રકત યજ્ઞ - 1 Kinna Akshay Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રકત યજ્ઞ - 1

"એ મરી રહયો હતો..મારી આંખો સામે... મારો પ્રેમ,મારી જીંદગી... આજે એક એક શ્વાસ માટે એ લડી રહ્યો હતો...પણ શું કામ એ આ લોહિયાળ જંગ મા આવ્યો?..આ જંગ તો એની હતી જ નહીં.. મારા ગયા જન્મ નો એ કાળો પડછાયો આજે મારા વર્તમાન ને પણ નષ્ટ કરવા બેઠો છે પણ આ વખતે એનો પનારો કોની સાથે પડ્યો છે એ એને જ્ઞાત જ નથી.. હું એટલે રોહી,આસામી સપ્ત શાસક ચૂડેલ પરિવાર ની વારસદાર... મારા ખાનદાન ની બધી શક્તિઓ ની માલકીન...મારા ખાનદાન મા કોઈ એ પણ પોતાની શક્તિ નો ઉપયોગ કદી ખરાબ કાર્ય મા નથી કર્યો.પણ કોઇ એક તો હતુ જે અમારા થી ખૂબજ નાખૂશ હતું..."

2 વર્ષ પહેલાં,રંગસાપાડા,આસામ

"રોહી....રોહી..,જોો બેટા ,સમજ,આ તારા ભવિષ્ય માટે છે,આમ ક્યાં સુધી ચાલશે?" રંંગસાપાડા નાા એક નાના પણ સુંદર ઘર મા એક સ્ત્રી નો અવાજ ગૂંંજી રહ્યો હતો..

"તારા,શું થયું?રસોડામાં થી હાથ માં નાસ્તા ની ટ્રે સાથે બહાર આવી
"જૂઓ ને રજનીદીદી, આ તમારી લાડલી ને મૂંબઈ નથી જઉ તો જાદુ નો ઉપયોગ કરી ને છુપાઇ ગઇ.."તારા ગુસ્સો કરતાં બોલી!(રજની હવા માં કશુંક પકડતા) મારી લાડલી ને તો હું આમ કાન પકડી ને ટ્રેન માં બેસાડી આવીશ"
"આઉચ, માં પ્લીઝ કાન છોડો,"
"પહેલાં તુ સામે આવ પછી જ દીદી તારો કાન છોડશે"તારા રોહી ને ચીડવતા બોલી
એક ધુમાડા માથી આકૃતિ સામે આવી જેનો કાન રજની એ પકડેલો હતો..
"મમ્મા" કહેતા રોહી એની બન્ને મા ને વળગી પડી..

"મા,પ્લીઝ તમે મને ત્યા કેમ મોકલો છો આપણા આસામ માં ક્યાં કોલેજ ની કમી નથી..પ્લીઝ ના મા "ગળગળા અવાજે રોહી બોલી
"સોના દી, મલ્લિ દી,ઉર્જા દી, રેહા દી,લાવણ્યા દી, જૂઓ આ રોહી કેવી જીદ કરે છે"બૂમ પાડી ને તારા એ બધા ને બોલાવ્યા..
રોહી ગભરાઈ ને રજની પાછળ સંતાઈ ગઇ
"શું માડયુ છે સવાર સવાર માં, તારા કેમ બૂમાબૂમ કરે છે, જાણે છે ને કે લાવણ્યા દીની પૂજા ભંગ ના થવી જોઈએ.."સોના જે લાવણ્યા થી નાની હતી તે બોલી.
"અરે પણ આ જૂઓ ને રોહી કેવી ઊધમ મચાવે છે,મારે મુંબઇ નથી જવુંં ના નારા લગાવે છે સવાર થી"અકળાતી તારા બોલી.
"રોહી, અમે તારા ભવિષ્ય માટે જ તને અમારા થી દૂર કરીએ છીએ, તુ સારુ ભણી ને અમારુ નામ રોશન કરે અને તુ પોતે એટલી હોશિયાર છે કે તને મુંબઇ ની પ્રતિષ્ઠિત એ.આર.કોલેજ માં એડમિશન મળ્યું છે"મલ્લી રોહી ના માથે હાથ ફેરવતા બોલી
"એમ પણ હવે તુ અહીં સુરક્ષિત નથી,તારી સુરક્ષા માટે જ અમે તને મોકલીએ છીએ.. ફક્ત ૩વર્ષ ની જ તો વાત છે"ઉર્જા બોલી.
"એમ પણ તારી વધતી શક્તિ અને તારી ગ્રહદશા પ્રમાણે તારા દુશ્મનો વધતા જાય છે રોહી."ગ્રહો ની ચાલ સમજાવતા રેહા બોલી.
"બસ, રોહી ઉપર જા અને સામાન પૅક કર"આદેશાત્મક અવાજે ઉપર થી આવતી લાવણ્યા એ કહ્યું.
એની આજ્ઞા અનુસરતી રોહી અકળાતી,રીસાતી પોતાના રૂમ મા ચાલી ગઇ
"એના અહીં થી જવા માં જ એની ભલાઈ છે,કેમકે પૂરા 6000વર્ષે આ રાત્રી આવી રહી છે.. આ વખતે પણ એ ખબર નહી કેટલી ચૂડેલો નો ભોગ લેશે,એમાં પણ રોહી એક ખાસ નક્ષત્રમાં જન્મેલી છે, એનુ અહીં રહેવું સુરક્ષિત નથી, કેમકે માયા આ વખતે પણ રક્ત યજ્ઞ જરૂર કરશે"ગંંભીરતા સાથે લાવણ્યા બોલી એ સાથે સૌ ના મો પર ડર ડોકાવા લાગ્યયો,સૌ પોતપોતાના કામે લાગ્ય્યા્ જાણે આ બધા વિચાર મન માં થી ખસેડવા હોય...
છે આ માયા?શું છે આ રકત રજ્ઞ? જોઈએ આગળ ના ભાગ માં....(ક્રમશઃ)