HELP - 10 books and stories free download online pdf in Gujarati

HELP - 10

પકરણ 10 પિનાકીન જયસ્વાલ નુ સત્ય

“ આ ચીજો તારી પાસે ક્યાંથી આવી ?” એ ત્રણેય ચીજને હાથમાં લેતી આસ્થા બોલી.

‘ મને પણ એ વાતનું આશ્ચર્ય હતું પણ હવે બધું સમજાતું જાય છે.’

‘ એટલે ?’

‘ આસ્થા બેન બરાબર ત્રણ વર્ષ પહેલા, જ્યારે ધારા મેડમને અકસ્માત થયો ! એના અઠવાડિયા પછી મને એક પાર્સલ મળ્યું હતું. પાર્સલમાં આ બ્રેસલેટ હતો, અને એક નાનો સંદેશો હતો.- સંદેશામાં લખ્યું હતું –“ પહેલું ઇનામ “ મને ખૂબ નવાઈ લાગી .વળી આ બ્રેસલેટ અને ધારા મેડમના મૃત્યુને કોઈ કનેક્શન હશે એવો સ્વપ્નેય ખ્યાલ નહોતો ! કોઈએ મજાક કરી હશે ! તેવું માની મેં તેને છૂપાવી દીધો.’

‘ ત્રણ વર્ષ વીતી ગયા અને હમણાં અઠવાડિયા પહેલા મારા નામે બીજું પાર્સલ આવ્યું. મારા કોઈ સગા સંબંધી કે મિત્રો નથી જે મને કોઈ વ્યક્તિગત પાર્સલ કરે ! આશ્ચર્ય વચ્ચે મેં ખોલ્યું તો તેમાં એક અંગૂઠી નીકળી. કિંમતમાં ઘણી વધારે હશે તેવું લાગ્યું સાથે એક સંદેશો હતો-“ બીજું ઈનામ “ હું મૂંઝવણમાં મુકાઇ ગઈ. એક અંગૂઠી પાર્સલમાં મને કોણ કરે ? સંસ્થામાં કોઈને વાત કહેવા માટે મન નહોતું માનતું. કદાચ એ લોકો મારા ચારિત્ર્ય પર કોઈ શંકા કરે તો ! અને આજે તમે આવ્યા એના બરાબર એક કલાક પહેલા ,ત્રીજા પાર્સલમાં સોનાની ચેન નીકળી.”

“ મને પાર્સલ જોવા મળી શકે ?”

“ જરૂર !”

આસ્થાએ પાર્સલ ચેક કર્યું. નીતા ના નામ અને સંસ્થા નું એડ્રેસ માર્કર વડે લખેલા હતા .નાનકડો સંદેશો પણ ટાઈપ કરેલો હતો “ત્રીજું ઇનામ હવે આખિર બે બાકી.” એનો અર્થ આ જેસિકા દીવાનની ગળાની ચેન છે. આખિર બે બાકી એનો અર્થ હવે શીતલ ભાવસાર અને નીતા એ બેને ખતમ કરવાના બાકી છે.

‘ શું થયું ? તમે આટલી ચિંતા માં કેમ આવી ગયા ?’

‘ નીતા ! નીતા ! આ બધા સંકેત છે. ઈશારો છે, આ બ્રેસલેટ ધારાનો છે. એના અકસ્માત પછી તને પાર્સલ કરવામાં આવ્યો. એ ઈશારા રૂપે કે કાતિલે એનું કામ શરૂ કરી દીધેલ છે .એ જ રીતે આ અંગૂઠી નિરાલી શાહની સગાઈ પછીની છે. અને ગળાનો ચેન જેસિકા દિવાનનો છે આ તમામના મૃત્યુ પછી એ તને પાર્સલ કરવામાં આવ્યા છે.’

નીતા અવાચક બની આસ્થાને સાંભળી રહી.

‘ એનો અર્થ હવે પછીનો વારો મારો અને શીતલ મેડમનો છે.હે ભગવાન !

નીતા એ દર્દ અને નિરાશામાં પોતાનું માથું પકડી લીધું .આંખમાં આંસુ સાથે બોલી-‘ હુ અભાગી ,કેટલા જણનો ભોગ લઈશ. રઘુ ના મૃત્યુ પાછળ તો હું જવાબદાર હતી ને તો ત્રણે માસૂમ ના કતલ કરવાનું શુ કારણ ? એણે બદલો મારી જોડે લેવો જોઈએ. શું કામ ! હું આ તમામના મોત ની દોષિત છું.’

‘ કદાચ આજ એ કાતિલ ની ફિદરત હશે ! રઘુ ના મૃત્યુ માટે જવાબદાર તમામ લોકોને તડપાવી ને મારવા. તું તારી જાતને કોસવાનું રહેવા દે. આપણે ખૂબ જ સાવધાની રાખવી પડશે. એ કદાચ તારા પર વળતો હુમલો કરે. તું ગમે તે થાય તારી જાતને એકલી ક્યાંય મુકતી નહીં.’

‘ કોણ છે ત્યાં ?આ વાર્તાલાપ વચ્ચે નીતાએ મોટે થી બુમ પાડી.

ઝડપથી દોડીને બારી સુધી ગઈ, બારીને ખોલીને ફળિયામાંથી જોવાનો પ્રયત્ન કર્યો પણ કોઈ દેખાયું નહી.

‘ શું થયું ?’ આસ્થા એ પૂછ્યું.

‘ મને લાગ્યું કે બારી આગળ કોઈ ઊભું છે. આપણને સાંભળી રહ્યું છે.’

‘ અહીં તો કોઈ લાગતું નથી. કદાચ આપણી શંકા હોય ! હવે મારે જવું પડશે. ઝડપથી રઘુ ના મોત બાબતે તપાસ કરવી પડશે .જે કોઈપણ છે રઘુ સાથે સંકળાયેલું છે.’ આસ્થા એ કહ્યું

‘ હું કંઈ મદદ કરી શકું ?’ નિતાએ લાગણીસભર અવાજે પૂછ્યું.

‘ તારુ પહેલું કામ તારી જાતને સાચવવાનું કરવાનું છે. મારો નંબર રાખ. આપણે સતત કોન્ટેક્ટ માં રહીશુ.કોઇપણ શંકાજનક પરિસ્થિતીમાં વિનાસંકોચે સંર્પક કરજે.’ નીતાના રૂમમાંથી બહાર નીકળી આસ્થા ઝડપ થી ઘરે જવા રવાના થઈ. આ માહિતી બને એટલી ઝડપે આલોક અને બેલા સુધી પહોંચાડવી જરૂરી હતી.

************************************************************************

અંડરગ્રાઉન્ડ કોમ્પ્લેક્સ ની દુકાનનું શટર ખોલી પિનાકીન જયસ્વાલ દાખલ થયા .સામે છેડે પરસેવે રેબઝેબ ગભરાયેલી હાલતમાં શીતલ ભાવસાર બેઠી હતી. ખામોશ રહીને જ પિનાકીન જયસ્વાલે શીતલ તરફ ફૂડ પેકેટ ધર્યું. તે ખાઈ શકે માટે એનો ખુરશી સાથેનો એક હાથ છોડ્યો. શીતલ ની આંખોમાં ફરી આંસુ આવી ગયા.

‘ અંકલ તમે મારી સાથે શું કરી રહ્યા છો ?હું તો ધારાની બેસ્ટ ફ્રેન્ડ હતી મે તમારું કશું બગાડ્યું પણ નથી.’

લાગણીસભર બોલાયેલા એ પ્રશ્નોના જવાબ પિનાકીન જયસ્વાલે આપ્યા નહીં. સામેની ખુરશીમાં તે થોડીવાર મૌન બેસી રહ્યા આંખોમાં વ્યથા સાથે તે બોલ્યા-‘ કારણ કે હું તને બચાવવા માગું છું.તને જીવિત જોવા માગું છું. એ શેતાને સૌ પહેલાં મારી ધારા, પછી નિરાલી અને જેસિકા ત્રણે ને મારી નાખ્યા.ધારાના મોત બાબતે મને શંકા હતી પણ નિરાલીના ખુન પછી મને ખાતરી થઇ ગઇ. હવે તું કદાચ એનો પછી નો શિકાર છે તારું ખુલ્લામાં હરવું-ફરવું સલામ જ નથી એટલે જ તને ગાયબ કરી દીધી છે જેથી બાસ્ટર્ડ તારા સુધી ના પહોંચી શકે. નિરાલીના મૃત્યુ પછી હું ચેતી ગયો હતો એટલે જેસિકાને ચેતવવા છેક બેંગ્લોર ગયો. મારી વાત એણે ગંભીરતાથી ન લીધી ! શું આવ્યું પરિણામ ?એના પણ નિરાલી જેવા હાલ થયા .તારે જીવતા રહેવા માટે અહીં છુપાઈને રહેવું પડશે જયાં સુધી હું હત્યારાને શોધી ના લઉં !’

‘ પણ. અંકલ આપણે પોલીસ પાસે જઈશું ! એ આપણી મદદ કરશે.’

‘ પોલીસ !’ નફરત ભર્યા અવાજે તે બોલ્યા.’ પોલીસને તો આ ખેલમાં થી બાકાત સમજ.વકીલ થી વિશેષ પોલીસને કોણ જાણે ?’

અને એ ખુની એટલો શાતિર છે, એમ કહી પોલીસના સકંજામાં નહીં આવે ! 24 કલાક પોલીસ તારું ધ્યાન રાખી નહી શકે !શક્ય છે કે પોલીસના વેશમાં જ આવીને તારુ ખુન કરી નાખે.’

‘ સ્ટોપ ઇટ અંકલ !આવી વાત ના કરશો. હું ધ્યાન રાખીશ, મને આ અવાવરુ જગ્યાએથી લઈ જાવ અહીં તો હું ગૂંગળાઈને મરી જઈશ. મારા મમ્મી- પપ્પા કેટલા ચિંતિત હશે મારા માટે ! પ્લીઝ મને અહીંથી બહાર કાઢો.’

ડોકું ધુણાવી તાપિનાકીન જયસ્વાલે ના પાડી

‘ એ શક્ય નથી. જ્યાં સુધી હું શેતાનને શોધી યમરાજને ભેગો ના કરી દઉં ત્યાં સુધી તારે અહીં જ રહેવું પડશે .બસ થોડા દિવસ સહન કરી લે અને કોઈ કટોકટીની પરિસ્થિતિ આવે તો મેં જે વાત કહી હતી તે યાદ રાખજે.તને એકલી છોડીને જવું ના જોઈએ પણ મારે અગત્યના અમુક કાગળ ઓફિસેથી લેવાના છે.

ફરીથી શીતલના હાથ ખુરશી સાથે બાંધી પિનાકીન જયસ્વાલ ત્યાંથી બહાર નીકળ્યા.

************************************************************

આસ્થા હેલ્થ ઓર્ગેનાઇઝેશન ની માહિતી લઈ અનુરાધા જયસ્વાલના ઘરે પહોંચી .બેલા અને આલોક ત્યાં જ તેની રાહ જોઈ રહ્યા હતા. પિનાકીન જયસ્વાલ ના ઘરે નહીં આવવાથી અનુરાધા જયસ્વાલ વધુ બેચેન હતા. પિનાકીન એ આવું વર્તન આટલા વર્ષોમાં કર્યુ નહોતું. છતાંય બેલા અને આલોક આગળ તેમણે પોતાની ચિંતા દેખાડી નહીં .આખો ટેબ્લો નીચેના બ્લોકમાં રચાયો હતો, અને ફલેટમાં ઉપર રહેતા બેલાના માતા પિતા એનાથી બિલકુલ અજાણ હતા.

આસ્થા જેવી અંદર દાખલ થઇ. ત્રણેય પ્રશ્નસૂચક નજરો તેની સામે તાકી રહી .મૂંગા મોઢે જ તેણે અંગૂઠો અધ્ધર કરી I done it નુ સાઈન કર્યુ. સોફા પર ગોઠવાઇ તેણે નિરાંતનો શ્વાસ લીધો. ત્રણેય સામે હસતા ચહેરે જોતાં તે બોલી ‘ મને એક ગ્લાસ પાણી મળશે જોકે, અત્યારે તો કોફી પીવાનો સમય છે’

‘ કોફી વાળી !’ અમારા જીવ અધ્ધર થઈ ગયા છે .’ બેલાએ ખિજાઈને કહ્યું.

‘ રિલેક્સ ! આ તો મને એકદમ જાસૂસ જેવું ફિલ થઇ રહ્યું છે.’

અનુરાધા જયસ્વાલ આ વાતચીત વચ્ચે કિચનમાં કોફી બનાવવા જતાં જ હતા .ત્યાં આસ્થા એમને રોક્યા.’ આંટી હું તો મજાક કરી રહી છું’

થોડા કલાકો પહેલાં બનેલી સમગ્ર ઘટનાનો ચિતાર આસ્થાએ આપવાનો શરૂ કર્યો. હેલ્થ ઓર્ગેનાઈઝેશનમાં દાખલ થવાથી માંડીને નીતા સુધી નો છેલ્લો વાર્તાલાપ તે એક શ્વાસે બોલી ગઇ .ધ્યાન મગ્ન યોગીની જેમ ત્રણે તેને સાંભળી રહ્યા .અનુરાધા જયસ્વાલ ને ખાતરી થઇ ચૂકી હતી કે ધારાનું મોત સામાન્ય સંજોગોમાં નહોતું થયું પિનાકીન એ પોતાનો આ મત અનેકવાર રજૂ કર્યો હતો પણ દર વખતે તે એમ બોલી પિનાકીન ની વાત ટાળતા.ધારા સાથે કોઈ એવું કેમ કરે ! એણે ક્યાં કોઇનું બગાડ્યું છે ?’

સૌપ્રથમ મૌન આલોક એ તોડ્યું-‘ એનો અર્થ આપણે આ તપાસની સોય રઘુની દિશામાં ફેરવી પડશે. કુટુંબ, એના સંતાનો, સગા વહાલા દરેક ની રજેરજની માહિતી કાઢવી પડશે. જો એણે આત્મહત્યા કરી હશે તો તેની ડિટેલ ચોક્કસ પોલીસ ફાઇલ માંથી મળશે. નીતાએ રઘુ ના ગામનું નામ શું કહ્યું હતું ?’

‘ ગામનું નામ તો ખબર નથી ! પણ એ સાબરકાંઠા બાજુનો હતો.’ આસ્થા એ જવાબ આપ્યો.

‘ એટલી માહિતી પૂરતી નથી. હવે જરૂરી છે કે ઝાલા સર ની મદદથી ટ્રસ્ટી મનસુખ કાપડિયા ઉપર દબાણ લાવી રઘુ ના ઘરનું સરનામું કઢાવવામાં આવે .હુંપોલીસ સ્ટેશને જઈ આઉં’

બેલા આલોકને રોકતા બોલી-’ પણ આલોક એ તમામ બાબતો ઘણો સમય માગી લેશે. શીતલભાવસાર ને કાંઈ થાય તે પહેલાં આપણે એને શોધવી પડશે’

‘ અને રઘુ ની કુંડળી કાઢવા સિવાય શક્ય નથી ! આલોક બોલ્યો

‘ એક કામ થઈ શકે છે .હું આસ્થા પાસેનું વિડિયો રેકોર્ડિંગ તપાસું છું ત્યાં સુધી તું તારી તપાસ શરૂ કર’

ત્રણે જણા સંમત થયા. અનુરાધા જયસ્વાલે વિડિયો રેકોર્ડિંગ તપાસવા લેપટોપ લઇ આપ્યુ. આલોક ઝડપથી પોલીસ સ્ટેશન જવા રવાના થયો. ત્યાંજ તેના મગજમાં બીજો વિચાર આવ્યો ટ્રેનિંગ દરમિયાન તેની સાથે બે કલીંગ સાબરકાંઠાના હતા. મૂળ વતનમાં તેમનો પોસ્ટીંગ થયું હતું.મિત્રતાના સંબંધો તો હતા જ, રઘુ ની માહિતી જો તેમને આપવામાં આવે તો ઝડપથી તપાસ થઈ શકે .બંને મિત્રોને તેણે ઝડપથી ફોન કર્યા કેશની ઈમરજન્સી સમજાવી ! બંને તરફથી એવી માહિતી મળી થોડા કલાકોમાં જ અમે વળતા સમાચાર આપીએ છીએ.

********************************************* *****************************

પિનાકીન જયસ્વાલ પોતાની કેબીનમાં પ્રવેશ્યા .જરૂરી કાગળોની ફાઇલ તેમણે કરી એકઠી કરી ,બરાબર તે જ વખતે ઓફિસના સામેના ગલ્લા ઉપર થી એક ફોનકોલ થયો.

‘ વકીલ અત્યારે ઓફિસમાં ગયો છે આગળ બોલ મારે શું કરવાનું છે’

‘તું બસ એના પર નજર રાખશે .હું હમણાં જ ત્યાં પહોંચુ છું’

પિનાકીન જયસ્વાલે ઘડિયાળમાં જોયું .શીતલને એકલા છોડીને એક કલાક ઉપર થઈ ગયો હતો .અનુરાધા ના ફોન પણ સતાવી રહ્યા હતા. શું કહેવું અનુરાધાને ! અનુરાધા ગાંડપણ જ માનશે. ધારાના મોતનો બદલો લેવા એ જરૂરી છે. એક વખતે એ મને મળી જાય.’ મનોમન શેતાનને યાદ કરી એમણે દાંત કચકચાવ્યા.

કાગળો ઝડપથી ફેકસ કરી પિનાકીન જયસ્વાલ પોતાની કારમાં ગોઠવાયા.

ગાડી શરૂ કરવા જઈ રહ્યા હતા ત્યાં પિસ્તોલની નળીની નો એમના ગરદન પર સ્પર્શ થયો. પાછળથી ધીમેથી શબ્દો સંભળાયા

વકીલ સાહેબ જરાપણ હલનચલન કે હોર્ન મારવાનો પ્રયત્ન કરતા નહીં .લાગે છે કે મારો શિકાર તમે ઉપાડી ગયા છો’

પિનાકીન જયસ્વાલે ડોક ઘુમાવવાનું પ્રયત્ન કર્યો પણ પિસ્તોલની નળીની વધુ તંગ થઇ.

‘ જયસ્વાલ સાહેબ ! મેં કહ્યું ને કોઈ ચાલાકી નહીં .હું સમજી શકું છું મારું મોં જોવા તમે ખૂબ અધીરા છો .ચોક્કસ તમને જોવા મળશે. પહેલા શીતલને ક્યાં સંતાડી છે એ બોલો.’

‘ હરામજાદા ! શીતલ ને તો તું ભૂલી જા. એ તને ક્યારેય નહીં મળે.’ આવેશપૂર્ણ શબ્દો પુરા થાય એ પહેલાં ક્લોરોફોર્મ ના રૂમાલ વાળો મજબુત હાથ પેલાએ તેમના નાક પર દબાવ્યો. તીવ્ર વાસ પિનાકીન જયસ્વાલના ચેતાતંત્રમાં પ્રસરી ગઇ .આગળની સીટ ઉપરથી તે બેહોશ થઈ ગયા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED