seventy kala kal books and stories free download online pdf in Gujarati

સેવન્તિ કલા કલ


સેવન્તિ કલા કલ !

ઈ સેવન્તિ નો દીકરો (કલા કલ) અમદાવાદી એની જાત ને સમજે છે શું ? દરેક વખતે મારી પાસે કામ કઢાવી જાય છે , કલા કલ ! આમ છે અને તેમ છે , મારે આમ મુશ્કેલી છે , તેમ મુશ્કેલી છે . જો ભઇ સોહમ તું મારૂ આટલું કામ કરી આલીશ ને તો હું પણ તારું તું જો બી કહીશ તે કામ ચપટીમાં કલા કલ કરી આલીશ વગેરે વગેરે વગેરે બહાના બતાવીને ન જાણે કઈ-કેટલા કામ મારો બેટો મીઠું મીઠું બોલીને કરાવી ગયો , મામા બનાવીને , કલા કલ ! પરંતુ હું પણ પાકો રાજકોટીયન છુ ભલે મારી પાસે તે સો કામ કરાવી ગયો , ચા પણ મારી , નાસ્તો પણ મારો અને જમવાનું પણ મારૂ ફક્ત કામ એનું , કલા કલ ! મારો દીકરો પાકો અમદાવાદી , સેવન્તિ ! આજ તો ઈ સેવન્તિના સો કામની સામે હું મારૂ એવું એક કામ કરાવી લઈશ કે જાણે હજાર બરોબર ! આજ તો વસૂલાત નો દિવસ છે સો ની સામે હજાર વસૂલાતનો ! આ જ તો ઇ કલા કલ નો વારો છે ! સોહમ આવું બધુ વિચારતો- વિચારતો ક્યારે સેવન્તિના ઘર પાસે પહોંચી ગયો તેનું ભાન જ ન રહ્યું ! સોહમે સેવન્તિના ઘર ની ડોરબેલ વગાડતા સેવન્તિએ બારણું ખોલ્યું , અરે સોહમ આવ , આવ , શું ઘણા ટાઈમે ? ઘણા ટાઈમે આ ગરીબને યાદ કર્યો ! આવ , આવ , બેસ , બેસ ! બોલ શું આ બાજુ ભૂલો પડ્યો ? કલા કલ , અમસ્તો જ કે પછી આ ગરીબનું કઈ કામ પડયુ ? કલા કલ ?!

સોહમ : એ તો જરા અમદાવાદ થોડુ કામ હતું એટલે આવ્યો છું , કામ પણ પતી જાય અને તને એ બહાને મળી પણ લેવાય અને બીજું તારું પણ થોડુ કામ હતું તો થયું કે ચાલ સેવન્તિને મળી લઉં !

સેવન્તિ : બોલ ને ભઇ એવું તે મારૂ શું કામ યાદ આઇ ગયુ ! કલા કલ !

સોહમ: એ તો જાણે વાત એમ છે કે મારી દિકરી સલોની છે ને ? એને એક્ટિંગનો જબ્બરજસ્ત શોખ છે. આપણે સાથે નોકરી કરતાં ત્યારે તું કહેતો હતો ને કે મારો સૌથી મોટો દીકરો સમુ અને મારી દિકરી મનલી બંને પેલી ડ્રીમગર્લ છે ને ? હેમામાલિની ? તેના છોકરાઓ અને મારા છોકરાઓ જોડે-જોડે ભણતા એટલે આજ અહી આવ્યો હતો તો યાદ આવી ગયુ કે લાવ જરા સેવન્તિ પાસે જવુ તો સેવન્તિ મને આ બાબતમાં થોડી મદદ કરશે !

સેવન્તિ: એ તો સોહમ તને હજુ ખબર નથી , મારી પત્ની છે ને સબરી ? આ મારી પત્ની સબરી અને પેલી ડ્રીમગર્લ હેમમાલિની એ પણ જોડે-જોડે ભણેલા ! કલા કલ !

સોહમ: ઓહો હો હો ! તો વાત એમ છે એમ ને ? સેવન્તિ તું તો મહા જબરો માણશ છે , મને તો આવી કઈ ખબર જ નહીં ! તું તો ભાઇ બહુ મોટી માયા છે ! હા તો તો તું મારૂ કામ ચોક્કસ કરી આપીશ તેની મને પૂરી ખાત્રી થઈ ગઈ છે ! હવે તું એક કામ કર સેવન્તિ , મને તું હેમાજી ઉપર એક ચિઠી લખી આપ એટલે એ ચિઠી લઈને અમે લોકો મુંબઈ જઈ આવીએ અને હેમાજીને મળી લઈએ એટલે મારી દિકરી સલોનીનું હિરોઈન બનવાનું સ્વપ્નું સાકાર થઈ જાય !

સેવન્તિ: પણ એલા સોહમ ! મારી ચિઠી થી શું થશે ? એ લોકો અમોને થોડા ઓળખે છે ? કલા કલ ?

સોહમ: પણ તું તો કહેતો હતો ને અમારા દીકરા તથા હેમાજીના દીકરાઓ જોડે-જોડે ભણતા તેમજ તું અત્યારે પણ કહે છે કે મારી પત્ની સબરી અને હેમાજી પણ જોડે-જોડે ભણેલા ! કલા કલ !

સેવન્તિ: અરે ગાંડિયા ! ચરિયા ! અરે સોહમડા ! જોડે-જોડે ભણતા મતલબ એ લોકો મુંબઈ માં ભણતા અને અમે લોકો અમદાવાદ માં ભણતા , કલા કલ ! એ લોકો પણ ભણતા અને અમે લોકો પણ ! મૂળ અમારા દીકરા અમદાવાદ ભણતા અને હેમાજી ના દીકરા મુંબઈ માં ! આ જ વસ્તુ મારી પત્ની સબરી અને હેમાજી સાથે બનેલી , હેમાજી મુંબઈ ભણતા અને મારી પત્ની અમદાવાદમાં ભણતી ! કલા કલ ! સમજી ગયો આ રીતે જોડે-જોડે ભણતા , સોહમ તું સમજી ગયો ને મારી પૂરી વાત ને ? કલા કલ ?

સોહમ: તો, તો ,તો. તોતો ! તો આ રીતે બધા જોડે-જોડે ભણતા ? હેમાજી , મારી ભાભી સબરી તેમજ તારા બંને દીકરા સમુ અને મનલી એમ જ ને , સેવન્તિયા ? સાવ સાચું બોલશ ને ? ખા સબરી ના સમ ! કલા કલ !

સેવન્તિ: અરે સોહમડા ! એમાં કઈ થોડું ખોટું બોલવાનું હોય ! તારા સમ બસ ! આ સિવાય મારૂ કોઈપણ કામ હોય કહેજે તારું કામ ચપટી માં , કલા કલ કરી ન આલુ તો મારુ નામ સેવન્તિ નહીં !

સોહમ: હા , હા , હા ચોક્કસ , ચોક્કસ કહીશ સેવન્તિ ! તને નહીં કહું તો બીજા કોને કહીશ ? સેવન્તિયા !

ચાલ આવજે ત્યારે હું નિકળુ મારે રાજકોટ જવાનું મોડુ થાય છે , ચલ આવજે !

આ બનાવ પછી સેવન્તિના મિત્ર સોહમે કોઈ દિવસ અમદાવાદ ન જવાનું પાણી લીધું છે ! અલબત , કલા કલ !!!

લિ. બિપિન આઇ ભોજાણી (કટાક્ષ તથા હાસ્ય વ્યંગ ના લેખક.)

સહયોગ- સંકલન : મૌલિક બિપિનભાઈ ભોજાણી (મિકેનિકલ એંજીનિયર)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED