રકત યજ્ઞ - 3 Kinna Akshay Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રકત યજ્ઞ - 3

"હા,મમ્મી, હું પહોંચી ગઈ અને સામાન પણ ગોઠવાઇ ગયો,... તમારી બહુ યાદ આવે છે મા,લવ યુ.."આંખ માં આંંસુ સાથે રોહિ એ ફોન મૂક્યો.. હોસ્ટેલ માં આજે તેનો પહેલો દિવસ હતો..આમ તો કોલેજ મૂંબઇ ની હતી પણ તે જંગલ જેવો વિસ્તાર હતો,કોલેજમાં અભ્યાસ કરનાર દરેકે હોસ્ટેલ માં રહેવું પડતુ..હોસ્ટેલ કોલેજ કૅમ્પસ માં સ્થિત હતી અને હોસ્ટેલ ની પાછળ થી જંગલ વિસ્તાર શરુ થતો. બોયઝ અને ગલ્સ હોસ્ટેલ ની વચ્ચે નીશ્ચીત અંતર હતુ. રોહિ તો કુદરત ના સાનિધ્યમાં જ મોટી થઈ છે એટલે તેણે બારી જેમાં થી જંગલ દેખાતુ હતુ તે બૅડ પસંદ કર્યો.. આમ પણ હજી તેની રૂમ પાર્ટનર આવ્યા નહોતા..રોહિ બારી માંથી જંગલ જોઇ રહી હતી કે તેણે એક કાળો બિલાડો જોયો,જેનુ કદ સામાન્ય બિલાડા કરતા મોટુ હતુ .તે બસ રોહિ ને ઘૂર્યે જતો હતો,એકાએક કોઇ એ રોહિ ના ખભે હાથ મૂક્યો,રોહિ એ ગભરાઈ ને પાછળ જોયું તો એક છોકરી હતી.."હાય,આઇ એમ રીના, યોર રૂમમેટ,એન્ડ શી ઈઝ જૈના, અવર પાર્ટનર""હાય, આઇ એમ રોહિ"પરસેવો લૂછતાં રોહિ બોલી.."ઇઝ એવરીથીન્ગ ઑકે રોહિ?આઇ મીન આટલા સરસ ઠંડા વાતાવરણ માં તને પરસેવો...પાણી ની બોતલ રોહિ ને આપતા જૈના બોલી"હા,હા હુ ઠીક છુ,થૅન્ક્સ ફોર યોર કન્સર્ન"ચહેરા પર હળવી સ્માઈલ સાથે રોહિ બોલી..ગાયઝ ચલો જલદી જમવા પેટ માં ઉંદર કૂદે છે"જૈના નો હાથ ખેચતા રીના બોલી અને ત્રણેય નવી બનેલી સહેલીઓ મૅસ તરફ ચાલી..

અને પેેેેેેલો બિલાડો હજી એ બારી સામે જોઇ રહ્યો હતો..



રાત ના બે વાગ્યા હશે રોહિ ભર ઉંઘ માં પોતાના હાથ આમતેમ વિંજી રહી હતી અને કશુંક બબડતી આખી પરસેવે રેબઝેબ થઈ ગયી હતી.. અચાનક તે ઊભી થઈ જાય છે અને ગભરાઈ ને આજુબાજુ જુએ છે.. બાથરૂમમાં જઇ ને ફ્રેશ થઈ સપનાં વિશે વિચારે ચડે છે કે આ તે કેવું અજીબ સપનું હતું!

એક ગુફામાં એક સ્ત્રી ને ઢસડી ને બે માણસો જેમણે કાળા રંગના કપડાં પહેર્યા હતાં તે લઈ જય રહ્યા હતા, તે સ્ત્રી પોતાની જાતને છોડાવવા ખૂબ ધમપછાડા કરે છે પણ નથી છોડાવી શકતી,પેલા લોકો તેને એક કુંડાળા માં નાખી દે છે સામે યજ્ઞ હોય છે જેની અગ્નિ નો રંગ લાલ હતો..યજ્ઞ ની પાછળ કોઇ હતુ પણ રોહિ તે જોઈ ન શકી પેલી સ્ત્રી યજ્ઞ ની પાછળ બેઠેલા ને કઇ કહી રહી હતી પણ તે રોહિ ને સંભળાય નહોતું રહ્યું રોહિ સપના માં આગળ જઇ પેલી વ્યક્તિ નો ચહેરો જોવાની કોશિશ કરે છે કે ત્યાં જ યજ્ઞ ની અગ્નિ જાણે તેને ભસ્મ કરવા માગતી હોય તેમ તેની તરફ વધે છે અને રોહિ ની આંખ ખૂલી જાય છે
મયાંગ, આસામ
સાતેય ચૂડેલો મયાંગ પોતાના ગુરૂ ને મળવા જાય છે આશ્રમા પહોંચી ગુરૂ ને રોહિ ને દૂર મોકલી દિધા ની વાત કરે છે..

આ ચૂડેલો ના ગુરૂ શંકર નાથ લલાટે ભસ્મ, લાંબી જટા, તેજસ્વી ચહેરો અને પડછંદ કાયા સાથે પ્રભાવશાળી વ્યક્તિત્વ...
તેઓ સ્હેજ હસી ને બોલ્યા"કોઇ ને દૂર કરવા થી શું તેની નિયતી બદલાઈ જશે?એનો જન્મ જ આ વ્યાધિ નો સામનો કરવા થયો છે તો સમય આવ્યે એને પાછુ આવવુ જ પડશે, આવવુ જ પડશે"આમ કહી તે ધ્યાન માં બેસી ગયા પણ તેમની વાત સાંભળી ને બધી ચૂડેલો અંદર સુધી ધ્રુજી ઉઠી જે શક્તિ નો સામનો સાત બહેનોળી ને પણ ના કરી શકી તેનો સામનો રોહી કઇ રીતે કરશે? એ દુરાત્મા નો સામનો રોહિ કેવી રીતે કરશે?

"દિ, કોઈ પણ રીતે રોહિ ને અહીં થી દૂર રાખવી જ પડશે,હુ નથી ઇચ્છતી કે આપણી દિકરી એ દુષ્ટ નો સામનો કરે"ચિંતા કરતી તારા બોલી...

"ગાંડા જેવી વાત ના કર તારા તે સાભંળ્યુ નથી ગુરૂજી એ શું કહયું?હવે કોઈ નહી રોકી શકે એને એની નિયતી નોસામનો કરતાં"નિરાશ થતા રજની બોલી...
આ બધા થી દુર ઊભી લાવણ્યા "માયા મહેલ"તરફ જોતી કોઈ વિચાર કરી ને બોલે છે"આવીરીતે તો તને નહી જીતવા દઉ,માયા....આટલી સહેલાઈથી તો નહી"
અને માયા મહેલ જાણે આ બહેનો ની વિવશતા ની હાંસી ઉડાવતો હોય તેમ જ અડિખમ ઉભો હતો...
(ક્રમશઃ)