દિલ ની કટાર-દરિયાદીલી - Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિલ ની કટાર-દરિયાદીલી -

દરિયાદીલી.....
સવાર સવારમાં આટલો ટ્રાફિક...બજાર હોય સમજ્યા પણ...ઠીક છે મારે ક્યાં રોજ આવવું છે..મને વિચારમાં પડેલો જોઈ નાનકી મારી મીઠડી બોલી..આજે કેરી લઈનેજ જઈશું..મને ખુબ ભાવે છે.
મેં કીધું ..ઓહ તો બજાર તરફથી જ ગાડી લઉં કોઈને કોઈ કેરીવાળો મળી જશે. મેં એની સામે સ્મિત આપતાં કહ્યું “ તું જ મારી ગોળકેરી છું અને એ પણ મીઠું હસી પડી.. એની આંખોમાં ડોકાતો આનંદ જોઈ હું પણ આનંદિત થઈ ગયો.
અરે..તું કહે એટલી અને જે જોઈએ એ અપાવીશ ચલ.. મને ગાડીમાંથી નીચે ઉતરી લેવા જવાનો ભારે કંટાળો... મેં બજારમાંથી ગાડી લીધી..ફળવાળાની દુકાનો આવતા ગાડી ધીમી કરી..બધી દુકાનોમાં ડોક તાણી ને જોયું...બધાં ફળ હતા પણ કેરીઓ ઓછી દેખાઈ...હજી શરૂઆત છે ધીમે ધીમે બઝારમાં આવે ને..
એક દુકાનવાળાને ભાવ પૂછ્યો...ભાવ સાંભળી જાણે હાંજા ગગડી ગયાં.. દુકાનવાળો મારો ચહેરો જોઈ સમજી ગયો કે આમને કેરી મોંઘી લાગી છે...
એણે મને કહ્યું “ સાહેબ હજી કેરીઓ જોઈએ એટલી બજારમાં આવતી નથી..માલ થોડો આવે સને શરૂઆતમાં આવુ રહેવાનું. મેં સંમતિપૂર્વક ડોકું ધુણાવ્યું અને આગળ ફાંફાં માર્યા..ક્યાંક બીજે હજી ભાવ પૂછું પછી વાત.
મેં બીજે જોવા માંડ્યું એટલે ફળવાળો સમજી ગયો મારી પાસે એની દાળ નહીં ગળે..એટલે બીજા ઘરાક પર ધ્યાન આપવા માંડ્યું.
હું પણ આગળ નીકળી ગયો.. ત્યાંજ સામેથી એક ડોશીમા ટોપલામાં મોટી મોટી કેરીઓ માથે મૂકી આવતા જોયાં.. મને થયું લાવ..ભાવ તો પૂછવા દે..મેં બૂમ પાડી પૂછ્યું “માજી કેરી શું ભાવ આપી? એમણે તરત મારી સામે જોઈ કહ્યું” ભાઈ અસલ કેસર છે હમણાં જ વાડીથી લાવી છું..આમતો 120 ₹ કિલો છે પણ તમને 100 ₹ કિલો આપી દઈશ..
મેં કીધું ઓહો..100₹ કિલો? હજી મોંઘી છે શરૂઆત છે ને...મેં નાનકી સામે જોઈ કીધું કંઈ નહીં કઈ એક કામ કરો હમણાં કિલો જ આપો. પછી વધારે લઈશું બરાબર સિઝન આવે ત્યારે..આતો આ નાનકીની ખૂબ ઈચ્છા છે એટલે લઉ છું. કંઇક ભાવ સરખો કરોને તો 2 કિલો લઉ.
માજીએ મારી સામે જોઈ કીધું “ દીકરા પોસાતું હોત તો તને બોલવાજ ના દેત.. મેં કીધું “કંઈ નહીં કિલો જ આપો. એમણે કેરી તોળી..કિલોમાં માંડ 4 નંગ આવ્યા...ત્યાં નાનકી કેરી જોઈ ત્યારથી જ મને આપો મને આપો..એમ બોલ્યાં જ કરતી હતી. માજીએ એક કિલો કેરી તોળીને મને આપી દીધી મેં 100₹ ચૂકવી દીધાં.
નાનકી તોય માજી સામે જોઈ બોલ્યાં કરે મને કેરી આપો.. મેં કીધું આ રહી મેં લીધી છે...ત્યાંજ પેલા માજીએ ટોપલામાંથી એક મોટી સરસ જોઈ પાકી કેરી નાનકીના હાથમાં મૂકી દીધી...મેં કીધું લીધી તો છે...મેં માજીને કીધું..” છોકરું છે બોલ્યાં કરે ..કંઈ નહીં આનાં કેટલાં આપું ?.
માજીએ મારી સામે જોઈ કીધું “ અરે પૈસા થોડા લેવાય ? આતો મારી પોયરી જેવી છે..ભલે ખાતી..
માજીની આંખોમાં ઉભરાયેલો લાગણીનો દરિયો અને દિલની દરિયાદીલી જોતો જ રહી ગયો..
આ વાડીમાંથી ખરીદી આ ઉંમરે વેચવા નીકળેલી માજી ..એક કેરી ઓછામાં ઓછી 250 થી 300 ગ્રામની હશે.. હિસાબ કરું તો 25₹ ની કેરી થાય જે એમજ આપી દીધી..
હું ભાવ કરતો રહ્યો..એમણે દરિયાદીલી બતાવી દીધી..હું મનોમન એમને વંદી રહ્યો અને આપોઆપ હાથ જોડાઈ ગયા.
ગરીબ હોય કે તવંગર માઁ તે માઁ છે કોઈપણ હોય દરિયાદીલ હોય છે. ભરબજારની ભીડમાં જાણે માજી જુદા તરી આવતાં હતાં...મેં કીધું તમે અહીં. આ જગ્યાએ કાયમ બેસો છો ? એમણે કીધું હું કાયમ અહીં જ બેસું છું.


આર્થિક રીતે નાના માણસ વિરાટ સાબિત થયાં.
ઓછી વિચારશક્તિને સબક શીખવાડી ગયાં.....

દક્ષેશ ઇનામદાર.”દિલ”..