રકત યજ્ઞ - 6 Kinna Akshay Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રકત યજ્ઞ - 6

"તો આજે દરેક ક્લાસ ગ્રુપ ના સજેશન જમા કરાવવા નો દિવસ છે,નેક્સ્ટ લેક્ચર માં દરેકે પોતાના પસંદ કરેલ જ્ગયા ની ડીટેલ્સ જમા કરાવી દેવી,15 દિવસ બાદ ક્યાં જવું તે નક્કી કરવામાં આવશે"પ્રોફેસર આટલુ જણાવી ને ભણાવવા નુ શરૂ કર્યુ..
બીીજા તાસ માં રોહી પોોતાના સજેશન પણ જમા કરાવ્યાં અને પછી રોહિ. અનેેરાજ કેેેન્ટટીીન માંં બેઠા.. રાજે રોહિ ના હાથ પર હાથ મૂકી કહ્યું"છેલ્લા બે મહિના થી હુ ઈઝહાર કરું છું પણ તું હા નથી પડતી કે નથી ના પાડતી મારે બીજું કશું નહીં પણ તારો જવાબ જોઈએ છે હું જાણું છું તુ પણ મને પ્રેમ કરે છે, તારીી આંખોમાં મારી માટે પ્રેમ દેખાય છે, રોહી આજે તારેેેેે મને જવાબ આપવો જ પડશે"
" રાજ અમુક વાર એવું થાય છે કે પ્રેમ કરવા છતાં પણ આપણે જવાબ નથી આપી શકતા મારું પણ કંઇક એવું જ છે સમય આવ્યે હું તને બધું જણાવીશ અત્યારે તું એમ સમજ કે મારી એવી કોઈ મજબૂરી છે જેના લીધે હું તમને સત્ય જણાવી નથી શકતી પણ હા સમય આવે જો આપણું મિલન શક્ય હશે ચોક્કસ આપણે જન્મો જનમ ના સાથી બનીશું" રાજે પોતાના હાથ પર મુકેલા હાથ પર હાથ મુકતા રોહિ બોલી

"લો આ લોકો તો અહી પ્રેમાલાપ કરે છે ને આપણે આખી કોલેજમાં આમને શોધી આવ્યા"રોહિ અને રાજ ની ટીખળ કરતાં જૈના બોલી
રાજ-અમે બસ તમારી રાહ જોતા હતા, બાય ધ વે અમે આપણી સિલેક્ટ કરેલી જગ્યા સબમીટ કરી દિધી છે સો લેટ્સ હેવ પીઝા પાર્ટી!!!" એમ કહી રાજ ઓર્ડર આપવા કાઉન્ટર પર ગયો
રીના-"રોહિ, ક્યાં સુધી એને આમ તડપાવીશ,અમને પણ રાજ માટે તારો પ્રેમ દેખાય છે, એવી તો કેવી મજબૂરી છે તારી"
રોહી-"હુ હમણા નથી જણાવી શકતી પણ હા આપણે મયાંગ જઇએ પછી મારા માં ને મળી ને હુ તમને ચોક્કસ જણાવીશ અને રાજ ને પણ જવાબ આપીશ"

"હા રાજ હુ તને ખૂબ ચાહુ છુ પણ તુ સામાન્ય માનવ છે અને હુ,હુ એક ચૂડેલ, ગમે એટલો પ્રેમ કરી લઇએ એક બીજા ને પણ આ મિલન લગભગ અશક્ય છે છતા જો નિયતી ની ઈચ્છા હશે તો ચોક્કસ આપણે એક થશુ"પીઝ લઈ ને આવતા રાજ ને જોઈ ને રોહિ મન મા બોલી..
એ જ રાત્રે પ્રોફેસર મિશ્રા ના ઘરે
"હાશ,ચાલો હવે નિરાંતે પ્રોજેક્ટ ચેક કરી ને જગ્યા પસંદ કરુ"સ્ટડી ટેબલ આગળ બેસી પ્રોફેસર મનોમન બોલ્યા..
એક જેવી જગ્યાઓ ના જૂથ તેમણે અલગ કરવા માંડ્યા જેમકે રાજસ્થાન ના ઐતિહાસિક સ્થળ, ગુજરાત નુ જુનાગઢ,કેટલાકે તો વળી તાજમહેલ નુ પણ સજેશન આપ્યું હતું, આ બધા માં એક માયા મહેલ નુ સજેશન અલગ લાાગતા હજુ તો પ્રોફેસરે તે ફોર્મ હાથમાં લીધું જ હતું કે બહાર ગાજવીજ સાથે વરસાદ ચાલુ થઈ ગયો જાણે આખું આકાશ શ તૂટીને નીચે આવવાનું હોય તેમ પૂરજોશમાં વરસાદ ચાલુ થયો અને અચાનક એક મોટો કાળો બિલાડો પ્રોફેસરની આંખો આગળ આવીનેેે બારી બહાર ઉભો રહી ગયો એક ક્ષણ માટે પ્રોફેસર પણ ડરી ગયા પછી તેનેેે ભગવાને કોશિશ કરી પણ તે પોતાની જગ્યાએથી ટસનો મસ ન થયો છેલ્લા ઉપાય તરીકે પ્રોફેસરે બારી બંધ કરી દીધી "હમમમમ...માયા મહેલ ...આવી જગ્યા તો કદી કોઇવર્ષે સજેશન માં આવી જ નથી.. લેેટ મી ચેક ઓન ઇન્ટરનેટ.."આમ કહી પ્રોફેસર કમ્પ્યુટર ચાલુ કરી કરીને માયા મહેલ સર્ચ કરવા લાગ્યા પહેલા સર્ચ એન્જિનમાં કોઈ મારા મહેલ નામ ની જગ્યા તેમને મળી નહીં "અરે આવુ કેવી રીતે થાય, લાવ ફરી એક વાર જોઉ.." અનેેે પ્રોફેસરે ફરી એકવાર માયા મહેલ એમ સર્ચ એન્જિનમાં ટાઈપ કર્યું અને આશ્ચર્ય વચ્ચે આ વખતે તેમને મયાંગનો આ મહેેેલ દેખાયો અને તેની હિસ્ટ્રી વાંચવા લાગ્યા.." મયાાંગ નો માયા મહેલ એક શક્તિશાળી ચુડેલ માયા નો બનાવેલો છે અત્યારે આ ખંડેર પડેલો મહેલ એ વખતે સર્વશ્રેષ્ઠ મહેલ માનવામાં આવતો હતો માયાના રહસ્યમય રીતે ગાયબ થયા બાદ આ મહેલ ખંડેર થઈ ગયો હતો. લોકકથા અનુસાર માયા ખૂબ શક્તિશાળી હતી અને તેને મારવી સહેલી ન હતી તે પોતે અઘોર પંથ ની ઉપાસક પણ હતી પણ અઘોર સાધનાા પછી જ્યારે તે માયા મહેલ પાછી ફરી ત્યાર પછીી તે કોઈને જોવા મળી નથી"આ તો રસપ્રદ જગ્યાા છે પણ બસ આટલીી જ માહિતી કેમ છે આગળ કશું જ નથી, કોઈ વાંધો નહીં આ જગ્યા જ ફાઈનલ કરી દઉ નવી જગ્યા જોવાા અને જાણવા.મળશેે અને અનેે સાથે સાથે માયા વિશે પણ વધુ જાણકારી મળી રહેશે ચાલો તો પછી કાલે હું પ્રિન્સીપાલ સાહેબ ને આ જગ્યા ફાઇનલ કરીને જણાવી દઉં.....
"તૈયારી કરવા માંડો,મારા ભાણી આવી રહ્યા છે મને મળવા અને આ મારા બંધન તોડી મને આઝાદ કરવા,હા,,હા,,હા"અને એ હાસ્ય થી આખુ મયાંગ ધ્રુજી ઉઠ્યું...



આ તરફ લાવણ્યા ની તબિયત ધીરે-ધીરે સુધરી રહી હતી પણ સાતેય માંથી એકેય બહેનને ખબર ન હતી કે તેમની જાણ બહાર રોહી મયાંગ આવી રહી છે પણ ગુરુ શંકર નાથ તે કશું છૂપું રહી શકતું નથી તેઓ અનુષ્ઠાનની તૈયારીમાં લાગી ગયા આ અનુષ્ઠાન થી રોહીના શરીરના ચક્રો જાગૃત થવાના હતા જે માયા કદાપિ ન થવા દે આ માટે માયા ને રોકવા માટે તેમણે આશ્રમની ચારેબાજુ એક સુરક્ષાચક્ર બનાવી લીધો અને પોતે સાત દિવસના અનુષ્ઠાન માં બેસી ગયા જેની માયાને સુરક્ષા ચક્રના લીધે ખબર ન પડી આ તરફ રાતના બે વાગ્યા છતાંય રોહિની આંખોમાં ઊંઘ ન હતી અચાનક રહી જાણે કોઈના વશમાં હોય તેમ ઊભી થઈ બારી બહાર છલાંગ લગાવી દીધી તે ચુડેલ છે તેના લીધે તેને જરા પણ ઇજા ના થઇ અને તે ઉભી થઇ જંગલ તરફ ચાલવા લાગી