HELP - 9 books and stories free download online pdf in Gujarati

HELP - 9

પકરણ 9 હેલ્પ ફાઉન્ડેશન

એ આખી રાત બેલા, આસ્થા અને અનુરાધા જયસ્વાલે અજંપામાં વિતાવી. આ ત્રણેયને શ્રદ્ધા હતી કે એ રાત્રે ધારાનો આત્મા બેલાને કઈ માર્ગદર્શન આપશે. એવી કોઈ ઘટના બની નહીં. બેલાને બીજી પણ શંકા પડી કે આસ્થાને પોતાના બેડરૂમમાં સુવાડી તેણે ભૂલ તો નથી કરીને! પણ હવે કોઈ સોલ્યુશન નહોતું.

આલોક નો ફોન સવારમાં આવી ચૂક્યો હતો. એ બધા ઇક્વિપમેન્ટ સાથે નવ વાગે ફ્લેટની નીચે મળવાનો હતો .અનુરાધા જયસ્વાલ બેલાને સવારે મળ્યા તેમને શીતલ ની ચિંતા થતી હતી ,સાથે પિનાકીન નું વર્તન પણ અજુગતું લાગતું હતું .રાત્રે બે-ત્રણ વાર ફોન કરવા છતાં પિનાકીન ને સરખા જવાબ નહોતા આપ્યા. છેલ્લે ગુસ્સામાં એટલું જ કહ્યું ‘અનુ ધીરજ રાખ ! હું જે કરી રહ્યો છું એનાથી ધારાના આત્માને ચોક્કસ શાંતિ મળશે.’

અનુરાધા જયસ્વાલે બેલા થી આ વાત છુપાવી. સામે બેલા એ પણ એ વાત છુપાવી હતી સાંજે અનુરાધા જયસ્વાલના ઘરમાં લટાર મારતા તેણે એક કુંડું તપાસી લીધું હતું જ્યા પિનાકીન જયસ્વાલે છરી છુપાવી હતી એ છરી એ જગ્યાએ નહોતી.

આલોકમાં આજે વધુ ઉત્સાહનો સંચાર દેખાયો. તેણે પોતાની આખી થીયરી સિનિયરોને સમજાવી. અલબત્ત બેલા ના અનુભવો ને બાદ કરી ને. શરૂઆતમાં તો આલોક ઠઠ્ઠામશ્કરી નું પાત્ર જ બની ગયો. સિફતથી તેણે ચારે યુવતીના હેલ્પ ફાઉન્ડેશનની ટી-શર્ટ પહેરેલા ફોટોગ્રાફ્સ, નિરાલી શાહે દિવાલ પર લખેલા હેલ્પ ના શબ્દો ત્રીજી યુવતી જેસિકા દીવાનનુ બેંગ્લોરમાં મોત અને શીતલ ભાવસારના ગુમ થવા વચ્ચે અનુસંધાન બાંધ્યુ. શરૂઆતમાં તેની જે થીયરી બક્વાસ લાગતી હતી તેમાં તમામને સાતત્ય દેખાવા માંડ્યું. સિનિયર ઇન્સ્પેક્ટર ઝાલાને બીજી એક ચિંતા થઈ આ નવો આવેલો છોકરો કેસ સોલ્વ કરી દેશે તો પોતાની વેલ્યુ પણ ઘટશે અને ક્રેડિટ પણ નહીં મળે. વધુમાં આલોકે લાલચ આપતા કહ્યું ‘ સર બસ મારે તમારી મદદની જરૂર છે ,એમ પણ યુદ્ધમાં જીત રાજાઓની હોય છે મારા જેવા સૈનિકોની નહીં.’ ઝાલા નો આશય સીધો હેલ્પ ફાઉન્ડેશન જઇ પોલીસ તરફથી પૂછપરછ કરવાનો હતો .આલોક ની ઘણી સમજાવટ પછી તે માન્યા કે આ રીતની સીધી પોલીસની દરમિયાનગીરી ખૂનીને સાવચેત કરી દેશે. આલોક ને જોઈતા ઇક્વિપમેન્ટ સહેલાઈથી મળી ગયા .આસ્થાએ નેવી બ્લૂ રંગનું શર્ટ અને જીન્સ પહેર્યું. સ્પાય પેન વાપરવાનું માર્ગદર્શન આલોક પાસે તેણે ઝડપથી શીખી લીધું. હવે બસ ઇન્તેઝાર કરવાનો હતો એ જ્યાં સુધી આ તપાસ કરીને પાછી ન આવે ત્યાં સુધી !

હેલ્પ ફાઉન્ડેશનના ગેટ આગળ પહોંચી તેણે મનોમન દાંત ભીંસીયા .પોતાની જાતને સજાગ કરી સ્પાઇ કેમેરા ને ઓન કર્યો.હેલ્પ ફાઉન્ડેશનમાં ટ્રસ્ટી મનસુખ ઝાપડિયા પાસે જઈ તેણે વોલેન્ટિયર બનવા માટેનું ફોર્મ વાગ્યું એમ પણ આ પ્રકારની સંસ્થાઓ માં સ્વયંસેવિકાઓ ની જરૂર હોય છે એટલે ટ્રસ્ટ્રીએ સંસ્થા વિશે સમજાવવામાં ખાસ્સો ઉત્સાહ દેખાડ્યો. સંસ્થા વિશે રેફરન્સ ક્યાંથી મળ્યો એ સવાલના જવાબમાં આસ્થાએ ચાલાકીથી કહયું

‘ મારી ફ્રેન્ડ છે નિરાલી શાહ . વાસણામાં રહે છે ! એની પાસેથી સાંભળવા મળ્યું.

નિરાલી શાહ ના નામથી પેલા ના મોં પર આવેલું પરિવર્તન આસ્થાની નજરમાં કેદ થઈ ગયું.

‘ અત્યારે કેમ છે નિરાલી ? એના સંસ્થા છોડ્યાને ખાસો સમય થઈ ગયો.’

‘ એમ એ તો સંસ્થાના ખૂબ વખાણ કરે છે ! આસ્થા એ જાણી જોઈને નિરાલી સાથે કંઈ બન્યું છે એવું છૂપાવ્યું પણ મનસુખ કાપડિયા તરફથી કોઈ પ્રત્યુતર આવ્યો નહીં .આસ્થાએ વિનંતી કરી કે મને આખો દિવસ આ સંસ્થામાં વિતાવવા મળે તો હું તેનાથી પરિચય કેળવી શકુ.’

‘ ચોક્કસ કેમ નહીં ?આ તો આનંદનો વિષય છે. અમારા પ્યુન તમને ફેરવીને માહિતગાર કરશે’ મનસુખ કાપડિયા બોલ્યા

પ્યુનના વખાણ કરી આસ્થાએ ઝડપથી તેની જોડે પરિચય સાધી દીધો .થોડી આડી અવળી વાત કર્યા પછી તરત તેણે મમરો મુક્યો-‘મારી એક ફ્રેન્ડ હતી નિરાલી શાહ ! અહીંયા કાયમ આવતી .શું અનુભવ થયો કે તેણે આવવાનું બંધ કરી દીધું.’

પ્યુનના ચહેરા પર થોડો ખચકાટ આવી ગયો. પણ તરત વાત વાળતા તે બોલ્યો.

‘મેડમ એવા તો ઘણા સ્વયંસેવકો આવતા રહે અને પછી કોઈ કામમાં પડે એટલે જતા રહે. આજે તમે ઉત્સાહથી આવ્યા છો .કાલે કદાચ તમારા લગ્ન થાય પછી ના પણ આવો.’

પ્યુન પાસેથી વધુ કોઈ માહિતી મળશે એવું આસ્થાને લાગ્યું નહીં .ધારા દસમા અને બારમા નું કોચિંગ કરતી. ત્રણ વર્ષ પછી એમાંની કોઈ છોકરી મળી જાય તો આખું પિકચર ક્લીયર થાય.

હેલ્પ ઓર્ગેનાઇઝેશનની દક્ષિણ બાજુની પછીતે સમાજથી પીડિત બાળકીઓ માટેની રહેવાની વ્યવસ્થા હતી. આગળના ભાગમાં રેગ્યુલર શિક્ષણકાર્ય અને સીવણ, સંગીત હસ્તકલા તાલીમ વર્ગો લેવાતા. બાળકીઓ પુખ્ત થાય ત્યાં સુધીની જવાબદારી સંસ્થા લેતી. પછી તેમને લાયકાત મુજબ નોકરી શોધવા માટે પણ તેઓ મદદ કરતા અને સંસ્થા માંથી બહાર નીકળેલી ઘણી મહિલાઓ પોતાના ગૃહ ઉદ્યોગ ચલાવતી તેમાં ગોઠવવામાં પણ સંસ્થા મદદ કરતી. સમગ્ર કાર્ય આસ્થાને સારું લાગી રહ્યું હતું છતાં સંસ્થા સાથે જોડાયેલું કોઈ નિર્દોષ ના મોત માટે જવાબદાર હતું એ વાત અકળાવનારી હતી .લેડીઝ હોસ્ટેલ નું ધ્યાન રાખતા મેટ્રન સુધા વર્મા સાલસ સ્વભાવના પણ કડક લાગ્યા તેમની પાસેથી વધુ કોઈ માહિતી મળે એવું આસ્થાને લાગ્યું નહીં .બારમા ધોરણમાં સંસ્થામાંથી ભણેલી તેજસ્વી છાત્રાઓ પછીના વર્ષમાં બાળકીઓને કોચિંગ આપવાનું કામ કરતી .મેટ્રને સામેથી જ આવી એક યુવતી નીતા સાથે આસ્થાનો પરિચય કરાવ્યો .નીતા સાથે આસ્થા એક વર્ગખંડમાં થોડી વાર રહી. મેટ્રન બીજા કોઈ કામમાં પરોવાયેલા જોઈ, આસ્થાએ નીતા સાથે વાત શરૂ કરી.

‘ નીતા તને યાદ હશે ! ત્રણેક વર્ષો પહેલા ધારા જયસ્વાલ તમને ભણાવતા આવતા.

ધારા જયસ્વાલ નું નામ સાંભળતા જ પેલી ચમકી. અહોભાવ સાથે તે બોલી

‘હા તે ખૂબ સારા મેમ હતા. સારા વ્યક્તિ પણ અમારા માટે વિશેષ વહાલ વરસાવતાં.’

‘ નીતા તું જાણે છે તે મૃત્યુ પામ્યા છે !’

‘હા એમનું અકસ્માતમાં અવસાન થયું. સમાચાર અમને એમના બેનપણી નિરાલી શાહ પાસેથી મળ્યા હતા. કેટલું દુઃખદ !.’

‘નીતા તો તને હવે કદાચ આંચકો લાગશે ધારા જયસ્વાલ નું મૃત્યુ અકસ્માતમાં નહીં પણ જાણી જોઈને કરવામાં આવેલું મર્ડર હતું. તે જે નિરાલી શાહની વાત કરી એનું પણ અઠવાડિયા પહેલા મર્ડર કરી નાખવામાં આવ્યું છે.’

નીતાને એક સાથે બે આંચકા લાગ્યા ‘ધારા મેડમ અને નિરાલી શાહ નું મર્ડર તેને ગભરાતા પ્રશ્ન પૂછ્યો ? શું તમે પોલીસ છો?’

‘ ના, પોલીસ નથી. પણ અમને ખાત્રી છે કે જે પણ અપરાધ કરી રહ્યું છે એ યેનકેન પ્રકારે આ ઓર્ગેનાઇઝેશન સાથે સંકળાયેલું છે . એટલે જ તો હું જાણવા માગું છું કે આ ચાર સહેલીઓ ધારા જયસ્વાલ, નિરાલી શાહ,શીતલ ભાવસાર અને જેસિકા દિવાન જ્યારે અહિયાં વોલ્યિન્ટર તરીકે સેવા આપતી હતી ત્યારે એવું કંઈ બન્યું કે જેથી એમણે સંસ્થા છોડવી પડી. અને જો એવી ઘટના બની હોય તો એ તારી ફરજ છે કે તો અમને એની જાણ કરે.’

‘ મેટ્રન આવી રહી છે એના દેખતા કોઈ વાત નહીં થાય. અમારે બે વાગ્યે લંચ ટાઈમ હોય છે હું એ સમયે હોસ્ટેલના મારા રૂમમાં જ રહીશ. ત્યાં હું તમને મદદ કરીશ નીતાએ ઈશારામાં આસ્થાને સમજાવતા કહ્યું’

‘ ઓકે બે વાગ્યે મળીએ !’

આસ્થા એ ઘડિયાળમાં જોયું .હજી અગિયાર વાગ્યા હતા બે વાગ્યા સુધી એની પાસે ખાસ્સો સમય હતો. વોશરૂમમાં જઈ ફરી તેણે કેમેરાનું રેકોર્ડિંગ ચકાસી જોયું નીતા સાથેની વાતચીત રેકોર્ડ બરાબર થઈ રહી હતી .બાકીના સમયમાં વૃદ્ધાશ્રમની મુલાકાત લેવામાં આવે કદાચ ત્યાંથી પણ કોઈ લીંક મળી જાય ! આસ્થાએ વિચાર્યું

હેલ્પ ઓર્ગેનાઇઝેશન ની ઈમારત બે માળની હતી ગ્રાઉન્ડ ફ્લોર પર જમવા માટે ભોજન ખંડ નાની એવી સ્પોર્ટસ કલબ અને લાયબ્રેરી હતા .પહેલા માળે અને બીજા માળે વૃદ્ધોના રહેવા માટેના રૂમો હતાં .બીજા માળે જ્યાં એલ આકાર પડતો ત્યાં નાની એવી હોસ્પિટલ હતી જ્યાં જરૂરી દવાઓ તથા ફિઝિયોથેરાપી થઈ શકે એવી વ્યવસ્થા હતી .આસ્થા ના આગમનને તેઓએ હર્ષભેર સ્વીકાર્યું .થોડો સમય તેમની જોડે પ્રવૃત્તિમાં ગાળ્યા પછી આસ્થા ઉપલા માળ ની હોસ્પિટલમાં પહોંચી જ્યાં એમનું રુટીન ચેક અપ ચાલી રહ્યું હતું. ખુરશી પર બેઠેલા એક વૃદ્ધને પલંગ સુધી લાવવામાં તકલીફ થઈ રહી હતી બીજી કોઈ નર્સ આજુબાજુ દેખાયા નહીં. આસ્થાએ ઝડપથી એમની મદદે પહોંચી એમને ઉચકી ને બેડ પર સુવાડ્યા.

‘ થેન્ક્યુ ‘ ગળા માં સ્ટેથોસ્કોપ ભરાવીને 32 વર્ષનો યુવાન ઊભો હતો

‘ હલો ડોક્ટર !’ રિપ્લાય આપ્યો આસ્થાએ

‘ તમને પહેલીવાર જોઉં છું અહીંયા !’

‘ હા ચોક્કસ ! હું આજે જ વોલિયન્ટર તરીકેનું ફોર્મ ભરીને આવું છું.’

‘ એ તો ઘણી સારી વાત છે તમારા જેવી જનરેશન પણ આમાં જોડાયા.’

‘ સર તમે ડોક્ટર તરીકે સેવા આપો છો !’

આસ્થાના આ વિધાનને પેલો મરક મરક હસ્યો

‘ ડોક્ટર નથી પણ ડોક્ટરી કામ કરી લઉં છું .માય સેલ્ફ દિપક વછેરા’

આસ્થા એમની સાથે શેકહેન્ડ કર્યું.વૃદ્ધ ને પથારીમાં બેઠા કરતા પેલો બોલ્યો

‘ દાદા બ્લડપ્રેશર નોર્મલ છે. પણ ડાયાબિટીસ માં શું ફરક પડ્યો એ તો બ્લડ રિપોર્ટ આવ્યા પછી જ ખબર પડશે. હું જતી વખતે સેમ્પલ લેબોરેટરીમાં આપતો જઇશ.’

‘ તો તમે પેથોલોજીસ્ટ છો ?’ ફરી પૂછ્યું આસ્થાએ

પેલો ફરી હસ્યો અને જવાબમાં બોલ્યો.’ ના ડોક્ટર ! ના પેથોલોજીસ્ટ ! પણ ડોક્ટરો સાથે ઘણા વર્ષોથી આસિસ્ટન્ટ તરીકે છું એટલે આ બધી ચીજોમાં મહારત આવી ગઈ છે એ જ મહારત નો લાભ અહીં ફ્રી સેવા આપીને કરું છું’

‘દિપક તમારું કામ તો ખરેખર અભિનંદનને પાત્ર છે.’

‘હું બીજા પણ એવા કામ કરું છું જે અભિનંદનને પાત્ર હોય.’

આસ્થા આગળ કંઈ પૂછે એ પહેલા એ જ હાસ્ય સાથે દિપક બ્લડ સેમ્પલ લઈ ત્યાંથી નીકળી ગયો.

બે વાગ્યે નિયત કર્યા મુજબ આસ્થા નીતા હોસ્ટેલ રૂમ માં પહોચી હોસ્ટેલ રૂમ નું બારણું સાચવીને નીતાએ બંધ કર્યું નીતા આટલી તકેદારી રાખી રહી છે એ પરથી આ સ્થાને લાગ્યું વાત કોઈ ગુડ હોવી જોઈએ.

આસ્થાને ખુરશી પર બેસાડી નીતા એ પોતાનું કથન શરૂ કર્યું

‘તમે જે વાત જાણવા માંગો છો એક કહાની ની શરૂઆત મારાથી ઉદ્ભવે છે. બાપ એક દારુડિયો હતો અને માં નાની ઉંમરમાં જ મૃત્યુ પામી. જેવી મને જવાની ફુટવા લાગી તેમ આજુબાજુના સગાવહાલાઓ ની વાસના ભૂખી નજરો મને જોયા કરતી .ખેતર વેચ્યા પછી અમારી હાલત વધુ કંગાળ બની ગઈ. અમારી કંગાળ પરિસ્થિતિનો કોઈ લાભ ઉઠાવે તે પહેલા મારી માસી ક્યાંથી હેલ્પ ફાઉન્ડેશન વિશે માહિતી લઈ આવ્યા હતા. તેમનું પોતાનું ઘર તો નબળુ મને ક્યાંથી રાખી શકે ? એટલે મને સમજાવીને આ સંસ્થામાં મૂકી ગયા. પણ એમને ક્યાં ખબર હતી કે મારી કમનસીબી અહીં પણ મારો પીછોં છોડવા ની નહોતીં. એ વખતે હું નવમા ધોરણમાં આવી હોઈશ ઘર કરતાં સંસ્થામાં મને ગમતું કારણ કે ખાવા પીવા બાબતે અહીં નિરાંત હતી .અહીં મારો ભણવાનો રસ પણ પૂરો થતો .એવામાં દસમા ધોરણમાં વોલેન્ટિયર તરીકે નિરાલી મેડમ અને એમની સહેલીઓ જોડાયા. ચારે જણા મારી આખી બેચ પર ખૂબ વહાલ વરસાવતાં. મારા માટે તો ખાસ ! ધારા મેડમ તો કહેતા હું એમની નાની બેન જેવી છું. એમ કરતા બે વર્ષો વીતી ગયા હું બારમા ધોરણમાં આવી સંપૂર્ણ ladies hostel હોવાથી અહીં બીજું કોઈ ચિંતાનું કારણ નહોતું પણ એ વખતે આ સંસ્થાનો પટ્ટાવાળો રઘુ ! રઘુ કાકા ની નજર સારી નહોતી. મને એકલી જોઈને અડપલા કરતો ચોકલેટ કે બીજી કોઈ વસ્તુની ભેટ આપી અને ખુશ કરવા પ્રયત્ન કરતો .શું કરું આ તમામ ગમતું નહોતું પણ મનમાં નાનપણથી એક ડર ઘુસી ગયો હતો કોઈ નો સામનો કરવાની કોઈના વિરુદ્ધ બોલવાની હિંમત ચાલતી નહોતી. ઉંમરમાં હું એની દીકરી જેવી હતી છતાં લંપટ નો દોરો મારા પર જ ચોંટેલી રહેતો .એક વખત તો હદ કરી નાખી હું વોશરૂમમાં ગઈ હતી બીજી કોઈ છોકરી આજુબાજુ નહોતી મારી પાસે આવીને ઊભો રહ્યો મને એ અવસ્થામાં જોઇને હસતો રહ્યો મારો હાથ પકડીને મને કહે’ તું મારી થઈ જા હું બધું જ તને લાવી આપીશ.’

મહાપરાણે તેની પકડમાંથી છૂટી .એ દિવસથી હોસ્ટેલ રૂમ માં આવી ખૂબ રડી ન જાણે મારી સુંદરતા મારા માટે અપરાધ ના બની ગઈ હોય. કોઈ આગળ આ વાત કહેવાની હિંમત ન ચાલી .મારા સહાધ્યાયીઓ જોડે પણ નહીં. બે-ત્રણ દિવસથી હું ખોવાયેલી રહેતી ભણવામાં ચિત્ત નહોતું લાગતું ધારા મેડમ થી આ વાત છાની રહીં નહીં .મારો જન્મદિવસ હતો એ દિવસે અને હું એકદમ ઉદાસ ! ચારે બેનપણીઓ અચાનક સાંજે હોસ્ટેલમાં આવી મારા માટે કેક લાવ્યા હતા. આજ સુધી કોઈએ મારો જન્મદિવસ યાદ નહોતો કર્યો અને તે લોકો મારા માટે કેક લઈને આવ્યા બધા વચ્ચે કેક કાપી. હું ખૂબ રડી તેઓને ભેટીને. બધા ગયા પછી અમે રૂમમાં એકલા જ હતા એ દિવસે રાત્રે મેં મારા મનની વાત તેમના સમક્ષ કહી.’

‘ નિરાલી મેડમ તો ખૂબ જ ગુસ્સે થઈ ગયા ! સીધી પોલીસ આગળ જવાની વાત કરી. એનાથી હું વધુ ગભરાઈ ગઈ, રડવા લાગી. જેસિકા મેડમે નિરાલી મેડમને સમજાવ્યું ગુસ્સામાં એવું તાત્કાલિક પગલું ભર્યું યોગ્ય નથી પહેલા સંસ્થાના ટ્રસ્ટી જોડે વાત કરવી જોઈએ એ જ જરૂરી પગલા લેશે. ચારે જણાએ મારું નામ આપ્યા વગર ટ્રસ્ટી મનસુખ કાપડિયા જોડે વાત કરી રઘુને ધમકાવ્યો હોય કે ડરના માર્યા પછી તેણે મને પજવવાનુ બંધ કરી દીધું. મેં પણ રાહતનો શ્વાસ લીધો .પણ એ મારી મોટી ભૂલ હતી દિવાળીની રજાઓ શરુ થઇ હતી જે યુવતીઓ માબાપના ઘેર જવાય છે તે આ સમયે જઈ શકતી મારે તો ઘેર જવાનો કોઇ પ્રશ્ન જ નહોતો .દારૂ ના નશા મા બાપ 24 કલાક રહેતો ગામ ની દયા ઉપર જ તેનું ગુજરાન ચાલતું .એ અરસામાં મારી રૂમમેટ અને બાકીની બે રૂમોની રૂમમેટ પણ હોસ્ટેલમાં નહોતી. દસેક વાગ્યા નો સમય હશે હું એકલી મારા રૂમમાં વાંચી રહી હતી. તે વખતે બારણે ટકોરા પડ્યા. મેટ્રન આંટો મારવા આવ્યા હશે એમ જાણી મેં દરવાજો ખોલ્યો. ત્યાં નરાધમ રઘુ હતો આંખોમાં વિકરાળ વાસના સાથે ! હું કઈ બોલું તે પહેલા મારા મોં પર એણે આંગળા ભીંસી લીધા.

રૂમનો દરવાજો બંધ કરી એ નરાધમે મારા પર યાતના આચરી. મારો બળાત્કાર કર્યો.

વર્ષો પુરાણું દર્દ ફરી નીતાના ચહેરા પર ઉપસી આવ્યો. આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી .આસ્થાએ તેને ભેટીને થોડોક સમય રડવા જ દીધી. તેણે પોતાની જાતને સ્વસ્થ કરી ફરી પોતાની કહાની શરૂ કરી.

હું અબળા,એ જ સ્થિતી માં હારેલી થાકેલી પડી રહી. ક્યાંય જવાની, કોઈને કહેવાની હિંમત ન ચાલી. વધુમાં રઘુ ધમકી આપી ગયો હતો આ વાત જાહેર થશે તો તારું અપમાન થશે.’

બીજા દિવસે મેં હિંમત કરી ને ધારા મેમને ફોન કર્યો .આખી વાત મેં એમને કહી તેઓ ત્રણેય સહેલીઓ સાથે તરત મારી પાસે પહોંચ્યા .બધા જ ગુસ્સામાં હતા નિરાલી મેડમ તો ખાસ ! અંદરોઅંદર ચર્ચા ચાલી તેઓ પોલીસ કેસ કરવા માગતા હતા. મારું મગજ શૂન્યમનસ્ક થઈ ગયું હતું. હું પોલીસ તપાસથી ડરતી. રઘુની ધમકી નો ડર ! મારો આશરો જતો રહેવાનો ડર ! અંતે તેઓ મારા કારણે સમાધાન કરવા તૈયાર થયા. સંસ્થાના ટ્રસ્ટી પાસે જઈ આખી વાત તેમના આગળ મૂકી તેમના દ્વારા જ પોલીસ કેસ થાય અને આખી વાત સમેટાઇ એવું નક્કી થયું. બીજા દિવસે સવારે તે ચારે જણા અને હુ ટ્રસ્ટી ની ઓફિસમાં પહોંચ્યા.મારી દર્દભરી કહાની મેં ફરીથી કહી.મારી વાત તેઓએ શાંતિથી સાંભળી .આશ્ર્વાસન આપ્યું ! રધુને નોકરીમાંથી કાઢી મૂકીશે એવી બાંહેધરી આપી .પણ પોલીસ કેસની વાત તેમણે બિલકુલ ફગાવી દીધી. મનસુખ કાપડિયા બોલ્યા “ આ સંસ્થા ની આબરૂ નો સવાલ છે .એકવાર છાપામાં આ વાત જાહેર થઇ જશે તો સંસ્થાની શાખ નષ્ટ થઈ જશે. કેવી શાખ ! 17 વર્ષની છોકરી ની આબરૂ ની કોઈ કિંમત નહોતી. મને એકાંતમાં સમજાવી. આવી કોઈ ભૂલ ન કરવા કહ્યું. નિરાલી મેડમ અને જેસિકા મેડમ ખૂબ મજબૂત હતા તેમના માટે ન્યાય ની વ્યાખ્યા જુદી હતી. ટ્રસ્ટિ સાહેબ નો આશય સમાધાનથી વધારે ન લાગતા ,તેઓ જાતે જ પોલીસ સ્ટેશને પહોંચી ગયા. અને ફરિયાદ કરી, મારું બયાન લેવા પોલીસ અહીં આવી. રઘુ ચેતી ગયો એની મર્દાનગી ફક્ત નાની બાળાઓ પૂરતી સીમિત હતી. મારા બયાન પ્રમાણે એની ધરપકડ થાય એ પહેલાં પોતાનો સામાન લઈ વતન તરફ ભાગી ગયો. સાબરકાંઠા બાજુમાં કોઈ ગામડું હતું જ્યાંથી તે અહીં આવ્યો હતો. પોલીસે તેના વતનની ભાળ પણ મેળવી લીધી. પોલીસ તેના સુધી પહોંચે તે પહેલાં તે નીચે આત્મહત્યા કરી લીધી. રઘુ ની આત્મહત્યા પછી આખા કેસમાં ભીનું સંકેલાઇ ગયુ. એ પાપીને દુષ્કર્મ કરતા બીક ન લાગી પણ સમાજ સામે પોતાનો સાચો ચહેરો બતાવવાની બીક હતી. એવા કોઈ ડરથી તેણે આત્મહત્યા કરી લીધી. મેં પણ મારું મન મનાવી લીધું એ નરાધમ હવે ક્યાં જીવતો હતો ? સંસ્થાના ટ્રસ્ટી એ પોતાની ઉપરવટ જવા બદલ ધારા મેડમ, નિરાળી મેડમ, જેસીકા દીવાન અને શીતલ બેન ને સંસ્થામાંથી જાકારો આપ્યો .આ કહાની હતી મારી જે બરાબર સવા ત્રણ વર્ષ પહેલાં બની હતી.”

જન્મો નો થાક નીતાના ચહેરા પર દેખાઈ રહ્યો હતો. આસ્થાને પહેલીવાર ભાન થયું કે લાચારી, નીસહાયતા માણસ ની શું હાલત કરી શકે ! એક ગરીબ પરિવારમાં જન્મ લેવા પર કેટલો અત્યાચાર થઈ શકે ! એના માથે હાથ ફેરવી તેણે પૂછ્યું

“ પછીથી સંસ્થાનું લોકોનું તારા સાથે વર્તન કેવું છે ?”

“ શરૂઆતમાં તો તે બધા જ મને ઇગ્નોર કરતા .મારી પાસે બીજો આશરો પણ ક્યાં હતો ? પછી સમય જતાં બધું નોર્મલ થઈ ગયું .હા મારે તમને એક વાત ખાસ કહેવાની છે.”

“ હજી શું હશે !” આશ્ચર્યથી નીતા સામે તે જોઈ રહી.

નીતા ઉભી થઇ અને પોતાના ડ્રોઅરમાંથી કેટલોક સામાન કાઢયો. એ સામાન તેણે આસ્થા આગળ મૂકયો. આસ્થાએ આશ્ચર્ય વચ્ચે આ ત્રણ ચીજો જોઈ જે ચીજો હતી ધારાનો બ્રેસલેટ, નિરાલી ની સગાઈ ની અંગૂઠી અને જેસિકાની સોનાની ચેન.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED