ક્લિનચીટ - 16 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ક્લિનચીટ - 16

પ્રકરણ – સોળમું/૧૬

અધિક માત્રામાં બ્લડ વહી રહ્યું હતું મલ્ટી ઓર્ગન્સની ઇન્જરી હોવા છતાં પારાવાર પીડાથી પીડાતી પરિસ્થિતિમાં પણ અદિતી એ ડોક્ટરને ઈશારો કરીને કહેવાની કોશિષ કરી કે મને લખવા માટે કાગળ અને પેન આપો. ફટાફટ કાગળ પેન આપ્યા એટલે દરદથી કણસતી અદિતી એ મુશ્કિલથી કાગળ પર ફક્ત એક શબ્દ લખતાંની સાથે જ તેના હાથમાંથી પેન સરકી અને અદિતી બેહોશીમાં.

અદિતી એ લખેલો એક શબ્દ હતો,

“આલોક”
પ્રાઈમરી ઓબ્જર્વેશન કરતાં ડોકટરના ધ્યાનમાં આવ્યું કે ડાબા પગ અને જમણા હાથમાં ફ્રેકચર છે અને કરોડરજ્જુની સાથે સાથે માથાના ભાગમાં પણ નાની મોટી ઘણી ઈજાઓ દેખાઈ રહી છે. સતત બ્લડ અને ઓક્સીજનના સપ્લાયની વચ્ચે ૪ એક્સપર્ટ ડોક્ટરએ વન બાય વન સર્જરીની શરુઆત કરી.

તો આ તરફ પરિસ્થિતિની ગંભીરતાને જોતા હોટલના ઓનર એ સ્ટ્રીકલી ઓર્ડર આપ્યા કે અદિતીના કોઈપણ નજીકના રીલેટીવ્સનો એઝ શૂન એઝ કોન્ટેકટ કરી અને એ જ્યાં પણ હોય ત્યાં થી કોઈપણ સંજોગોમાં શક્ય એટલા ટૂંકા સમયગાળામાં હોસ્પિટલ સુધી પહોંચાડવાની અને તમામ રીસ્પોન્સીબીલીટીને ધ્યાનમાં રાખીને યુદ્ધના ધોરણે કામગીરી શરુ કરવાની કડક સૂચનાઓ આપી.

હોટેલના એમ.ડી. એ અદિતીનો મોબાઈલ લઈને સર્ચ કરતાં જોયું તો કોલ લોગમાં સૌથી પહેલો નંબર સ્વાતિનો હતો એટલે એ નંબર ડાયલ કર્યો...

મોબાઈલ સ્ક્રીન પર દિલ્હી લેન્ડલાઈનનો નંબર જોતાં આશ્ચર્ય સાથે કોલ રીસીવ કરતાં બોલી,
‘હેલ્લો.’
‘હેલ્લો..મેડમ મૈ હોટલ ક્રાઉન પેલેસ દિલ્હી સે મિ.રાજીવ કપૂર બોલ રહા હૂં. મુજે અદિતી મજુમદાર કે બારે મેં કુછ બાત કરની હૈ, ક્યા મૈ જાન શકતા હૂં આપ અદિતી કે કોઈ રીલેટીવ્સ હૈ યા કોઈ ઔર, આપકા નામ જાન સકતા હૂં ?’
‘જી મૈ સ્વાતિ મજુમદાર ઉનકી સિસ્ટર બોલ રહી હૂં. ? ક્યા બાત કરની હૈ ?
આપ અભી કહાં સે બોલ રહી હૈ ?’
‘જી, મુંબઈ સે.. પર બાત હૈ.. આપ યે સબ કયું પૂછ રહે હો ?’
‘જી મેડમ બાત કુછ ઐસી હૈ કી અભી આધે ઘંટે પહેલે હોટલ મેં એક ગંભીર હાદસા હુઆ હૈ ઉસમેં અદિતી મેડમ કો કાફી સીરીયસ ઇન્જરીસ હુઈ હૈ.. ઔર...’

હજુ વાક્ય પૂરું થાય એ પહેલાં તો સ્વાતિ ચીસ પડતાં બોલી
‘ઓહ્... નો નો નો હેલ્લો.. વ્હેર ઈઝ શિ નાઉ ? આઈ વોન્ટ ટુ ટોક વિથ હર પ્લીઝ. અબ વો કૈસી હૈ ? ઉનકો ફોન દો પ્લીઝ પ્લીઝ પ્લીઝ .. ઓહ્.. માય ગોડ,’
આટલું બોલતા તો સ્વાતિ ભાંગી પડી.

‘પ્લીઝ મેડમ રીલેક્સ.. કન્ટ્રોલ યોર સેલ્ફ પ્લીઝ મેડમ. લીસન કેરફુલી.. હેલ્લો.... હેલ્લો..’

ડુસકા ભરતી ભરતી સ્વાતિ બોલી,
‘હા.. હા..બોલો પ્લીઝ અબ વોહ કૈસી હૈ, વો બોલો પહેલે પ્લીઝ્ઝઝ્ઝ્ઝ... મુજે ઉનસે બાત કરની હૈ અભી પ્લીઝ...’ સ્વાતિ તેના રુદન પર કાબુ ન કરી શકી.

‘સ્વાતિ જી, મૈ આપ સે રીક્વેસ્ટ કરતાં હૂં. સબ સે પહેલે આપ મેરી બાત શાંતિ સે સુનીયે પ્લીઝ. અપને આપકો સંભાલીયે. અભી અદિતી મેડમ કો હોસ્પીટલાઈઝ કિયા ગયા હૈ. વો બેહોશ હૈ. ઉનકો કાફી સારી ગહેરી ચોટે આયી હૈ. અપોલો અસ્પતાલ મેં એક્સપર્ટ ડોક્ટર્સ કી ટીમ ઉનકી ટ્રીટમેન્ટ કર રહી હૈ. આપ ચિંતા મત કીજીયે. હમ આપ કો મુંબઈ સે દિલ્હી અપોલો અસ્પતાલ તક પહોચાને કી પૂરી તૈયારી મેં હૈ. આપ કબ નિકલ સકતી હૈ યે બતાઈયે. મેં અભી આપકી ફ્લાઈટ ટીકીટ કન્ફર્મ કરવાતા હૂં. દેખો મૈ એસા કરતાં હું મુંબઈ-દિલ્હી ફ્લાઈટ શેડ્યુલ કી લીસ્ટ આપકો સેન્ડ કરતાં હૂં ઔર મેરા નંબર ભી. આપ મુજે જીતની જલ્દી હો સકે રીપ્લાય દીજીયે પ્લીઝ મેડમ.’

સ્વાતિ એ કોલ કટ કર્યો.

સ્વાતિનું દિમાગ સૂન થઇ ગયું. હાથ પગ ઠંડા પડી ગયા.પરસેવો વળી ગયો. ગળું સુકાઈ ગયું. માંડ માંડ થોડીવાર પછી સ્વસ્થ થવાની કોશિષ કર્યા પછી એક ઊંડો શ્વાસ ભરીને ઇનકમિંગ કોલ નંબર ડાયલ કરીને કહ્યું..
‘મિ. રાજીવ કપૂર ?’
‘યસ મેડમ.’
જો ભી ફર્સ્ટ ફ્લાઈટ મેં કન્ફર્મમેશન મિલતા હે આપ મુજે કોલ કીજીયે મેં એરપોર્ટ કે લિયે રવાના હો રહી હું. નેઈમ સ્વાતિ મજુમદાર એઈજ ૨૨. આપકે ઔર કોઈ અલ્ટરનેટ કોન્ટેક્ટ નંબર હૈ તો વો ભી સેન્ડ કર દીજીયે ઔર અદિતી કી સીચ્યુએશન કી મુજે આપ કોન્સ્ટન્ટલી અપડેટ દેતે રહીયે.’
આટલું માંડ બોલ્યા પછી સતત રુદન ચાલુ રહ્યું.

‘જી, મેડમ.આપ ચિંતા મત કીજીયે. હમ અપની તરફ સે જહાં તક હો સકે હર તરહ સે આપકી સહાયતા કરને મેં કોઈ કમી નહી રખેંગે. હમ અદિતી મેડમ કો સિર્ફ હમારે એઝ એ કસ્ટમર નહી બલ્કી હમારે એક ફેમીલી મેમ્બર કી જૈસી હી સબ સુવિધા કા ખ્યાલ રખ રહે હૈ.’
અનુભવી હોટલ મેનેજમેન્ટના ઈમોશનલી ટચ સાથેના પરફેક્ટ ટાઈમિંગ અને ક્લેવરનેસ પ્લાનિંગની મદદથી ૪ થી ૫ કલાકમાં સ્વાતિ એપોલો હોસ્પિટલમાં અદિતી પર ચાલી રહેલા ઓપરેશન થીએટરની બહાર તેના પર અચાનક તૂટી પડેલી અણધારી આફતના ઓછાયાની અસરમાં સાવ સુધબુધ ખોઈને અગ્નિપરીક્ષા સમાન એક એક પળની પ્રતિક્ષામાં એક પૂતળાં ની માફક ચૂપચાપ બેસી રહી.
વિક્રમ મજુમદારના દિલ્હી સ્થિત બે-ચાર અંગત મિત્રો પણ સ્વાતિની સાથે ખડે પગે ઊભા રહી ગયા.

મુંબઈથી નીકળતા જ સ્વાતિ એ મોમ, ડેડને લાસ્ટ અપડેટ સુધીની બધી જ ડીટેઈલ ઓલ કોન્ટેક્ટ નંબર સાથે જણાવ્યા પછી વિક્રમ મજુમદાર અને દેવયાની મજુમદાર એ ફર્સ્ટ ફ્લાઈટમાં બુકિંગ કન્ફર્મ કરાવીને રવાના થયાનું લેટેસ્ટ અપડેટ સ્વાતિને ટૂંક સમયમાં જણાવે છે, છેલ્લે આટલી વાત થઇ.

અદિતીના અકસ્માતની જાણ થઇ એ ક્ષ્રણથી લઈને અત્યાર સુધી વહી રહેલાં અવિરત નીતરતાં અશ્રુધારા પછી આંખોમાં વિસ્તરેલી વેદનાની લાલાશ થી તેની બંને આંખો લાલચોળ થઇ અને અદિતીના પીડાનું તળ જાણવા ઊંડી ઉતરી ગઈ હતી.

સાવ વિચારશૂન્ય અને અણધાર્યા આઘાતની અવસ્થામાંથી બહાર આવવાનો પ્રત્યન કરવાની પહેલ કરતાં પપ્પાના મિત્રને કશું ક પૂછવા જાય ત્યાં જ..

સ્વાતિના સેલની રીંગ વાગી.
‘હેલ્લો.. સ્વાતિ, પાપા હીઅર.’
‘ઓઓઓઓ.... પાપા.. દીદી..ને બચાવી લો... પ્લીઝ..’
માત્ર આટલા શબ્દો માંડ બોલતા જ સ્વાતિના ગળે ડૂમો ભરાઈ આવ્યો એટલે વિક્રમના મિત્રો એ સાંત્વના આપી અને સ્વસ્થ થઈને વાત કરવાનું કહેતા સ્વાતિ બોલી. ‘હા, પાપા.’
‘લીસન સ્વાતિ, રાઈટ નાઉ વી આર ઇન ફ્લાઈટ. બસ થોડી જ વારમાં ફ્લાઈટ ટેક ઓફ થશે. નાઉ યુ બી ટોટલી ફૂલ એન્ડ બ્રેવ. ડોન્ટ ફોરગેટ આફ્ટર ઓલ યુ આર એ ડોટર ઓફ એ આર્મી મેન. ડોન્ટ વરી. મેં ડોક્ટર્સ અને મારા ફ્રેન્ડસ જોડે બધી જ વાતો કરી લીધી છે. તારી મમ્મીને ફોન આપું છું તારી મોમ જોડે વાત કર.’

રુદન સાથે હિબકે ચડતાં સ્વાતિ બોલી, ‘મમા........... અદિ....’
પોતે સંપૂર્ણ રીતે સ્વસ્થ જ છે એવા ટોનમાં દેવયાની બોલ્યા,
‘બેટા અમે બધાં જ તારી સાથે છીએ. અદિતીને કઈ જ નહીં થાય. આપણે આવતીકાલે મળીએ છીએ અને વિક્રમના ફ્રેન્ડસ અને ફેમીલી પણ ત્યાં છે જ. બધું જ પહેલાંની જેમ સાવ એકદમ નોર્મલ થઇ જશે પ્લીઝ કંટ્રોલ યોર સેલ્ફ ઓ.કે.’
આટલું બોલીને કોલ કટ કરતા જ દેવયાનીનો રુદન બાંધ તૂટી પડ્યો.

છેક રાત્રે આશરે ૮ વાગ્યા બાદ ડોક્ટર્સ દ્વારા ફર્સ્ટ સ્ટેજની તમામ સર્જરીની સંતોષકારક કામગીરી પૂર્ણ થયા પછી અદિતીને ઓપરેશના થીયેટરમાં થી આ.ઈસી.યુ. તરફ શિફ્ટ કરવા માટે જયારે બહાર લાવ્યા ત્યારે બેહોશ અદિતીની સાથે તેના મલ્ટી ઓર્ગન્સને લાઈફ સપોર્ટ સીસ્ટમ સાથે જોડાયેલા કરુણ દ્રશ્યને જોતાં વ્હેત સ્વાતિ ખુદ પોતે એક તીણી ચીસ સાથે ચક્કર આવતાં ઢળી પડી.

ડોકટર એ એકઝામીન કર્યા પછી થોડી વારમાં સ્વાતિ હોશમાં આવ્યા બાદ ખુબ મુસ્કિલથી તેનું રુદન રોકીને તેની બાજુમાં ઊભા રહેલા ડોકટર્સની ટીમને હિમ્મત કરીને આટલું માંડ પૂછ્યું..

‘હાઉ શી ઈઝ નાઉ ?’

ડોકટર એ સ્વાતિની હાલત જોતા કહ્યું કે..
‘ડોન્ટ વરી નાઉ શી ઈઝ આઉટ ઓફ ડેન્જર. ઓલ સર્જરીસ આર સક્સેસફૂલ.’ ડોકટર એ વિચાયું કે અત્યારની ક્ર્રીટીકલ સીચ્યુએશન, એ પછીની ટ્રીટમેન્ટ અને ભવિષ્યમાં રાખવાની તમામ તકેદારીની ડીટેઈલ ચર્ચા સ્વાતિના પેરેન્ટ્સ સાથે કરવાનું યોગ્ય લાગ્યું.

સ્વાતિએ પૂછ્યું..
‘સર, ઓપરેશન સે પહેલે ઉસને કુછ કહા થા ? કોઈ મેસેજ ?’
સ્વાતિના સવાલના જવાબમાં ડોકટર એ કહ્યું કે..
‘ધ લાસ્ટ સમ મિનીટ્સ બીફોર ઓફ ઓપરેશન અદિતીને ઈશારા કરકે કહા કી ઉસકો કુછ લિખના હૈ તો હમને ઉનકો પેન ઔર પેપર દિયા. તો ઉન્હો ને સિર્ફ એક હી શબ્દ લિખા ઔર ફિર બેહોશ હો ગઈ.’
આટલું બોલ્યા પછી ડોકટર એ અદિતી એ લખેલો અંતિમ એક અક્ષર લખેલો લોહીના ડાઘા વાળો કાગળ બતાવ્યો, જેમાં અદિતી એ લખ્યું હતું..

“આલોક”

“આલોક” બસ આટલું વાંચતાની સાથે જ સ્વાતિની સીચ્યુએશન આઊટ ઓફ કંટ્રોલ થઇ ગઈ. તેને લાગતું હતું કે તેનું હ્રદય બંધ પડી જશે યા તો મગજની નસો ફાટી જશે.
સ્વાતિએ ગહન વિચારમાં ગરક થતાં વિચાર્યું કે, લોહીથી લથપથ અને પારાવાર અસહ્ય તનની પીડાને અવગણીને માંહ્યલાના મન અને મસ્તિષ્કને માત્ર એ આલોક જ યાદ રહ્યો ? એ પળની મનોસ્થિતિની તીક્ષ્ણ પીડાની ચરમસીમાનું ક્યા શબ્દોમાં આંકલન કરવું ? ન પપ્પા, ન મમ્મી, કે ન તો હું, મોત સામે લડતી એ અંતિમ ક્ષણોમાં પણ અદિતીને માત્ર આલોક જ યાદ આવ્યો ?

સ્વાતિ એ પોતાની સમજણ અને અનુભવના આધારે છેક વિચારશક્તિની મર્યાદા સુધીના મનોમંથન કર્યા પછી પણ આલોકનું વ્યક્તિત્વ અદિતીના સમગ્ર અસ્તિત્વ પર કઈ હદ સુધી હાવી હશે તેનો અંદાજો લાગવવામાં નિષ્ફળ રહી. હવે સ્વાતિના રુદનની રુકાવટ શક્ય નહતી.

ગઈકાલે રાત્રે ડીનર લેતા લેતા અદિતી સાથેનું જે કન્વર્શેસન થયું હતું તેના તેનું શબ્દશ: શબ્દચિત્ર સ્વાતિની નજર સમક્ષ ઉપસી આવ્યા બાદ બસ સતત વિચારતી જ રહી કે એવું તો શું બન્યું હશે કે અદિતી તેની કૈક કેટલી લાગણી, ઉન્માદ, ઉત્સાહ અનેકો અનેક અસમંજસના આવેગોને તેના હોંઠ સુધી લાવીને અટકી ગઈ અને ત્યારે એ વાતોની સાથે સાથે શું શું ગળી ગઈ હશે ?

કોણ હશે આ અલોક ? ક્યાં હશે ? ક્યાં શોધું ? કોને પૂછવું ? આવી માનસિક મથામણના વિચારોનું દ્વંદ યુદ્ધ ક્યાંક સુધી સ્વાતિના મસ્તિષ્કમાં સતત ચાલતું રહ્યું.

સ્વાતિએ અદિતીના મોબાઈલમાં રહેલા તમામ કોન્ટેક્ટ્સ, કોલ લોગ, મેસેજીસ, ગેલેરી અને મેઈલ્સ સુદ્ધા બધું જ બે થી ત્રણ વાર સર્ચ કરીને ફેંદી નાખ્યું પણ આલોક નામની કોઈ સંજ્ઞા કે અનુસંધાન કશું જ મળ્યું.

નેક્સ્ટ ડે ઇવનીન્ગ ટાઈમ સુધીમાં વિક્રમ અને દેવયાની બન્ને હોસ્પિટલ આવી પહોચ્યાં.
અત્યાર સુધી પોતાના સ્વાભાવિક મનોબળથી ફીજીકલી અને મેન્ટલી મક્કમ રહેલા વિક્રમ પણ આઈસીયુમાં મલ્ટી લાઈફ સ્પોર્ટ્સ સીસ્ટમ સાથે જોડાયેલી અદિતીની દનનીય પોઝીશન જોઇને ભાંગી પડ્યા. દેવયાની અને સ્વાતિ એકબીજાને ભેટીને અનહદ રડ્યા.

વિક્રમને ગળે વળગીને ધ્રુસકે ધ્રુસકે રડતાં સ્વાતિ બોલી,
‘પાપા....... મારી આદિ, મારી આદિ ને બચાવી લો પાપા. પાપા આપણે અદિને વર્લ્ડની બેસ્ટ હોસ્પિટલમાં શિફ્ટ કરીએ. કંઈપણ કરો પાપા મને મને મારી અદિ....’
વિક્રમ અને દેવયાની બન્ને એ સ્વાતિની અસહ્ય માનસિક અકળામણ ને શાંત પાડવા
થોડો સમય તેણે રડવા દીધી પછી તેના માથા પર હાથ ફેરવતાં વિક્રમ બોલ્યા,
‘દીકરા, જે કંઈ બની ગયું, સમજી અને સ્વીકારી લે કે એ એક નિમિત માત્ર હતું. અને રહી વાત અદિતીની તો તમારાં બંને વચ્ચે, એકબીજા પ્રત્યેની જે માનવ સહજ તમામ લાગણીની જે સર્વોત્તમ સંયુક્ત સમીકરણની ઈશ્વરે જે રચના કરી છે,તેને જોઇને હું મારા ભરપુર આત્મવિશ્વાસ થી એટલું જરૂર કહીશ કે અદિતીને કશું જ નહી થાય, કારણ કે તમારાં ખોળિયા જુદા છે પણ પ્રાણ તો એક જ છે. તમને બંને ને એક એવા વર્તુળના સ્વરૂપમાં રચીને જોડ્યા છે કે જે વર્તુળની રચનાનું પ્રથમ અને અંતિમ બંનેના કેન્દ્રબિંદુની જાણ ફક્ત તમને અને ઈશ્વરને જ છે. અને અદિતી જેટલી શારીરિક પીડા સહન કરી રહી છે તેનાથી કૈંક અધિક માત્રામાં તું માનસિક પીડાનો સામનો કરી રહી છે. તમને બંને ને એકબીજાના સુખને મલ્ટીપ્લાય અને દુઃખને ડીવાઇડ કરવાના ગણિતના કીમિયા સામે ઉપરવાળાની ગણતરી ખોટી જ પડશે, ધેટ આઈ એમ શ્યોર.’
આટલું બોલતાં સુધીમાં તો વિક્રમનો સ્વર ભારે થઈ ગયો અને ગળું પણ ભરાઈ આવ્યું.
એ પછી
આઈ.સી.યુ.ના હેડ ઇન્ચાર્જ દ્વારા કન્સલ્ટીંગ ડોક્ટરને મળવા માટે વિક્રમ એ સમય માંગ્યો એટલે તેમને રાત્રે ૮ વાગ્યાની મીટીંગનો સમય આપવામાં આવ્યો.

અદિતીની સર્જરી દરમિયાન ના ૪ એક્સપર્ટ ડોકટરની ટીમ માં ના થી સૌથી મોસ્ટ સિનીયર ન્યુરોલોજીસ્ટ ડોક્ટર અનિલ અગ્રવાલની સાથે તેમની ચેમ્બરમાં વિક્રમ, દેવયાની અને સ્વાતિ સાથે વિક્રમના બે અંગત ફ્રેન્ડસ પણ ગોઠવાયા.

અનિલ અગ્રવાલ એ પોતાના પરિચય સાથે વાતચીતના દૌરની શરૂઆત કરતાં પહેલા વિક્રમને કહ્યું કે...
‘સી મિ. વિક્રમ લેફ્ટ લેગ એન્ડ રાઈટ હેન્ડ મેં ફ્રેકચર થા વો હમને સર્જરી સે સકસેસ ફુલ્લી કવર કર લિયા હૈ. સમ ઇન્જરીસ એલ્સો ઇન સ્પાઈનલ કોર્ડ. વો ભી ફર્ધર ટ્રીટમેન્ટ કે દરમિયાન અલ મોસ્ટ ઠીક હો જાયેગા. બટ મોસ્ટ.. ‘
આટલું બોલીને ડોકટર એ વિક્રમ સામે ઈશારો કરીને સંકેત આપ્યો કે તેમના વાઈફ અને ડોટરની પ્રેઝન્સમાં આગળની સીરીયસ મેટરનો ખુલાસો કરવો કે નહી. વિક્રમ સમજી ગયા એટલે વિક્રમ બોલ્યા,
‘ડોન્ટ વરી, કંટીન્યુ..’
એટલે પછી ડોક્ટર થોડું અટકીને બોલ્યા કે...
‘સમ લીટલ બટ નોટ સીરીયસ ઇન્ટરનલ માઈક્રો ઇન્જરીઝ ઇન હેડ. ધેન આફટર આઈ થીંક મે બી પોસિબલ સમ ક્રીટીકલ સીચ્યુએશન અબાઉટ માઇન્ડ એન્ડ મેમરી ઇસ્યુ મે બી ક્રિએટ ઇન ફ્યુચર.
ઔર સબ સે બડી બાત વો ઇસ વક્ત કોમા મે હૈ. જબ તક વો ફુલ્લી કોન્સીયસ પોઝીશન મેં નહી આ જાતી તબ તક હમારે લિયે કુછ ભી પ્રીડીકશન કરના ઈમ્પોસીબલ હોગા.
વી ઓલ ડૂ અવર ટ્રાય બેસ્ટ.’

આટલું સંભળાતા જ સ્વાતિ અને દેવયાની બન્ને સ્તબ્ધ થઇ ગયા. વિક્રમ એ સ્વસ્થતા થી ડોક્ટરને પૂછ્યું, ‘
ટેલ મી ફર્સ્ટ એટ પ્રેઝટન્ટ નાઉ ઓન ધીઝ મોમેન્ટ એકઝેટલી વ્હોટ
ધ સીચ્યુએશન.? હમ અદિતી કો મુંબઈ કિતને દિનો કે બાદ શિફ્ટ કર શકતે હૈ ?’

રીપ્લાઈ આપતાં ડોકટરે કહ્યું કે..
‘દેખીયે સર, હેડ મેં જો ઇન્જરીઝ હૈ ઉસકો છોડ કે બાકી જો સબ ઇસ્યુસ હૈ ઉસમે મેક્ઝીમમ દો યા તીન મહીને મે કમ્લીટલી ૧૦૦% રીકવરી હો જાયેગી. બટ ફુલ્લી કોન્સીયસ આને કે બારે મેં તો વો જબ કુછ બોલ પાયેગી યા કુછ રેઇકટ કર પાયેગી તબ હમ કુછ કહે સકતે હૈ. અગર શાયદ કોઈ મિરેકલ હુઆ તો એક હફ્તે મેં ભી હો સકતા હૈ. બટ ઓવર ઓલ નાઉ સિચ્યુએશન ઈઝ વેઇટ એન્ડ વોચ. આપ અદિતી કો આફટર મીનીમમ એઈટ ટુ ટેન ડેઈઝ મેં મુંબઈ શિફ્ટ કર શકતે હૈ.’ .

૨૦ થી ૨૫ મિનીટ્સની ફર્ધર ટ્રીટમેન્ટ વિશેની ડિસ્કશન પછી સૌ ચેમ્બરની બહાર આવ્યા.

થોડીવાર પછી અદિતી એ બેહોશ થતાંની સાથે માત્ર એક શબ્દ “અલોક” લખેલો કાગળ મમ્મી, પપ્પાને અધીરાઈ સાથે બતાવતા સ્વાતિ એ પૂછ્યું..
’પાપા આલોક નામના કોઈ વ્યક્તિ વિશે અદિતી એ તમને ક્યારેક કઈ જણાવ્યું છે ?’

‘ના, બેટા કોઈ આલોક નામની કોઈ વ્યક્તિ વિશે ક્યારેય કોઈ ડિસ્કશ થઇ નથી.’
‘પણ, પાપા, મમ્મી મને તો એ જ નથી સમજાતું કે જયારે અદિતીને અનઈમેજીન પેઈન થતું હોય અને પીડાની અવગણના કરતી એ પળે તેને આપણા માંથી કોઈ નહી ને માત્ર એ આલોક નામના વ્યક્તિને જ શા માટે યાદ કરે ? એવી તો કઈ રીતે આલોક નામના એ વ્યક્તિ સાથે એટલી હદે જોડાયેલી હશે કે તેને પોતાના આભાસી અંતિમના એક ક્ષણની પણ દરકાર કર્યા વગર અદિતી એ પોતે માંડ માંડ લેવાતા શ્વાસો વચ્ચે પણ આલોકની પરવા કરી ? ’

‘આલોક’ ફક્ત આ એક વર્ડનું એટલું વજન છે કે અદિતીએ તેની પીડાને પણ માત આપી દીધી. મારું અનુમાન એવું કહે છે કે આ આલોક જે કોઈ પણ છે પણ, અદિતી માટે સંજીવની સાબિત થશે.’ આટલું વિક્રમ બોલ્યા.

ત્યાર બાદ સ્વાતિ એ તે રાત્રે ડીનર ટેબલ પર અદિતી સાથે જે કન્વરશેશન થયું તે ડીટેઈલમાં મોમ, ડેડ ને કહી સંભળાવ્યા પછી ત્રણેય એ ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળના દરેક પાસા ઓ પર ઝીણવટથી ચર્ચા કર્યા પછી સૌ પ્રથમ અદિતીની આગળની લેટેસ્ટ ટ્રીટમેન્ટ અને આલોકનું કોઈ પગેરું મેળવવા માટે કોઈ ઠોસ આધારની માહિતી વિશે વિચારવાનું નક્કી કર્યું.

ચોથા દિવસની બપોરના ૧૨:૪૫ ના સમયની આસપાસ સ્વાતિ અને દેવયાની અદિતીના બેડની નજીકમાં બેઠા હતા દેવયાની સમય પસાર કરવા કોઈ મેગેઝિનના પાના ઉથલાવી રહ્યા હતા અને સ્વાતિ ભવિષ્યના આવનારા દિવસોની કલ્પનામાં ખોવાયેલી હતી ત્યાં જ... અદિતીના શરીરમાં કોઈ સંચાર થયાના અણસાર દેખાતા સ્વાતિ બોલી,

‘અદી.. અદી.. પ્લીઝ ઓપન યોર આઈઝ.. અદિ અદિ..’
દેવયાની એ અદિતીની હથેળી પોતાની બંને હથેળીમાં લઈને હળવેકથી પંપાળવા લાગ્યા. ક્યાંય સુધી બન્ને અદિતીના સાવ નિષ્ક્રિય અને શુષ્ક અને માસુમ ચહેરા તરફ નિ:સહાય અને લાચારીની લાગણીથી જોઈને આંસુ સારતાં રહ્યા.

આશરે એકાદ કલાક પછી અચનાક જ સ્વાતિની નજર અદિતીના ચહેરા તરફ ગઈ તો તેના મોઢા માંથી એક તીણી ચીસ નીકળી એટલે દેવયાની પણ ગભરાઈ ગયા અને અદિતીના ચહેરા સામે જોયું તો.. અદિતીની આંખો ઉઘાડી હતી. બન્નેની આંખો ખુશાલીના અશ્રુઓ થી છલકાઈ ગઈ.

‘અદિ.. અદિ .. બોલ અદિ.. એ અદિ.’
પણ અદિતીની નજર છત પર જ સ્થિર થઈને ચોંટેલી હતી. સરકતા આંસુઓ સાથે સ્વાતિ એ અદિતીના બંને ગાલને તેની હથેળીમાં લઈને તેના ચહેરાને પોતાના ચહેરા સામે લાવવાનો પ્રયત્ન કરતાં બોલી,
‘અદી કેમ છે તું ? શું થાય છે તને ? આ જો મમ્મી પણ અહીં છે તારી પાસે આ જો. પાપા પણ અહીં જ છે હમણાં આવશે હો.’

સાવ ગળગળા અવાજે દેવયાની માત્ર એટલું જ બોલી શક્યા, ‘બેટા..’

સ્વાતિ એ તરત જ વિક્રમને કોલ કરીને જાણ કરી એટલે તુરત જ વિક્રમ હોસ્પિટલ આવી પહોંચ્યા અને તેની સાથે સાથે ડોક્ટર અનિલ અગ્રવાલ પણ તેની ટીમ સાથે આવીને અદિતીને એકઝામિન કર્યા પછી બોલ્યા, ‘
ઇટ્સ મિરેકલ, ઇતની ગહેરી ચોટ કે બાવજૂદ ભી સિર્ફ ચાર દિનો મેં ઇતના ઈમ્પ્રુવમેન્ટ નામુમકીન હૈ. આઈ કાન્ટ બીલીવ ધીઝ. પર મેરે લિયે અભી ઔર કુછ જ્યાદા પ્રીડીકટ કરના થોડા મુશ્કિલ હૈ. અગર યે મિરેકલ કંટીન્યુ રહા તો મેરે મેડીકલ સાયન્સ કે એક્સપીરીયન્સ કે મુતાબિક શાયદ એક યા દો દિન મે ૧૦% મોર
ઈમ્પ્રુવમેન્ટ કે ચાન્સીસ હૈ. અદિતી નાઉ ઓન્લી કેન સી. સી કાન્ટ રીએક્ટ બાય ફિઝીકલી એન્ડ મેન્ટલી. લેટ્સ સી.’

સતત અદિતીને સામે જોયાં જ કરતાં સ્વાતિ બસ આંસુ સારતી જ રહી અને આવી જ પરિસ્થિતિ સાથે સાથે દિવસો પણ પસાર થતાં રહ્યા ને આજે એ ગોઝારી ઘટનાને ૭ દિવસ પુરા થઈને ૮ માં દિવસની સવારના રેગુલર વિઝીટના રાઉન્ડમાં ડોકટર અગ્રવાલ એ વિક્રમ, દેવયાની અને સ્વાતિની હાજરીમાં અદિતી સાથે કોમ્યુનેટ કરવાની ટ્રાય કરતાં કહ્યું..
‘હેલ્લો અદિતી, ગૂડ મોર્નિંગ હાઉ આર યુ નાઉ ? ફીલિંગ બેટર ?’

સૌ ની નજર આતુરતાથી અદિતીના ચહેરા પર એ રીતે સ્થિર થઇ ગઈ જેમ કે હમણાં કોઈ રીએક્શનનું ઈન્ડીકેશન આવશે એવી અધીરાઈ ભરી ઉત્કંઠાથી કોઈ દૈવી ચમત્કાર થવાના પળની ઇન્તેજારીમાં સૌ સ્ટેચ્યુ બની ગયા.

અદિતીની નજર સામેની દીવાલ પર એકદમ જ સ્થિર હતી. થોડી વાર સુધી અદિતી તરફથી કઈ જ પ્રતિભાવ મળતા ડોકટરે એ અદિતીને પૂછ્યું.,
‘હેલ્લો અદિતી યે દેખો પાપા તુમ્હે મિલને આયે હે.’
એટલે અદિતી એ ડોક્ટરની ડાબી બાજુ પર ઊભા રહેલા વિક્રમની સામે જોતાની સાથે જ ...સૌની આંખો હર્ષોલ્લાસના અશ્રુઓ થી ભરાઈ આવી. સ્વાતિ એ તેના બંને હાથ હળવેકથી તેના બંને ગાલ પર મુકતાં ચુપચાપ રડવા લાગી.

‘ઔર આપકી મમ્મી ભી હૈ ઇસ તરફ દેખો.’
ડોકટર એ એમ કહ્યું ત્યાં છેક સૌની પાછળ ઊભી રહેલી દેવયાની તરફ નજર ફેરવી.

‘ઔર બતાઓ સ્વાતિ કિધર હૈ ?’
એમ પૂછ્યું એટલે બેડની જમણી બાજુના ખૂણે ઊભી રહેલી સ્વાતિની સામે જોતા જ સ્વાતિ એ માંડ માંડ કન્ટ્રોલ કરેલા તેના ઈમોશન્સના તુટવા જઈ રહેલાં રુદનના બાંધને રોકવા બન્ને હથેળીને તેના મોઢા પર દબાવીને રોકવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો એટલે વિક્રમ અને દેવયાની એ બન્ને સાંત્વના આપવા સ્વાતિને ભેટી પડ્યા. સશક્ત મનોબળ વાળા વિક્રમ પણ થોડી ક્ષણો માટે અસ્વસ્થ થઇ ગયા.

‘સી મિ. વિક્રમ ઓન્લી વન વીક કે શોર્ટ પીરીયડ મેં ઇતના બડા ઈમ્પ્રુવમેન્ટ કિસી ચમત્કાર સે કમ નહી હૈ. લાખો યા કરોડો કેશીસ મેં કોઈ એક ઐસી ઘટના ઘટતી હૈ.
મુજે લગતા હૈ અદિતી કે કિસ્સે મેં દવા સે જ્યાદા દુઆ કામ કર ગઈ. અબ હમ ૫૦% સકસેસ હો ગયે હૈ એસા સમજ લો. નાઉ વી કેન સ્ટાર્ટ લેટેસ્ટ ફીજીયોથેરાપી ટ્રીટમેન્ટ એન્ડ ઇટ્સ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ.’

આભારવશ થઈને વિક્રમ બોલ્યા, ‘યે સબ આપકી કાબેલિયત ઔર કુશલ અનુભવ કા નતીજા હૈ મિ. અગ્રવાલ. આઈ એમ વેરી બીગ થેંકફૂલ ટુ યુ એન્ડ યોર એનટાયર ટીમ એન્ડ હોમલી એટમોસફીઅર બાય અપોલો હોસ્પિટલ મેનેજમેન્ટ સ્ટાફ. ડોકટર આઈ થીંક કલ યા પરસો હમ અદિતી કો મુંબઈ શિફ્ટ કર શકતે હૈ.’
‘ઓ શ્યોર.. વ્હેન યુ આસ્ક. ઓલ અરેજમેન્ટ વીલ બી એરેન્જ બાય હોટેલ મેનેજમેન્ટ.
‘વન્સ અગેઇન થેંક યુ ડોકટર.’

નવ દિવસ પછી અદિતીને મુંબઈની ન્યુરોલોજીસ્ટ ટ્રીટમેન્ટ માટેની પ્રખ્યાત અને આધુનિક હોસ્પીટલમાં શિફ્ટ કરવામાં આવી.

વધુ આવતીકાલે....

© વિજય રાવલ

'ક્લિનચીટ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.