે.. એટલે કે એ આલોકને આપ ઓળખો છો ? ક્યાં છે એ ? કોણ છે એ ?
પ્લીઝ અંકલ.’

અંકલ એ આંટીની સામે જોયુ.. બંને થોડીવાર ચુપ રહ્યા. એ બન્ને ને જોઇને સ્વાતિ અને સંજના પણ વિચારમાં પડી ગયા કે આ શું ચાલી રહ્યું છે ? કશી ગતાગમ નથી પડતી.

‘સ્વાતિ દીકરા હવે હું જે કઈ પણ કહું એ સાવ શાંત દિમાગે સંભાળ એ પછી હું તારા બધા જ સવાલોના જવાબ આપીશ.’

‘આલોક, આલોક દેસાઈ એ મારો જ પેશન્ટ છે.’

એ પછી શેખર એ આલોક અને અદિતીની શરુઆતથી અંત સુધીની તમામ વાતો કહી હતી એ સઘળી વાતો સ્વાતિને સંભળાવ્યા પછી અંકલ બોલ્યા..

‘આજે એ માત્ર એક અદિતીની એક શરતને ન્યાય આપવા ખાતર પોતાનું સર્વસ્વ ગુમાવી બેઠો છે. અને હવે...’ હજુ અંકલ આગળ કશું બોલે એ પહેલાં તો ..

સ્વાતિનું રુદન કાબુ બહારનું હતું. હવે સ્વાતિને સંભાળવી અતિ મુશ્કિલ હતી. આંટીએ સ્વાતિને ગળે વળગીને શાંત રાખવાની કોશિષ કરી સંજના પણ અંકલની વાત સાંભળીને સ્તબ્ધ થઇ ગઈ. થોડીવાર માટે સૌ ચુપ થઇ ગયા. આંટી એ સ્વાતિ પાણી પીવડાવી હૈયાધારણ આપીને શાંત પાડવાની કોશિષ કરી .

પોતની જાત ને સંભાળતા સ્વાતિ બોલી ,
‘આંટી આ કુદરત પણ કેવા કેવા ખેલ ખેલે છે ? આપણે સૌ ઉપરવાળાના હાથની માત્ર કઠપુતલી થી વિશેષ કઈ જ નથી એ સાંભળ્યું હતું પણ સાક્ષાત અનુભવીને એ વાતની આજે ખાતરી પણ ગઈ. પણ અંકલ હવે શું ....?’

‘સ્વાતિ દીકરા બધી જ વાત મને સમજાઈ ગઈ પણ.. હજુ તારી એક વાત હજુયે મારા ગળે નથી ઉતરતી. તારી બધી જ વાત સાથે એ એક વાતની કડી બંધ નથી બેસતી.’

‘કઈ વાત અંકલ ?’

‘તું એમ કહે છે કે છેલ્લાં એક મહિનાથી અદિતી ત્યાં મુંબઈ હોસ્પિટલમાં કોમાની સિચ્યુએશનમાં છે. તો આ તરફ આલોક કેમ એમ કહે છે કે તેણે અદિતીને અહીં બેન્ગ્લુરુમાં એકવાર નહી પણ બે વાર જોઈ છે ? આ કઈ રીતે શક્ય છે ? હજુ કોઈ રહસ્ય અકબંધ છે. આખી વાતમાં કયાંક કોઈ એક કડી ખૂટી રહી છે.’

આ સાંભળીને સ્વાતિ અને સંજના સ્માઈલ આપીને એકબીજાની સામે જોઇ રહ્યા.
આ જોઇને અંકલ બોલ્યા,
‘હવે મને લાગે છે કે તમે બન્ને કોઈ નવું સસ્પેન્સ કે સરપ્રાઈઝ ક્રીઈટ કરવા જઈ રહ્યા છો.’
‘ના., ના.. અંકલ એ પહેલાં આપણે કુદરતની સોગઠાબાજીની બિછાવેલી ચાલ સમજી લઈએ એ પછી નક્કી કરીએ ને કે... સરપ્રાઈઝ છે કે સસ્પેન્સ ?

'એટલે શું ? હું કઈ સમજ્યો નહી ?'

સ્વાતિ એ તેના મોબાઈલની ગેલેરીમાંથી ઈમેજ સર્ચ કરીને અંકલને બતાવતા કહ્યું..

‘આ જુઓ અને હવે તમે જ નક્કી કરીને કહો કે આ સસ્પેન્સ છે કે સરપ્રાઈઝ ? '

ઈમેજ જોઇને થોડીવાર માટે તો અંકલ પણ સ્તબ્ધ થઇ ગયા. અંકલના હાવભાવ જોઇને આંટી એ ઈમેજ જોવા મોબાઈલ તેના હાથમાં લેતા તે પણ એકદમ દંગ જ રહી ગયા.

‘હવે આપને સમજાયું અંકલ આલોક એ બે વાર અહી અદિતીને બેન્ગ્લુરુમાં જોઈ હતી એ વાત ૧૦૦% સાચી પણ એ અદિતી નહી, હું હતી સ્વાતિ. અમે બંને જુડવા બહેનો છીએ. વી આર ટ્વીન્સ. આલોક તો શું કોઈપણ વ્યક્તિ ઇવન અમારા સાવ ક્લોઝ હોય એ પણ ઘણી વાર અમને બન્ને ને ઓળખવામાં થાપ ખાઈ જાય છે.’
હવે અંકલ ચક્કર ખાઈ ગયા.

વધુ આવતીકાલે.....

© વિજય રાવલ

'ક્લિનચીટ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED