કુળવધુ Hetalba .A. Vaghela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કુળવધુ



" આ કપડાં ધોયા છે તે.. નકામી ...આ જો સહી ના ડાઘ એમના એમ પડ્યા છે શું કરું તારું મારા માથે પડી છે તું તો સાવ મારા દીકરાને ભરખી ગઈ હવે મને પણ ભરખવા બેઠી છે ડાકણ..."
" બા... આ તમે શું બોલો છો... હું મારા જ સુહાગને ભરખી ગઈ..??.. આવું કેમ બોલો છો બા... હું પોતે જ કેમ જીવું છું એ મારું મન જાણે છે.."
" જા.. જા.. હવે જીભાજોડી કર્યા વિનાની કામ કર ... આતો તારા સસરા આગળ મારું કંઈ ચાલતું નથી નહિતર ક્યારની ઘર ભેગીની કરી નાંખી હોત.."
( જીગીશા કંઈ પણ બોલ્યા વિના પાછી કામે વળગી ગઈ આમેય આ રોજનું થઈ ગયું હતું હા એ દુઃખી થતી પણ સહન કરતાં શીખી ગયેલી એન્જિનિયરિંગ ભણતા ભણતા જયેશ સાથે પાંગરેલો પ્રેમ લગ્નના માંડવે વડીલોની સહમતિથી પહોંચ્યો સૌ ખુશ હતા જિગીષા લાડે કોડે ઉછરેલી એકની એક દીકરી છતાં સંસ્કારોનો ભંડાર જાણે સાસરે આવી સૌને પોતાના કરી લીધા જયેશના પરિવારમાં મમ્મી પપ્પા ને નાનો ભાઈ પણ નાનો ભાઈ એ કેનેડા માં અભ્યાસ કરતો હોવાથી અહીં હતો નહીં જીગીષા ને ઘરમાં સેટ થવામાં બિલકુલ સમય ના લાગ્યો જશોદાબેન ને કિશોરભાઈ પણ જીગીષા ને દીકરીની જેમ સાચવતા સમય વહી રહ્યો હતો જશોદાબેનને કિશોરભાઈ હવે પૌત્ર-પૌત્રી ઈચ્છતા હતા જયેશ પણ હવે બાળક ઇચ્છતો હતો સૌની ઈચ્છાને માન આપી જિગીષા પણ તૈયાર થઈ ગઈ બંને એ રજા લઈને શિમલા ફરવા જવાનું પ્લાનિંગ કર્યું બધા ખુબ ખુશ હતા સિમલા પહોંચ્યા પછી બંને આનંદમાં હતા એકબીજા પર ઓળઘોળ થતા સમય પસાર થઈ રહ્યો હતો એક સાંજે જિગીષા હોટેલ પર હતી ને જયેશ ઓફિસનું કંઈ કામ હોવાથી ફોન પર વાત કરતો કરતો બહાર નીકળી ગયો ઈયર ફોન પર વાત કરતા કરતા તેને ધ્યાન ન રહ્યું ને પાછળથી આવતી એક ટ્રકનું બેલેન્સ બગડી જતા તે અડફેટે આવી ગયો ને દુનિયા થી વિદાય લઈ ગયો આ બાજુ જિગીષા ની ચિંતા થતા જયેશ ને શોધવા નીકળી રસ્તા પર ભીડની વચ્ચે જયેશના શબ ને જોઈ એય ત્યાંજ બેહોશ થઈ ગઈ લોકલ લોકોએ એને હોસ્પિટલ પહોંચાડી ને મોબાઈલ માંથી નંબર કાઢી ઘરે જાણ કરી જશોદાબેન અને કિશોરભાઈ તરત જ ફ્લાઇટ પકડી આવી પહોંચ્યા પણ જિગીષા સામે જશોદાબેને નજર સુદ્ધાં ના કરી ને દીકરાને વળગી કલ્પાંત કરવા લાગ્યા કિશોરભાઈ એ જિગીષા ની શુધ આવતા છાતીસરસી ચાપી લીધી બંને ખૂબ રડ્યા જમનાબેને જાણે પોતાના મનમાં એવું ભારણ ભરી લીધું કે જિગીષા પોતાના જુવાનજોધ દીકરાને ભરખી ગઈ એમાંય નાનો દીકરો મહેશ કેનેડાથી જ્યારે આવ્યો ને એ જીગીષા ને સંભાળવા લાગ્યો ને આ જોઈને કિશોરભાઈ એ એ બંનેને પરણાવવા નો વિચાર જમનાબેન સામે મૂક્યો ત્યારથી તો જાણે જિગીષા પર એમને ચીડ જ ચઢી ગઈ ડગલેને પગલે મહેણા વાતે વાતે અપશબ્દો જીગીષા ને કિશોરભાઈ ને મહેશ નો પૂરતો સહકાર હતો તેથી જ એ ટકી રહેલી આમ ને આમ બે મહિના વીતી ગયા સોસાયટી દ્વારા યોજાયેલ કથામાં જમનાબેન ગયેલા ત્યાં જ ફોનની રીંગ વાગી સામે છેડે કિશોરભાઈ હતા ...)
" જમના જલ્દી મોટા દવાખાને આવીજા મહેશ ને દાખલ કર્યો છે.. "
" હેં.... "
" હા... તું જલ્દી આવીજા... "
( જમનાબેન જીગીષા ને ગાળો ભાંડતાં ભાંડતા દવાખાને પહોંચ્યા )
" નખ્ખોદ જાય આ છોકરી નું એક દીકરાને તો ભરખી ગઈ બીજા સાથે તમે નામ જોડવાનું નક્કી કર્યું ત્યાં એય દવાખાને પહોંચી ગયો આ બલા ને કાઢો આપણાં ઘરમાંથી.... "
" જમના તારું મોઢું બંધ રાખ... આજે તારો દીકરો જીવે છે તો એ જિગીષા ના કારણે... "
" એટલે...??.."
" એટલે એમ કે તારો દીકરો કોઈ છોકરીના પ્રેમમાં હતો એણે લગ્ન કરવાની ના પાડતા આ ભાઈએ ઝેર ગટગટાવ્યું આ તો સારું થયું કે જિગીષાએ એને જોઇ લીધો ની દવાખાને લઈ આવી પણ અહીં બહુ પહોંચતા એને ચક્કર આવી જતા એને પણ ભરતી કરવી પડી ની બાટલા ચડાવવા પડ્યા ને એ દીકરીને આવા શ્રાપ આપવાનું બંધ કર જે તારુ કુળ અજવાળવાની છે... "
" હું ... હું.. સમજી નહિ.. "
" એ મા બનવાની છે ને... આપણે દાદા-દાદી... "
" એટલે મારો જયેશ પાછો આવે છે મારો દીકરો એનો અંશ મારા ખોળે ફરી એક વખત રમશે... !!... "
" હા.. હા....ગાડી હવે જા તારી વહુ ને સંભાળ... "
" હા... મારી વહુ નહિ દીકરી હું તો હરખઘેલી થઇ છું.. "
( જમનાબેન જીગીષા ને જઇ ભેંટી પડે છે )
" મમ્મી મારા મનમાં જયેશ સિવાય કોઈ ના આવી શકે મહેશ ને હું મારો નાનો ભાઈ માનું છું ને જે છોકરી ના કારણે તેણે આવું પગલું ભર્યું છે એને પણ હું જરૂરથી મનાવી લઈશ... "
" બસ બેટા.... દીકરી.. મને માફ કરી દે હું તારી ગુનેગાર છું હું જ ખોટી હતી.."
( ને દૂર ઉભા કિશોરભાઈ ની આંખોમાંથી હર્ષના અશ્રુ વહી નીકળ્યા.... )

હેતલબા વાઘેલા "આકાંક્ષા"