diwalini safaai books and stories free download online pdf in Gujarati

દિવાળીની સફાઈ


" મમ્મી... આ ચાર ચાર નોકર છે છતાંય તું આ શું લઈ ને બેઠી છે... ?? "

" બેટા... એ બધા આપણી મદદ માટે છે ... ને આ કાગળિયા માં કયા કામ ના ને કયા નકામા એ એમને બિચારાઓને શી ખબર પડે... ?... એ કામ તો હું જ કરી શકું... અરે હા... તારી પેલી જી.એફ.નું શું નામ છે.. ?.."

" રિદ્ધિ ... કેમ..?.. પૂછ્યું.. "

" એને દિવાળી ની પૂજા માં બોલાવજે... ઘણા દિવસો થયા એને જોયા ને બહુ સરસ છે છોકરી... જોજે એને હેરાન નહિ કરતો હો ક્યારેય... "

" હા ... મમ્મી... "

" બા સાહેબ... આ ભરતકાકા નો ફોન છે... શું કહું... ?.. "

" કહી દે અહીં ફોન નહિ કરવાનો... અહીં તમને કોઈ નથી ઓળખતું... "

" મમ્મી... આ તું શું બોલે છે... એ મારા કાકા છે... ક્યાં સુધી આવું વર્તન કરીશ તેમની સાથે... એમની પણ ઉમર થઈ હવે... માફ કરી દે એમને... "

" રોહન.... મને ના શીખવાડીશ મારે શું કરવું એ... સોરી બેટા... તારા પર ગુસ્સો કર્યો... હું મારા રૂમ માં જાઉં છું.. હીરા ને કેજે આ કામ ના કાગળિયા ટેબલ ના ડ્રોવર માં સાચવીને મૂકી દે... "

" જી... મમ્મી... "

( ને ભાવનાબેન પોતાના રૂમ માં આવી પલંગ પર આડા પડ્યા... ને એ સાથે જ ભૂતકાળે એમને ઘેરી લીધા... ભાવેશભાઈ સાથે લગ્ન થવાથી બહુ ખુશ હતા એ એમણે જેવા ભર્યા ઘર નું સપનું જોયેલું એવું જ ઘર એમને મળેલું..એક નાના નણંદ ને દિયર... બહુ લાગણી બંને પર ભાવેશભાઈ ને ભાવનાબેન બંને ને.. સાસુ હતા એય... લગ્ન ના બે વર્ષ પછી નાના ભાઈ બહેન ની જવાબદારી ભાવનાબેન ને સોંપીને સ્વર્ગે સિધાવ્યા.. ભાવનાબેને પણ જવાબદારી સુપેરે પાર પાડી... નણંદ ને હેતે વળાવ્યા ને દિયર ને પ્રેમે પરણાવ્યાં... જે દેરાણી ને હોંશે હોંશે લાવ્યા એ જુદારો ઇચ્છતી હતી... શરૂઆત માં ભરતભાઇ એને અવગણતાં... પણ ધીરે ધીરે દરરોજ ની કાનભંભેરણી એ અસર દેખાડી... ભાવેશભાઈ એ ઉભો કરેલો ધંધો પોતાને હસ્તક કરી લઈ... ભાઈ ને માર્ગ દેખાડી દીધો... એટલે થી ના અટકતા.. પોતાના દીકરા સમાન ભત્રીજા રોહન ને મારવાય સ્કૂલે જઈ પ્રયત્ન કરી ચૂકેલા... પણ શિક્ષક ની સમય સુચકતા એ રોહન બચી ગયો... ભાવનાબેન અને ભાવેશભાઈ ભરતભાઇ ની મનસા સમજી ગયા ને હાથે - પગે એ શહેર છોડી અમદાવાદ આવી ગયેલા રાત દિવસ જોયા વિના રોહન ને સાથે રાખી બંને પતિ પત્ની એ ફરી ધંધો જમાવ્યો.... કેટકેટલી મુસીબતો... કેટકેટલી... ઊંઘવીનાની રાતો... ને દિવસે અથાગ પરિશ્રમ.. નાની નણંદ કાવ્યા એ સમયે વિદેશ માં હતી એને વાત ની ભાળ મળતા જ અમદાવાદ આવી પહોંચેલી... )

" ભાઈ.... તમે અમારા માટે પિતા સમાન છો ને ભાભીએ ક્યારેય માં ની ખોટ નથી સાલવા દીધી તમે ભરતભાઇ ને બધું સોંપી ને કેમ આવતા રહ્યા... ભાઈ.. તમે તમારા હક માટે તો લડો..."

" કોની સામે લડું કાવ્યા... ??... મેં તો ભરત ને રોહન માં ક્યારેય ભેદ નહોતો જાણ્યો.... ને એના મન માં આવું ઝેર કેમ ભરાયું... એ હું નથી જાણતો... પણ એણે જ્યારે રોહન ને મારી નાખવા પ્રયત્ન કર્યો ત્યારે હું તુટી ગયો ને મને જે યોગ્ય લાગ્યું એ તારી સામે છે બેન... "

" ભાભી... આ બધું... શું થઈ ગયું... નાના ભાભીએ આવી ઘર ને વેરણછેરણ કરી નાખ્યું... "

" તમારા ભાઈ ને હું તો હજુયે એમને માફ કરી દેવા તૈયાર છીએ જો એ માફી માંગી લે તો... "

( ને કાવ્યાબેને ભાઈઓ વચ્ચે સમાધાન થાય એ હેતુ ભેગા કર્યા પણ ભરતભાઇ તો લડવાના હેતુ થી જ જાણે ના આવ્યા હોય... એકેય વાત નો સીધો જવાબ ના આપ્યો... ને જ્યારે કાવ્યાબેન સામે એ હાથ ઉગામવા ગયા ત્યારે ભાવેશે એમનો હાથ પકડતા એ ભાવેશ સામેય હાથ ઉગામી ઉભા રહી ગયા... ને એમનું મનોબળ તૂટી ગયું... કાવ્યાબેને એ સમયે એમના થી બનતી મદદ કરી ને અમે ધીરે ધીરે આ મુકામે પહોંચ્યા...એમાંય જ્યારે ભાવેશ ને ખબર પડેલી કે ભરતભાઈ ની દીકરી ના લગ્ન છે ત્યારે મોકલાવેલી ભેંટ પણ એમણે ના રાખીને મોટાભાઈનું અપમાન કરેલું... ત્યાર પછી એમણે ક્યારેય ભરત ની સુધ નહિ લેવાનું નક્કી કર્યું... ને હમણાં બે વર્ષ પહેલાજ ભાવેશ નું અટેક થી મૃત્યુ થયું .... કાવ્યાબેન ને સમાજે કેટલા સમજાવેલા ભરતભાઈને છતાંય એ નહોતા આવ્યા... ને હવે જ્યારે ભગવાન ની દયા છે.. ત્યારે ફરી એમને શું જોઈતું હશે તે સામેથી ફોન કર કર કરે છે... સૌ સારવાના તો હશે ને..??... જે હોય એ હવે મારે ને એમને કંઈ સંબંધ નથી .... આ વિચારો ચાલતા હતા ત્યાંજ... )

" મમ્મી... ભરતકાકા નો ફોન ફરી આવ્યો હતો... એ બહુ દુઃખી હતા.... તમારી માફી માંગતા હતા... સાથે કાકી પણ.... હતા... એય એકવાર તમને મળવા માંગે છે... તારી માફી માંગવા ઈચ્છે છે..."

" મારે આ બાબતે કોઈ વાત નથી કરવી... તું જા અહીંથી... "

( રોહન રિદ્ધિ ને ફોન કરી બધી વાત કરી ઘરે બોલાવે છે... )

" મમ્મી ચાલ ને સાથે જમીએ... "

" ના બેટા મારી ઈચ્છા નથી.... તું જમી લે... "

"મમ્મી.... રિદ્ધિ આવી છે... "

" અરે ... મને પહેલા કેમ ના કહ્યું.... ચાલ ક્યાં છે એ લઈ જા મને એની પાસે... ચાલ... "

" મમ્મી તમારે ક્યાંય જવાની જરૂર નથી.... હું જાતે જ આવી ગઈ... ને સાથે આપણું જમવાનું પણ અહીં જ લઈ આવી છું... ચાલશે ને મમ્મી... ?? "

" અરે .. બેટા કોઈ વાંધો નહિ આજે અહીં જ જમી લઈએ... રોહન તું ક્યાં જાય છે... "

" મમ્મી ... મારે થોડું કામ છે... હમણાં જ આવું છું તમે બંને જમતા થાવ... "

" ઠીક છે પણ જલ્દી આવજે.. "

" મમ્મી ... એકવાત કહું.... "

" બોલ ને રિદ્ધિ.. તારે જે પણ કહેવું હોય એમા અચકાવાનું નહિ... "

" મમ્મી.. મારે એટલું જ કહેવું છે... કે જો હું પરણીને આ ઘર માં આવું તો... મારાથી પણ ભૂલો થશે... તમે મને માફ નહિ કરો... ??.."

" બેટા .... હું તારી વાત ને સમજી ગઈ... પણ ભૂલોની માફી હોય ગુનાહ ની નહિ... હું જાણું છું તું પણ ભરતકાકા ને કાકી ને માફ કરી દેવાની સલાહ આપવા આવી છે... "

" નહિ.... મમ્મી હું સલાહ આપનારી કોણ... પણ રોહને મને વાત કરી કે ભરતકાકા આર્થીકરીતે તૂટી ગયા છે ... ને એમનો સ્વચ્છંદી દીકરો દારૂ ને જુગાર માં ડૂબી જઇ... જીવલેણ બીમારી નો ભોગ બન્યો છે... ને કાકા કાકી ને પોતાની ભૂલ સમજાઈ ચુકી છે.... "

" હું... એમની ભૂતકાળની ભૂલોને કેમ વિસરી જાઉં બેટા.... "

" મમ્મી.... દિવાળી આવે છે ને... આપણે ઘરો ની સફાઈ કરીયે જ છીએ ને તો આ વર્ષે.... તમે તમારા મન માંથી... કાકા ને કાકી પ્રત્યેની તમારી એ ખરાબ યાદોની પણ સફાઈ કરી દો ને..... હું જાણું છું સરળ નહિ હોય તમારા માટે.... પણ એકવાર પ્રયત્ન તો કરી જુઓ.... મારા માટે... મમ્મી... "

" રિદ્ધિ.... તું આ ઘર માં આવતા પહેલા ઘર ને એક કરવાના પ્રયત્નો કરે છે ને એ તારી કાકી એ આવ્યા પછી સુખી ઘર નેતોડી નાખવા માં ક્યારેય વિચાર નહોતો કર્યો... "

" મમ્મી ... કોઈના વિચારો પર આપણે કાબુ ના મેળવી શકીએ... પણ આપણે આપણી ભલમનસાઈ ના મુકવી જોઈએ ને... એક વખત તમે એમને માફ કરી દેવા પ્રયત્ન કરો.. "

" ઠીક છે રિદ્ધિ.... તું જીતી ને હું હારી... ખુશ... એમને ફોન કરી દિવાળીના આવવાનું કહી દે.... "

( ને એ દિવાળીના દિવસે... ભરતભાઇ પોતાની પત્ની સાથે સીતા સમાન ભાભીના ચરણોમાં અશ્રુધારા વહાવતા પોતાની ભૂલોની માફી માગી રહ્યા... ને ભાવનાબેન ને આંખોમાં એજ અમી નીતરી રહ્યું જે પરણી ને આવ્યા ત્યારે ભરતભાઇ ને જોઈ નીતરતું.... ને આજે સૌને સાથે બેસી પૂજા કરતા જોઈ જાણે ભાવેશભાઈ નો માળા મઢયો ફોટો પણ સ્મિત કરી રહ્યો.... ને રોહન ને રિદ્ધિ... એકબીજા સામે પ્રેમચાળા કરતા મલકાઇ રહ્યા.... )

હેતલબા વાઘેલા "આકાંક્ષા"બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED