prem pastaav books and stories free download online pdf in Gujarati

પ્રેમ પ્રસ્તાવ

"રવિ આજે એણે મને સામેથી બોલાવ્યો છે રવિ.... રવિ.... મને સંભાળ મારા દોસ્ત હું ક્યાંક ગાંડો ના થઈ જાઉં.."
" અરે ગાંડા ત્યાં જા ત્યાં જઈ એની સાથે તું પહેલા વાત તો કર એ શું કહેવા માંગે છે એ તો પહેલા સાંભળ સાલા.. અધુરીયો છે તું તો પૂરી વાત સાંભળ્યા વિના જ ઠેકડા મારે છે..! "
" તને ખબર તો છે યાર હું છેલ્લા ત્રણ વર્ષથી એની પાછળ એને મનાવવા ફરતો હતો એણે ક્યારે મારી સાથે આટલી લાગણી થી વાત નથી કરી આજે એ જરૂર મારો પ્રસ્તાવ સ્વીકારશે ચાલ હું જાઉં.. "
" સારુ... પણ એની પૂરી વાત સાંભળ્યા વિના ચાલ્યો ના આવતો "
" એ હા.. હવે "
( મેં જય નીર ને મળવા નીકળી ગયો જય...મહેનતુ , લાગણીશીલ , થોડો ઉતાવળો , થોડો શરમાળ , તરવરિયો નવયુવાન પોતાની સાથે કામ કરતી નિરને પ્રેમ કરતો હતો કેટલીયે વાર તેની સામે પ્રેમનો પ્રસ્તાવ મુકી ચૂક્યો હતો પણ નીર હંમેશા એને ટાળી દેતી પણ જયે ક્યારેય પીછેહઠ ના કરી ને આજે નીરનો સામેથી ફોન આવ્યો... તાપી તટે મળવા બોલાવ્યો જય જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે નીર એની રાહ જોતી બેઠી હતી તે રીતસરનો દોડી ગયો એની પાસે.. )
" નીર.. "
" જય.. કેમ છે તું.. ?."
" તું બે દિવસથી ક્યાં હતી..?.. મને તારી કેટલી ચિંતા થતી હતી.. ?.."
" જય પપ્પાની તબિયત ખરાબ હતી ( નીર જય ની નજીક આવી તેના હાથ પોતાના હાથમાં લે છે ) જય તારા હાથની ગરમાશ તારી આંખોમાં મારી છબી તારા મારા પ્રત્યેના સાચા પ્રેમની સાક્ષી પુરે છે હું જાણું છું તું મને સાચો પ્રેમ કરે છે ને મને આજીવન સમજી શકશે.."
" હા.. નીર... નીર હું તને ખૂબ પ્રેમ કરું છું પ્રેમ થી વિશેષ જો કોઈ શબ્દ હોય તો એવી લાગણી હું તારા માટે ધરાવું છું ક્યારેય નથી અનુભવ્યું એવું ખેંચાણ અનુભવું છું તારા માટે આજે હું સાતમાં આકાશે છું... "
"મારે હવે જવું પડશે જય ... તારું ધ્યાન રાખજે.. પપ્પાની દવાનો સમય થાય છે.. "
( ને નીર ના ગયા પછી એ દેખાય ત્યાં સુધી એને જોઈ રહેલો જય રૂમે પરત ફર્યો એની ખુશી એના હાથમાં રહેલી બિયરની બોટલો પરથી રવિએ લગાવી લીધી.. બંને વાતોએ વળગ્યા રવિએ જયની થોડી મશ્કરીઓ શરૂ કરી.. )
" કાં .. લ્યા તીર વાગ્યું ખરું હેં... હેં.. "
" હા.. યાર.. પણ એ થોડી ઉદાસ લાગી.. "
" એટલે.. ( રવિ ખુરશી પર ટટ્ટાર બેસી ગયો ) એ.. જયલા એણે તને ... એ તને પ્રેમ કરે છે એવું કહ્યું તો ખરુંને.. ? "
" ના.. એવું એણે કશું નથી કહ્યું.. '
" સાલા.. મે પહેલાથી જ કહેલું ને... કે અધૂરિયા પૂરું સાંભળીને બોલીને આવજે... શેની પાર્ટી ચાલે છે..આ અલ્યા.. ? "
" એ...એવું નથી એણે મારા હાથ પોતાના હાથમાં લઇને કહ્યું કે એ મારા પ્રેમની ગરમાશને ઓળખી શકે છે પણ.. એની આંખમાં ઉદાસી અને એના હાથમાં મારા હાથ જેવો ગરમાવો નહોતો એના હાથ તો બરફ જેવા ઠંડા હતા તો.. તો શું... રવિયા યાર કાંઈક તો બોલ.. ! "
" જય ધીરજ રાખ આપણે કાલે એના ઘરે જઈશું.. "
( પણ..જય એના માટે આ રાત જાણે પુરી થવાનું નામ જ નહોતી લેતી... સવારે રવિ જાગ્યો ત્યારે જય બૂટ પહેરીને સામે ખુરશી પર બેઠેલો એક વાર તો એને જોઈ રવી હસી પડ્યો પણ પછી દયા પણ આવી ગઈ નિત્યક્રમ પતાવી બંને મિત્રો નીકળી ગયા એના ઘરે જવા ઓફિસેથી સરનામું મેળવી લઈ એ નીર ના ઘરે પહોંચી ગયા ત્યાં બંધાયેલા મંડપ ને જોઈ જય બેબાકળો બન્યો રવિએ એને સમજાવી પાછો વાળવા પ્રયત્ન કર્યો પણ એના માન્યો નીર ના નામની બૂમો પાડતો આમ-તેમ દોડવા લાગ્યો એક રૂમમાંથી જય ના નામની બૂમ સંભળાતા એ તરફ દોડ્યો.. )
" તું.. આવી ગયો.. જય "
" કાલે તારા હાથ... તારી આંખો.. ને તું.. આ પાનેતરમાં..?.. તારા.. તું.. મારી સાથે આવું.. તું.. લગ્ન.. "
( જય રડતાં રડતાં બોલતો હતો ત્યાંજ નીર ફસડાઈ પડી.. જયે દોડતા એની નજીક જઈ એને સંભાળી એનું માથું પોતાના ખોળામાં લઈ લીધું.. )
" નીર... શુ થયું તને.. નીર.. "
" જય તારા પ્રેમનો અહેસાસ મને બે વર્ષ પહેલાંથી જ હતો બે વર્ષથી પપ્પાને સમજાવવા પ્રયત્ન કરું છું.. ઈચ્છતી હતી કે એ માની જાય પછી તારો પ્રસ્તાવ સ્વીકારીશ પણ પપ્પા ના માન્યા ને આત્મહત્યાની ધમકી આપી મારા લગ્ન નક્કી કરી નાખ્યા કાલે તને છેલ્લી વાર જોઈ લેવા.. તારા લાગણીભીના સ્પર્શને મારા હૃદયમાં સમાવી લેવાના આશયથી જ તને મળવા આવેલી.. "
( ત્યાં નીરના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા નીરના પરિવારના સભ્યોને.. જય નીર ને દવાખાને લઈ જવાના પ્રયત્ન કરવા લાગ્યા.. )
" જય તું મારી સામે રહે... નિરર્થક પ્રયત્નોના કરશો તું.. મારા હાથ ને સ્પર્શ.. જો તારા હાથ જેવો જ ગરમાવો છે ને આજે.. જ...ય... "
( ને જય ની એ કારમી ચીસ વાતાવરણને ચીરતી જાણે નીર ને પકડવા નિરર્થક દોડી ગઈ... )

હેતલબા વાઘેલા 'આકાંક્ષા'


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED