khullu aakash books and stories free download online pdf in Gujarati

ખુલ્લું આકાશ

" માયા.. તું કેમ અહીં બેઠી છે..?? .. ચાલ ને જો દરિયા ને કેવો ઉન્માદ માં છે.. લે ચાલ એના આનંદ માં સાથ આપવા.. "

" મયંક .. હૂયે દરિયા ના ઉન્માદ ને જ માણું છું.. એની ગંભીરતા , એનો જોશ , એની મર્યાદાઓ , એની ગહેરાઈ.. કેટકેટલું છે એની પાસે... મયંક તું ને શ્રી રમો હું અહીંજ બેઠી છું... મારે થોડો સમય પોતા સાથે વિતાવવો છે જો તને ખોટું ના લાગે તો.. "

" બિલકુલ નહિ માયા તું નિરાંતે બેસ હું શ્રી સાથે જાઉં છું પણ જોજે ફરી ભૂતકાળ ને વાગોળવા ના બેસી જતી.. "

" પ્રયત્ન કરીશ ... તમે બંને જાવ .. "

( માયા બંને ને દરિયાકાંઠે રમતા જોઈ રહી શ્રી નું સ્મિત તેને પોતાના બાળપણ માં ખેંચી જવા પૂરતું હતું... એનેય પપ્પા સાથે રમવું ખૂબ ગમતું પણ... પપ્પા..?? ..કેટલું મનાવતી એ પોતાની કાલીઘેલી ભાષા માં.. પપ્પા જ્યારે ભાઈ સાથે રમતા હોય ત્યારે પોતેય એમની સાથે રમવા કેવી આતુર થઈ જતી... પણ પપ્પાએ જાણે એક ના દેખાય એવી ભેદ રેખા બનાવેલી જેની પાર ન એ આવ્યા ન માયા ને આવવા દીધી.. એ દીકરી ની જરૂરિયાત પૂરી કરવામાં માનતા શોખ નહિ.. માયા બાર ધોરણ ભણી એટલે પપ્પા એ આગળ ભણાવવા ની ના કહી દીધી.. નસીબને મહેનત રંગ લાવીને માયા રાજ્યકક્ષાએ અવ્વલ આવી પણ પપ્પા તો પોતાની વાત પર અડગ .. છેવટે શિક્ષકો ની સમજાવટ ને કારણે પપ્પા કોલેજ માટે માન્યા.. એય કેટલી શરતો મુક્યા પછી.. ત્યાંય પપ્પા રોજ લેવા ને મુકવા આવતા.. ઘર તો જાણે મારા માટે જેલ... મમ્મી માયાને સમજતી પણ પપ્પા સામે તો એય લાચાર બની જતી.. ત્રીજું વર્ષ પૂરું થતાં થતાં તો મને માયાને એનાથી દસવર્ષ મોટા જનક સાથે પરણાવી દીધી... ને પરણ્યાં ની પહેલીરાત્રે જ )

" એય.. કાન ખોલીને સાંભળીલે તું આ ઘર ની વહુ છે મર્યાદા ને ઘરેણું સમજજે.. ભલે કોલેજ ભણી હોય અહીં તારે રોટલા પૂરતું જ મોં ખોલવાનું સમજી ગઈ ને.. "

( ને માયા એ માત્ર હકારમાં માથું હલાવી લઈ સપનાઓની હ્રદયમાંજ હોળી સળગાવી લીધી... દરરોજ દારૂ પીને શેઠ ની દાજ જાણે માયા પર ઉતરતી પપ્પા તો જાણે દીકરી પરણાવી ભૂલી જ ગયા હતા.. મમ્મી બિચારી રોઈને જીવ બાળી લે.. બીજું એ કરી પણ શું શકે..જનક એક પેઢીએ નોકરી કરતો એ પેઢીએ મયંક મોટી પોસ્ટ પર આવ્યો ને રહેવા આવ્યો માયા ના ઘરના ઉપર ના રૂમમાં.. મયંક એકલો હતો એટલે માયા ને ખાસ સૂચના મળેલી કે એની સામે જોવું નહિ તો વાત નો પ્રશ્ન જ ઉભો ના થાય.. માયા જનક ની દરરોજ ની માર થી જાણે ટેવાઈ ગયેલી.. એકવાર મયંક નું આવવું ને જનક નું મારવુ બંને જાણે સાથે જ બન્યું.. )

" એય.. જનકભાઈ આ શું કરો છો ઘરની સ્ત્રી ઘરની લક્ષ્મી કહેવાય એને આમ મારીને અપમાનિત ના કરો... "

( ને મયંકનો જાણીતો અવાજ લાગતા માયા અનાયાસે તેના તરફ જોઈ બેઠી ને મયંક ને જોતા જ જાણે આંસુઓ ધોધ બનીને વહી નીકળ્યા...ને મયંક પણ માયા ને જોઈ અવાચક જ બની ગયો જાણે.. આ મયંક એજ જેે માયા સાથે કોલેજમાં ભણતો ને તેણેસ્ત્રી ઉદ્ધારના કેટલાય નાટકો ભજવેલા એય સ્ત્રીઓનું ખૂબ સન્માન જાળવતો એને માયા ની હોંશિયારી એની સુંદરતા ક્યાંક સ્પર્શી ગયેલી એણે માયા ને ખુબજ નમ્રતા ને વિવેક જાળવી લગ્ન માટે પ્રસ્તાવ મુકેલો ને માયા એ દિવસે પણ આંખો માં અમી સાથે ત્યાંથી કંઈજ બોલ્યા વિના નીકળી ગયેલી માયા ને મન માં વસાવી જીવી રહેલા મયંકે માયા ને આ દુર્દશામાં જોઈ ... જનક દારૂના નશામાં ચૂર રાડો પાડતો સુઈ ગયો... )

" માયા ... તું.. અહીં.. ?? "

" હા... દીકરી નામના ભારાને પપ્પા એ અહીં નાખ્યો છે "

" તું ક્યાં જમાના માં જીવે છે.. ??.."

" સ્ત્રીઓ માટે ક્યાં જમાનો બદલાયો છે.. "

" અરે.. ગાંડી.. શુ બોલે છે તું.. ?.. બી. કોમ . ભણ્યા પછી પણ આવી વિચારધારા.. ??.. જો તારા જેવી એજ્યુકેટેડ છોકરીઓ પણ આ બધું વેઠે તો બિચારી અભણ છોકરીઓનું તો શુંયે થતું હશે.. "

" મને ભટકાવવા નો પ્રયત્ન ના કરીશ મયંક ... હવે આજ મારું જીવન છે.. મેં આનેજ મારુ નસીબ સમજી લીધું છે... "

" માયા ... કેવી વાત કરે છે સાવ આ તારું નસીબ છે.. ??... તો કોલેજ ના વર્ષિકોત્સવ વખતે ' આપણે જ આપણા ભવિષ્ય ના ઘડનાર છીએ ' પર 45 મિનિટ સુધી બોલનાર માયા કોણ હતી.. "

" એ માત્ર મળેલ વિષય હતો ને માર્ક્સ ખાતર મારે એને ન્યાય આપવાનો હતો.. "

"એટલે.. તેમાં તારી કોઈજ ભાવના નહોતી એવું મને સમજાવવા માંગે છે તું.. ?.."

" તું અત્યારે અહીંથી જા જનક ઉઠશે તો તનેય નહિ છોડે.. "

" આ દારૂડિયો કાલ સિવાય હલવાનોય નથી... માયા તારા માટે વિચાર તારી સામે આટલું મોટું જીવન છે એને આ દારૂડિયા પાછળ વેડફી ના નાખ... હું તને ... તારા સપનાઓને જાણું છું.. તું તારા માટે લડ.. "

" પ્લીઝ , તું હવે અહીંથી જતો રહે ... "

( ને માયાના જોડાયેલા હાથ સામે મયંક નું મો સિવાઇ ગયું ને એ રૂમ પર ચાલ્યો ગયો.. માયા માત્ર પડખા ફેરવતી રહી... કેટલો શાંત , શિથિલ ને લાગણીશીલ હતો એ સમયે પણ મયંક.. કેટલી અદબ થી વાત કરતો એ છોકરીઓ સાથે.. ને મેં જવાબ ના આપ્યો છતાંય ક્યારેય મને એણે નીચી પાડવાનો કે મને હેરાન કરવાનો એટલા સુધી કે મારી સાથે બોલવાની ઢબ પણ એણે નહોતી બદલી... પણ હૃદયમાં ઘર કરી ગયેલા પપ્પાના ડર સામે એના માટે ઊગી નીકળતી લાગણીઓનું બાળમરણ જ થઈ ગયેલું.. કેટલો સોહામણો... ને ત્યાંજ જનકે ઉલ્ટી કરીને માયાના વિચારો પણ ઓકાઈ ગયા.. ને એ ઉલ્ટી કરી બાજુ માંજ પાછો સુઈ ગયો એને જોઈ જાણે માયાનેય ઉલ્ટી જેવું થઈ ગયું.. ને એ ગંદકી સાફ કરીને ઊંઘવાનો નિરર્થક પ્રયાસ કરી રહી.. ને ક્યાંક એ મયંક ની વાત પર પણ વિચાર કરી રહી.. કેટલા સપનાઓ સેવેલા એણે.. ખુલ્લા આકાશ માં વિહરવું તું , મુક્ત હવાને મનમાં ભરી લઇ માણવી તી.. , એને પાઇલટ બનવું તું..પપ્પાનો દીકરો બનવું તું પણ પપ્પા એતો એને દીકરીએ ક્યાં સમજેલી.. !. મયંક પણ પડખા ફેરવતો માયા ને આ પીડા માંથી ઉગારવાના પ્રયત્નો વિશે વિચારવા લાગ્યો.. ને એ ત્યાંથી અટક્યો નહીં એણે પ્રયત્નો શરૂ પણ કરી દીધા.. ત્યાર પછી એણે દરરોજ જાણે માયા ના સ્વાભિમાનને જગાડવાના , એને પોતાનું એક અલાયદું જીવન , સપનાઓ માટે જીવવામાટે રીતસર ઉશ્કેરવા લાગ્યો પણ એ સમજી નહોતો શકતો કે માયા પર આની શી અસર થઈ રહી છે.. ને એક દિવસ..રોજિંદા ક્રમમુજબ જનક નો હાથ ઉપડ્યો ને મયંકે માયા સામે તિરસ્કાર ભર્યું સ્મિત કર્યું ને માયા ધ્રુજી ગઈ ને અનાયાસે જ જનકનો હાથ પકડી બેઠી..
)

" તારી આટલી હિમ્મત કે મારો હાથ પકડે..?? "

" બસ કરો હવે મારાથી સહન નથી થતું.. હવે હું તમારો માર નહિ ખાઉં.. "

" એટલે..?.. તું કહેવા શુ માંગે છે.. તારી વિસાત શુ છે..?? મારી સામે બોલવાની હિંમત થઈ જ કઈ રીતે તારી.."

( એમ કહી જનક વધુ આક્રમક બન્યો પણ મયંક વચ્ચે પડે એ પહેલાં જ માયા એ જોરથી એક ધક્કો માર્યો ને જનક દૂર જઈ પડ્યો એ સાથે જ માયા ધોકો લઈ તૂટી પડી એના પર મયંકને હવે જનક ને બચાવવો પડ્યો.. માયા હવે અહીં રહેવા નહોતી માગતી એટલે એણે મયંક ની મદદ માગી .. મયંક એને સાથે લઈ મુંબઇ આવી ગયો.. માયા ને ભણવામાટે પ્રોત્સાહિત કરી વુમન્સ હોસ્ટેલ માં રહેવાની ને ભણવાની વ્યવસ્થા પણ કરાવી દીધી.. માયા ધીરે ધીરે પોતાની જાત ને સંભાળવા લાગી... ને હવે એ ફરી સપના જોવા લાગી હતી.. )

" માયા એકવાત કરવી હતી.. પણ કઈરીતે કહું એ નથી સમજાતું... "

" હું જાણું છું તું શું કહેવા માગે છે... એજને કે હવે હું મારી રીતે પગભર થઈ ગઈ છું તો ... "

" એક ... એક ..મિનિટ.. હું ... હું... તને મારી આંખો માનો પ્રેમ , મારી તારા પ્રત્યે ની લાગણીનો અનુભવ નથી થતો..??.. હું મારું જીવન તારી સાથે વિતાવવા માગું છું.. "

" પણ... હું તારે લાયક નથી ... "

" તારા સિવાય કોઈને લાયક હું પોતાને સમજવા પણ નથી માગતો બસ તું મને સ્વીકારી લે.. "

( ને માયા એ મયંક નો પ્રસ્તાવ સ્વીકારી લીધો.. માયા ના પપ્પા જીવ્યા ત્યાં સુધી દીકરીનું મોં ના જોયું ને મમ્મી એના નિર્ણયથી ખુશ હતી... માયા એક સફળ પાઇલટ બની ગઇ ને સાથે શ્રી ની મા પણ...)

" માયા.. માયા.. "

" સોરી... આવી ગયા બંને..?.. "

" હા.. તું પણ ફરી આવી ને..?."

" મમ્મી ક્યાં જઈ આવી એકલી એકલી.. મારે પણ આવવું હતું.. "

( ને મયંક ને માયા બંને હસી પડ્યા.. )

હેતલબા વાઘેલા 'આકાંક્ષા'
°°°°°°°°°°°°°°°°°°


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED