રકત યજ્ઞ - 8 Kinna Akshay Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

રકત યજ્ઞ - 8

" તો આજે આપણે જે સ્થળ ફાઇનલ કર્યું છે તે જાહેર કરવાના છે તો એ સ્થળ છે આસામનો માયા મહેલ જેની ફાઈલ details રાજે અને તેના ગ્રુપે આપેલી છે, તો કાલે સૌ કોઈ ને એક ફોર્મ આપવામાં આવશે જેમાં તમારે તમારા પેરેન્ટ્સ કે પછી તમારા ગાર્ડિયન નીસહી કરાવવાની રહેશે," પ્રિન્સિપલ સાહેબે એસેમ્બલીમાં એનાઉન્સમેન્ટ કરતા કહ્યું" મરી ગયા રોહી તું કેવી રીતે સહી કરાવીશ? જો તું ફોર્મ ને મોકલીશ તો એમને ખબર પડી જશે કે તું આસામ આવી રહી છે અને તે તને ત્યાં નહીં આવવા દે" માથા પર હાથ મૂકીને જૈૈના બોલી


રોહિ-" એ બધું મારા પર છોડી દે પણ હમણાં મારે આસામ જતા પહેલા થોડી શોપિંગ કરવી છે તો કોણ આવશે મારી સાથે?"રીના-"મારી પાસે તો બિલકુલ સમય નથી રોહિ તુ એક કામ કર જૈના ને લઈ જા"


જૈના-" નો મારી પાસે પણ સમય નથી મારે એક જરૂરી કામ થી લાઇબ્રેરી જવાનું છે એક કામ કર રોહી રાજ ને લઈ જા રાજ મુંબઈ નો ભોમિયો પણ છે તે તને સરસ શોપિંગ કરાવશે"" હા હા કેમ નહીં તુ મારી સાથે ચાલ રોહી મારી પાસે બાઈક પણ છે આપણે બંને મસ્ત શોપિંગ કરીશું એમ ડિનર પણ બહાર લઈને આવીશું" કેન્ટીનમાં પ્રવેશતો રાજ બોલ્યો" હા તો ચાલ,અત્યારે જ નહીં કરીએ તો બહુ લેટ ના થાય" ઉભી થતા રોહી બોલી
" હા પ્લાન સક્સેસફુલ"એકબીજા ને તાળી આપતા રીના અને જૈના બોલ્યા...

રીના-"હા જૈના એ બન્ને એકબીજા સાથે સમય પસાર કરે તો જ તે બન્ને એકબીજા ની સાથે આખી લાઇફ રહેશે"

"આ મુંબઈનો વરસાદ પણ ગમે ત્યારે આવી જાય છે જો તો રાજ આપણે આખા ભીંજાઈ ગયા છીએ" ઝાડ નીચે ઉભી રોહી બોલી

રોહિ-"ચાલને રાજ ધીમે ધીમે જતા રહીએ, એમ પણ બહુ લેટ થઈ ગયું છે રાત થઈ ગઈ છે"

રાજ-" રોહી વરસાદનું જોર તો જો આગળ રસ્તા પર પાણી ભરાયેલા છે"

તો પણ રોહી જીદ કરવા લાગી અને રોહિ ની જીદ આગળ ઝૂકીને રાજે બાઈક શરૂ કર્યું .. તેઓ ધીમે ધીમે આગળ વધવા લાગ્યા પણ વરસાદ ખૂબ વધુ હતો રોડ પર પાણી ભરાયેલું હોવાથી રાજ ને એક ખાડો ના દેખાતા બાઈક સ્લીપ થઈ ગયુ અને બંને પડ્યા પણ રાજે રોહી ને બચાવી લીધી અને એની જગ્યાએ પોતે ખાડામાં પડ્યો રાજ નો શર્ટ ઠેકઠેકાણે ફાટી ગયો અને ગામ માંથી લોહી નીકળવા લાગ્યું છતાં તે ઊભો થયો અને લોહીને જોવા લાગ્યો કે તેને કોઈ વાગ્યું તો નથી ને

" આઈ એમ સો સોરી રાજ તે ના પાડી છતાં જીદ કરી અને તારી હાલત છો મને તો કંઈ નથી વાગ્યું પણ તારું તો શર્ટ ફાટી ગયું અને જો લોહી પણ નીકળી રહ્યુ છે ચાલ ત્યાં સામે કોઈનું ઘર દેખાય રહ્યુ છે ત્યાં જઈને મદદ માગ્યે..." રાજ ના ઘા જોઈને રોહી બોલી..


"રોહી તું તુ જેને ઘર સમજી રહી છે તે માંરુ જ ફાર્મ હાઉસ છેચાલ આપણે ત્યાં જઈએ અને વરસાદ બંધ થાય તેની રાહ જોઈએ" રાજે મંદ મંદ હસતા કહ્યું

બંને જણ બાઈક સાઈડ પર લગાવીને ફાર્મ હાઉસ તરફ જવા લાગ્યા પેલો બિલાડો પણ તેમની પાછળ હતો ફાર્મ હાઉસમાં પહોંચીને રાજે ચોકીદારને પોતાનું બાઈક લેવા મોકલી દીધા અને પોતે અંદર ચાલ્યા ગયા અંદર જઈને ફાયર પ્લેસ આગળ રોહિ ને બેસાડી તેની માટે રૂમાલ લાવી પોતાના કપડાં આપ્યા... અને એક રૂમ તરફ ઇશારો કરી ત્યાં જઇ કપડાં બદલવા કહ્યું અને પોતે એક રૂમ માં જઇ કપડાં ઊતારી ને પીઠ ઉપર દવા લગાવવા ની કોશિશ કરવા લાગ્યો.. કપડાં બદલી ને આવેલી રોહિ એ આ જોયું અને તેના રૂમ માં જઈ તેના હાથમાં થી દવા લઇ લગાવવા લાગી
"અરે રાજ,આ ટેટૂ તો બહુ સરસ છે, ક્યારે કરાવ્યું?"રાજ ની પીઠ પર નિશાન જોઈ રોહિ એ કહ્યું
રાજ-" રોહિ એ કોઈ ટેટુ નહીં પણ બર્થ માર્ક છે"


રૂમ ની ખુલ્લી બારીમાંથી પેલો બિલાડો જે ગુરુ શંકર ના શિષ્ય હતો તેણે આ નિશાન જોયુ
અને તેને ગુરુ શંકર નાથ ની વાત યાદ આવી તેણે ધ્યાનથી જોવા માંડ્યું તો આ એ જ નિશાન હતો જે ગુરુ શંકર નાથે તેને શોધવાનું કહ્યું હતું એક ગોળ ની અંદર 27 અલગ-અલગ નક્ષત્ર દર્શાવતા નિશાન ગોળની બહાર બાર નિશાન જે બાર રાશિ નો પ્રતિનિધિત્વ કરતા હતા અને ચક્રની અંદર એક ત્રિશુલ અને શંખ બનેલો હતો.... આટલું જોઈ તે ગુરુ શંકર નાથ ને આ નિશાન વિશે જાણ કરવા નીકળી ગયો..


આ તરફ રોહી અને રાજ બંને ઘરમાં એકલા હતા અને એવામાં એકદમ લાઈટ ચાલી ગઈ અને બહાર કશું પડવાનો અવાજ આવ્યો રાજે લોહીને અંદર બેસી રહેવા જણાવ્યું અને પોતે બારી બહાર જોવા લાગ્યો ત્યાં જ તેના ઘરની ડોરબેલ વાગી જોયું તો તેનો ચોકીદાર હતો ચોકીદારે તેને જણાવ્યું કે નજીકમાં કે વીજળીનો થાંભલો હતો તે પડી ગયો છે માટે આખી રાત લાઈટ નહી આવે અને ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે અને હજુ પણ વરસાદ બંધ થવાના આસાર નથી માટે તમે અહીં જ રોકાઇ જાજો..

રાજે આ વાત રોહીને જણાવી એટલે રોહી એ જૈના ને ફોન કરી ને ઇન્ફોર્મ કરી દીધું કે આજે રાત્રે તે અહીં રાજના ફાર્મ હાઉસમાં રોકાઈ છે


આ તરફ રોહિ પાછી રાજ ની પીઠ પર દવા લગાવી બેસી ગઈ અચાનક રાજ રોહી તરફ ફર્યો તેનો હાથ પકડીને તેને કહેવા લાગ્યો" તું શા માટે મને આટલો તડપાવે છે એવું તે શું છે કે તને મારી નજીક આવવાથી રોકી રહ્યુ છે રોહી હું તને ખૂબ પ્રેમ કરું છું તને મારા પ્રેમ ને સમજતા આટલી વાર કેમ લાગી રહી છે..? શું તું કોઈ બીજાને પ્રેમ કરે છે તો તું મને જણાવી શકે છે આજ પછી હું તને હેરાન નહીં કરું"
રોહિ-" અત્યારે હું તને કશું નહીં જણાવી શકું રાજ સમય આવે તને બધું જણાવી દઈશ પણ અત્યારે મને કંઈ ના પૂછો"

આ સાંભળી રાજ ને ગુસ્સો આવી ગયો છેલ્લા કેટલા સમયથી આ વાક્ય સાંભળી રહ્યો હતો તે અકળાઈ ને રૂમ ની બહાર ચાલ્યો ગયો તેના રૂમની બહાર જતાં જ રૂમની લાઈટ ઝબક વા લાગી તેથી રોહી ગભરાઈને રાજ ની પાછળ પાછળ રૂમની બહાર નીકળી ગઈ તે જેવી બેઠક ખંડમાં પહોંચી કે ઉપર લટકેલો ઝુમ્મર હલવા લાગ્યો રોહિત એની નીચે જ ઉભી હતી તેણે રાજને બૂમ પાડી સમયસર રાજે આવીને તેને ઝુમ્મર નીચેથી હટાવી લીધી નહીં તો તે ઝુમ્મર રોહિ પર જ પડી જાત..
રાજ અત્યારે રોહિ ઉપર હતો રોહી એ ગભરાઈને આંખો ખોલી જ ન હતી રાજ જાણે તેના રૂપને પી રહ્યો હતો રોહિતના વક્ષસ્થળ ગભરાહટ માં જોર જોર થી ઉપર-નીચે થઈ રહ્યા હતા આ બધું અને આવું વાતાવરણ રાજ જાણે ભાન ભૂલ્યો હતો.. રોહી એ પણ આંખો ખોલી અને તે રાજ સામે જોવા લાગી આખરે તે પણ તો રાજ ને પ્રેમ જ કરતી હતી ને ક્યાં સુધી તે પોતાને રાજ થી દુર રાખતી તેણે જાણે આંખો બંધ કરીને રાજને પ્રેમનું ઇજન આપ્યું બસ જાણે આજ પણ ની રાહ જોતો હોય કેમ રાજે પોતાના અધરો રોહીના રસભર્યા અધરો પર મૂકી દીધ અને જાણે આજે જ બધું રસ ચૂસી લેવાનો હોય તેમ રોહિને ચૂમવા લાગ્યો.. રોહી પરથી ઉભા થઇ ને તેણે રોહી ને પોતાની બાહોમાં ઉઠાવી અને પોતાના રૂમ તરફ ચાલવા લાગ્યો રોહિને નજાકતથી બેડ પર મૂકી તેની સામે જોવા લાગ્યો રોહી એ રાજ નું શર્ટ પહેરેલું હતું આવેગ મા તે જોર જોર થી શ્વાસ લઇ રહી હતી રાજ માટે હવે આ પરિસ્થિતિ અસહ્ય હતી તેણે રોહીના ના કપડા ઉતારવા લાગ્યા રાજ રોહીના વક્ષસ્થળ સાથે રમવા લાગ્યો અને રોહી પણ જાણે આજે સંપૂર્ણ પ્રેમ કરી લેવા નીકળી હોય તેમ રાજ ને ચૂમવા લાગી.... અને એ અંધકાર ભર્યા ઓરડામાં રાજ અને રોહીના પ્રેમ ભર્યા ઉહકારા સંભળાવા લાગ્યા.. આખી રાત રાજ અને રોહી એકબીજાને તૃપ્ત કરવાની હોડમાં લાગેલા રહ્યા પણ તે બંનેની ધ્યાન બહાર જ્યારે તેઓ એકબીજા સાથે જાતીય સુખ માણતા હતા ત્યારે રાજ ની પીઠ પર રહેલું નિશાન એ ચમકી રહ્યું હતું હવે એ નિશાન રોહી સાથે કેવી રીતે જોડાયેલું હતું તે તો ફક્ત ગુરુ શંકરનાથ જ જાણતા હતા