HELP - 5 books and stories free download online pdf in Gujarati

HELP - 5

પ્રકરણ ૫ .ફરી એક વખત

ચાર દિવસ વીતી ગયા. બેલા આલોકના સતત સંપર્કમાં રહી, પોલીસ તપાસ નિષ્ક્રિય દિશામાં આગળ વધી રહી હતી. આલોક ને લાગતું હતું કે પ્રીત શાહ પાછળ લાગી ને તે લોકો સમય બગાડી રહ્યા હતા. તેઓ કરે પણ શું? આગળ વધવા માટે કોઈ સુરાગ મળતો નહોતો .પછીના દિવસે બેલા સાથે ઘણી રસપ્રદ અને વિચિત્ર કહી શકાય તેવી ઘટના બની.ઘરે દિલીપકુમાર અને મધુબાલાનું મોગલે આઝમ મુવી ચાલી રહ્યું હતું. બેલા શી ખબર તે જોવા ફરિવાર બેસી ગઈ. પછીની બે રાત્રિઓ નિંદ્રામાં એક જ પ્રકારના સપના આવ્યા.બેલા કોઈને વારંવાર કહી રહી હતી-“બિલકુલ અનારકલી જેવી લાગે છે તુ ! આ બોલી તે સામેવાળી વ્યક્તિના ગાલ ખેંચવા લાગતી. પોતાનો ચહેરો સ્પષ્ટ થતો હતો પણ બીજો ચહેરો અસ્પષ્ટ હતો .મુવીની મગજ પર અસર થઇ હશે તેવું તેને લાગ્યુ. ના પણ તે એટલું સરળ નહોતું. ફલેટ માં બીજા માળે રહેતા કંસારા પરિવારના પુત્રના પ્રથમ જન્મદિન નિમિત્તે ફ્લેટના કોમનપ્લોટમાં નાની પાર્ટીનું આયોજન કરેલું . બેલાના પરિવાર સહિત તમામ રહેવાસીઓને આમંત્રિત કરાયા હતા. પીળા રંગની સિફોન સાડીમાં અનુરાધા જયસ્વાલ વ્યક્તીત્વ ઓર ચમકી ઊઠયું.બેલાની અને તેમની નજરો મળી. સહજ રીતે તેમનાથી બેલાને પુછાઈ ગયું. -‘ કેવી લાગુ છું હું ?’

બેલાના મોંમાંથી ઉદગાર નીકળ્યા-‘ બિલકુલ અનારકલી જેવા ‘

સહસા આ વાક્ય બેલાથી કેમ નીકળી ગયું ! બેલાને ખ્યાલ ના રહ્યો ! પણ અનુરાધા જયસ્વાલ ને મોટો આંચકો લાગ્યો. બેલાનો હાથ આવેશમાં પકડી તે બોલ્યા” શું બોલી તુ ?બેલા તે શું કહ્યુ?’

બેલા નો હાથ વધુ ભીંસાયો. અનુરાધા જયસ્વાલ આંખના છેડે બે અશ્રુ ચમકી ઉઠ્યાં.

‘મારા આ રીતના વખાણ તો ફક્ત ધારા જ કરતી. મને આ રીતે ચીડવી ને!’

‘તમારા બંને ગાલ ખેંચતી’ બાકીનું વાક્ય બેલાએ પૂરું કર્યું

‘હા !હા ! બિલકુલ એમ જ. તને આ કેવી રીતે ખબર?’

બેલા પાસે કોઈ ઉત્તર નહતો. તે પોતે જ ગુંચવણમાં હતી. પાર્ટીના અન્ય લોકોનું ધ્યાન તેમના તરફ જઇ રહ્યું હતું. તેને જવાબમાં એટલું જ કહ્યું અનુરાધા આંટી હું તમને પછી મળવા આવીશ.

પાર્ટીમાં બન્ને નું મન અલગ-અલગ દિશામાં દોડી રહ્યું હતું. બેલા ગુંચવણમાં હતી પોતે અનુરાધા આંટી ને મળીને કહેશે, તો પણ શું કહેશે! નિરાલીના મોતના ઘટના વાળી રાતની કહાની કે નહીં પિનાકીન જયસ્વાલ તે દિવસે શા માટે બાલ્કનીમાં છરી લઇને ઉભા હતા. પણ બેલાની મુસીબત ટળી ગઈ.રાત્રે જ્યારે અનુરાધા જયસ્વાલ ના ઘરે પાર્ટી પછી ગઈ ,તો પિનાકીન જયસ્વાલ બંનેની વાતચીત દરમિયાન સતત હાજર રહ્યા. તેમની હાજરીમાં અનુરાધા જયસ્વાલે સામેથી આ વાત ઉખેળી નહીં.બેલા ને અચાનક ધારા ના દોરેલા ચિત્ર જોવાની ઇચ્છા થઈ. અનુરાધા જયસ્વાલે એ તમામ ડ્રોઈંગ બેલાને બતાવ્યા .કોલેજકાળમાં ધારા એ દોરેલા સ્કેચ અદ્ભુત હતા. ખૂબ જ બારીકાઈથી અને આબેહૂબ દોરેલા ચિત્રો. પોતે આટલુ સુંદર ક્યારેય દોરી શકે એવું એને લાગ્યું. ધારા ની એક ડ્રોઈંગબુક્ તે પોતાની જોડે લઈ આવી. તે તમામ ચિત્રો જોતી ડ્રોઈંગબુક ને પથારીમાં રાખીને સૂઈ ગઈ.

----------*----------*-------*----------*---------------*----------*------------------------*-------------------------*---------------------*----------------

ઘડિયાળમાં બેના ટકોરા થયા. બેલા ની આંખો અચાનક જ ઊઘડી ગઈ તે ઉપર ની દિવાલ સામે સ્થિર થઈ ગઈ. ફરીથી એ જ ઘટના ઘટી રહી હતી. બેલા ની અંદરનું તત્વ ઓગળી રહ્યું હતું. અને કોઈ નવું જ તત્વ તેના શરીરનો આકાર લઈ રહ્યું હતું. બેલા મુસ્કુરાઇને પથારીમાંથી બેઠી થઈ. એક ઝાટકા સાથે તેણે ડોક ફેરવી, બાજુમાં પડેલી ડ્રોઈંગબુક ઉપાડી. ચેતન્ય ધરાવતા શરીરને કોઈ વહાલ કરે તેવુ જ વહાલ તેને ડ્રોઈંગબુક ને કર્યું. દફતરમાં થી તેણે એક પેન્સિલ કાઢી, અને ડ્રોઈંગ બુક ના પાના પર સ્કેચ બનાવવાનું શરૂ કર્યું. જેમ જેમ સ્કેચ દોરાતું ગયું બેલાના ચહેરાની અકળામણો વધવા લાગી. એકાદ પળ સ્કેચ દોરતા હસતી તો બીજી પળે પોતાના દાંત ભીંસીને ચિચિઆરીઓ બોલાવતી. દસેક મિનિટ પછી બેલાનું શરીર હળવું થઈ ગયું. આંખો ઘેરાવા લાગી ડ્રોઈંગબુક ને મુટ્ઠીઓમાં દાબી તે ફરી સુઇ ગઈ.

આ ઘટના ના થોડા કલાકો પછી,મોબાઈલ માં મુકેલા અલાર્મે તેની ઊંઘ ઉડાડી. આંખો ખૂલી પણ શરીર ઊભા થવા રાજી ન હતું. ફરીથી એ જ અસહ્ય થાક અને બેચેની તેને મુંઝવી રહ્યા હતા. મહાપરાણે તે પથારીમાંથી બેઠી થઈ, હાથ ની બાજુમાં જ રાખેલી ડ્રોઈંગબુક ને નીરખી મલકાઇ. ડંકા ઘડિયાળ સામે નજર કરી તે બરાબર સમય બતાવી રહી હતી. ફ્રેશ થવા તે બાથરૂમમાં ગઈ રોજિંદી ક્રિયાઓ અને ચા-નાસ્તો પતાવીને તે ફરી બેડરૂમમાં આવી. ‘ડ્રોઇંગબુક ને તો ઠેકાણે મૂકી દઉં’ તે મનમાં જ બોલી.

ફરિવાર નોટબુક પર નજર ફેરવવા ની લાલચ તે રોકી શકી નહિ.એક પછી એક પાના ઉથલાવતા આખર ના પાના પર તેની નજર ચોંટી ગઈ. આ ન હોઈ શકે! આ ચિત્ર અહિંયા નહોતું. આટલું વિચિત્ર ચિત્ર ! તો આ ચિત્ર ક્યારે દોરાયું ?આજે ફરી પેલા દિવસ જેટલો થાક અને બેચેની કેમ લાગે છે ?ઓ માય ગોડ !ફરી એ જ અનુભવ ! જરૂર આ ચિત્ર બીજા કોઈ ખૂનની તરફ દિશા સૂચન કરી રહ્યું છે.

ફરીથી ચિત્ર તરફ તેણે નજર કરી .બેડરૂમમાં નાઇટ ગાઉનમાં એક સુંદર છોકરી સૂઈ રહી છે, પણ ઉપર લાગેલા પંખા ઉપર ગાળિયો છે. કોઈ સુસાઇડ અટેમ્ટ કરે તે જ રીતે પંખાના હુકમાં થી લગાવીને તૈયાર કરેલો ગાળિયો. અજીબ અકળામણ તેના દિલમાં થઇ રહી હતી. એ ચિત્ર બેલાને નિર્દેશ કરી રહ્યું હતું. ફરી ચિત્ર ના દરેક પેરામીટર તેણે જોયા. રૂમ, પલંગ પંખા પર તૈયાર કરાયેલો ગાળિયો. નાઇટગાઉન માં સુતેલી યુવતી ! એવું કેમ લાગે છે કે હું આ યુવતીને જાણું છું. મગજમાં અજીબ ધમસાણ મચી ગયું. ચિત્રમાંથી યુવતિ જાણે બહાર આવીને બેલાને ઉદગારી રહી હતી. એક સેકન્ડ આ શું છે ? બેલાનુ ધ્યાન તે ચીજ તરફ પહેલા ગયું ન હતું.પલંગની દીવાલને અડીને આવેલા કપર્બોડ પર તારીખયુ ગોઠવેલું હતું. તારીખ તેણે વાંચી. ૧૮/૩/૨૦૧૯. આજની તારીખ ! આજનો દિવસ ! ઓ માય ગોડ !પોતાનો ફોન શોધવા તે ઝડપથી ભાગી.

‘આલોક !આલોક ! પ્લીઝ ફોન ઉપાડજે.’ બોલતા તેણે આલોક ને ફોન જોડ્યો.

‘આલોક એક અરજન્ટ વાત મારે તને પૂછવાની છે.?’

‘હા પુછ બેલા તું ફોનમાં આટલી ગભરાયેલી કેમ લાગે છે ?શું થયું.?’

‘આલોક આજે શહેરમાં કોઇ યુવતીના ગળે ફાંસો ખાઈને મરી જવાની ઘટના બની છે.?’

‘જો અમારી હદમાં તો એવો કોઈ કેસ આવ્યો નથી. છતાં તપાસ કરી લઉં’

‘આલોક જરા જલદી મને લાગે છે કે સમય ખૂબ ઓછો છે.’

‘તું શું બોલી રહી છે ? બેલા શેનો સમય ઓછો છે ?’

‘એ બધી વાત પછી કરીશ પહેલા તુ તપાસ કર.’

સામે છેડેથી ફોન મુકાઈ ગયો બેલાની પલ્સ 120 ની ઝડપે ભાગી રહી હતી.વિમળા દીક્ષિતને બેલા ની આ હાલત જોઈને નવાઈ લાગી. પરસેવાથી રેબઝેબ અને મોં પર આટલો ડર!

‘શું થયું છે બેલા તુ આટલી ગભરાઈ કેમ લાગે છે ?’

બેલાને સ્વસ્થ થવું જરૂરી લાગ્યું. મમ્મી ને કોઈ વહેમ પડે તો કાગનો વાઘ થઇ જશે.

‘એવું નથી મમ્મી !બસ વિચારમાં હતી.’

‘શું વિચારમાં? બેલા આટલી નર્વસ તો તું પરીક્ષામાં પણ નથી હોતી.’

ત્યાં બેલા નો ફોન રણકી ઉઠ્યો.આલોકનો કૉલ હતો.

‘બેલા તે જે રીતના કેસ નું વર્ણન કર્યું,એવો કેસ આપણા શહેરમાં દર્જ થયો નથી.’

‘નહિ હોય તો આવશે !આલોક ,ચોક્કસ આવશે.’

બેલા ને લાગ્યું પોતે રડી પડશે સામે વીમળા દીક્ષિત અને ફોન પર આલોક બંને આ કથનથી અચંબિત થયા હતા. હું તને પછી ફોન કરીશ .કહી બેલાએ ફોન કાપી નાખ્યો, વિમળા દીક્ષિત બેલા પર સવાલોની ઝડી વરસાવે એ પહેલા બેલા કોલેજ જવા રવાના થઈ. વિમળાદીક્ષિત જયંત દીક્ષિત જોડે ચર્ચા કરવા માગતા હતા. બેલા ના આજના વર્તન પરથી તેમને લાગી રહ્યું હતું કે બેલા નો પગ ચોક્કસ બીજા કોઈ કુંડાળે પડ્યો છે.કોઈ છોકરા સાથે બેલા નું ચક્કર તો નહીં ચાલતું હોય !અને તેમનું મન શંકા કરવા લાગ્યું. ફ્લેટમાંથી નીકળતા જ સામેના ફ્લેટમાં રહેતો પાંચ વર્ષ નો યુરલ બેલા સામે દોડી આવ્યો. કાલીઘેલી ભાષામાં એને કહ્યું

‘દીદી સ્કૂલમાં ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન છે ! હું ડોક્ટર બન્યો છુ.’

‘ફેન્ટાસ્ટિક’ તે બોલી.પોતાની હતાશા ખંખેરી તે યુરલ નજીક બેસી.

‘ ડોક્ટર સાહેબ મને તપાસશો જરા ‘ યુરલે નાનું સ્ટેથોસ્કોપ લઈ બેલાના દિલ પર મૂક્યું , કાંડું પકડ્યું અને બોલ્યો’-

‘ વાયરલ ચેપ થયો લાગે છે. આ દવા લેશો તો મટી જશે. બેલા ના ચહેરા પર હાસ્ય આવી ગયું. એટલામાં જ ને યુરલ ને શોધતી તેની મમ્મી તેને તૈયાર કરવા અંદર લઇ ગઈ.

‘કોલેજ જવા તેણે એકટીવા સ્ટાર્ટ કર્યુ. પણ તેનું મન કહી રહ્યુ હતું કે યુરલ સાથે બનેલી નાની ઘટનામાં પણ કોઈ સંકેત છે.ટ્રાફીક સીગ્નલ આગળ રાત ની ઘટના વિષે વિચારતી તે ઉભી રહી. ત્યાં જ મોટા સાઈનબોર્ડ પર તેની નજર ગઈ.

“Bangalore best homeopathy centre opening soon in your city”

“CARE HOMEOPATHY CENTRE “

સાઈનબોર્ડ પર લખેલા બેંગલોર ,બેંગલોર શબ્દો તેના મનમાં ટકોરા દેવા લાગ્યા. પલંગ પર સુતેલી યુવતીના કપબોર્ડ પર મેડિસિન ની ડબ્બી હતી. યસ ! યસ ! તેના પર કેર હોમિયોપેથીક સેન્ટર જ લખેલું હતું .એનો અર્થ આ ઘટના આજે બેંગ્લોરમાં થવાની છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED