clean chit - 3 books and stories free download online pdf in Gujarati

ક્લિનચીટ - 3

પ્રકરણ - ત્રીજું

૨ દિવસ પછી દિલ્હીમાં મારા એન.જી.ઓ ની એક ખુબ જ અગત્યની મીટીંગ છે. પપ્પાના એક ખાસ અંગત મિત્ર અને અમારા ફેમીલી મેમ્બર જેવા એક અંકલ અને તેમના ફ્રેન્ડસ સાથે આ એન.જી.ઓ ના નવા મેગા પ્રોજેક્ટના ફંડિંગ પ્લાનિંગ માટે આવે છે. ખુબ જ ઓછા સમયગાળામાં મારે ઘણી તૈયારી કરવાની છે. અને હું પ્રોજેક્ટની હેડ ઇન્ચાર્જ છું. એટલે માત્ર ૩ દિવસમાં આખા પ્રોજેક્ટની ડીજીટલ મીડિયાના પ્લેટફોર્મથી લઈને પ્રિન્ટ મીડિયા સુધીની કમ્પ્લીટ બ્લુ પ્રિન્ટ મારે તૈયાર કરવાની છે, દોસ્ત.’

અદિતીને લાગ્યું કે આલોક કૈક પૂછવા જઈ રહ્યો હતો,પણ ચુપ રહી રહ્યો.પણ તેના ચહેરાના હાવભાવ તેના મૌનને છુપાવી શકતા નહતા. એટલે અદિતી એ તેની ચુપકીદીને તોડવાની શરૂવાત કરતાં પૂછ્યું

‘આલોક, વોટ્સ યોર ફ્યુચર પ્લાન ?’
આલોકે જવાબ આપતાં કહ્યું, ‘આવતીકાલે કોલેજનો લાસ્ટ ડે છે. બેન્ગ્લુરુમાં એક જર્મની કંપનીમાં જોબ માટે સિલેક્ટ થઇ ગયો છું. આઈ થીંક આઈ વીલ જોઈન બીફોર નેક્સ્ટ વીક..’
અદિતી બોલી, ‘ઓ..કોન્ગ્રેટ્સ યાર. ઇટ્સ ટુ ગૂડ ફોર મી.’
આલોકે પૂછ્યું, ‘વ્હાય ?’
‘આલોક હું નેક્સ્ટ મંથ મારા એન.જી.ઓ ની બ્રાંચ બેન્ગ્લુરુમાં ઓપન કરવાનું વિચારી રહી છું. બસ થોડું પેપર વર્ક અને મેન પાવરનું ફાઈનલ થઇ જાય એટલે ડન.’
આ સાંભળીને આલોકના ચહેરો થોડો ખીલી ગયો.
હવે અદિતી થોડી ગંભીર થઇ ગઈ.
‘આલોક, આપણા મુલાકાતના વાર્તાલાપની શરૂઆત એક શરતના ટોપીકથી થઇ હતી. મેં કહ્યું હતું કે, એ શરત આપણે છુટ્ટા પડીશું ત્યારે હું તને કહીશ. મને કહેવા જેવું લાગશે તો જ.’
‘અરે હા, અદિતી. હવે બોલ શું શરત છે તારી ? તને લાગે છે હું તારી શરત માટે યોગ્ય છું ?’

‘આલોક, જ્યારથી સમજણની શરુઆત થઇ ત્યારથી મેં મારી જિંદગીને હંમેશા એક પડકારના સ્વરૂપે જોઈ છે. જે વ્યક્તિમાં ખુલ્લી આંખે જોયેલા કિર્તીમાનના લક્ષ્યવેધ માટે પાગલપન જેવી જે ઘેલછા હોય, બસ હું એવું જ કૈક તારામાં જોઈ રહી છું.

પણ, આ માત્ર મારી શરત નથી. આ શરત મારાં માટે અતિ કીમતી જણસ છે. સમજી લે કે આ મારી તરકશનું એકમાત્ર તીર છે.
કારણ કે...શરતભંગની સાથે એક વિશ્વાસભંગ પણ થશે. અને બંને પરિસ્થિતિમાં હાર મારી જ થશે.’
આલોક ઊંડા વિચારમાં પડી ગયો. કે.. એવી તે કઈ આકરી શરત હશે. ? એ જોઇને અદિતી બોલી,
‘હેય..આલોક શું વિચારમાં પડી ગયો. ? કે પછી મનમાં ને મનમાં મને ગાળો આપે
છે કે.. આ ભૂત સાથે ક્યાં ભેટો થઇ ગયો ? બોલ બોલ..’ બોલીને અદિતી હસવા લાગી.
‘આલોક, નાઉ ટાઈમ ઈઝ ૧:૧૦ પ્લીઝ હું નીકળું, હજુ ઘરે જઈને મારે ફાઈનલ પેકિંગ કરવાનું બાકી છે. અને અમદવાદ એરપોર્ટ નીકળવા માટે ટ્રાવેલ્સ એજન્ટના કાર ડ્રાઈવરને મેં ૧:૩૦ નો પીક અપ ટાઇમ આપ્યો છે.’
‘ઓ.કે, અદિતી પણ, હવે તારી શરત તો કહે.’
આલોક, આર યુ રીયલી સિરીયસ ? કે પછી ફક્ત સાંભળવા ખાતર જ મારી શરત સાંભળીશ ?’

‘અદિતી, જ્યાં સુધી હું સમજુ છું ત્યાં સુધી આ શરત પર તારો કોઈ ગંભીર નિર્ણય નિર્ભર છે. અને જો મારું અનુમાન સાચું હોય તો તને એટલો અંદાજો તો છે કે તારા કહ્યા વગર જ હું એ શરતને આધીન છું. એન્ડ આઇ એમ ટોટલી શ્યોર.’

અચાનક જ આલોકને અદિતીની આંખોમાં એક અનેરી ચમક દેખાઈ. અદિતી બાઈક પર બેઠી. થોડીવાર આલોક સામે સામે જોયું. આલોક સામે હાથ લંબાવ્યો, બન્ને એ હાથ મિલાવ્યા.
‘આલોક, મેં ઘણાં લોકોની સાથે હાથ મિલાવ્યા છે, પણ સ્પર્શ કોઈને નથી આપ્યો.
મને આ સ્પર્શની અનુભૂતિના અનુવાદની ઝંખના છે. અજાણી છતાં પણ કઈંક અંશે પોતીકી લાગતી આ પ્રતિતીના પ્રશસ્તિપત્રની મને પ્રતિક્ષા રહેશે.’

‘આલોક, હું ઈચ્છું છું કે, જો તું આપણી હવે પછીની મુલાકાતનું અનુસંધાન મેળવી આપીશ તો, મને મારા દરેક પ્રશ્નોના પ્રત્યુતર મળી જશે ....બસ માત્ર આટલી જ શરત છે મારી, બોલ.’
થોડીવાર સુધી બન્ને માંથી કોઈએ એક બીજાના હાથ છોડાવવાની કોશિષ ન કરી.
અંતે, અદિતી હાથ છોડાવી, બાઈક સ્ટાર્ટ કરીને, બોલી.
‘આલોક, એકવાત ખાસ યાદ રાખજે, હું બિન્દાસ છું, પણ બેહદ નથી.’
‘ઓ.કે, આલોક, સી યુ. બાય, ટેક કેર યોર સેલ્ફ.’
આલોક હજુ, કૈક બોલે કે સમજે એ પહેલાં અદિતી દુર નીકળીને અંધકારમાં ઓઝલ થઇ ગઈ.
આલોક ક્યાંય સુધી મનોમંથન સાથે શરતનું અર્થઘટન કરતો રહ્યો.

અદિતીને અમદાવાદ એરપોર્ટ પરથી વહેલી સવારની ફ્લાઈટમાં જવાનું હોવાથી ૧:૩૦ વાગ્યાના નિર્ધારિત સમયે કાર આવતાં તેમાં રવાના થઇ ગઈ. હજુ એરપોર્ટ પહોંચવાના ૧૫ મિનીટ્સ પહેલા જ એરલાઈનનો મેસેજ આવી ગયો કે ફ્લાઈટ કેન્સલ થઇ છે. એટલે તરત જ વિચાર કર્યો કે સૌથી પહેલી જે ટ્રેન મળે તેમાં મુંબઈ નીકળી જવું. ઓનલાઈન ખાંખાખોળા કરીને ટીકીટ બૂક કરી. સ્ટેશન પર આવી, ટ્રેનમાં સીટ પર ગોઠવાઈને સમય જોયો ૫:૩૫ એ.એમ. સૌથી પહેલાં સ્વાતિને કોલ કર્યો.
વહેલી પરોઢની ગાઢ નિંદ્રામાંથી ઝબકીને જાગીને માંડ માંડ ઉઘડેલી આંખો ચોળતાં ચોળતાં સ્વાતિ એ કોલ રીસીવ કર્યો એટલે અદિતી બોલી,
‘હાય..ગૂડ મોર્નિંગ માય સ્વીટ સ્વીટ ડાર્લિંગ.’
મોટા મોટા બગાસા લેતા સ્વાતિ એ પૂછ્યું
‘ગૂડ મોર્નિંગ...અરે.. યાર આ કોઈ ટાઇમ છે. કોલ કરવાનો ? કેમ તારી પેલી પ્રાઇવેટ મીટીંગ અત્યારે પૂરી થઇ એમ ?’
‘હા.. હા,, હા.. ઓયે બસ બસ હવે ડોન્ટ બી ઓવર સ્માર્ટ સમજી.પ્રાઇવેટ મીન્સ પ્રાઇવેટ સમજી ચિબાવલી.’
‘હા, પણ કોના નસીબ ફૂટ્યા કે તને કોઈ ભટકાઈ ગયું હતું’
‘મિલ ગયા થા... સરે રાહ ચલતે ચલતે.. આલોક નામ છે તેનું.’
‘કોણ અલોક ?’
‘એ રૂબરૂ આવીને ડીટેઇલમાં કહીશ. ઇટ્સ લીટલ ઇન્ટરેસટીંગ’
‘સાંભળ, ફ્લાઈટ કેન્સલ થઈ છે, હું બાય ટ્રેન આવું છું. ચલ તું સુઈ જા. હું મોમ, ડેડ સાથે વાત કરી લઉં ઓ.કે.બાય’
અદિતીના ગયા પછી પણ આલોક કયાંક સુધી બસ વિચારતો જ રહ્યો. જાત સાથે સંવાદ કરતો રહ્યો, આ મુલાકાત વાસ્તવિક હતી કે કોઈ ભ્રમણા. ? કોઈપણ સ્ત્રીપાત્ર માટે તે આટલો ગંભીર કયારેય નહતો. મેં મારી આજ સુધીની જિંદગીને મારા વિચારો અને દ્રષ્ટિકોણથી માંજી છે પણ કોઈનાથી અંજાઈ નથી. પણ આજે આ અદિતી માટે જ શા માટે ? મુલાકાતના અંતિમ દૌરના અદિતીના સંવાદના એક એક શબ્દમાં ભારોભાર ગંભીરતા હતી. અને એ શબ્દોથી લાગણીમાં પરિવર્તિત થઈને તેના હોંઠ સુધી આવવા મથતા કંપનને અદિતી એ દુર રાખવાની ખુબ જ કાળજી રાખી હોવા છતાં પણ, અંતે તેની આંખો ચાડી ખાઈ ને જ રહી. બસ, એ દ્રશ્ય આલોકની આંખોમાં એક કણાની માફક ખટકતું રહ્યું.
અદિતી મજુમદાર એક નામ.. એક પરિચયના કેટલાં પરિવેશ ? પણ ગર્ભિત શબ્દાર્થથી ઉપસેલા એ ધૂંધળા કાલ્પનિક રેખાના ચિત્રની તસ્વીર હવે ધીમે ધીમે સાફ નજર આવતી હતી,

થોડીવાર પછી બાઈક સ્ટાર્ટ કરી. હોસ્ટેલની રૂમ પર આવ્યો. તેનો રૂમ પાર્ટનર એક વીક પહેલા જ કોલેજ છોડીને જતો રહ્યો હતો. ઊંઘ ઉડી ગઈ હતી. સુવાનો પ્રયત્ન કર્યો કેમ કે આવતીકાલે કોલેજનો અંતિમ દિવસ હતો, એટલે નિયમિત સમય કરતાં થોડા વહેલાં જવાનો આલોકનો વિચાર હતો. અનેક
તર્ક- વિર્તક અને વિરોધાભાષી વિચારો સાથેની ગડમથલમ બાદ ખુબ મોડે થી માંડ માંડ ઊંઘ આવી.

સવારે જયારે આંખ ઉઘડી ત્યારે ઘડિયાળમાં જોયું તો ૮:૩૦. મનોમન બોલ્યો,
ઓ બાપ રે..આજે વહેલું જવાનું વિચાર્યું હતું પણ.. માનસિક રીતે હજુ થોડો અસ્વસ્થ અને દિમાગ હજુયે બ્લુ મૂન રેસ્ટોરેન્ટમાં હતું. કશું જ સૂઝતુ નહતું.

થોડું રીલેક્સ થવા માટે જીમ જવા નીકળી ગયો. હવે આરામથી ફ્રેશ થઈને કોલેજ જઈશ એવું વિચાર્યું. આશરે બે કલાક પછી ૧૦:૩૦ ની આસપાસ ટોટલી ફ્રેશ થઈને બ્રેડ બટર અને કોફી લઈને ડાયનીંગ ટેબલ પર લેપટોપ લઈને બેઠો. સૌથી પહેલા મેઈલ ચેક કરવા લાગ્યો. અને અચનાક એક મેઈલ જોઇને ચોંકી ઉઠ્યો. એટલો ઉત્સાહમાં આવી ગયો કે...નાસ્તો પડતો મુકીને પહેલાં પપ્પાને કોલ જોડ્યો.

‘હેલ્લો, પપ્પા..’
ઇન્દ્રવદન : ‘હા આલોક બોલ, કેમ છે તું ?’
‘હું એકદમ ફાઈન છું. પપ્પા, એક જબરદસ્ત ખુશખબર આપું. જસ્ટ હમણાં જ કંપની માંથી જોઈનીંગ મેઇલ આવી ગયો. બીજી તારીખથી જોબ જોઈન કરવાની છે. પપ્પા આઈ એમ સો હેપ્પી.’
ખુશખબર સાંભળીને ઇન્દ્રવદનની આંખમાં ઝળઝળિયાં આવી ગયા. બોલ્યા, ‘ખુબ ખુબ ધન્યવાદ દીકરા આ તારી અથાગ મહેનતની સફળતાનું પ્રથમ સોપાન છે. અમારી તો બસ ઈશ્વર પાસે એટલી જ અરજ છે કે તું હંમેશ માટે આ રીતે ખુશ રહે.’
‘પપ્પા, મમ્મી ક્યાં છે ?’
‘આ રહી મારી બાજુમાં આપું તેને કોલ લે કર વાત.’ સરોજબેને બન્નેની વાત સાંભળતાં ફોન લીધો.
‘મમ્મી..’
‘હા, બોલ આલોક. અમારે હૈયે તો આનંદનો કોઈ પાર નથી. જાણે કે હૈયે હરખની હેલી ચડી હોય, અમારે મન તો આ રૂડા રાજીપાનો ઉત્સવ છે દીકરા.’
‘મમ્મી હું આજે રાત્રે નીકળીને સવાર સુધીમાં આવુ છું આપના આશિર્વાદ લેવા. મારી પાસે હવે ફક્ત એક જ દિવસ છે. ઘણી બધી તૈયારીઓ કરવાની છે.’
‘આવ આવ દીકરા,’
‘ચાલ મમ્મી હું ફોન મુકું. પપ્પાને કહેજે પછી કોલ કરીશ.’
‘અચ્છા ઠીક છે, તારું ધ્યાન રાખજે આલોક.’

જોઈનીંગ મેઈલને કન્ફર્મેશનનો રીપ્લાય આપ્યો. ફક્ત મેઈલ આઈ.ડી ના કોન્ટેક્ટથી જોડાયેલા સૌ ને ગૂડન્યૂઝના મેઈલ્સ કર્યા. ક્લોઝ ફ્રેન્ડસને કોલ્સ કર્યા. બધા ફ્રેન્ડસની એક જ ડીમાંડ હતી... પાર્ટી. આલોક એ કહ્યું, ‘તમે સૌ મળીને ફાઈનલ કરો. ત્યાં સુધીમાં હું કોલેજ પહોચું છું.’

એક સેકંડ માટે થયું કે... કાશ....
અદિતી... અનેરા આનંદમાં કૈક એરર આવે છે. ખુશ છે પણ કૈક ખૂટે છે, કૈક ખટકે છે. થોડો નિરાશ થયો પણ થોડીવાર પછી સ્વસ્થ થઇને કોલેજ જવા માટે નીકળી પડ્યો.

૧૨ વાગ્યાની આસપાસ કોલેજમાં એન્ટ્રી થતાં જ આલોકની કાગડોળે રાહ જોઇને બેઠેલાં હેમંત,કબીર,કામિની,સલીમ,આદિત્ય,શ્રુતિ,બલવિન્દર,સિદ્ધાર્થ અને મેઘના સૌ ટોળે વળગી ગયા. એકબાજુ દિલોજાન મિત્રની ખુબ મોટી સફળતાની ખુશીનો અનહદ આનંદ અને ગૌરવ હતો તો, બીજી તરફ તેનાથી દુર થઇ જવાની નિરાશા જેવી મિશ્રિત લાગણીથી સૌ અભિભૂત હતા.
સૌ એ નક્કી કર્યા મુજબ પાર્ટીનું આયોજન થયું. મોડે સુધી પાર્ટી ચાલતી રહી. પાર્ટીમાં પણ આલોકને ગત રાત્રીની મુલાકાતના ભણકારા વાગતાં હતા. અંતે રાત્રે ૧:૦૦ વાગ્યાની આસપાસ પાર્ટી પૂરી કરીને છેવટે સૌ ભારે હૈયે અને ભીની આંખે છુટ્ટા પડ્યા.
પાર્ટી પૂરી થતાં આલોક અગાઉથી જ એરેન્જ્ડ કરાવેલી ટેક્ષીમાં બેસીને તેના વતન તરફ જવા રવાના થઇ ગયો. અને વહેલી સવાર સુધીમાં ઘરે પહોંચીને તેના રૂમમાં જઈને સુઈ ગયો.

બીજા દિવસે આલોક એ મમ્મી પપ્પા સાથે ખુબ વાતો કરીને એ દિવસને યાદગાર બનાવી દીધો. ઇન્દ્રવદન અને સરોજબેનની ખુશીનો કોઈ પાર નહતો
તે દિવસની સાંજે આલોક એ બંનેના ચરણસ્પર્શ કરીને આશિર્વાદ મેળવ્યા.
એ પછી બન્ને એ ભારે હૈયે આલોકને બેન્ગ્લુરુ જવા વિદાઈ આપી. મધ્યરાત્રી એ અમદાવાદથી ફ્લાઈટ મારફતે બીજી તારીખે વહેલી સવારે ૬:૩૦ વાગ્યે આલોક બેન્ગ્લુરુના એરપોર્ટ પર ઉતર્યો. ત્યાંથી ગાઇડલાઇન મુજબ હોટેલ પર પહોંચીને થોડીવાર માટે સુઈ ગયો.

પરફેક્ટ જેન્ટલમેનની માફક રેડી થઈને ઠીક ૧૦:૩૦ એ ઓફીસ પહોંચી ગયો.
ઓફીસના હેડ ગોપાલ કૃષ્ણન એ તમામ સ્ટાફની સાથે આલોકનો પરિચય કરવાયો. તેની કેબીનમાં લઇ જઈને કામ સમજાવ્યું.

એક અઠવાડિયામાં બધું જ શેડ્યુલ ધીમે ધીમે નોર્મલ થવા લાગ્યું.

માત્ર અદિતીના ભણકારા સિવાય. ઓફીસ અવર્સ પછી સુર્યાસ્તની ઘડીએ નિયમિત અદિતીના વિચારો ટોળે વળતાં. અદિતીના સંપર્ક માટે ગૂંચવાયેલી ગૂંચનો કોઈ છેડો નહતો મળતો.

આલોકના સ્વભાવ અને કામ કરવાની નિપુણતાથી ઓફિસના તમામ સ્ટાફ મેમ્બર્સની સાથે સાથે તેના બ્રાંચ હેડ ગોપાલ કૃષ્ણન પણ ખુશ અને સંતુષ્ટ હતા. સૌ ને તેના પ્રત્યે આદર અને માન હતું. થોડા જ દિવસોમાં આલોક એ ઓફિસમાં પોતાની એક અલગ આગવી ઈમેજ ઊભી કરી લીધી હતી. આલોક તેની ફરજ પ્રત્યે હંમેશા સભાન અને સજાગ રહેતો. બેન્ગ્લુરુનું વાતાવરણ, ત્યાના લોકો. ત્યાની રહેણી કહેણી દરેક બાબતથી ધીરે ધીરે વાકેફ થવા લાગ્યો. આલોક એ ઓફીસથી નજીકમાં જ બેસ્ટ લોકાલીટી વાળા એરિયામાં ફુલ્લી ફર્નિશ્ડ બે બેડરૂમ, હોલ કિચનનો ફ્લેટ પણ રેન્ટ પર રાખી લીધો. ધીમે ધીમે નવા નવા મિત્રો બનતા ગયા. અને એ દરમિયાન સૌ ની વચ્ચે શેખર એક જીગરજાન મિત્ર બની ગયો. જે આજે એક સગા ભાઈથી પણ વિશેષ છે. અને વચ્ચેના સમયગાળા દરમિયાન ઇન્દ્રવદન અને સરોજ પણ બે દિવસ આવીને રોકાઈ ને નિશ્ચિંત થઈને ગયા.

ત્રણ અઠવાડિયા પછી, એક દિવસ સવારના આશરે ૧૧ વાગ્યે આલોક તેની કેબીનમાં એક ફ્યુચર પ્રોજેક્ટના પ્રોસેશનો ઓનલાઈન સર્વે કરવામાં તલ્લીન હતો ત્યાં જ તેના સીનીયર હેડ ગોપાલ કૃષ્ણનનો કોલ આવ્યો.

‘આલોક ગુડ મોર્નિંગ, લીસન આજ મૈ ઓફીસ થોડી દેર સે આઉંગા. ઓફીસ વર્ક રીલેટેડ, બોસ કે કોઈ ગેસ્ટ આ રહે હૈ. મૈ એક ઘંટે મે આ જાઉંગા. મૈ તુમ્હે ડીટેઇલ સેન્ડ કર રહા હૂં. આઈ હોપ યુ વીલ બી મેનેજ એવરીથીંગ વેરી વેલ,ઓ.કે.’
થોડી વાર પછી આલોકને મેસેજ મળ્યો.

નેઈમ : અદિતી મજુમદાર.
ફ્રોમ : મુંબઈ.

માત્ર અદિતી મજુમદાર ફ્રોમ મુંબઈ બસ આટલું વાચતાં જ આલોકનું માનસિક સંતુલન અનબેલેન્સ થઇ ગયું. સાવ ધડમાથા વિનાના વિચારો એ તેણે ઘેરી લીધો. અદિતી અચાનક, આ રીતે અહીં ? બસ હવે પત્યું. હવે તેના થોટ્સ અનલોજીકલ દિશામાં આંધળી દોટ લાગવવા લાગ્યા.
ફૂલ એ.સી. ચાલુ હોવા છતાં આલોકને પરસેવો વળી ગયો. હાથ પગ ઠંડા પડી ગયા.
અદિતી અહીં ? થોડીવાર તો પોતે ક્યાં છે તેનો પણ ખ્યાલ ન રહ્યો. પ્યુન પાસે બે ગ્લાસ પાણી મંગાવીને ગટકાવી ગયો. પ્યુનને સૂચના આપી કોઈ અદિતી મજુમદાર મેડમ આવે તો તેને મારી કેબીનમાં લઈને આવો. કશું જ સુજતુ નહતું.

પંદર મિનીટ્સમાં ત્રણ વખત કેબીન માંથી બહાર આવી ઘાંઘા થઈને આવડાવાળા સવાલો કરતાં પ્યુનની સાથે સાથે સ્ટાફ મેમ્બર્સને પણ આલોકના ચહેરાના હાવભાવ અને બીહેવીએર થોડું અજુગતું લાગતાં એક સ્ટાફ મેમ્બરે પૂછ્યું. ‘સર, એની પ્રોબ્લેમ ઓર એની ટ્રબલ ? આર યુ ઓ.કે. ?’

આલોક એ કૃત્રિમ સ્માઈલ સાથે સ્વસ્થ થવાનો પ્રયત્ન કરતાં કહ્યું. ‘ઓ યસ યસ, એવરીથીંગ ઈઝ ઓ.કે.’

અધીરાઈથી અકળાઈને પાંચ મિનીટ્સ પછી આલોક એ ગ્રાઉન્ડ ફ્લોર પરના સિક્યુરીટી ગાર્ડને ઇન્ટરકોમ પર નામ સાથે સૂચના આપી. તેમ છતાં ન રહેવાયું એટલે ખુદ ગ્રાઉન્ડ ફ્લોર પર આવીને સિક્યોરીટી સ્ટાફ સાથે થોડી આડી અવળી વાતો કરવા લાગ્યો. પણ તેનું ધ્યાન તો એન્ટ્રી ગેઇટ તરફ જ હતું.

હવે આલોકની ધીરજ ખૂટવા લાગી અકળાઈ ને અધીરાઈમાં ગોપાલ કૃષ્ણનને કોલ જોડ્યા પછી થોડા અધીરાઈ ભર્યા સ્વરમાં બોલ્યો, ‘સર, વો બોસ કે ગેસ્ટ અદિતી મેડમ અભી તક નહી આઈ હૈ તો...’ આગળ શું બોલવું એ આલોકને ન સુજ્યું એટલે અટકી ગયો.
સામે છેડે થી ગોપાલ કૃષ્ણન એ કહ્યું, ‘આલોક, વ્હોટ હેપન્ડ ? વ્હાય આર યુ ગેટ ટેન્સ ? તુમ્હે કહીં જાને કી જલ્દી હૈ ? આર યુ ઓ.કે. ? ડોન્ટ વરી. અગર વો આયે તો ઠીક હૈ ઔર અગર ન આયે તો ઇસમેં ઇતની ટેન્શન લેને કી કોઈ જરૂરત નહી હૈ ? ઇટ્સ જસ્ટ એ પાર્ટ ઓફ અવર ડ્યુટી. ઓ.કે. મેં આ રહા હૂં થોડી દેર મે.’

આલોક થોડો કન્ફ્યુઝ્ડ થઇને બોલ્યો, ‘ઓ.. હા.. હા.. નથીંગ ઇટ્સ ઓ.કે. સર.આઈ હેવ જસ્ટ આસ્કડ યુ.’ આલોક વાક્ય પૂરું કરે એ પહેલા સામે છેડેથી ગોપાલ કૃષ્ણન એ કોલ કટ કરી નાખ્યો.

આલોકને તેની ભૂલ સમજાઈ. આલોક તેની વર્તુણક પર કાબુ મેળવવાનો નિષ્ફળ પ્રયાસ કરતાં કરતાં ફરીથી તેની કેબીનમાં આવીને અસમંજસમાં અટવાયો.૧૨:૪૫ નો સમય થયો. ઘડિયાળના ટીક ટીકના અવાજથી જાણે કે આલોકને માથામાં હથોડા વાગતાં હતાં.

અદિતી સૌ ની સામે આવશે તો હું શું કરીશ ? શું કહીશ ? એ મને ઓળખશે ? હું તેને શું જવાબ આપીશ ? સતત પાયાવિહોણા અને ઢંગધડા વગરના સવાલો જાત સાથે કરતો રહ્યો.

હવે સમય થયો ૧:૧૦ સિનીયર હેડ આવ્યા પછીના થોડીવાર પછી પ્યુન એ આલોકને કહ્યું કે, ‘ગોપાલ કૃષ્ણન તમને તેની કેબીનમાં બોલાવે છે.’

એક ઊંડો શ્વાસ લઈને આલોક તેમની કેબીનમાં દાખલ થઈને હજુ ચેરમાં બેસવા જાય ત્યાં જ ગોપાલ કૃષ્ણન બોલ્યા, ‘આર યુ ઓ.કે. ? એની પ્રોબ્લેમ ? ઇટ્સ જસ્ટ એ નોર્મલ વિઝીટ. તુમ જાનતે હો, અદિતી મજુમદાર કો ?’

આલોક થોડીવાર પછી બોલ્યો, ‘હા.. ના’
ગોપાલ કૃષ્ણન હસ્યા, ‘અરે યે ક્યા હા, ના. ? આર યુ કમ્ફર્ટેબલ ?’
‘સર આઈ મીન, નામ કુછ જાના પહેચાનના સા લગતા હૈ તો ઈસલીયે, શાયદ.’
બન્નેની વાતચીત ચાલુ હતી ત્યાં જ બોસનો કોલ આવ્યો.
ગોપાલ કૃષ્ણન એ કોલ ઉઠવ્યો. બન્નેની વાતચીત પૂરી થઇ એટલે આલોકને કહ્યું.
‘નાઉ રીલેક્સ આલોક, વિઝીટ કેન્સલ્ડ.’
ઉતાવળે અચાનક આલોકથી બોલાઈ ગયું, ‘વ્હાય ?’
‘અરે યાર, યે બોસ કી પ્રાઇવેટ મેટર હૈ. હમ ઉસકો નહી પૂછ શકતે. ઔર, ગેસ્ટ ઔર બોસ કે દરમિયાન ક્યા રીલેશન હૈ ઉસસે હમકો ક્યા લેના દેના.’

આલોકને વાતની ગંભીરતાનો ખ્યાલ આવી ગયો. એટલે વાતને હસવામાં કાઢી નાખી. પછી બોલ્યો, ‘સર અગર કુછ કામ ન હો તો મૈ અપની કેબીન મેં જા સકતા હૂં ?’
‘ઓ શ્યોર.’
આલોક તેની કેબીનમાં આવ્યો.
૨:૦૦ વાગ્યા હવે આલોકને ખુદ તેની આ બાલીશતા પર ગુસ્સો આવતાં મનોમન બડબડાટ કરવાં લાગ્યો, હું આટલો બેબાકળો કેમ છું ? મુંબઈમાં લાખો અદિતી મજુમદાર હશે. પણ.. કોઈ પણ અદિતી મજુમદારની જોડે આલોક દેસાઈને જ શા માટે મળવાનું થાય ? અને.. પહેલાં આવે છે, પછી નથી આવતી. કેમ ? કોણ છે આ અદિતી. ? કોને પૂછું ? ક્યાં હશે એ ? મારી આસપાસ ? કે પછી શરતની આડમાં કુદરત કોઈ કરામત કરીને રમત રમે છે મારી જોડે ?

વધુ આવતીકાલે.....

© વિજય રાવલ.

'ક્લિનચીટ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED