ક્લિનચીટ - 7 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

શ્રેણી
શેયર કરો

ક્લિનચીટ - 7

પ્રકરણ – સાતમું /૭

‘અદિતીતીતીતીતીતીતીતી....’ ‘અદિતીતીતીતીતીતીતીતી....’ ‘અદિતીતીતીતીતીતીતીતી....’ ના નામની બૂમો પડતાં આલોક અને શેખર બંને એ લીફ્ટની આજુબાજુનો વિસ્તાર ફેંદી માર્યો. ઘણી શોધખોળ કરી પણ ત્યાં સુધીમાં તો અદિતી સેંકડોની ભીડમાં કયાંય ગુમ થઇ ગઈ હતી. આલોકને અચાનક જ શ્વાસ ચડી ગયો. થોડી જ વારમાં તો આલોકની આંખે એકદમ જ અંધારા આવી ગયા અને અંતે આલોક એ તેના બંને હાથ લમણાં પર તાકાતથી દબાવતાની સાથે જ અદિતીના નામની એક તીવ્ર ચીસ પાડતાં જ આલોકને ચક્કર આવતાં વ્હેત ત્યાં જ ઢળી પડ્યો.

માત્ર દસ જ મિનીટમાં અચાનક આ બધું એકસામટું બની ગયું એટલે શેખરની વિચારશક્તિ પણ થોડીવાર માટે બહેર મારી ગઈ. પણ બીજી જ પળે શેખર અને અને મિત્રો એ ફટાફટ આલોકને કારની બેક સીટ પર સુવડાવીને ને કાર હોસ્પિટલ તરફ દોડાવી.અંદર લઇ જઇને બેડ પર સુવડાવ્યો. ડોક્ટર આવે ત્યાં સુધીમાં તેમના આસીસ્ટન્ટ એ પ્રાઈમરી ટ્રીટમેન્ટ શરુ કરી ધીધી. થોડી જ વારમાં ડોક્ટર આવ્યા. આલોક હજુ ભાનમાં નહતો. શેખર એ ડોક્ટરને રીક્વેસ્ટ કરી કે, ‘સર ઇસકો ઇસ વક્ત ફિઝીકલી ઔર ખાસ કર કે મેન્ટલી આરામ કી ભી સખ્ત જરૂર હૈ.’

ઈ. સી જી., કાર્ડિયોગ્રામ,પલ્સ એક પછી એક રીપોર્ટસ કાઢતા ગયા. એ પછી ડોકટર બોલ્યા. ‘ઓક્સીજન કે સાથ જો ઇન્જેક્શન દિયા હૈ ઉસ સે વોહ સુબહ તક નીંદ મેં રહેગા.’
ડોકટરની કેબીનમાં ગયા બાદ શેખર એ ડોકટરને છેલ્લાં દિવસોમાં બનેલી તમામ ઘટનાથી વાકેફ કર્યા. બધી જ વાત શાંતિથી સાંભળ્યા પછી ડોકટરે કહ્યું કે, ‘હમ સુબહ તક ઇન્તેઝાર કરતે હૈ ઔર વૈસે ભી મુજે ઇસ સ્થિતિ મેં કુછ ખાસ ગંભીર નહીં લગતા. ચક્કર આના વો તો આમ બાત હૈ. તુમ્હારી બાતે સુન કર ઇસકો મેન્ટલી રેસ્ટ કી બહોત જરૂરત હૈ. ઔર જબ યે હોશ મેં આયે તબ તુમ ઉસે ઘર લે જા સકતે હો. આગે કી ડીશકશન હમ કલ કરેગે.’
તેમના આસીસ્ટન્ટને થોડી ઈમ્પોર્ટન્ટ ઇન્સટ્રકશ્ન્સ આપીને ડોકટર નીકળી ગયા.

સમય થયો આશરે રાત્રીના ૧૨:૨૦. શેખર એ તેના મિત્ર ગણેશન કે કહ્યું, ‘દેખો ઘર સે અભી તક દો સે તીન કોલ આ ગયે હૈ. ઇસ વક્ત ઘર પે આલોક કે બારે કુછ નહી બતા શકતા. ઈસલીયે પૂરી રાત તુજે હી યહાં રુકના પડેગા. ઐસા કર કી તુ અપને ઘર પે બતા દે કી ઇસ વક્ત તુ મેરે સાથ હૈ. મૈ ઘર જા રહું હૂં, અગર કુછ ઈમરજન્સી જૈસા લાગે તો મુજે કોલ કરના. મૈ અર્લી મોર્નિંગ આ જાઉંગા તબ તક તો શાયદ યે ઊઠેગા નહીં.’ આટલી સૂચના પછી શેખર ઘર તરફ જવા રવાના થયો. હવે શેખરને આવનારા અણધાર્યા દિવસોનો અણસાર આવવા લાગ્યો હતો.

વહેલી સવારે આશરે ૬ વાગ્યા પછી આલોક એ આંખ ઉઘાડી. ગણેશન બાજુની બેડપર જ સૂતો હતો. સળવળાટનો અવાજ સાંભળીને ગણેશન પણ જાગી ગયો. થોડીવાર સુધી તો આલોકને કઈ ખ્યાલ જ ન આવ્યો કે ક્યાં છે. ગણેશન ને જોતાં પૂછ્યું,
‘શેખર કિધર હૈ. ? મૈ કહાં હૂં ?’
ગણેશન એ કહ્યું, ‘તુમ અસ્પતાલ મેં હો, શેખર યહીં થા, થોડા કામ થા તો અભી બાહર ગયા હૈ. બસ અભી આતા હી હોગા.’
આલોક એ ગણેશનને પૂછ્યું, ‘મુજે ક્યા હુઆ થા ?’
ગણેશન એ કહ્યું, ‘અરે કુછ નહી. તુમ્હે થોડે સે ચક્કર આ ગયે થે તો યહાં લેકે આયે થે. ડોક્ટરને કહા અગર સારી રાત યહાં આરામ કરેગા તો સબ ઠીક હો જાયેગા. બોલ અબ કૈસા લગ રહા હૈ ? એક મિનીટ મૈ દેખ કે આતા હૂં ડોકટર સબ આયે કી નહી.’
ડોકટરનું બહાનું કરી ગણેશન એ બહાર આવીને શેખરને કોલ કરી ને જાણ કરી. શેખર એ કહ્યું, ‘મૈ આધે ઘંટે મેં પહોંચતા હૂં.’

૭:૩૦ એ શેખર આવ્યો. શેખરને જોતાં વ્હેત જ આલોકે પૂછ્યું,

‘અદિતી ક્યાં છે ?’

શેખરનો અંદાજો એકદમ સાચો પડ્યો. તે આ પરિસ્થિતિની માનસિક તૈયારી કરીને જ આવ્યો હતો.

‘જો આલોક, બધી જ વાતો આપણે ઘરે જઈને નિરાંતે કરીશું. ચલ હવે ઘરે જઈએ. શેખર આલોકને લઇ જઈને કારમાં બેસાડે ત્યાં સુધીમાં ગણેશન એ હોસ્પિટલની ફોર્માલીટીસ પૂરી કરી લીધી.
ગણેશનને તેના ઘર પર ડ્રોપ કરીને શેખર આલોકને લઈને તેના ફ્લેટ પર આવ્યો.
આલોક લીવીંગ રૂમના સોફા પર બેસતાં જ બોલ્યો, ‘શેખર, અદિતી ક્યાં છે ?’

શેખર એ આલોકને અદિતી લીફ્ટમાં દેખાઈ ત્યાં થી તેને હોસ્પિટલ લઈને આવ્યા ત્યાં સુધીની બધી જ વાત શબ્દશઃ કહી સંભળાવી. પછી બોલ્યો, ‘એ ભીડમાં કયાંક જતી રહી. અને અમે તેને શોધીએ પણ કઈ રીતે ? અમે તો તેનો ચહેરો પણ નથી જોયો. અને તને અચાનક જ ચક્કર આવી ગયા તો એ સમયે અદિતીને શોધવાં કરતાં તને હોસ્પિટલ પહોંચાડવો વધુ જરૂરી હતું તો.....’
શેખર આલોકને હજુ કઈ સમજાવીને આગળ બોલે અને કૈક વિચારે એ પહેલાં તો...

આલોક એ ટીપોઈ પર પડેલો કાચનો ગ્લાસ ઉપાડીને પૂરી તાકાતથી સામેની દીવાલ પર તેનો છુટ્ટો ઘા કર્યો.

તૂટેલા કાચની કરચો કરતાં અનેકગણી માત્રામાં અદ્રશ્ય કાળના સ્વરૂપમાં ક્ષણિકભર આવેલાં ઉગ્રતાથી આલોકના મસ્તિષ્કની ભીતર ભોંકાતા અપ્રત્યક્ષ તીક્ષ્ણ પ્રહારોના શૂળની અસહ્ય વેદનાથી ત્રસ્ત થઈને આલોક હવે તેના અસ્તિત્વ પરનો કાબુ ગુમાવી દેવાની કગાર પર આવી ગયો હતો.
શેખર અચાનક જ આલોકનું આવું અકલ્પનીય બિહેવિઅર જોઇને સાવ જ ડઘાઈ ગયો. થોડીવાર તો શેખરને કઈ ન સમજાયું.

એક તો ગઈકાલે ઓફિસમાં ગોપાલના સાંભળેલા આકરા શબ્દપ્રહાર અને બબ્બે વાર નજર સામેથી થોડી જ ક્ષણોમાં હાથતાળી દઈને જતી રહેતી અદિતી. બંને ઘટનાના વૈચારીક આક્રમણથી આલોક સ્વયં પર કાબુ ન રાખી શક્યો. એક શાંત, સૌમ્ય અને લાગણીશીલ છબીના આલોકના આ ઉગ્ર સ્વરૂપની પાછળ માત્ર તેની અવ્યક્ત થતી અસહ્ય પીડા જ જવાબદાર હતી. આલોક હવે તેની આ પીડાને વાણી દ્વારા વ્યક્ત કરવા માટે હવે અસમર્થ હતો.

‘શેખર આઈ એમ સો સોરી યાર.. સોરી.. સોરી...’ બસ આટલું બોલીને આલોક રડવા લાગ્યો. શેખર એ આલોકને તેની બાથમાં લઈને રડવા દીધો. તેને અંદરથી હળવો થઈ જવા માટે આ જ શ્રેષ્ઠ ઉપાય હતો. શેખરને ખ્યાલ આવી ગયો કે... હવે શબ્દરૂપી સમજણની ભૂમિકા અહી પૂરી થવાના આરે હતી. શેખરની ધારણા કરતાં આ મામલો હવે ઘણો ગંભીર અને નાજુક હતો. પણ શેખર ટોટલી પ્રેક્ટીકલ હતો.
વાતાવરણ હળવું કરવા શેખર બોલ્યો,
‘અચ્છા આલોક ઠીક છે, તુ ફ્રેશ થઇ જા. ચાલ હું તારા માટે મસ્ત કોફી બનાવું છું.’
આલોક ફ્રેશ થયો ત્યાં સુધીમાં શેખર એ કોફી બનાવી.
બન્ને એ કોફી પીવાનું શરુ કર્યું. કોફી ખત્મ કરી ત્યાં સુધી આલોક નીચી નજરો ઢાળીને સાવ ચુપચાપ બેસી રહ્યો. પછી એક ઊંડો નિસાશો નાખીને આલોક ધીમા અવાજે બોલ્યો, ‘શેખર મને લાગે છે કે હમણાં થોડા દિવસ હું જોબ નહી કરી શકું.’

‘કેમ આલોક.’ શેખર એ પૂછ્યું

પછી આલોક એ ગઈકાલે ઓફીસમાં તેના અને ગોપાલ વચ્ચે જે કઈ બની ગયું તે વાત શેખરને કહી સંભળાવી.

શેખર એ આલોકને સમજાવતા કહ્યું કે,
‘જો આલોક એ મેટરમાં ગોપાલ તેની જગ્યા પર બિલકુલ સાચો છે. અને તારાથી જે ભૂલ થઇ છે, એ તે જાણીબુઝીને તો નથી જ કરી ને.’
‘જો આલોક દરેકની લાઈફમાં ક્યારેક ને ક્યારેક કોઈને કોઈ અપ્સ એન્ડ ડાઉન્સ તો આવતાં જ રહે. તારો કિસ્સો જરા અલગ છે. તારી અત્યાર સુધીની લાઈફ એકદમ સહજ અને સીધી રહી છે. એક ક્લીન ઈમેજ વાળું તારું વ્યક્તિત્વ. તું ઇમોશનલ છે. હું તારી તકલીફ અને દર્દ હું ખુબ સારી રીતે સમજી શકું છું. રેપ્યુટેડ કંપનીમાં સારી એવી જોબ છે. તારા માતા પિતાનું એકમાત્ર સંતાન. તારી સામે આટલી સારી જિંદગી પડી છે. ઈશ્વરે ચારે હાથે તને આશીર્વાદ આપ્યા છે. તું અને તારી લાગણી બન્ને તેની જગ્યા એ સાચા છો. પણ યાર..

રોટી અને રોમાન્સ વચ્ચે કૈંક તો બેલેન્સ કરવું પડશે ને ? તું મને એક વાત સમજાવ કે તું આ બધા જ પાસા ઓ વચ્ચે બેલેન્સ કેમ ન કરી શકે ? બીજી વાત અદિતી એ મુકેલી શરતની કોઈ સમયમર્યાદા તો નથી જ ને તો ? તો તેની એ એક શરતની પાછળ તું કેટ કેટલું ગુમાવી રહ્યો છે તેનું તને કઈ ભાન છે ? નખ કાપવા માટે તલવાર ન કઢાય મારા ભાઈ ? તેલ જો તેલ ની ધાર. તું પૂરમાં સામા પ્રવાહે તરવાની ઘેલછા કરી રહ્યો છે. જીવનમાં પ્રેમ, પૈસો, પરિવાર, પ્રતિષ્ઠા, એ સિવાય ઘણું બધું જરૂરી છે. પણ, આ દરેક પાસા પર સંતુલન રાખવું આ તેનાથી પણ વધુ જરૂરી છે દોસ્ત. આઈ થીંક કે મારું ભાષણ થોડું વધી ગયું એટલે હવે હું રજા લઈશ.’

એ પછી મેડીસીન્સ બતાવીને કઈ રીતે, ક્યારે લેવાની છે એ સમજાવ્યું, પછી બોલ્યો, ‘અચ્છા ઠીક છે. આલોક હવે તું આરામ કર હું બાકીનું બધું કામ નીપટાવીને સાંજ સુધીમાં આવું છું. અને રજા માટે ઓફિસમાં ગોપાલ સાથે વાત કરીલે. હું પણ કોલ કરી દઈશ . ઓફીસની ચિંતા ન કરીશ. અને સાંભળ ખાસ તો મગજને થોડો આરામ આપ મારા વ્હાલા, અને એવું લાગે તો ચલ થોડા દિવસ મારા ઘરે રહેવા આવતો રહે.’
આલોક એ કહ્યું, ‘હમણાં ઠીક છે. તું સાંજે આવ પછી વિચારીએ.’
‘ટેક કેર, બાય.’ આટલું બોલીને શેખર રવાના થઇ ગયો.

શેખર બપોરના ૧૨ વાગ્યાની આસપાસ ડોક્ટરને મળવા હોસ્પિટલ રવાના થયો.
થોડો સમય વેઇટ કર્યા પછી ડોક્ટરની કેબીનમાં ગયો. ડોક્ટર સાથે આજની સવારના આલોકના બિહેવિયર વિષેની વાત કરી, થોડી વાર વિચાર્યા પછી ડોક્ટર બોલ્યા.
‘શેખર ઇસ સિચુએશન કો સમજતે હૂએ મૈ એડવાઈઝ કરતાં હૂં કી આલોક કે લિયે અબ કિસી અચ્છે સે સાઈક્યાટ્રીક કો કન્સલ્ટ કરના હી બેટર હોગા. વી હોપ કી સબ કુછ અચ્છા હી હૈ પર મૈ કોઈ રિસ્ક લેના નહી ચાહતા ઔર તુમ મેરે ફેમેલી મેમ્બર જૈસે હો તો આઈ થીંક સીરીયસલી.’
શેખર બોલ્યો, ‘જી સર આપ ઠીક સોચ રહે હૈ. કિસ સે કન્સલ્ટ કર શકતે હૈ ? એઝ સુન એઝ.’
ડોકટર એ કહ્યું, ‘વેલ નોન ઔર બેન્ગ્લુરુ કે ટોપ મોસ્ટ સાઈક્યાટ્રીક ડોકટર અવિનાશ જોશી કો કન્સલ્ટ કર શકતે હૈ, પર ઉસકા એપોઇન્ટમેન્ટ મિલના થોડા મુશ્કિલ હૈ, તુમ જાનતે હો ઉસે ?’
શેખર એ કહ્યું, ‘શાયદ.’
ઐસા કરો મૈ આજ હી કોલ કરકે જીતની જલ્દી હો સકે ઉનકી એપોઇન્ટમેન્ટ લે કે તુમ્હે શામ તક કોલ કરતાં હૂં. ઔર મૈને જો મેડીસીન્સ લીખ કે દી હૈ ઉસસે ઇસ હાલત મેં વો થોડા રીલેક્સ ફીલ કરેગા. એન્ડ ડોન્ટ વરી. એવરીથીંગ વીલ બી ફાઈન.’
કઈક યાદ આવતાં શેખરે પૂછ્યું, ‘ડોકટર અવિનાશ જોશી વો લંબે સે હૈ વો ?
ડો. કહ્યું. ‘હા, આર યુ નો હીમ ?’
‘હા, ચાચાજી અચ્છે સે જાનતે હૈ શાયદ, એક, દો બાર ચાચાજી સે મિલે ભી હૈ વો. આપ કોલ કર કે પતા કરો લો. ફિર મૈ અંકલ સે બાત કરતાં હૂં.’
શેખર એ હાથ મિલાવીને ડોકટરનો ખુબ ખુબ આભાર માન્યો. બહાર આવીને કાર લઈને ટ્રાન્સપોર્ટ ઓફીસ તરફ જવા રવાના થયો.
હવે શેખરનું દિમાગ ચકરાવે ચડી ગયું હતું. આ આખા કિસ્સાની ગુત્થી કેમ ઉકેલવી એ શેખર માટે એક યક્ષ પ્રશ્ન હતો. અદિતીને કેમ, ક્યાંથી શોધવી ? આલોકના દિમાગ માંથી અદિતી ને કેમ અળગી કરવી ? કરવી કે ન કરવી ? અને જો પરિસ્થિતિ આમ ને આમ જ રહી તો આલોકની સાથે સાથે નિવૃતિના આરે આવેલા તેમના માતા-પિતાની જાતી જિંદગી દોજખ જેવી બની જશે. આલોકના પેરેન્ટ્સ માટે તો આલોકની આ હાલતનો સંદેશો માત્ર પણ અસહ્ય આઘાત થી ઓછો નહીં હોય.

એક સાથે અનેક મોરચે ખુબ જ સાવધાનીથી શેખર એ આ કામ પર પાડવાનું હતું. તેના પોતાના બિઝનેશના કામ કાજનું શેડ્યુલ પણ અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. પણ શેખરના ફેમીલી મેમ્બર આલોક અને શેખર બન્નેના ગાઢ અને આત્મીય રીલેશનથી ખુબ સારી વાકેફ હતા. એટલે શેખરને એ બાબતની કઈ ખાસ ચિંતા નહતી.

ટ્રાન્સપોર્ટની ઓફિસે આવીને સૌથી પહેલા અગત્યના પેન્ડીંગ ફાઈનાન્સિયલ મેટરના પેપર વર્કનું કામ નીપટાવવાનું શરુ કર્યું. બે ચાર મોસ્ટ ઈમ્પોર્ટન્ટ કોલ્સ કર્યા. શેખરને ખ્યાલ હતો કે હવે આવનારા દિવસોમાં આલોકની આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેને ક્યાં, ક્યારે, કેટલું દોડવું પડશે તેનો અંદાજો નહતો. તેના કઝીનને બોલાવીને થોડી અગત્યની સૂચનાઓ આપી. પછી શેખરને લાગ્યું કે હવે વીરેન્દ્ર
અંકલને વાત કરવી જોઈએ એટલે તે વીરેન્દ્રની કેબીનમાં જઈને...

વીરેન્દ્ર સાથે છેલ્લાં દિવસોમાં આલોક સાથે બનેલી તમામ ઘટનાનું ટૂંકમાં વર્ણન કર્યું.
વીરેન્દ્રને ગંભીરતાનો ખ્યાલ આવી ગયો એ પછી વીરેન્દ્ર બોલ્યા,
‘ઓહ.. આ તો બહુ ખોટું થયું. અને મને લાગે છે કે આ હાલતમાં આલોકનું એકલું રહેવું પણ હવે જોખમ ભર્યું તો ખરું જ. શક્ય હોય તો તેને આપણા ઘરે જ લઇ આવ.’
શેખર બોલ્યો, ‘એ વાત થઇ ગઈ .. પણ અંકલ હું એમ પૂછવા માંગતો હતો કે આલોકના પેરેન્ટ્સને જાણ કરવી...’ શેખરનું વાક્ય પૂરું થાય એ પહેલાં વીરેન્દ્ર બોલ્યા, ‘નહી નહી શેખર હમણાં નહી. પહેલાં સાઈક્યાટ્રીકને કન્સલ્ટ કરી લઇએ, જોઈએ એ શું કહે છે પછી વિચાર કરીએ.’
‘અરે હા, અંકલ પેલા સાઈક્યાટ્રીક ડોકટર અવિનાશ જોશીને આપ ઓળખો છો ?’
‘હા, કેમ ? એમને કન્સલ્ટ કરવાના છે ? એ તો આપણા શહેરના બહુ નામાંકિત ને ખુબ જ કાબેલ સાઈક્યાટ્રીક છે.’
‘હા,અંકલ તમે કોલ કરશો ?’
‘હા, અરે હાં, કેમ નહી એ તો મારા ખુબ સારા મિત્ર છે. તારા પપ્પાને પણ ખુબ સારી રીતે ઓળખતા. હું તેમને કોલ કરી દઈશ તું ચિંતા ન કરીશ.’
શેખર બોલ્યો, ‘અંકલ આ ભાગ દોડમાં ઓફીસનું કામ થોડું ડીસટર્બ થશે તો પ્લીઝ આપ જરા સંભાળી...’ શેખરની વાત કાપતા અંકલ બોલ્યા..
‘અરે.. દીકરા તારે આવું કહેવાની જરૂર હોય ? અને સાંભળ જે કઈ હોય તેની મને જાણ કરતો રહેજે.’
‘જી, અંકલ.’ આટલું બોલીને શેખર તેની કેબીનમાં આવીને ફરી કામમાં લાગી ગયો

કામની વ્યસ્તતામાં લંચ ટાઈમ ક્યારે સ્કીપ થઇ ગયો તેની પણ જાણ ન રહી. પણ હવે સમય થયો ૪:૩૫ એટલે કોફી સાથે થોડો નાસ્તો કરતાં કરતાં આલોકને કોલ જોડ્યો.
આલોક એ કોલ રીસીવ કર્યો..
‘હા બોલ શેખર.’
‘શું કરે મારો જીગરી ?’
‘ટી.વી. પર ફિલ્મ જોઉં છું.’
‘કઈ ?’
‘તેરે નામ.’
‘અલ્યા મારા ભાઈ તું એ વાંઢાના રવાડે ક્યાં ચડે છે એને એ બધું કરવાના રૂપિયા મળે છે ભાઈ. એ બધું જોવા કરતાં રજનીકાંતની કોઈ મુવી જોને, તે લંચ કર્યું ?’
‘હા, પાર્સલ ઓર્ડર કર્યું હતું.’
‘તબિયત કેમ છે ? મેડીસીન લીધી ?’
‘હા, હમણાં ઠીક છું.’
‘શેખર, તું કયારે આવે છે ?’
‘હું બસ બધું કામ પતાવીને કલાક સુધીમાં પહોચું છું, કઈ કામ હતું ? કયાંય જવું છે ? કઈ લાવવું છે ?’
થોડીવાર ચૂપ રહીને આલોક બોલ્યો,

‘શેખર.. અદિતીનો કોઈ પતો મળ્યો ?’

અનપેક્ષિત પ્રશ્ન સાંભળીને શેખર વિચારવા લાગ્યો...પછી બોલ્યો.
‘હા.. હા.. હું આવું છું. પછી આરામથી વાત કરીએ.’
બાકી રહેલા કામમાં શેખરનું મન ન લાગ્યું. ઓફીસના કામ અર્થે એક થી બે પાર્ટીને મળવાનું હતું એટલે કાર લઈને નીકળી પડ્યો. ૫:૧૫ એ ડોક્ટરનો કોલ આવ્યો.
‘હેલ્લો, શેખર કહાં હો ? પોસિબલ હો તો હોસ્પિટલ આ જાઓ.’
કામ હોવા છતાં બધું પડતું મુકવાનો વિચાર કરીને શેખર બોલ્યો, ‘સર અભી આતા હૂં. ૧૫ મિનીટ મેં.’ એટલું બોલીને કાર હોસ્પિટલ તરફ હંકારી.

શેખર ડોકટરની કેબીનમાં ગયો.
‘આઓ આઓ શેખર બૈઠો. સુનો લંચ ટાઈમ કે બાદ મેરી ડોક્ટર અવિનાશ સે બાત હુઈ, વો તીન દિન પહેલે હી અમરિકા સે આયે હૈ. વૈસે તો અરજન્ટ મેં ઉસકી એપોઈન્ટમેન્ટ મિલના ઈમ્પોસીબલ હૈ. ફિર ભી મૈને રીક્વેસ્ટ કી તો કલ શામ ૭ બજે કી એપોઈન્ટમેન્ટ મિલી હૈ. ધેન યુ આર લકી. મૈને એપોઈન્ટમેન્ટ ડીટેઈલ મેં મેરે રેફરન્સ કે સાથ તુમ્હારા નામ ઔર નંબર નોટ કરવાયા હૈ. તુમ અપની પહેચાન વહાં જાકે દે દેના, ઔર ઉનકે કેર યુનિટ કા પતા શાયદ તુમ્હે માલુમ હી હોગા ફિર ભી મૈને તુમ્હે સેન્ડ કર દિયા હૈ. ઔર કુછ કામ હૈ તો બોલો ?’
શેખર બોલ્યો, ‘જી નહી, થેન્ક યુ સો મચ સર.’
ડોક્ટર બોલ્યા. ‘ઇટ્સ માય ડ્યુટી.’
ફરી એકવાર આભાર માની ને શેખર રવાના થયો.
શેખરને લાગ્યું કે હવે બીજા કામ પતાવવા જઈશ તો મોડું થઇ જશે. એટલે રવાના થયો આલોકના ફ્લેટ તરફ.
ડોરબેલ વાગી. આલોક એ ડોર ઉઘાડ્યું. શેખર અંદર આવ્યો. લીવીંગ રૂમ સાવ અસ્તવ્યસ્ત હતો.

આવતાં વેત શેખર એ પૂછ્યું, ‘ગોપાલ સાથે વાત થઇ ગઈ ?’
‘હા, થઇ ગઈ.’
‘કઈ બોલ્યો એ ?’
‘ના કઈ જ નથી બોલ્યો.’
તેના પરથી શેખરને ખ્યાલ આવી ગયો કે ગોપાલ હજુ પણ આલોકના વર્તનથી નારાજ છે.
‘શું કર્યું તે આખો દિવસ ?’
‘કઈ નહી , ટી.વી.માં કઈ ને કઈ જોયા કર્યું . કોલેજ ફ્રેન્ડસના કોલ્સ આવ્યા તો તેમની જોડે થોડો સમય વાતો કરી. પછી જરા વાંચવાની કોશિષ કરી પણ માથું ભારે થવા લાગ્યું તો છોડી દીધું. જમ્યા બાદ દવા લઈને સુઈ ગયો .
‘મમ્મી પપ્પા જોડે વાત કરી ?’
‘હા, હમણાં જ તારા આવ્યા ના થોડીવાર પહેલાં જ.’
‘એમને કશું કહ્યું તો નથી ને ?’
‘શું ? બધું ઠીક તો છે.’
શેખર મનમાં બોલ્યો... હાઇશ.....
આલોક એ પૂછ્યું..

‘ શેખર તને કઈ ખ્યાલ છે કે, અદિતી ગઈકાલે કઈ દિશા તરફ ગઈ હતી ? તે જોઈ હતી તેને ? '
આલોક આવી અડધણ પ્રશ્નોતરી કરશે જ એવી પૂર્વ માનસિક તૈયારી કરીને જ શેખર આવ્યો હતો. આલોકને સંતોષ થાય એવો કાલ્પનિક ઉત્તર આપવાના હતા. એટલે શેખર જવાબ આપતાં બોલ્યો,

‘હા..હા.. હું અને ગણેશન ખુબ દોડ્યા તેની પાછળ ચારેબાજુ પણ, ભીડ એટલી હતી કે તેના સુધી પહોચવું અશક્ય હતું. છતાં પણ અમે પીછો કરીએ ત્યાં સુધીમાં તો એ કયાંક દુર નીકળી ગઈ.’
‘તે એને જોઈ ?’
‘હા.. હા.. હા જોઈ પણ દુરથી. ચહેરો ન દેખાયો.’ શેખર એ હવે મનઘડત વાર્તા જ ઘડવાની હતી.
‘શેખર અદિતી એ ક્યાં કલરનો ડ્રેસ પહેર્યો હતો ખબર છે તને ?’
‘હા.. એ જયારે લીફ્ટમાં હતી ત્યારે તે બતાવી હતી ને કે જો... રહી પેલી અદિતી ..’ શેખર આલોકની વાતમાં હા એ હા કરતો રહ્યો.
હવે વાતચીતનો ટોપીક ચેન્જ કરવો જરૂરી હતો એટલા માટે શેખર એક નવી વાર્તા ઘડી કાઢતાં બોલ્યો..
‘સાંભળ,આલોક આપણે બધા ગોવા જઈએ છીએ.’
‘કયારે ?’
‘આવતાં અઠવાડિયે’
‘કેટલા દિવસ માટે ?’
‘હમમમ.. આશરે પાંચ થી છ દિવસ માટે.’
‘કોણ કોણ ?
‘આપણું પુરું ગ્રુપ. બધા મળીને કમ સે કમ પંદરથી સત્તર ફ્રેન્ડસ થઇ જશે. ગણેશન એ જ પ્લાનિંગ કર્યું છે. આજે જ ફાઈનલ થયું છે.’
પણ આ વાતથી આલોકના ચહેરા પર ખુશીની એક પણ લ્હેર જોવા ન મળી. કે ન તો તેના તરફથી કોઈપણ પ્રકારનો પ્રતિભાવ.

‘અચ્છા સાંભળ,તારા આ હેડેકના પ્રોમ્લેમ માટે એક સ્પેશિયાલીસ્ટ સાથે આવતીકાલની એપોઈન્ટમેન્ટ ફિક્સ કરી છે. ઠીક સાંજે સાત વાગ્યે.’
આશ્ચર્ય સાથે આલોક બોલ્યો. ‘અરે, પણ મને શું થયું છે ? ફક્ત મામુલી દુખાવો તો છે. આટલી નાની અમથી વાત માટે કોઈ સ્પેશિયાલીસ્ટને મળવાની શું જરૂર છે ?’
‘અરે, યાર તું ડોકટર છે ? હું જેટલું કહું એટલું તું કરને. ચાલ હવે હીરોની માફક રેડી થઇ જા એટલે કયાંક બહારે એક લોંગ ડ્રાઈવ લઈને આવીએ.’

બીજે દિવસે સાંજે ઠીક ૬:૫૦ ના ટકોરે ડોક્ટર અવિનાશ જોશીના કેર યુનિટ પર શેખર આલોકને લઈને આવી પહોચ્યો. સાઈક્યાટ્રીકનું બોર્ડ વાંચીને આલોક બોલ્યો.. ‘શેખર, આર યુ મેડ ?’
એટલે શેખર એ મજાકમાં રીપ્લાય આપ્યો,
‘હવે એ તો ડોકટર નક્કી કરશે, હુ ઈઝ મેડ... હા.. હા.. હા’ ..શેખર હસતાં હસતાં બોલ્યો,
‘અત્યારે હું જે કહું એ ચુપચાપ કર્યે જા બેટા. તારે જે કઈ કહેવું હોય એ ઘરે જઈને કહેજે. બી ગૂડ બોય, ઓ.કે.’
આલોકને થોડો ગુસ્સો આવ્યો પણ ગળી ગયો.
બેઝીક પેપર ફોર્માલીટીસ પતાવીને વેઈટીંગ લોન્જમાં બેઠા.
શેખરનો ટર્ન આવતાં આલોકને બહાર બેસાડીને શેખર એકલો ડોક્ટરની ચેમ્બરમાં પ્રવેશ્યો.

વધુ આવતીકાલે....

© વિજય રાવલ

'ક્લિનચીટ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે,