જાણે-અજાણે (59) Bhoomi Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

શ્રેણી
શેયર કરો

જાણે-અજાણે (59)

સૌરાષ્ટ્ર નું ધગધગતું શહેર રાજકોટ... અમદાવાદ, સુરત અને વડોદરા પછી આવતું ગુજરાતનું ચોથું સૌથી મોટું શહેર - રાજકોટ. એ જ રંગીલું રાજકોટ કે જે જાણે- અજાણે કેટલાય સાંસ્કૃતિક વસ્તુઓથી લોકોને જોડી રાખે છે. કાઠિયાવાડની બોલી, રહેણી કરણી અને વ્યવહારનું સાપેક્ષ નિરુપણ. જીવન જીવવાની કળા દેખાડી રહેતું શહેર... જ્યાં લોકો મોજ અને આનંદને ખરાં અર્થમાં માણી રહે છે... જ્યાં પરંપરાઓ પણ છે અને એ જ પરંપરા સાથે અપનાવી રહેલી નવી રીત અને મોર્ડન રહેઠાણની રીત પણ... હા... એ જ રંગીલા રાજકોટ માં એક રંગ એ વ્યકિત જે ક્યારેક નિયતિ તો ક્યારેક રેવા બની જીવનમાં રંગ પુરતી આવી રહી છે તેનો પણ છે. મોજ શોખ અને જીવનનાં ઢંગમાં એક ઢંગ એ છોકરીનો પણ રહેલો છે જેણે જાણે-અજાણે મળેલી બધી તકલીફોનો સામનો કરી છતાં મક્કમ બની એક મુસ્કાન વિખેરતી રહી છે.

ગાર્ડનનાં એક ખુણામાં પડેલી થોડી ધુળથી ભરેલી પણ શાંતિથી આચ્છાદિત બનેલી એક બેન્ચ પર બેઠેલી એક છોકરી કે જે એકીટશે તેનાં હાથમાં પકડેલી લાલ ડાયરીને તદ્દન મગ્ન બની જોતી હતી. ના જાણે કેટ-કેટલાં દિવસો એકસાથે જીવી રહી હતી. ના જાણે કેટ-કેટલાં પ્રસંગોની ભરતીમાં પોતાનાં મનમાં સાગર સમાણા મોજા ઉઠાવી રહી હતી. નાની નાની પગલીઓ ભરતો એક છોકરો જે દેખાવે ચાર- પાંચ વર્ષનો દેખાય રહ્યો , તેનાં પગમાં પહેરેલાં શૂઝમાં ચું - ચું કરતો અવાજ પણ છે અને જગમગ કરતી લાઈટ પણ. ધીમેથી નજીક આવી થોડી મસ્તી અને થોડો બીક ભરેલાં અવાજે તેણે એ છોકરીને બોલાવી " મમ્માં..... હું પેલાં ઝાડ સુધી રમવાં જઉં?..." અને સામેથી અવાજ આવ્યો " હા જા... પણ ધ્યાનથી.. કોઈ મસ્તી કે ચાલાકી નહિં હા... ..." " અરે હા મમ્માં.... અમી માસીને પુછી જોવો હું ક્યારેય મસ્તી નથી કરતો....." એ નાનકડાં છોકરાં એ દોડતાં દોડતાં જવાબ આપ્યો અને જોતજોતામાં કેટલીય દૂર નિકળી ગયો. પાછળથી એક હાથ લંબાયો અને એક સુંદર પણ ઘણી જ સાદગીથી ભરેલી એક છોકરીએ કહ્યું " દીદી.... શું વિચારો છો તમેં?... શું તમને કશું જુનું યાદ...." " ના ના અમી... એવું કશું જ નથી. તને કેટલી વાર સમજાવું જુની વાતો હું ત્યાં જ મુકી ને આવી ગઈ છું. આટલાં મોટાં શહેરમાં મારી પાસે આટલાં પ્રેમાળ માણસોથી ભરેલો પરિવાર છે, એક દિકરો છે જે થોડો મસ્તીખોર છે પણ છતાં ઘણો હોશિયાર છે... એક નહીં બે પિતાનો પ્રેમ છે એક મારાં અને એક તારાં અને દાદીમાં ... એ પણ તો છે ને.. અને મોટી વાત , મારાં બે આધારસ્તંમ્ભ એટલે કે તુ અને વંદિતા... પછી શું કામ હું બીજાં કોઈનું વિચારું. " આ સાંભળી અમીએ થોડી નિરાશાથી કહ્યું " દીદી... તમેં કોની સામેં જુઠ્ઠું બોલો છો એ તો જોવો. શું હું જાણતી નથી તમારી પર કેટલી જવાબદરીઓ છે. કહેવાં માટે તો બે પિતા છે. પણ એક કે જેમનો તમને સાથ જોઈતો હતો તે તમારાં પિતા જ જાતે પોતાની મેંટલ હેલ્થ થી લડી રહ્યા છે. અને બીજાં કે જેમણે તમને સાથ આપવો જોઈતો હતો એટલે કે મારાં પિતા એ તો હાલાતથી જ મજબૂર છે. મજબુર છે દાદીમાંની ચોવીસ કલાક સંભાળ રાખવાં કે જેમની હવે ઉંમર થઈ ચુકી છે. જાતે હરી- ફરી નથી શકતાં. અને વંદિતા... અરે તેનો તો ખબર નહીં કેમ સ્વભાવ જ સાવ બદલાય ગયો છે. ભોળી બનીને રહેવાં વાળી વંદિતા હવે કૉલેજનાં રંગે થોડી વધારે જ રંગાય ગઈ છે. તેનું મન તો જાણે પથ્થરનું બની ગયું છે.. જાણે કે તેને કોઈની ચિંતા જ નથી. એવું લાગે કે તેને કોઈનાં સુખ કે દુઃખથી ફરક જ નથી પડતો. ટાઈમ કરતાં પહેલાં જવું અને મોડેથી ઘેર આવવું તેનું રોજનું કામ બની ગયું છે. અને હું... કે જેને પોતાની કૉલેજ અને ભણતર માંથી જ સમય નથી મળતો. હું પણ તમને કોઈ મદદ નથી કરતી રોજ... અને આખરે તમારો દિકરો.... "શબ્દ"... શું મને નથી ખબર કે તમેં તેનું નામ શબ્દ કેમ પાડ્યું છે!... તમારાં મનમાં લાગેલાં એ શબ્દોનો ઘા તમને આને જોઈ તાજા થાય છે ને... તમેં જાણી જોઈને તે ઘટના ભૂલવાં નથી માંગતાં ને? . એટલે તમેં તમારાં જ દિકરાંનું નામ શબ્દ રાખ્યું કે જેથી તમેં ભવિષ્ય માં કોઈ ભૂલ ના કરો... કે તમને પોતાના શબ્દોનું ધ્યાન રહે...!

એ ઘટના.... એક ક્ષણમાં બધું બદલાય ગયું દીદી..... મારી ભૂલનાં કારણે....." " બસ.... એકદમ ચુપ.... કેટલીવાર કહેવાનું કે એ વાતને ક્યારેય મોઢેં ના લાવીશ...." ગુસ્સે ભરાયેલી નિયતિએ જવાબ આપ્યો. અને રડતી અમીને ચુપ કરાવી, દૂર રમતાં પોતાના દિકરાંને સાદ પાડી પોતાની પાસે બોલાવ્યો. અને એક મોટી મુસ્કાન સાથે તેને પોતાની ગોદમાં ઉઠાવી અમીને સંભળાવવાં લાગી " શબ્દ... મારો ચિકું... માસીને કહે કે મોજમાં રહેવાનું અને આનંદમાં ભણવાનું.... મમ્માં છે ને બાકી બધું ધ્યાન રાખવાં.... " અને એ નાના બાળકે તેની માંની વાત માનતાં બોલ્યો " માસી...માસી... મમ્માં છે ને કીસી કરવાં.... અને હું પણ છું ને તમને વાલી વાલી કરવાં... તમેં sad ના થતાં ... હેં ને મમ્માં..?.." અને નિયતિએ તેનાં દિકરાંને વ્હાલથી એક બચ્ચી કરતાં કહ્યું " yes .... mumma loves you..." " and I love you too mumma " અને વાતો કરતાં કરતાં ત્રણેવ ઘર તરફ ચાલવાં લાગ્યાં.

" we are back dadu..... " શબ્દ એ ઝપાટાભેર તેનાં દાદા પર તરાપ મારી. અને થોડાં ઝરઝરીત હાથથી તેને બાથમાં ભરેલાં તે દિકરાંને વ્હાલમાં લપેટી લીધો. અને એક ચોકલેટ કાઢીને તેને હાથમાં થમાવી.. આ જોઈ નિયતિ બોલી " પપ્પા તમેં જ આને બગાડ્યો છે હા... આટલો પ્યાર ના કરો. તે વધારે માથે ચડીને નાચશે.. હજું તો આટલો નાનો છે અને છતાં પકડમાં નથી આવતો. વાત પણ નથી સાંભળતો. તેને ચોકલેટની નહીં મારવાની જરૂર છે. " આ સાંભળી શબ્દ બોલ્યો " દાદું બેસ્ટ છે...." અને જીભ બતાવી ચાલ્યો ગયો. આ જોઈ શેરસિંહ અને અમી બંને હસી પડ્યાં અને શેરસિંહે કહ્યું " અરે દિકરાં... એક ચોકલેટથી કશું ના થાય... તું વધારે જ ચિંતા કરે છે... આવ તું મારી પાસે બેસ..." અને અમી તેમને એકાંત આપી હસતાં હસતાં માંથું ધૂણાવી ચાલી ગઈ.
નિયતિ તેની પાસે બેઠી એટલે મનમાં આવતાં બધાં વિચારો એક એક કરી બહાર આવવાં લાગ્યાં. " બોલો પપ્પા બધું બરાબર ને?.. કશી વસ્તુની જરૂર તો નથી ને?.. " નિયતિએ એક સમજદાર દિકરી બની પુછ્યું. શેરસિંહ થોડીવાર ચુપ રહ્યાં અને પછી કશુંક વિચારીને બોલ્યાં " પપ્પા.... કેટલો સુંદર શબ્દ છે ને.... પહેલાં તું મારી દિકરી બની હતી અને મારો પ્યાર જીતી અને હવે હું ક્યારે તારો પિતા બની ગયો મને તો ખ્યાલ પણ નથી. કેટલાં વર્ષો વીતી ગયાં છે. છતાં લાગે કાલની જ તો વાત છે આપણે આ એકદમ અજાણ્યા શહેરમાં આવ્યા હતાં. ના રહાવાં - ખાવાની સગવળ હતી કે ના કમાણીનો કોઈ રસ્તો. છતાં ધીમે ધીમે કરીને તેં બધું સાચવી લીધું. બીજાની હાથ નીચે નોકરી કરી પૈસાની સગવળ કરી, ઘર ખરીદ્યુ અને હવે... હવે તો તેં પોતાની જ દુકાન ખોલી લીધી છે....શું કહેવાય એને?... હા.. કૅફે. ભગવાનની કૃપા છે કે તારો ધંધો દિવસે ને દિવસે વકરી રહ્યો છે. પૈસે ટકે પણ સુખી છીએ. અને એક નાનકડાં જીવનમાં શાંતિથી રહીએ છીએ. કેટલી મહેનત કરે છે ને તું દિકરાં. અને હું તને સાથ પણ નથી આપી શકતો. કે ના તને પુછવાનો સમય હોય છે કે તું કેમ છે?.. તને તો કોઈ વસ્તુની જરૂર નથી ને!.... મને માફ કરી દે દિકરાં. ખરેખર તો મારે કમાઈ લાવી ને તમને ખવડાવવું જોઈએ પણ હું જાતે જ મારી દિકરીની કમાણી પર જીવું છું. " અને શેરસિંહની આંખો પાણીથી ભરાય આવી. પણ એ ટપકતાં આંસુ લૂછતાં નિયતિએ કહ્યું " ના પપ્પા.. કેમ તમેં આમ બોલો છો!.. હું કમાવું કે તમેં શું ફર્ક પડે છે?... અને કોણે કહ્યું કે તમેં કશું નથી કરતાં... અરે મુખ્ય કામકાજ તો તમેં જ કરો છો ને... સવારે ઉઠવાંથી લઈ ને શબ્દને પ્લે સ્કૂલ મુકવાં લેવાં જવાનું, બધાનાં જમવાનું ધ્યાન રાખવાનું, દાદીમાંનું ધ્યાન રાખવાનું અને ખાસ તો પપ્પાનું ધ્યાન રાખવું સહેલું નથી... એક તો તેમની પણ હાલતમાં સુધાર નથી આવી રહ્યો. ઉપરથી દિવસે ને દિવસે તે શબ્દથી પણ નાના છોકરાં માફક હરકતો કરવાં લાગ્યાં છે. અને તમાંરી ત્રણ દિકરીઓનું ધ્યાન પણ તમેં જ રાખો છો ને... તો ટૂંકમાં કહું તો તમેં આ ઘરનો આત્મા છો. અને આત્મા દુઃખી હોય તો શરીર ખુશ ના રહી શકે ને!.... તમેં જ ખુશ ના રહો તો અમેં કેવી રીતે રહી શકીએ!... મારો સૌથી મોટો સપોર્ટ છો તમેં. તો પ્લીઝ ક્યારેય ફરીથી આવું ના બોલતાં. " અને નિયતિ તેમને વળગી પડી. અને ફરીથી શબ્દને વ્હાલ મળ્યો તેમ નિયતિને વ્હાલ કરતાં થોડું હસતાં હસતાં તે બોલ્યાં " શબ્દ અને તેની મમ્મી... બંને એકજેવાં જ છે... ચિપકું..." અને હસી પડેલી નિયતિએ કહ્યું " હા... અમેં તો તમને ચિપકવાનાં જ..."

નિયતિએ પોતાના પરિવારને ઘણી જ સહજતાથી સાચવી રાખ્યો હતો. તેની નાની અમથી જીંદગીમાં જો નજર નાખવામાં આવે તો ખુશીઓ જ ખુશીઓ દેખાતી હતી. આટલાં મોટાં શહેરમાં કમરતોડ મહેનતથી ઉભું કરેલું કૅફે તેની એકમાત્ર આજીવીકા હતી. છતાં એટલામાં પણ તે બધાંને સાચવી રાખવામાં સફળ રહી.

પણ જેટલી ખુશ તે બહારથી દેખાતી હતી કદાચ તેટલી જ તે અંદરથી તૂટેલી હતી. સવારનાં અજવાળા સાથે શરૂં થતી આશા રાતનાં ઘોર અંધકારની નિરાશા કરતાં વધારે નથી આ વાત તે જાણતી હોવાં છતાં રોજ સવારે હિંમત બતાવી તે પોતાનાં પરિવારને સમર્પિત થાય... કદાચ આ જ તેની શક્તિ છે...

એ છતાં આટલાં વર્ષોનાં ઘણાં પ્રશ્નો અતિતની ચાદર ઓઢી બેઠાં છે. આ બદલાયેલાં જીવનમાં તે કેટ-કેટલાં વમળોને મનમાં જ શાંત પાડી રહી છે તે હવે ધીમી ગતિ એ બહાર આવવા જ રહ્યા.
કોનું અને કેટલું ભૂતકાળ તેમની આગળ આવીને ઉભું રહેશે તે તો નિયતિની નિયતિ જ નિશ્ચિત કરશે....



ક્રમશઃ