Rakt yagn - 11 books and stories free download online pdf in Gujarati

રકત યજ્ઞ - 11

માયા મહેમાન પહોંચતા જ કાગડો માનવ સ્વરૂપે આવ્યો જેને કાળા રંગના કપડા પહેર્યા હતા ટોપી તેનું મોં ઢંકાયેલું હતું હાથમાં રૂમાલ લઈને જોરજોરથી હસવા લાગ્યો હવે મારી માલિકને આવતા કોઇ નહીં રોકી શકે
એ કાળા કપડાં પહેરેલો વ્યક્તિ માયા મહેલ ના ભોયરા મા ગયો જ્યાં રાજ અને રોહિ એ સંદૂક જોયુ હતુ .તે વ્યક્તિ એ સંદૂક ખોલ્યું અને તેમાં રહેલી મૂર્તિ બહાર કાઢી યજ્ઞ કુંડ સામે બેઠો તેણે એક હાથ પોતાની જમણી તરફ ખુલ્લો કરતાની સાથે એક ચક્ર રચાયો ચક્રમાં એકતારો રચાયો અને તારા ની અંદર તેણે પહેલી મૂર્તિ મૂકી તેણે જેવો મંત્ર ચાર શરૂ કર્યો તેવો જ યજ્ઞકુંડમાં અગ્નિ શરૂ થઈ ગઈ પણ તે અગ્નિ નો રંગ કાળો હતો ચોતરફ પ્રાણીઓ અને પક્ષીઓ ચીસાચીસ કરી મૂકી કેમકે શેતાનની પણ દેવી એવી માયાનો પાસ થવાનો સમય થઇ ગયો હતો બાજુમાં પડેલા રક્તના કટોરા માંથી કાળા કપડા વાળા વ્યક્તિએ રક્તને યજ્ઞમાં રેડ્યુ.. પછી પોતે ઊભો થયો અને રોહીના રક્ત વાળુ રુમાલ પેલી મૂર્તિના માથાપર નિચોવી દીધો પછી પાછો યજ્ઞવેદી સમક્ષ આવ્યો અને હાથમાં એક તલવાર લીધી અને જાતે જ પોતાનું માથું કાપીને યજ્ઞમાં હોમી દીધો તેના મળતાની સાથે જ યજ્ઞમાં છે કાળો ધુમાડો નીકળે અને પેલી મૂર્તિના મસ્તકમાં પ્રવેશી ગયો આ સાથે જ મૂર્તિ નો પથ્થર તૂટવા લાગ્યા અને તેમાંથી એક સ્વરૂપવાન સ્ત્રી નીકળી, નીકળતાની સાથે જ તેણે બાજુમાં પડેલ ધડ માંથી રક્ત ચૂસવાનું શરુ કર્યું.. સંપૂર્ણ રક્ત ચુસાઈ ગયા બાદ તેણે પહેલી યજ્ઞવેદીમાં પોતાની આંગળી ને સહેજ ચીરો લગાવી રક્તને નાખ્યું અને રત્ન નાખતાની સાથે જ પેલો કાળા કપડા વાળા વ્યક્તિ પણ પુનઃ જીવિત થયો જેવી થતાની સાથે તે માયાના પગમાં પડ્યો હા ,જે સ્વરૂપવાન સ્ત્રી મુર્તિ માંથી નીકળી તે માયા હતી...
" ઉઠી જા સેવક તારી સેવાથી તો હું વર્ષો પહેલાં પણ ખુશ હતી અને આજે પણ ખુશ છું"
તેના આમ બોલતા જ પેલા વ્યક્તિએ પોતાનો નકાબ હટાવ્યો


"વ્યક્તિ એ જ અઘોરી હતો વર્ષો પહેલા જે માયાને મળ્યો હતો તે માયા નો સેવક શી રીતે બની ગયો? તે જાણવા માટે આપણે વર્ષો પહેલાની વાત જાણવી પડશે" ગુરુ શંકર નાથ આશ્રમમાં બેઠા-બેઠા પવિત્ર જળથી આ દ્રશ્ય જોઈ રહ્યા હતા તેમણે તે અઘોરી ને ઓળખી લીધો હતો અને સોમનાથને એ રહસ્ય કહેવા જઈ રહ્યા હતા જે માયા સાથે જોડાયેલો હતો

વર્ષો પહેલા જ્યારે માયા અઘોરી પાસે ગઇ હતી તે રૂપ રૂપના અંબાર સમી સ્ત્રીને જોઈને અઘોરી ની લાલ ટપકી હતી પણ તે માયાને હાથ પણ ન લગાવી શક્યો તેનું કારણ તે સમજી ન શક્યો તેણે માયાને અઘોર વિદ્યા શીખવવાનું શરૂ કર્યું માયા પહેલેથી જ ચુડેલ હતી અને એમાં પણ તે હવે અઘોરી વિદ્યા શીખી રહી હતી એક સમય આવ્યો જ્યારે અઘોર વિદ્યા માં હવે તેણે પોતાની આત્મા શેતાનને આપવાની હતી આ માટેની તૈયારી અઘોરીએ કરી લીધી હતી જેવી માયા શેતાનને પોતાની રૂહ આપવા ગઈ શેતાન ખુદ પ્રકટ થઈ ને માયા સામે હાથ આગળ કર્યા આ દ્રશ્ય જોઈ અઘોરી ચોંકી ગયો."હે માયા,મારી દિલ ની દેવી,મારી શક્તિ,તુ પાછી આવી ગઇ..તારા જવા થી તો જાણે મારી દુનિયા જ લુટાઇ ગઇ હતી પણ તુ મારી માટે પાછી આવી ગઈ..."શેતાન માયા ને ગળે લગાવતા બોલ્યો...માયા ને કશું સમજ માં ન આવિ રહ્યું હતું કે આ શું છે

"સેવક,જા જલ્દી મારો શયનકક્ષ તૈયાર કર,મારી માયા સાથે મારુ મિલન થશે"શેતાને અઘોરી ને આદેશ કર્યો

જી માલિક કરતો અઘોરી એ કંન્દ્રા માથી નીકળી બીજી ગુફા માં જઇ તૈયારી કરવા લાગ્યો.. અને શેતાન માયા ને પ્રેમ થી નીહાળવા લાગ્યો,"હુ જાણુ છું તને કશું યાદ નથી પણ આપણા મિલન થતા જ તને બધુ યાદ આવી જશે, અરે તારે આ સામાન્ય અઘોરી વિદ્યા શીખવા ની જરૂર જ નથી,ચાલ આપણા મિલન નો સમય થયો"આમ બોલી એ કદાવર,કાળા રંગ વાળો અને માથે શિંગડા વાળો એ શેતાન માયા ને જાણે નાની ઢીંગલી હોય તેમ ઉઠાવી પેલી ગુફા માં લઈ ગયો....

અઘોરી એ હાડકાં, મુરઝાયેલા ફૂલ,રક્ત ના કટોરા અને ચિતા ની રાખ થી એ ગુફા સજાવી હતુ,શૈતાન ને આવતા જોઈ તે ત્યા થી નીકળી ગયો હજુ તેને પોતાના સવાલ નોજવાબ ન મળ્યો કે માયા શેતાન ની સંગીની કેવી રીતે હોઇ શકે?


આ તરફ શૈતાને માયા ને પ્રેમ થી પથ્થર ના બિસ્તર માં મુકી તેની સામે બેઠો,તેને સામાન્ય કપડાં માં જોઇ શૈતાને કાળુ પાનેતર અને ઘરેણાં આપી તૈયાર થવા કહ્યું.. માયા હજુ એ જ અસમંજસ માં તૈયાર થઈ શૈતાન ની સામે આવી,શેતાન અહોભાવ થી તેની સામે જોઈ રહ્યો....

"કેટલા વર્ષો પછી તને જોઈ રહ્યો છું માયા,તારુ આ દાહક રૂપ, તારી આ જવાની એ સમયે પણ તુ આવી જ હતી આવ,આપણે એક થઈ જઇએ.."શૈતાન માયા ને બાહો માં ભરી ને કહેવા લાગ્યો.તેણે એક રક્ત નો કટોરો માયા ને આપ્યો અને એક પોતે પીવા લાગ્યો પછી માયા ને અનાવૃત કરી ને શૈતાન તેના દેહ ને મસળવા માં લાગી ગયો.માયા દર્દ થી કરાહી રહી હતી પછી અચાનક જ શૈતાન ને બાહો માં ભીચી ને મીઠા ઉહકારા સાથે "મારા શૈતાન મને યાદ આવી ગયુ છે,આહ્ મારા શૈતાન.."

બે વર્ષ બાદ

મયાંગ નો એ સુર્યોદય જાણે અશુભતા સાથે લાવ્યો હોય એમ સવાર થઇ હોવા છતાં અંધકાર નુ સામ્રાજ્ય હતુ.માયા આજે માયામહેલ પાછી ફરી...એક અલગ જ ચમક હતી તેના રૂપ માં,આવતા જ તેની મા એ હીર ને ત્યાં દિકરી ના જન્મ ની વાત કહી,દુશલા ને એમ કે હમણાં માયા ગુસ્સે થશે પણ માયા તો હીર અને રોમિલ ની દિકરી માટે બજાર માથી ભેટ લઈ તેના ઘરે ગઇ....



"હીર,મારી બહેન,લાવ ક્યા છે મારી ભાણી લાવ,એની માસી પાસે..."માયા એ બધી ભેટ ત્યાં મુકતા કહ્યું

લાવણ્યા અને બાકી બહેનો માયા ને જોઈ ચોકી કેમકે રોમિલ માટે નુ માયા નુ આકર્ષણ બધા ને ખબર હતી અને તે છેલ્લા બે વર્ષ થી તે ગાયબ હતી તેથી તેનુ અઆ વર્તન લાવણ્યા ને અજીબ લાગી રહ્યું હતું પણ તેણે અત્યારે કઇ બોલવુ મુનાસીબ ન લાગ્યું.. રોમિલ એક મહિના ની રોહી ને લઈ ને બહાર આવ્યો..હીરે રોમિલ ના હાથ માં થી રોહી ને લઈ માયા ના ખોળા માં આપી પણ જેવી માયા એ રોહી ને ખોળા માં લીધી તે દઝાવા લાગીકોઈ ને આ વાત જણાઈ તો નહી પણ માયારોહિ ને ભેટ આપી રોહી ને હીર ના ખોળામાં મુકી તરત જતી રહી "આ આમ કેમ જતી રહી"હીર બોલી
"છોડો ને દી,તે પહેલે થી જ એવી છે"છણકો કરતી લાવણ્યા બોલી

"ઓહ,મને નહોતી ખબક કે એ પણ પાછી આવી છે એ પણ હીર ની દીકરી ના રૂપ માં,હુ તો હવે એ પરીવાર સાથે કોઈ વેર નહોતું રહયું કેમકે મને મારી શક્તિઓ અને તમે મળી ગયા હતા પણ હવે તો હુ મજબુર છુ મારે હીર ની દિકરી ને મારવી જ પડશે"શૈતાન સાથે વાત કરતા માયા બોલી..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED