HELP - 6 books and stories free download online pdf in Gujarati

HELP - 6

પ્રકરણ ૬- જેસિકા દિવાન

સિગ્નલ ખૂલી ગયું હતું.પાછળથી ર્હોન વાગવા શરૂ થઇ ગયા હતા. બેલા ના પગ રસ્તા સાથે જ જોડાઈ ગયા હતા, મહા મહેનતે તેણે વિચારો ખંખેરી એકટીવા સાઈડમાં લીધું.

‘હું શું કરું ? હું શું કરી શકું ? ઓહ, ભગવાન ! આજે બેંગ્લોરમાં ચોક્કસ કંઈ થવાનું છે !કોલેજ પહોંચી નિંરાતે જ કંઈક કરી શકાશે. કોલેજ પહોંચી બેલાએ આસ્થાને જણાવ્યું કે આજના બધા જ લેક્ચર તુ ભરી દેજે અને જે કઈ નોટ મળે તે લખી લેજે. મારે લાઇબ્રેરીમાં થોડું કામ છે.

લાઇબ્રેરીમાં પહોંચીને તેણે મોબાઇલમાં બેંગ્લોરના તમામ દૈનિક અખબાર પત્ર ખોલ્યા. એણે મનોમન સાયબર દુનિયાનો અને ગુગલનો આભાર માન્યો. નેટ ઉપર તેણે બેંગ્લોરના મોટાભાગના દૈનિક અખબાર પત્રો ઉથલાવ્યા.દરેકે દરેક નાની કોલમ કે ઝીણામાં ઝીણી વિગત તેણે વાંચી .ક્યાંય કોઈ suicide attempt ના કે મર્ડર ના સમાચાર તેમાં નહોતા વધુ ને વધુ તે મૂંઝાઈ રહી હતી.

‘આ છાપાવાળા કોઈ સમાચાર છાપતા જ નહીં હોય !કે પછી મને વહેમ પડી રહ્યો છે! ના આ વહેમ નથી .કશું અજુગતું બનવાનું છે !બેલા, બેલા ઝડપ થી વિચાર.’

એક વિચાર બેલાના મનમાં ઝળકયો. આ વિચાર પોતાને પહેલા કેમ ના આવ્યો ? નિરાલી શાહનું ફેસબુક એકાઉન્ટ ખોલીને ફ્રેન્ડ લીસ્ટ ચેક કરવામાં આવે તો ?કદાચ એમાંથી કોઈ બેંગ્લોરની સખી હોય !ઝડપથી તેણે નિરાલી નું ફેસબુક પેજ ખોલી તેના ફ્રેન્ડ લીસ્ટ તપાસવાની શરૂઆત કરી.

ફ્રેન્ડ્સ લિસ્ટમાં ચોથા નંબરે હતી જેસિકા દીવાન આ યુવતી એવી જ લાગે છે ,જે બેડ માં સુતેલી હતી અને તેનો સ્કેચ કરવામાં આવે તો તે ડ્રોઈંગબુકમાં દોરાયેલા સ્કેચ જેવી જ લાગે .ઝડપથી તેણે જેસિકા દિવાનનું પ્રોફાઈલ ચેક કર્યું. જેસિકા એ બી.કોમ નિરાલીની કોલેજ માં જ કરેલું છે.હાલમાં વર્કિંગ ” ગ્લોબલ પેસેફિક બેંક ઇન બેંગ્લોર.”

બેલા ને થોડીક નિરાંત લાગી કારણ કે તે એ કેરેકટર સુધી તો પહોંચી ગઈ હતી, જે હવે પછી નો શિકાર હતો. ‘મારે જેસિકાને ચેતવવી પડશે પણ પ્રોફાઇલમાં કોઈ ફોન નંબર કે એડ્રેસ લખ્યા નથી !માત્ર બેંગ્લોર પરથી કઈ રીતે ખબર પડે ? હાલમાં તે ગ્લોબલ પેસિફિક બેન્કમાં જોબ કરે છે. કોઇ પ્રાઇવેટ બેન્ક લાગે છે .google માં તેની બ્રાંચ વિશે ચોક્કસ માહિતી મળી જશે.’

ફરીથી તેણે બેંકનું નામ અને સીટી નું નામ નાખીને તપાસ શરૂ કરી.ઝડપથી બેંકની છ બ્રાન્ચના એડ્રેસ ખુલી ગયા. ‘થૅન્ક ગૉડ ! દરેક બ્રાન્ચ નો કોન્ટેક નંબર પણ છે. હવે જેસિકા નો સંપર્ક થઈ શકશે .ચોક્કસ.’

એક પછી એક દરેક બ્રાંચના કોન્ટેક નંબર પર તેણે કોલ કરવા શરૃ કર્યા. બેંક માં કોલ કરવા માટેની તેણે એક સ્ક્રીપ્ટ તૈયાર કરી

‘ તમારા સ્ટાફ માંથી જેસિકા દિવાનનો મારા પર ફોન આવેલો .એમણે જે સ્કીમ મને સમજાવી હતી, એ મુજબ મને ઈન્વેસ્ટ કરવુ યોગ્ય લાગ્યું છે. શું જેસિકા દિવાન જોડે મારી વાત થઈ શકે?’

પહેલી ચાર બ્રાંચમાં ફોન કરતા એક સરખો જવાબ મળ્યો-‘ ના મેડમ તમારી કોઈ ભૂલ લાગે છે. અમારા સ્ટાફ માં જેસિકા દિવાન નામનું કોઈ નથી.’

પાંચમા નંબરની બ્રાન્ચમાંથી એને પોઝીટીવ રીપ્લાય મળ્યો.

‘ તમે ફોન ચાલુ રાખો જેસિકા દિવાનને કોલ ટ્રાન્સફર કરું છું.’

થોડીક મીનીટો વીતી ગઈ. છતાં સામેથી કોઈ રિપ્લાય આવ્યો નહીં. ફરીથી એજ રિસેપ્શનિસ્ટ નો અવાજ આવ્યો.’ સોરી મેડમ !એ આજે ઓફિસે આવ્યા હતા. પણ કોઈ અરજન્ટ ફોન કોલ આવવાથી ઘરે નીકળી ગયા છે. એમના સ્થાને તમે મલેશ જોડે વાત કરી શકો છો.’

‘નો !નો ! મારે ફક્ત જેસિકા દિવાન જોડે જ વાત કરવી છે. તમે જ ઝડપથી એમનો નંબર મને સેન્ડ કરો.’

‘ સોરી મેમ ! ધીસ આર નોટ અવર રુલ્સ .‘

‘ અમારા કોઈ કર્મચારીનો પર્સનલ નંબર અમે શેર ના કરી શકીએ. તમારી મુશ્કેલી સંબંધે તમે મલેશ નાગરાજન સાથે વાતચીત કરી શકો છો.’

‘ તમે સમજતા કેમ નથી ?આ અર્જન્ટ છે !જીવન-મરણનો સવાલ છે ! પ્લીઝ મને જેસિકા જોડે વાત કરવા દો ‘ .બેલા ફોનમાં અકળાઈને બોલી ઉઠી.

‘સોરી મેડમ રુલ્સ આર રુલ્સ’ બેલાની ફોનમાં દલીલો ચાલુ રહી પણ સામા છેડેથી ફોન કપાઈ ગયો. એક બે વાર ફરી ટ્રાય કરવા છતાં સામા છેડેથી ફોન રિસીવ થયો નહીં.

‘કમ્બક્ત આ રિસેપ્શનિસ્ટો !’ બેલા ગુસ્સામાં બરાડી પડી. લાઇબ્રેરીમાં બેઠેલા તમામ નું ધ્યાન તેના પર ગયું. અત્યારે એ સૌની બેલાને પરવા ન હતી .ટેબલ પર હાથ પછાડતી તે ઉભી થઇ .લાઇબ્રેરીમાં તે તમામનું ધ્યાન ખેંચી રહી હતી. તે ઝડપથી ચાલીને કોલેજ કેમ્પસમાં પહોંચી.

‘ મારે કોઈ જલ્દી નિર્ણય લેવો પડશે. મારે જલ્દી કોઈ રસ્તો વિચારવો પડશે તે મુર્ખ રિસેપ્શનિસ્ટ ફરી વાર મારો ફોન નહિ ઉપાડે .આસ્થા ની પાસે ફોન લગાડી જોઉં તો તો પણ એ ચિબાવલી જેસિકાનો સેલ નંબર નહીં આપે.’ બેલાના પોતાના મન સાથેના સંવાદો ચાલુ હતા.

‘હા એક રસ્તો નીકળી શકે કેર હોમિયોપેથીક સેન્ટર ની દવાઓ જેસિકા લઈ રહી છે ,ત્યાંથી કદાચ એનો નંબર મળી જાય .હા ,ત્યાંથી નંબર મળી શકે ,પણ મારે સાવચેતીથી કામ લેવું પડશે.’

કેર હોમિયોપેથીક સેન્ટરનો નંબર પણ google માં શોધતા મળી ગયો બેલાએ મનને શાંત કર્યુ. આ વખતે દરેકે દરેક શબ્દ વિચારીને બોલવા માંગતી હતી.

ફોન લાગતા સામેથી મીઠો અવાજ આવ્યો. ‘ હલો કેર હોમિયોપેથીક સેન્ટર !હું તમારી શું સેવા કરી શકું ?’

‘ હું બેલા દીક્ષિત બોલું છું. હમણાં જ એક પાર્ટીમાં મારી જૂની કોલેજની કલીગ જેસિકા ,જેસિકા દિવાન મળી હતી. તે તમારી ટ્રીટમેન્ટ લઈ રહી છે.ભરપૂર વખાણ કર્યા તમારા હોમિયોપેથીક સેન્ટરના ! તમારી ટ્રીટમેન્ટ પરથી એને ઘણો ફરક પડ્યો. આઇ મીન જેસિકાની વાતથી તો હું ખુદ ઈનફ્લુઝ થઈ ગઇ છુ.’

‘યુ સે જેસિકા દિવાન ! જસ્ટ આઇ ચેક ઇટ ! ‘ ઝડપથી ફોનમાં સામે રહેલી વ્યક્તિએ સોફ્ટવેરમાં ડેટા ચેક કર્યા અને કહ્યું- જેસિકા દિવાન યસ ! સ્કિન ટ્રીટમેન્ટ માટે તે લાંબા સમયથી અમારી સાથે જોડાયેલા છે. તેમણે તમને અમારી ક્લિનિક નો રેફરન્સ આપ્યો.અમારા ડોક્ટર પ્રીતમ લખવાણી પાસે તેમની ટ્રીટમેન્ટ ચાલી રહી છે.’

‘ હા ! એવું જ કંઈ નામ જેસિકા એ કહ્યું હતું. એમના બહુ વખાણ પણ કર્યા જેસીકાએ !’

‘ તો મેડમ તમે કયા સંદર્ભે મળવા માંગો છો ? શું હું તમારી અપોઈન્ટમેન્ટ બુક કરી લઉં ?’

‘ મારે પણ સ્કિનને લગતી સમસ્યાઓ છે. બને એટલી વહેલી અપોઇમેન્ટ ગોઠવજો.’

‘ ઓકે આવતા અઠવાડિયે શુક્રવારે કેવું રહેશે ? એક ફોર્મ તમને ઓનલાઇન સબમીટ કરું છું. તે ભરી દેજો.’

‘ ઓકે આમ કમ્ફર્ટેબલ વિથ ઇટ. પણ મારે બીજી પણ તમારી એક ફેવર જોઈતી હતી’

‘ શું હેલ્પ કરી શકું મેડમ બોલો ને ?’

‘ મારાથી જેસિકા નો નંબર મિસ થઈ ગયો છે. તમે તો જાણો છો નવો મોબાઇલ લઇએ અને કોન્ટેક્ટ બેકઅપ ના કરેલા હોય ,અગત્યના કોન્ટેક્ટ પણ મિસ થઈ જાય છે. મને જેસિકા નો નંબર મળી શકશે ?’

‘ વ્હાય નોટ ,રાઇટ ડાઉન’ તે બોલી.પેલી ખરેખર ઉત્સાહમાં હતી એક નવી ઇંકવાયરી મળવાથી.

‘બેલાએ ઝડપથી હાથ પણ તે નંબર લખ્યો .ફોન મુકતા આંખ મીંચીને ક્ષણવાર તે ઉભી રહી.

‘યસ આઇ ડન ઇટ ! નંબર મળી ગયો. ‘તેને પોતાને જ શાબાશી આપવા નું મન થયું.

ઝડપથી તેણે તે આંકડા ડાયલ કર્યા ત્રણેક વખત જેસિકા નો સેલ ટ્રાય કરવા છતાં તેણે ઉપાડ્યો નહીં.બેલાએ ચોથી વાર ફોન ડાયલ કર્યો રીંગ વાગ્યા પછી સામેથી ફોન ઉપાડ્યો.

‘ હલો ,હલો ! જેસિકા’ બેલા ફોનમાં બુમજ પાડી બેઠી.

‘ ના જેસિકા નથી. તમે કોણ બોલી રહ્યા છો ?’ સામેથી કોઇ પુરુષનો ઘેરો સ્વર સંભળાયો.

‘હું!’ .પળવાર તે અચકાઈ પછી વિચારી ને બોલી ‘હું આસ્થા બોલું છું.જેસિકા ની જૂની ફ્રેન્ડ. તમે કોણ બોલી રહ્યા છો ?’

‘ આસ્થા બેટા ! હું તેનો ફાધર બોલી રહ્યો છું. શું છે ?જેસિકા બાથરૂમમાં ગઈ છે.’

‘ એ બરોબર તો છે ને અંકલ ? મને થોડી ચિંતા થતી હતી .આમ સર્વિસમાં થી સીધી ઘરે આવી ગઈ એટલે.’

‘ ઓહ એવી કોઇ ચિંતા કરવાની જરૂર નથી. અમારે એક અરજન્ટ કામે અમદાવાદ જવાનું થયું છે. એટલે જ એને ઓફિસેથી બોલાવી છે.’

‘ થેન્ક્યુ અંકલ ! આગળના શબ્દો શું બોલવા તે બેલા વિચારવા લાગી.

‘ અંકલ તમે નીરાલી શાહ, જેસિકાની ફ્રેન્ડ નું નામ સાંભળ્યું છે?’

‘હા ,એની એવી કોઈ ફ્રેન્ડ છે તો ખરી !’

‘ અંકલ આ વાત જેસિકાને ના કહેતા .પણ તમે ધ્યાન રાખજો નિરાલી શાહનું અમદાવાદમાં એના એપાર્ટમેન્ટમાં મર્ડર થઈ ગયું છે’

‘મર્ડર !ઓહ માય ગોડ !’

બેલા દરેક શબ્દ પર ભાર મુકી બોલી-‘ અને મને શંકા છે કદાચ એ ખૂની બીજો એટેક જેસિકા પર કદાચ કરે !’

‘ જેસિકા પર ! પણ શું કામ ?’

‘ ખબર નહી અંકલ, કદાચ આ મારી શંકા હોય. હું જસ્ટ તમને ચેતવવા માગું છું. ‘

‘ ચોક્કસ બેટા, જેસિકા આવે એટલે તરત તને ફોન કરાવું .તારું આખું નામ શું છે ?’

‘ આસ્થા પંચાલ ‘ મનોમન બેલાએ આસ્થા અને આલોક ની સરનેમ જોડી દીધી.

‘ તો બેટા આસ્થા ! મારે તને એક છેલ્લી વાત કરવી છે.’

‘ શું અંકલ ?’

‘ બેટા તે ફોન કરવામાં ઘણું મોડું કરી દીધેલ છે.’

‘ હલો, હલો ! ‘ ફોન પર બેલા રડતી રહી. પણ સામે છેડેથી ફોન કપાઈ ચૂક્યો હતો.

-----------------------------------------------------------------------------------------------

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED