વિશ્વાસઘાત Hetalba .A. Vaghela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

વિશ્વાસઘાત

" એડી.... પ્લીઝ જલ્દી ઊઠીજાવને તમને ખબર છેને કે આજે રેણુ નથી આવવાની... ને એ જેને મોકલશે એય કાલ થી કામ પર આવશે ... ને મને પણ લેટ થાય છે પ્લીઝ ગેટઅપ... "

" યા... બટ એક વાત કહું ... તું કામવાળી ને બહુ માથે ચડાવે છે એનુજ આ પરિણામ છે મહિના માં બે રજા તો રાખેજ છે.. મીનલ આ વખતે કેટલા સમય માટે ગઈ છે..? તમારી... રેણુમેડમ.."

" સવાર સવાર માં કટાક્ષ નહીં કરો તો ચાલશે જલ્દી તૈયાર થઈ જાવ.. વી આર ગેટિંગ લેટ... ડિયર.. ને હા આ વખતે રેણુ ક્યારે આવશે એ નક્કી નથી એની સાસુ બહુ બીમાર છે એટલેજ એણે પોતેજ કોઈ સુખી નામની છોકરી ને નક્કી કરી લીધી છે જે કાલ થી સમયસર આવી જશે.."

( એડી એટલે અજય દિવાન.. મુંબઈમાં નાનો એવો કારોબાર જે બંને પતિ પત્ની સાથે મળી સંભાળી રહ્યા હતા... મુંબઈ નું વ્યસ્ત જીવન કયારે સવાર થી સાંજ પડે ખબર જ ક્યાં પડે... ને એટલેજ વધુ પડતા કામદાર જીવન જીવતા લોકો ઘરઘાટી પર જ આશ્રિત હોય છે ને મીનલ પણ એમાંની જ એક હતી રેણુ તેને ત્યાં ચાર વર્ષ થી કામ કરતી હોવાથી તેના પર પૂરો વિશ્વાસ ને એટલેજ તે ક્યારેક ખબર હોવા છતાં તેના બહાનાઓને પણ હસી ને વધાવી લેતી ને માત્ર તેના કહેવા પર જ વગર કોઈ પ્રશ્ન જવાબે તેણે સુખી ને પોતાના ઘરે આવવાની પરવાનગી આપી દીધી ... બીજા દિવસે સુખી આવી પહોંચી... )

" તો કેવો રહ્યો આપનો પહેલો દિવસ તમારા હેલ્પર સાથેનો મીનલ રાણી.."

" થોડી અજીબ છે પણ કામ ની જબરી છે ફટાફટ બધું કામ પતાવી દે છે સાથે એના બાળક ને લઇને આવી હતી પણ બાળક પણ બિલકુલ એના જેવુજ શાંત છે... ને રેણુ હોય તો .... આખા ગામ ના સમાચાર સંભળાવે પણ આને તો આપણે કંઈક કહીયે તો માત્ર હા કે ના માં માથું જ હલાવે છે... આમ સારી છે પણ ..... "

" અરે અરે બસ કર એને થોડો સમય આપ એ પણ રેણુ જેમ બકબક ચાલુ કરી દેશે... આમેય સ્ત્રીઓને ભળતા બહુ વાર ના લાગે આ તો તું રેણુ ને મિસ કરે છેને એટલે તને સુખી અજીબ લાગી બીજું કાંઈ નહીં... "

" હા એવું બની શકે પણ મેં એને ઓબ્ઝર્વ કરી છે... ને મારુ મન કે છે કંઈક તો અજીબ છે એની સાથે... ને એ શું છે એતો હું જાણીનેજ રહીશ... "

" ઓકે ... અત્યારે તારે તારું ધ્યાન રાખવું વધુ જરૂરી છે આ સાતમો મહિનો જાય છે તને ખબર તો છેને...? .. "

" શું તમેય ... મને ખબર ના હોય... ને હું મારું ધ્યાન રાખુજ છું એટલેજ તો ઓફિસે માત્ર દિવસ ના ચાર કલાકજ રહું છું... "

" હા એ પણ મને નથી ગમતું એટલે તું કાલ થી ઘરે જ રહેજે... જો મને જરૂર લાગશે તો હું તને કોલ કરી લઈશ... "

" બટ... હું ઘરે કઈ રીતે ટાઈમપાસ કરીશ.."

" કેમ... આ નવી આવી છેને સુખી એને ઓબ્ઝર્વ કર ... "

( ને બંને હસી પડ્યા... અજય ના સુઈ ગયા પછી પણ મીનલ સુખી ના ચહેરા ને યાદ કરતી રહી ગોળ મોઢું... નેપાળી જેવી આંખો... સપ્રમાણ શરીર ... ને એની આંખો... જાણે કેટકેટલું બોલતી હતી ને છતાંય બિલકુલ શાંત... ઉમર પણ વધુ નહીં હોય .... ને સુખી વિશે વિચારતા વિચારતા મીનલ ક્યારે સુઈ ગઈ ખબર જ ન પડી... )


" એડી... દરવાજો ખોલજો કદાચ સુખીજ હશે... "

" હા.... ને હું નીકળું છું કઇ કામ હોય તો કોલ કરજે... "

" સારું..... ગુડબાય.... ને હું સાથે નથી તો પણ ગાડી ધીમે ચલાવજે..."

" જી.... મેડમજી... આપનો હુકમ શિરોધાર્ય... બીજું કાંઈ... "

" જાવ ને હવે .... ધ્યાન થી ટાઇમસર જમી લેજો... "

" ઓકે... બાય .. "

( ઘર માં પ્રવેશેલી સુખી ઘડીભર બંને તરફ જોઈ રહીં... ને તરતજ જાણે તંદ્રામાંથી જાગી હોય એમ કામમાં લાગી ગઈ... પણ મીનલની ચબરાક નજર તેના પર ફરી ગઈ... )

" સુખી... એક વાત પૂછું... "

" હા... દીદી... પુછોને.. "

" આજે તું મારી સાથે નાસ્તો કરીશ.."

( ઘડીભર સુખી મીનલ સામે જોઈ રહી શુ બોલવું એની તજવીજ કરતી હોય કે પછી જાણે મીનલને સમજવાનો નિરર્થક પ્રયાસ .... ને અનાયાસેજ તેના મુખેથી હા પડાઈ ગઈ... સુખીના બાબાને બિસ્કિટને ચવાણું આપી ટીવી પર કાર્ટૂન લગાવી દઈ બંને ગરમ નાસ્તો લઇ સામસામે ગોઠવાયા... મીનલ સુખીના હાવભાવ તેની નિર્દોષતા થી જાણે પ્રભાવિત થઈ હતી... તે તેના વિશે જાણવા જાણે તત્પર હતી... )

" અચ્છા સુખી ... તું રેણુને કઇ રીતે ઓળખે... ? "

" હું જ્યાં ખોલીમાં ( નાની ઓરડી ) રહું છું ત્યાંજ નજીક માંજ તે રહે છે એટલે... "

" તું આ બાજુની તો લાગતી નથી... નેપાળ બાજુની હોય એવું લાગે છે સાચે તું ત્યાંની તો નથી ને...? "( આમ કહી તે જાણી જોઈને હસી )

" અ... એ... એવું નથી હું... હું... તો અહિયાનીજ છું... દીદી ... મેં નાસ્તો કરી લીધો... તમે શાંતીથી નાસ્તો કરી લો હું મારું કામ કરી લઉં... "

( ને મીનલ તેને અડધો નાસ્તો મૂકીને સફાળી ઉભી થઇ કામે વળગતી જોઈ રહી હવે જાણે મીનલને સુખીમાં વધુ રસ જાગ્યો પણ.... એકવાત મીનલ સારીરીતે સમજી ચુકી હતી કે સુખી જ્યાં સુધી પોતા પર પૂરતો ભરોસો નહીં કરે ત્યાં સુધી એને કંઈજ પૂછવું હિતાવહ નહીં હોય.... ને મીનલે સુખીને સમય આપવાનું નક્કી કર્યું... સાથે સાથે લાગણીભીની હૂંફ પણ... ધીરે ધીરે બે મહિના પછી તે વાતચીત કરતી થઈ ગઈ... ને હવે તે મીનલ પર વિશ્વાસ પણ કરતી થઈ ગઈ... મીનલને પણ નવમો મહિનો બેસી ગયેલો સુખી એનું ખૂબ ધ્યાન રાખતી... એવામાં અજય ને આઠેક દિવસ માટે બહારગામ જવાનું થયું... )

" મીનલ તું જાણે છે ને કે મને તને મૂકીને જવું ગમતુજ નથી... "

" જાણું છું એડી... બટ મને ખબર છે આ કામ માટે તમે ને હું બંને ઘણા સમયથી રાહ જોતા હતા... તમે જઈ આવો આમેય સુખી દિવસે તો રહે જ છે એને હું વાત કરીશ એ કદાચ હવે રાત્રે મારી પાસે રહેવાની ના નહીં પાડે... "

" ઠીક છે હું કાલે એની સાથે પોતે વાત કરી લઉં પછીજ હું જવાનું નક્કી કરીશ... "

( બીજા દિવસે સુખી ટાઈમે પહોંચી આવી ને અજયે તેની સાથે વાત કરી પણ એણે કાઈ જવાબ ના આપ્યો બસ માથું નીચે રાખી ઉભી રહી.. અજય ને આ અજીબ લાગ્યું પણ તેને મોડું થતું હોવાથી એ મીનલ ને જલ્દી જવાબ મેળવી કોલ કરવાનું કહી નીકળી ગયો )

" સુખી તું મારી સાથે રાત્રે રહીશ... ? એમને આઠ દિવસ માટે બહારગામ જવાનું છે... જો તારે કોઈને પૂછવાનું હોય તો તું મારા ફોન થી કોલ કરી શકે છે... એમને રાત્રે નીકળવાનું છે એટલે થોડી જલ્દી જવાબ આપજે... "

" દીદી .... મારે કોઈને પૂછવાનું નથી હું રહીશ તમારી સાથે... તમે સાહેબ ને કહી દો... "

" તારે તારા પતિને કે ઘરે કોઈને નથી પૂછવું... ? "

" ના દીદી... " ( એટલું કહી એ મીનલ કાંઈ બોલે એ પહેલાજ કામે લાગી ગઈ... )

( અજય તે રાત્રે જવા નીકળી ગયો... સુખી ને મીનલ સાથે દિવસ રાત રહેવાનું થતા... બે ત્રણ દિવસ પછી સમય જોઈ એક રાત્રે જ્યારે સુખીનો બાબો સુઈ ગયો ત્યારે ફરી એકવાર મીનલે વાત ઉપાડી... )

" સુખી.... તું મારા પર વિશ્વાસ તો કરે છે ને..? "

" હા દીદી ... બહુ વિશ્વાસ છે તમારા પર.. "

" તો ... મને સાચું કહેને... તું આ બાજુની નથીને... ? "

( થોડીવાર વાતાવરણ માં શાંતિ પથરાઈ ગયા પછી ધીમા ડૂસકાં એ શાંતિને વેરણ - છેરણ કરી રહ્યા... મીનલ સુખીની પીઠ પર પ્રેમથી હાથ પસવારતી તેને સાંત્વના આપી રહી.... ને જ્યારે પૂર્ણપણે શાંત થઈ પછી મીનલ સુખી સામે પ્રશ્નાર્થનજરે જોઈ રહી... )

" દીદી .... હું નેપાળ થીજ છું ને મારુ સાચું નામ .... રાવી છે..."
( સુખી ભૂતકાળ માં સરી પડી... )

" નેપાળ કાઠમંડુ પાસેનું મારુ નાનું એવું રળિયામણું ગામ કુદરત ના ખોળે રમતું બારેમાસ લીલોતરી વાળું... બારેમાસ ખેતરો માં હરિયાળી જોઈ શકાય... મારા પિતાજી પણ ખેડૂત હતા.. તેઓ પણ વર્ષે ત્રણ પાક લેતા... ત્યાં અમારું ઘર સુખી ગણાતું... માં - પિતાજી અમે બે બહેનો ને અમારો નાનકો... ભાઈ ગોપુ... ગામમાં સૌ એકબીજા સાથે લાગણીથી જોડાયેલા ..... ગામમાં એક શામજીકાકા ને ત્યાં ટી.વી એટલે સાંજે બધા ત્યાં એકઠા થાય ને હસી મજાક કરતા કાર્યક્રમો જોતા... ગામમાં દસ ધોરણ સુધીની નિશાળ પણ હતી.. હું પણ દસ ધોરણ ભણી પિતાજી કેવા ખુશ થયેલા... જ્યારે મારુ પરિણામ આવેલું.... મને કહે ...

" રાવી દીકરા બોલ તુ જે કહીશ એ તારે માટે લાવી આપીશ... "

" પિતાજી આપણે પણ એક ટી.વી. લઇ લઈએ... ? "

" બેટા .... ગામના ઘણા લોકો ટી.વી. લઈ શકે તેમ છે છતાં નથી લેતા ... એનું કારણ એ છે કે જો સૌ પોતપોતાના ઘરોમાં બેસી રહેશે તો મળવાનું ઓછું થશે ને એકબીજા પ્રત્યે લાગણી ઓછી થઈ જાય... "

" પિતાજી એ મને નથી ખબર મને ટી.વી. જોઈએ.. "

" સારું.... લાવી આપીશ બસ... "

( ને બે ત્રણ દિવસમાં ટી.વી. આવી ગયું..... મને ફિલ્મો જોવાનો ગાંડો શોખ... ને એમાંય શાહરૂખ ની ફિલ્મ તો ખુબજ ગમે... કિશોરાવસ્થામાં હું પણ પોતાને કોઈ હિરોઈન સમજતી.... સપનાઓ પણ એવાજ ... એક હીરો બાઇક પર આવશે... અમે બાઇક પર ખૂબ ફરીશું ને પછી ભાગીને લગ્ન કરીશું.... વધુ ખબર નહોતી પડતી એટલે માં પિતાજીનો એ સમયે ખ્યાલ નહોતો આવ્યો ... ને એવામાં એક દિવસ હું મારી સખીઓ સાથે ખેતરે થી ફરીને પાછા ફરતા હતા.. ત્યાં પાછળ થી બાઇક નો અવાજ આવ્યો.... પાછળ ફરીને જોયું તો ... એક ભીનેવાન પણ સુંદર મુખાકૃતિ... ઊંચો પાતળો સપ્રમાણ દેહ... ઇન કરેલા સાદા પેન્ટ શર્ટ.... ને આંખો પર ચશ્માં.... અમારા પર એક નજર નાખી એ સ્મિત સાથે ત્યાંથી નીકળી ગયો.... )

" સોની .... આ તો પેલા શામજીકાકા નો મનોજ છેને... ? "

" હા... રાવી એ શહેર માં રહે છે છ મહિનાથી... પણ તું કેમ પૂછપરછ કરે છે... ?? "


" એમજ .... કેમ વળી... ( ને અમે મશ્કરી કરતાં કરતાં ત્યાથી ઘર તરફ વળી ગયા... )

( ને બે દિવસ પછી.... એક દિવસ મનોજ ઘરે આવ્યો.. )

" રાવીની માં.... આ શામજીભાઈ નો મનુ ઓળખે છેને... છ મહિનામાં તો સાહેબ થઈ ગયો .... મનિયા માંથી મનોજ બની ગયો.... "

" હા હા ઓળખુંજ ને... બેસ ભાઈ શહેર માં સારું તો છેને... ? "

" હા .... કાકી ... પણ ગામ ની બહુ યાદ આવે છે... "

( ને હું દૂર ઉભી ઉભી મનોજ ને જોઈ રહી હતી ત્યાં માં એ મને પાણી લઈ આવવા કહ્યું.... હું પાણી ભરી લાવી મનોજ ને આપવા હાથ લાંબો કર્યો ત્યાં એની આંગળીઓ ના સ્પર્શ થી જાણે મારા શરીર માંથી કંપારી છૂટી ગઈ... )

" તું.... રાવી છે ને .. ? ભણે છે... કે... "

" હ.... હા ... હા... હું દસ ભણી છું ને... "

" સરસ... "

( ને પછીતો મનોજ દરરોજ આવતો.... માં સાથે બહેનો ને ભાઈ સાથે ખૂબ વાતો ને મશ્કરી કરતો ઘર માં સૌ રાજી થતા જ્યારે એ આવતો.... હું ક્યારે એને પસંદ કરવા લાગી ખબરજ ના પડી.... અમે ઘર બહાર પણ છુપાઈ છુપાઈ ને મળવા લાગ્યા.... )

" રાવી.... હું તને ખૂબ ખુશ રાખીશ .... તું મારી સાથે લગ્ન કરીશ... ? "

" સાચે.... હા ... હા જરૂર હું આજેજ પિતાજી ને વાત કરીશ ....."

" ના... ના... રાવી જો એવું નઇ કરતી.... હું... હું એમ કહું છું કે તેઓ આપણા લગ્ન માટે હા નહીં પાડે તો... "

" તો.... હું તારી સાથે ભાગીને લગ્ન કરવા માટે પણ તૈયાર છું... "

" તો... આપણે પહેલા શહેરમાં જઈ લગ્ન કરી લઈએ ને પછી એમને જાણ કરીયે.... તો તેઓ ના પણ નહીં પાડી શકે.... સાચું કહું છું ને...? "


" હા વાત તો સાચી છે.... સારું તું કહે એમજ કરીશું... "

( હું ખુબજ ખુશ હતી... એ દિવસે.... માં પિતાજી ને ભાઈ બહેન સાથે આખો દિવસ ખૂબ સુંદર રીતે વીત્યો.... રાત્રે જાણે મારુ સપનું પૂરું થતું હોય એમ ઘરમાંથી અડધી રાત્રે જાણે વિદાય થતી હોય એમ પિતાજી ને માં ને ચરણસ્પર્શ કરી ભાઈ બહેન ને વ્હાલ કરી આંખોમાં આવેલા આંસુઓને લૂછતી .... ઘરથી નીકળી પડી.... મનોજ સાથે ... અમે કોઈ જોવે નહીં એમ પાછળ ના રસ્તે ગામથી બહાર નીકળી ગયા.... મનોજે ટ્રેનમાં બેઠા પછી મને પ્રેમ થી પાણી પીવડાવ્યું ને મારા માથાપર હાથ ફેરવી મને શાંત રાખવા લાગ્યો.... થોડીવારે હું સ્વસ્થ થઈ ને આવનારા દિવસો ની ખુશીઓ નો વિચાર કરવા લાગી.... )

" રાવી.... એક વાત પૂછું... ??"


" એક નહીં બે પૂછને... મને તારી વાતો ખૂબ ગમે... "

" તું.... તું.... ઘરેથી કંઈ સાથે લાવી છે કે નહીં..... ?? "

" એટલે .... ?? "


" એટલે .... એમ કે .... હવે હું જ્યાં નોકરી કરતો હતો ત્યાં નોકરી નહીં કરી શકું.... કદાચ ગામના લોકો ત્યાં શોધવા જાય તો.... ને આ મહિનાનો પગાર હું ઘરે આપીને આવ્યો.... એટલે મારી પાસે રૂપિયા છે નહીં.... તો.... તું .. કંઈ રૂપિયા કે ઘરેણાં લાવી છે.....?? "

" ના...... બસ આ મારા ગળાની ચેઇન ને કાનના લટકણ છે.... એનાથી થોડા દિવસો પસાર થઈ જશે... ને મનોજ તું ચિંતા નહીં કર હું પણ કામે લાગી જઈશ..... બંને કામ કરીશું ..... "

" ઓહો.. .. મારી ઝાંસી ની રાણી.... ઠીક છે..... અત્યારે તારી ચેન ને કાન ની બુટી મને આપી દે ટ્રેન માં પહેરીને ના બેસાય.... "

( ને મેં ચેઇન ને લટકણ એને આપી દીધા.....બે દિવસ ની મુસાફરી પછી અમે દિલ્લી પહોંચ્યા..... મનોજ મને બપોરના સમયે પોતાના કોઈ મિત્ર ને ત્યાં લઈ ગયો.... ત્યાં પણ પાછળના દરવાજે અમે ઘરમાં ગયા...... એ સુભાષ નું ઘર હતું..... એણે અમને ખૂબ પ્રેમ થી આવકાર્યા.... )
" સુભાષ ને ત્યાં પહોંચ્યા પછી મને મનોજ સાથે લગ્ન ની ઉતાવળ હતી.... મેં એજ દિવસે લગ્ન કરી લેવા મનોજ સામે હઠ લીધી...."

" રાવી.... તું જાણે છે ને કે હું તને કેટલો પ્રેમ કરું છું..."

" હા... જાણું છું પણ મારે તો આજેજ લગ્ન કરી લેવા છે... "

" તને મારા પર વિશ્વાસ તો છે ને...??"


" હા .... પોતાથીયે વિશેષ... "

" તો ... આજો આ સૂતર નો ધાગો છે તેને તું મંગળસૂત્ર સમજી લે... ને આ સિંદૂર.... જે તારી માંગ માં ભરી હું તને મારી જીવનસંગીની તરીકે સ્વીકારું છું..... હવે તો તું ખુશ છે ને ... થઈ ગયા આપણા લગ્ન.... "

" ( ને અનાયાસે જ મારી આંખો છલકાઈ ગયેલી.... ને મનોજ ને તાકી રહેલી.... ) હા... મનોજ હું ખુબ ખુબ ખુબ ખુશ છું... એટલી કે તું ધારી પણ ના શકે... "

" તો... તો... મધુરજનીની તૈયારીઓ પણ કરવીજ પડશે ને... તું અહીં આરામ કર હું આપણા માટે થોડા કપડાં લઈ આવું... ને હા... સુભાષ જમવાનું લાવે તે જમી લઇ આરામ કરજે... ઠીક છે... "

" હમમમ...પણ તું જલ્દી આવજે.... "

( મનોજ નો મિત્ર સુભાષ.... અજીબ નજરે મારી સામે જોઈ રહેલો.... પહેલા થોડું અજુગતું લાગ્યું.... પણ મનોજ સાથે ના લગ્ન ની ખુશી માં મેં ધ્યાન ના આપ્યું.... મનોજ ના ગયા પછી અડધોએક કલાકે સુભાષ જમવાનું લઈને આવ્યો.... )

" લે... જમી લે.... ને હા તારું નામ શું છે... ?? ... હું ભૂલી ગયો.... "

" રાવી છે... પણ તમે મને ભાભી કહી શકો છો... હવે..."

" હા.... હા... હા... હા.... ભાભી... ???... મારી ને મનોજ વચ્ચે કંઈજ અલગ નથી તું પણ નહીં..... " ( ને એ મારી તરફ આગળ વધ્યો...જ્યાં એ મારી તરફ સહેજ જૂક્યો કે ત્યાંજ મારા હાથ માં ત્યાં પડેલું તપેલું હાથમાં આવ્યું ને મેં એના માથા માં દઈ માર્યું... એ પોતાનું માથું પકડી મને ગાળો દેતો મારવા આગળ વધ્યો ત્યાંજ મનોજ આવી ગયો ને એનો હાથ પકડી લીધો... ને એને બહાર લઈ... ગયો.... થોડીવારે.... મનોજ અંદર આવ્યો... મને સાંત્વના આપવા લાગ્યો... )

" રાવી... એ થોડો નાસમજ છે..... પણ મનનો સારો છે.. તું એની ચિંતા ના કરીશ.... હું આવી ગયો છું ને..... અરે... હા તું જમી... ??... "

" ના..... પણ.... મને .... અહીં બહુ બીક લાગે છે આપણે... બીજે ક્યાંય રહેવા ના જઈ શકીએ. . ??"

" રાવી..... મેં કહ્યુંને કે મારી પાસે વધુ પૈસા નથી.... આવશે એટલે આપણે અહીં થી જતા રહેશું..... લે ચાલ જમીલે... ને પછી આ સાડી જો હું તારી માટે લાવ્યો છું પહેરીને બતાવજે .... હૂયે જોવું.... મારી રાણી કેવી લાગે છે એમાં.... "

( ને હું શરમાઈ ગયેલી. . .અમે સાથે જમ્યા..... બેઠા બેઠા વાતો કરતાં તા ત્યાં સુભાષ ઠંડુપીણું લાવ્યો ... ને મારી પાસે આવી મારી માફી માંગી.... મેં પણ મનોજ ના કહેવાથી એને માફ કરી દીધો.... એ ખૂણા માં જઇ ત્રણેય માટે ગ્લાસ ભરી લાવ્યો... ઠંડુ પીધા પછી મને તૈયાર થવાનું કહી.... એ બંને ત્યાંથી બહાર નીકળી ગયા.... ને મનોજ ના નામને સપના સાથે શણગાર કરી રહી હતી ત્યાંજ.... અચાનક મને ચક્કર આવવા લાગ્યા.... ને હું બેહોશ થઈ ગઈ.... પણ મને ધૂંધળું ધૂંધળું.... યાદ છે કે.... એ... રાત્રે કોઈ તો આવેલું પણ એ મનોજ હોય એવું ના લાગતા મેં થોડો પ્રતિકાર કરેલો..... પણ શરીરે મારો સાથ ના આપ્યો.... ને મારુ શિયળ ના બચાવી શકી.... જ્યારે મને હોશ આવ્યો ત્યારે હું..... અશક્ત , એકલી... ત્યાં પડી રહેલી.... ધીમે ધીમે જાતને સંભાળી ઉભી થવા પ્રયત્ન કર્યો પણ ના થઇ શકી.... બપોર સુધી રાહ જોયા છતાં મનોજ કે સુભાષ આવ્યા નહિ....મેં જેમ તેમ ઉભા થઇ બહાર જવા પ્રયત્ન કર્યો .... ત્યાંજ એક આધેડ પણ નવોઢા જેવી શણગારાયેલી જાડી..., બેઠી દડીની સ્ત્રી મોંમાં તમાકુ ભરીને સાથે બે કદાવર ગુંડા જેવા લાગતા પુરુષો સાથે આવી ચડીને મારી સામે અટ્ટહાસ્ય કરતી કહેવા લાગી.... )

" ક્યાં જાય છે .... છબીલી..... ત્રણ લાખ રૂપિયા રોકડા આપ્યા છે તારા..... "

" ક.....ક.....કોને..... અને.... શ... શા માટે.... ??"

" ( ફરી એજ અટ્ટહાસ્ય.... ) જોને.... મોટી... ભોળી..... ના જોઈ હોય તો.... તારી આ યુવાની ને તારા આ રૂપની કિંમત ચૂકવી છે.... "

" પ....પ....પ..પણ ક... કોને.... ?? "

" કોને ... એટલે.... સુભાષ ને મનોજ ને..."

( મારા મોંમાંથી એક શબ્દ પણ ના નીકળી શક્યો એ સ્ત્રી એ પોતાનું નામ જનકીબાઈ કહ્યું.... ને કહ્યું... કે રૂમની બહાર પૂછ્યા વિના ના નીકળું..... જો એવું કરીશ તો મને મારીને એજ રૂમમાં ડાંટી દેશે...હું તો મારી સુધ ખોઈ ચુકી હતી..... સંભળાતું બધું હતું પણ સમજવા.... મન કે મગજ કોઈ તૈયાર નહોતા થતા.... "

" સુખી.... તું .... તું.... એવી જગ્યાએથી બહાર કઇ રીતે આવી શકી.... "( મીનલે પૂછ્યું... )

(સુખીનું ગળું સુકાઈ ગયું હતું... તેથી તેણે ઘૂંટડો પાણી પીને ફરી વાતને આગળ વધારી.... )

" દીદી.... ત્યાંથી નીકળવું સરળ નહોતું એ નર્ક ની યાતના કરતાંય ભયંકર યાતનાઓ રાત્રે ઉગતા અંધકારમય દિવસો ને દિવસો નો અંધકાર દિવસે ને દિવસે મને અંદર થી તોડી રહ્યો હતો... મેં ત્યાં એવાં એવાં લોકોનો અનુભવ કર્યો કે મને માણસાઈ કે ભગવાન પરથી ભરોસો જ ઉઠી ગયો... કેટલાય ને આજીજી કરી કેટલાય ના પગ પકડ્યા.... પણ બધાયે મારા વાળ પકડી મને હડસેલી દીધી... હૂયે હિંમત હારી ચુકી હતી... ને ધીરે ધીરે એ નર્કને અપનાવી લીધું પણ.... હૃદય હજુ મનોજ ને કોસતું હતું..... ને એનાથીયે વિશેષ ખુદને કે .... મારા પિતાના વિશ્વાસ ને માં ના પાલવ ને તરછોડવાની આ સજા મળી છે... એક બે વખત મારવાનો પણ પ્રયત્ન કરેલો પણ પેલા કદાવરો એ મને સફળ ના થવા દીધી... ને એક દિવસ જાનકીબાઈ નું અલગજ સ્વરૂપ મેં જોયું... એ કોઈ ઠઠારા વિનાજ મારી પાસે આવી પ્રેમ થી મારા માથે હાથ ફેરવ્યો... મને ખુબ અજુગતું લાગ્યું... "

" રાવી.... દેખ તું સારી છોકરી છે... અહીં આવનારી સબ છોકરીઓ ખરાબ નઈ હોય... ઘણી મજબૂરીથી આવે છે તો ઘણી દગા થી... હું પણ અહીં મજબૂરીમાં આવેલી મારીમાં ને કેન્સર થી બચાવવા... એ કેન્સર થી તો ના બચી શકી પણ .... મેં આ દુનિયા છોડવા પ્રયત્ન કર્યો પણ બહાર ની દુનિયાએ મને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો .... અહીંની છોકરીઓ સાથે ઈજ્જતદાર લોકો ને સંબંધ તો રાખવા છે... પણ.... માત્ર રાત પૂરતા... દિવસ ના અજવાળા પહેલા ના અંધકાર માં એ લોકો પણ ભાગી જતા હોય છે.... હવે તું પણ આ દુનિયાનો હિસ્સો છે... તું યે હકીકત કો જેટલી જલ્દી સમજીશ એટલું સારું... હવે તને તારા માં - બાપ પણ નહીં સ્વીકારે.... બેટા... જો તું મારુ માને તો આ દુનિયાને દિલથી અપનાવી લે.... "

( ને જાનકીબાઈ ત્યાંથી ચાલી ગઈ ઘણું વિચાર્યા પછી પણ હું મારા મન ને નહોતી મનાવી શકતી... પણ પરિસ્થિતિ સામે લાચાર પણ હતી.... એટલે હસતું મુખ રાખી રહેવાનું ચાલુ કર્યું... ત્યાં બીજી છોકરીઓ સાથે ઉઠવા બેસવાનું ચાલુ કર્યું... કેટલીયે છોકરીઓ મજબૂરીમાં , લાચારીમાં , તો કેટલીયે મારી જેમ ફસાયેલી , કે ઉપડાયેલી છોકરીઓ પણ મળી.... જેમાંની રોઝી નામની છોકરી સાથે આત્મીયતા કેળવાઈ.... એ બંગાળ થી હતી... એને પણ મારી જેમજ પ્રેમજાળ માં ફસાવી કોઈ યુવાન અહીં વેંચી ગયેલો... સમદુખિયા હતા એટલે વધુ લાગણીઓ ભળેલી... એણે મને બહુ સહકાર કરેલો... બપોરનો સમય અમારા આરામ નો રહેતો... એક દિવસ તે બપોરના ત્રણેક વાગ્યે મારા રૂમ માં આવી...)

" રાવી.... સુન એક બાત કહું છું... ધ્યાન સે સુન... મેરા આ દુનિયામાં આગે - પીછે રોને કો કોઈ નઈ હે... પર તેરા પરિવાર છે... મેરેકું એક બંદા મિલા હે જો કિસી એક લડકીકો ઇધર સે લઈ જઈને તેના પરિવાર કે પાસ ભેજ સકતા હૈ... મેં ઉસકો તેરે બારે મેં બતાઈ... વો આજ રાતકો ફિરસે આવશે... એ તેરેકુ લઇ જવા તૈયાર છે.... શું કહે છે... બોલ જાયેગી...."

" હા હા બિલકુલ... ( ને અનાયાસેજ એક આંસુ આવી મારા હાથને અડી ગયું ને રોઝી મને ગળે વળગાડી રોઈ પડી....એ રાત્રે હું રોઝી સાથે તેના રૂમ પર ગઈ પેલો માણસ કોઈ ચાલીસેક વર્ષનો , મોટા વાળ ને દાઢીવાળો હતો... મારી સામે જોઈ એણે કહ્યું... )


" મારુ નામ ફિરોઝ છે... અહીં મેં સારા એવા રૂપિયા આપ્યા છે એટલે મેં એક છોકરીને બહાર પણ લઈ જઈ શકવાની પરવાનગી લઇ લીધી છે...મારા પર તને વિશ્વાસ બેસે એ માટે એક હકીકત જણાવી દઉં કે મેં મારી નાની ઉમર માં 18 વર્ષ ની બહેન જે લાપતા થઈ હતી એને પોલીસ દ્વારા શોધતા 6 મહિના પછી અહીંથી મળેલી.... જેણે ઘરે આવીને એજ રાત્રે આત્મહત્યા કરી લીધેલી એટલે જો અહીંથી એક છોકરીને પણ છોડાવી શકીશ તો મારી બેન ની રૂહ ને મારી અમ્મી બહુ રાજી થશે.... તું અહીં બેસ હું વાત કરીને આવું છું... "

( હું રોઝી પાસે બેઠી થોડીવારે ફિરોઝ આવી ગયો સાથે જાનકીબાઈ પણ.... )

" દેખ છોકરી હોશિયારી નહિં કરનેકા ..... આ ફિરોઝ છે એની સાથે જા .... ને એજ તને પાછી લઈ આવશે વચ્ચે ક્યાંય કોઈ હોશિયારી નહિ.... નહીંતર મારા માણસો તને પાતાળ માંથીયે ગોતી લઈ મારી નાખશે.... "

" ઠીક છે.... ( ને હું ફિરોઝ સાથે નીકળી ગઈ.... તે મને એક હોટેલ માં લઇ ગયો.... હું થોડી ખચકાઈ... મને ડરી ગયેલી જોઈ એ બોલ્યો... )

" ડરનેકા નઈ.... અહીં સુધી જાનકીબાઈ ના માણસો આપણા પર નજર રાખતા હતા... તું ચિંતા નઇ કર હું તને તારા ઘરે સલામત પહોંચાડી દઈશ આજો... આ ભોંયરું પાછળના દરવાજા સુધીનું છે... આ હોટેલ નો માલીક પણ આપણી સાથે જ છે... અહીંથી થઈને તું બહાર નીકળી જા પાછળ મારો મિત્ર કૈલાશ લાલ શર્ટ પહેરીને હાથ માં કાળો રૂમાલ લઈને ઉભો હશે... એ તને મારા ઘરે લઈ જશે .... ત્યાં મારી અમ્મી હશેજ.... હું આ બધું પતાવટ કરીને સવાર સુધી આવી જઈશ... જા... "

( ને હું ત્યાંથી કપડાં બદલી ફિરોઝ ના કહેવાનુસાર બહાર નીકળી ગઈ ને કૈલાશ ને ઓળખી તેને ફિરોઝ નું નામ આપ્યું ને તેણે મને પાછળ આવવાનું કહી આગળ ચાલવા માંડ્યું... ને ફિરોઝ ના ઘરે મૂકી હાશકારા સાથે બોલ્યો.... )

" બહેન હવે તું સેફ છે... ચિંતા નહિ કરતી અમ્મી તારું દીકરીની જેમ જ ધ્યાન રાખશે.... "

( ને ખરેખર ફિરોઝની અમ્મી ખુબજ દયાળુ હતા... તેમણે મને ખુબ હિંમત આપી... બીજા દિવસે કોઈ યુવાન આવ્યો.... હું એને જોઈ રહી... એ મારી સામે હસ્યો ને બોલ્યો હું ફિરોઝ છું... ના ઓળખ્યો... ??... ક્યાં કાલ રાત નો દાઢીયેલ વયસ્ક ને ક્યાં આ પાતળો સોહામણો યુવાન.... અમે ત્રણેય બેઠા એણે વાત ની શરૂઆત કરી...)

" હું રાત્રે બહાર નીકળ્યો તો પેલો હાથી બહાર ઉભેલો મને કહે... કિધર... મેં કહ્યું લડકીકો ભૂખ લગી હૈ ખાના માંગ રહી હૈ ખાના લેને જા રહા હું... ને હું નીકળી ગયો ખાઈ પીને પાર્સલ લઈને આવ્યો ને ઉપર જઈને રાડા રાડ કરી મૂકી...પેલા હાથીને ઉપર ઢસડી ગયો...ને બધું એના પરજ ઢોળી દીધું કે સાલો સુઈ ગયો ને છોકરી ભાગી ગઈ .... જાનકીબાઈ સામે રૂપિયા માટે પણ લડ્યો કે મારા રૂપિયા બગાડ્યા ને સમય પણ... ને સાથે પાંચ વાગ્યા સુધી એમની એમની સાથે ફર્યો પણ.... સાલાઓ ને મારા પર ડાઉટ તો રહેલોજ એટલે મારો પીછો કરી રહ્યા હતા.... એટલે હું ટ્રેનમાં ચઢી ગયો.... ને બીજા ડબ્બા માંથી રૂપ બદલીને નીકળી ગયો.... કાલે તે મારુ વધેલું પેટ જોયેલું ને એમા મારો મેકઅપ નો સામાન ભરેલો હતો... "

( ને અમે ત્રણેય હસી પડ્યા.... પણ અનાયાસેજ મારાથી રડી પડાયું.... અમ્મી મારી પીઠ પાસવારી રહ્યા.... મેં શાંત થઈ મારી આપવીતી સંભળાવી.... )

" બેટા.... આને સાંજે જ લઈને નીકળી જા.... વધુ સમય અહીં રહેવું જોખમ ખરું... "

" ઠીક છે અમ્મી..."

( ને હું ફિરોઝ સાથે એજ સાંજે બુરખો પહેરી... અમ્મીની રજા લઈને રવાના થઈ ગઈ... રસ્તા માં ફિરોઝ ને વધુ જાણવાની તક મળી... એણે અલગ અલગ જગ્યાઓથી મારા પહેલા પણ ચાર છોકરીઓને છોડાવેલી... એને લોકો તરફથી આર્થિક સહાય મળી રહેતી ને બાકીના સમય માં એ સલુન ચલાવતો ને મેકઅપ આર્ટિસ્ટ નું કામ પણ કરતો.... અમે નેપાળ પહોંચ્યા ત્યાં સુધી એ સૂતો જ નહોતો.... ને નેપાળ પહોંચતાજ એ રીતસર કુદી પડેલો.... )

" રાવી.... હું તને તારા ઘર સુધી મુકીશ હો તું ચિંતા ના કરજે... "

" હા મારા માઁ - બાપુ પણ તને મળીને ખૂબ ખુશ થશે... "

( ગામ ના રસ્તે બસ માંથી ઊતરી અમે ખેતરોમાંથી થતા જ્યારે ઘર નજીક પહોંચ્યા ત્યારે જોયું કે મારી નાની બેન ના લગ્ન થતા હતા.... હું આગળ વધવા જાઉં ત્યાં જ પાછળ થી સોનીએ મને ખેંચી... )

"રાવી..... તું..... ??? "

" સોની.... સોની... મનોજે મને છેતરી..... ( એમ કહી હું એને વળગી ઘણું રડી.... થોડી સ્વસ્થતા મળતા મેં એને બધી વાત માંડી ને કરી.... ફિરોઝ ની ઓળખાણ આપી... એ મને જોઈ ખૂબ ખુશ હતી ને થોડી મુંજાયેલી પણ.... )

" રાવી... તારી વાત ને હું તો માની લઈશ પણ ગામનાં લોકોને કઈ રીતે મનાવીશ.... તારા ને મનોજ ના ગયા પછી એક દિવસ તો બધા એજ સમજતા રહ્યા કે તમે બન્ને સાથે ભાગ્યા છો પણ એતો બે ત્રણ દિવસ પછી પાછો આવી ગયેલો... ગામલોકોએ તારા વિશે પૂછતાં તેણે ખૂબ સરળતાથી કહી દીધેલું કે... તારા વિશે એને કોઈ માહિતી નથી એતો એના શેઠ ના આપેલા કામ માટે બહાર ગયેલો ને કામ પતી જતા પાછો આવ્યો છે ને એણે તારા બાપુને ખૂબ મદદ પણ કરી તને શોધવામાં... પૈસા ની પણ મદદ કરેલી... ગામલોકો તનેજ દોષી ગણશે... તેમણે ખૂબ દુઃખી થઈ તારા નામનું નાહીં નાખ્યું છે... જો તું એમની સામેં ગઈ તો તારી બેન નું લગ્ન અટકશે અને તારી ત્રીજી બહેન નું થયેલું વેવિશાળ પણ તૂટી જશે... મારુ માને તો તું પાછી જતી રહે... રાવી હવે અહીં કોઈને તારી જરૂર નથી.... તું ભલે સાચી હોઈશ પણ તું તારી વાત ને સાબિત નહીં કરી શકે... ને તને અહીં કોઈ નહિ સ્વીકારે.....

( મને એની વાત ગળે ઉતરી ગઈ મારી બહેનો ના ભવિષ્ય ને ધ્યાન માં લઇ હુંને ફિરોઝ પાછા વળી ગયા.... રોડ પર મનોજ નું બાઇક સામું મળ્યું.... મને ખુબ ગુસ્સો આવ્યો મેં એક મોટો પથ્થર ઉપાડી એના માથા પર મારી દીધો... ફિરોઝ સમજી ગયો મારો હાથ પકડીને ભાગવા લાગ્યો... મનોજ કઈ સમજે એ પહેલાં અમે નીકળી ગયા.... મારા આંસુ રોકાતા નહોતા.... ફિરોઝ મને શાંત કરવાનો કોઈ પણ પ્રયત્ન કર્યા વિના જ મારી સામે તાકતો બેસી રહેલો.... હું જ્યારે શાંત થઇ ત્યારે મને પૂછ્યું... )

" હવે આગળ શો વિચાર છે... ?? "

" મરી.... જવાનો.... "

" ( એ જોરથી હસીને બોલ્યો ) ... જોક્સ સારો હતો.... તને બચાવવામાં મેં કેટલો સમય , રૂપિયા ને નમાજ ગુમાવી છે ખબર છે ...?? કૈલાશ જે તને ઘરે મૂકી ગયેલો એ કોઈ આશ્રમ માં ઓળખાણ રાખે છે... અમે પહેલા પણ ત્યાં બે છોકરીઓ ને મુકેલી જે આજે પગભર છે... "

" એક વાત કહું.... "

" હા.... બોલ ને.... "

" તું .... તમે... તમારા ઘરમાં મને નહિ રાખો... ?? હું તમારા ઘરનું બધું કામ આશરા ને બે ટાઈમ ના ભોજન માં કરી આપીશ... "

" જો રાવી હું બહુ ખુલ્લા હૃદયનો માણસ છું... જો તારે મારા ઘરમાજ રહેવુ હોય તો .... મારી બીબી બનીને રહેવું તને ગમશે... મેં વાત કરી દીધી માનવું ના માનવું તારા હાથ માં છે... બોલ શુ વિચાર છે..."

" પણ.... હું... તમારે લાયક નથી... "

" રિશ્તા દિલો થી બને છે ને પવિત્રતા પણ દિલની જોવાય છે.... તું ખૂબ પાક ( પવિત્ર ) છે... બોલ શાદી કરીશ મારી સાથે.... ??.."

( હું તો જાણે મને ભગવાન મળ્યા હોય એટલી ખુશ થયેલી.... અમે ઘરે આવી થોડા દિવસો માં અમ્મી ની મંજુરીથી શાદી કરી.. હું ખૂબ ખુશ હતી અમ્મી મને દીકરી જેટલો પ્રેમ આપતા... તેમણે ક્યારેય મારા પર કોઈ દબાણ કે જોહુકમીનો પ્રયત્ન નહોતો કર્યો.... હું ભગવાન ની પૂજા પણ કરતી ને નમાજ પણ પઢતી... ઘર માં ફિરોઝે નાનું એવું મંદિર બનાવી આપેલું.. ખૂબ ખુશ હતા અમે ... પણ .. થોડા સમયની કારમી બીમારી અમ્મીનો ભોગ લઇ લીધો..... અમ્મીના ગયા પછી ત્યાં અમારા બંને નું મન નહોતું લાગતું... એટલે અમે મુંબઇ આવી ગયા...અહીં ફિરોઝ ના મિત્રએ અમને ખૂબ મદદ કરેલી... ખોલી પણ અપાવીને નોકરી પણ.... બે વર્ષ પછી એક દિવસ કૈલાશભાઈ નો ફોન આવ્યો.... એક છોકરો કાદવ માં ફસાઈ છે.... તું મદદ કરે તો છોડાવી લઈએ... એમ.પી બાજુની છે... ને છૂટવા માંગે છે... તું જો આવે તો આપણે એને છોડાવી લઈશું.... એ સમયે મને ચોથો મહિનો જતો હતો.... મારુ મન ના પાડતું હતું પણ મને મારુજ ઉદાહરણ આપી સમજાવી તે મેકઅપ નો સમાન લઈ નીકળી ગયો..... અમારી દરરોજ ફોન પર વાત થતી એ નંબર બદલતા ઘણી વાર એમણે એ છોકરી ને છોડાવી લઈ એના એના ઘરે ઘેર પહોંચાડી દીધેલી .... કૈલાશભાઈ ને ઘેર પહોંચાડી એ પાછા આવી રહ્યા હતા ત્યારે માર્ગ અકસ્માતમાં ફિરોઝ નું મૃત્યુ થયું... ને હું એકલી પડી ગઈ.... પણ આ વખતે જીવવાનું કારણ આ બાળક હતું.... પાંચ મહિને એનું મુખ જોયું ને ફરી જીવવા લાગી...... )

" રાવી... તારી અત્યાર સુધીની જીવન ની સફર ખરેખર હૃદયદ્રાવક રહી છે.... પણ તારું નામ કેવું સરસ હતું રાવી.. નદી.. નું બીજું સ્વરૂપ... એમાંથી સુખી .... કેમ... ?? ... "

" દીદી.... નદીઓ ચંચળ હોય ... વહેતી હોય... ખુશી નું બીજું સ્વરૂપ હોય ..... ને... મારી અંદર ની નદી સુકાઈ ગઈ હતી.... સુખી... શબ્દ માં સંતોષ સમાયેલો છે...ને મેં આજીવન ગમે તે પરિસ્થિતિમાં સંતોષ રાખવાનું નક્કી કરી લીધું છે.... ને એટલેજ સુખી.... "

( મીનલ ને સવારે પ્રસવ પીડા ઉપડતા પાડોશીની મદદ થી સુખી તેને હોસ્પિટલમાં લઈ ગઈ... અજય ને જાણ કરતા.. એ પણ ફ્લાઇટ થ્રુ આવી પહોંચ્યો.... મીનલે સુંદર દીકરીને જન્મ આપ્યો.... સૌ બહુ ખુશ હતા... ત્યાં મીનલે સુખીને નજીક બોલાવી... )

" સુખી.... મારી દીકરીને તું ગળસુથી આપીશ... ?? "

" પણ.... દીદી.... "

" પણ .... બણ... કઈ નહિ... તુજ આપીશ મારી દીકરીને ગળસુથી.... "

( અજય ને થોડું અજુગતું લાગ્યું પણ એને મીનલ પર ભારોભાર વિશ્વાસ હતો કે એનો કોઈ પણ નિર્ણય કારણ વિનાનો તો નાજ હોય એટલે એણે પણ પત્ની ની વાતને સમર્થન આપ્યું...)

ને સુખી આજે સાચેજ પોતાની જાત ને સુખી સમજી રહી હતી....


આ મારો પ્રથમ પ્રયાસ હતો...નવલિકા લખવાનો આપનો પ્રતિભાવ આપવા વિનંતી..