વાતોમાં તારી યાદ... - ૬ વાતોમાં તારી યાદો... દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પરિવર્તન

    ગરમીની તીવ્ર ગરમીમાં, વડીલ દાદા જી એક ઢાંઢલોના છાંયા હેઠળ ગમ...

  • નિતુ - પ્રકરણ 49

    નિતુ : ૪૯ (ટાઈમ્સનું પુનરાવર્તન)નિતુએ દિવસ દરમિયાન કરેલી શોધ...

  • ભીતરમન - 52

    તેજાએ મારી હાલત જોઈ સાંત્વનાના સૂરે કહ્યું,"હું તારી પરિસ્થિ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 14

    સ્પર્શ " ત્યાં શું જોવે છે? " કાચનાં કબાટમાં સર્ટિફિકેટને જો...

  • ભાગવત રહસ્ય - 104

    ભાગવત રહસ્ય-૧૦૪   દેવહુતિ કહે છે-આપ સત્સંગ કરવાની આજ્ઞા આપો...

શ્રેણી
શેયર કરો

વાતોમાં તારી યાદ... - ૬

લવ,રવિ,જાનકી અને સ્નેહા લવના ઘરે જવા કોલેજથી નીકળી જાય.


હવે આગળ,
લવ કોલેજ ગયો હતો,ઘરે લવના મમ્મી-પપ્પા હતા.
તેના પપ્પાને કામે જવાની વાર હતી.
લવના પપ્પા નાસ્તો કરવા બેસેલા,તેની સાથે લવના મમ્મી પણ બેઠા હતા,વાતો વાતો માં તે તેના ભાઈના છોકરો એટલે કે તેના ભત્રીજાના સંબંધની વાત યાદ લેવડાવ્યો છે,અને કહે છે,તેના ભાઈને તે બધા કાલે સુરતમાં શિફ્ટ થવાના છે.
ત્યારે લવના મમ્મી લવના પપ્પાને કહે છે.
લવના મમ્મી : હુ શુ કહુ રવિની બહેન માટે પણ સારો છોકરો ગોતતા હશે તો ત્યા વાત કરીએ તો કેવું રહેશે.
લવના પપ્પા : સારૂ,એક કામ કર,તુ તારા ભાઈને જણાવી દાદા,હુ રવિના પપ્પા સાથે આજે રૂબરૂ મળી વાત કરી જોવ,અને તેમનો વિચાર પણ જાણી લવ.
નાસ્તો પતાવી કામે જવા નીકળી જાય છે નયનભાઈ.
લવના મમ્મી તેના ભાઈ ફોન કરી જણાવે અને કહે છે કે લવના પપ્પા આજે છોકરીના પપ્પાને મળી જાણી લે,પછી કાંઇક ગોઠવવીએ,અને જલ્દી સુરત રહેવા આવતા રહે તેવું કહી ફોન મુકી,ઘરના કામો લાગી જાય છે,અને બપોરે એક વાગ્યે લવ તેની મમ્મીને ફોન કરી કહે છે કે રવિ,જાનકી અને સ્નેહા ઘરે આવે છે.

લવને હજી સપનું જ લાગતુું કે આજે તેણે જાનકીને પોતાના દિલની વાત કહી દીધી,અને તે ઘરે જઇ તેની મમ્મીને કહેેેવા માંગતો હતો,પણ રવિ જલ્દી ઘરમાં જઇ લવની મમ્મીને કહેવા જાય છે કે,
માસી તમાારા વહુ-બેેેટા માની ગયા.
પણ લવના મમ્મીને રવિ મજાક કરતો હશે,એવું લાગતા કંઇ રીસ્પોન્સ નથી આપતા,એટલે તે લવની રાહ જોવે .
લવ જાનકી અને સ્નેહા સાથે ઘરમાં આવે છે,અને લવના મમ્મી જાનકી અને સ્નેહાની મહેેમાનગતિ કરે અને બધાને ફ્રેશ થવા કહે છે.
પણ રવિને હજી શાાંતિ ન મળતા તે લવને ધીરેથી કહે છે
"લવ માસીને મે જે કીધું તે ખોટું લાગે છે તુ જ એકવાા કહી દે કે અમારા જાનકીભાભી માની ગયા."
ત્યાં લવ રવિને આંખો દેેખાડી કહે છે
"તારી ભલી થાય કહી પણ દીધું રીંગણાના ડીંટીયા"
ત્યાં જાનકી અને સ્નેહા બંને એકીસાથે લવને પુુુછે છે,
"શું કહી દીધું?"
લવ અત્યારે વાત ટાળતા
"કંઇ નહી અને તમે જલ્દી ફ્રેશ થઇ આવો પછી જમવા બેસવી,રવિને બોઉં જ ભુખ લાગી છે."
તે બંનેના ગયા પછી લવ રવિને ઉપાડતા જ કહે છે,
"ખબર છે ને કેન્ટીનમાં કેવી હાલત થઇ હતી,આજે તો હુ હતો એટલે બચી ગયો અને હવે રેવા દે નહીતર મારી મમ્મીએ વાત સાંભળી હસી હસી થાકીય જશે અને તવાઈ ગયેલા તુરીયા જેવું મોઢું થય જશે તારું,હાલીી નીકળ્યો છે."
લવ અને રવિની વાાતો સાંભળતા લવના મમ્મી કહે,લવને પુછે
"હે લવ જાનકી માની આ રવલો એવું કેય છે,મને તો વિશ્વાશ નથી થતો અને કેન્ટીનની શું વાત છે?"
લવ તેેેની મમ્મીને કહેવા જતો ત્યારે જાનકી અને સ્નેહાને આવતા જોઈ ચુપ થઇ જાય છે,પણ લવના મમ્મી પાછુ પુછે અને તેમનેે નથી ખબર કે જાનકી અને સ્નેહા તેમની પાછળ જ ઊભા હતા.
લવને શું કહેવું અને શુું ન કહેવું એ ન સમજતા તે ચુપ જ રહે છે.
સ્નેહા ધીમેથી બોલે ,
"માસી..."
એટલું જ બોલે છે,ત્યાં લવના મમ્મી વાત બદલતા કહેે છે,
"ચાલો તમે બધા જમી લયો જલ્દી હમણાં રોહિત અને કાવ્યા આવશે અને તમને શાંતિથી જમવા પણ નહીં દે"
લવના મમ્મી રસોડામાં જવા જાય છે એટલે સ્નેહા પાછી બોલે છે,
"અરે માસી એ તો જાણતા જાવ કે તમારા વહુ માની ગયા છે,"
એટલું જ બોલતા તે અને રવિ હસવા લાગે છે."
લવ અને જાનકી શરમાવા લાગે છે,જેમ છોકરો અને છોકરી સગાઇ પહેલા મળ્યા હોય.
એટલે લવના મમ્મી કહે છે,જાનકીના માથે હાા રાખતા કહે છે
"સાચુું કહે છે,સ્નેહા"
ત્યાં જાનકી કહે છે,
"હા પણ રવિ અને સ્નેહા તમને શું લવની મસ્તી કરયા કરો છો,તમારા બંનેના ધતીંંગ પણ કહી દઉં,લવના મમ્મીને ઊભા રહો તમે બંને,"
ત્યાર પછી જાનકી કેન્ટીનથી ગાર્ડન સુુુધીની બધી વાતો લવના મમ્મીને કહે.
લવના મમ્મી રવિની મશ્કરી કરતા કહે છે,
"રવિ એટલે કે સ્નેહામેડમે આજે તારી બરાબરની ક્લાસ લીધી હતી એમને,કાંઇ વાંધો નહીં મને આજે વહુુ મળી ગઇ,પણ ધ્યાન રાાખજો તમારૂ ભણતર ન બગડે,ખાસ કરી રવિ તુ જો જે બેટા તારા પપ્પાાને તારી ચિંતા બહું થાય છે,અને અમે પણ"
લવ પોતાની મમ્મીની વાત સાંભળી કહે છે,
"મમ્મી તુ ચિંતા ન કર અને તુ આ ટોપાની ચિંતા નહીીં કરતી હુ છું ને અને ચાલ જલ્દી જમવા આપને"
ચારેય જમી લે છે,અને જાનકી અને સ્નેહા લવની મમ્મીને હેેેલ્પ કરવા લાગે છે,લવ અને રવિ આરામ કરવા સોફા પર લાંંબા થવા જતા હતા ત્યારે ઘરમાં રોહિત અને કાવ્યાની એન્ટ્રી થાય છે.
"અરે તમે બંંને કોલેજ ભણવા જાવ છો કે ખાલી આંટો મારી પાછા આવતા રહો છો."કાવ્યા આવતાાવેંત જ લવ અને રવિને કહે છે.
રવિ : કાવ્યાદીદી થોડીકવાર આરામ કરી લ્યો,પછી અમારી મશ્કરી કરવા આવજો,નહીંતર તમે પાછા કાકાને મારી ફરીયાદ કરશો કે પપ્પા રવિભાઈ અમને હેરાન કરતાં હતા.(રવિ આંખો બંધ કરતા બોલ્યો.

કાવ્યા : ઓકે તમારો સુકુમાર સર-આંખો પર.
આટલું કહી રોહિત અને કાવ્યા પોતાની બેગ રૂમમાં મુકી અને સ્કુલ-ડ્રેસ ચેન્જ કરી,રસોડામાં જમવા આવે છે,અને ત્યારે તે સ્નેહાને જોઈને કહેવા જાય છે.
કાવ્યા : તમે લગભગ ઓલા બંને નોટંકીઓના ફ્રેન્ડ છો,સાચું ને
સ્નેહા : હા પણ તમે બંને?
ત્યાં જાનકી આવે છે.
જાનકી : આવી ગયા તમે બંને હુ તમારી બંનેની ક્યારની રાહ જોતી હતી,સ્નેહા આ રોહિત અને કાવ્યા છે,લવના નાના ભાઈ-બહેન.
સ્નેહા : ઓકે,એટલે તમે બંને એ લોકોને નોટંકી કહેતા હતા.
જાનકી : કેમ નોટંકી?
કાવ્યા : કાંઈ નહી જાનકીદીદી એ બંને છે જ એવા અમને જમવાનું આપો અમારે કોલેજ જેવું ન હોય,લેશન કરી નહી જવી તો પાછો લવભાઈ ગુસ્સે થશે.
રોહિત : હા બાકી હશે તો રવિભાઈ,મમ્મી,પપ્પા બધા અમને જ ખીજાશે,અને મમ્મી-પપ્પા પાછા એ બંને નોટંકીઓની જેમ હોશિંયાર થવા કહેશે.
લવના મમ્મી : કહેવી જ ને આખો દિવસ બસ મસ્તી કર્યા કરો છો.(કાવ્યાઅને રોહિતની વાત સાંભળી જતા કહે છે.)
લવના મમ્મી : સ્નેહા આ બંને જ મોટા તોફાની છે,અને પેલા બંનેને હેરાન કર્યા કરે છે,કાલે તેના પપ્પાને કીધું હશે લવભાઈ ભણવામાં ધ્યાન નથી દેતો અને અમને ભણવાનું કહે છે,તો લવની તો સારી એવી કલાસ લઇ લીધી હતી,એ તો બંને પાછા હસતા હતા,અને લવને વગર વાંકે કેટલું કહી દીધું તારા કાકાએ પછી મારે શાંત કરવા પડ્યા અને આ બંનેની કરતુત કીધી એટલે એમને કાંઇ ન કીધું.

સ્નેહા : શું,તમે બંને આટલા બધા તોફાની છો,કાંઈ વાંધો નહી,લવભાઈને હેરાન કરવા મને કંપની મળી રહેશે.(સ્નેહા આંખ મારતા કહે છે.)
જાનકી : સ્નેહા શું તુ પણ,આ તો નાના છોકરા છે,તુ પણ.
સ્નેહા : શું વાત છે લવભાઈની અત્યારથી ચિંતા થવા લાગી,કહેવું પડશે ભાઈને તમારી ચિંતા કરવાવાળી આવી ગય છે.(સ્નેહા હસતા હસતા કહે છે.)
જાનકી : સ્નેહા ચુપ થઇ જા અને કામ કરવા લાગી જા.
બધા ફ્રી થઈ જાય છે,અને સ્નેહા રોહિત અને કાવ્યા સાથે હોલમાં જાય છે,ત્યાં લવ અને રવિ ઘસઘસાટ ઉંઘી રહ્યા હતા.
કાવ્યા : રોહિત અને સ્નેહાદીદી તૈયાર છો ને તમે લવભાઈને અને હુ અને રોહિત રવિભાઈને,ઓકે.
એમ કહી બંનેને હલબલાવી નાંખે છે.
લવ : શું સ્નેહા કેવું મસ્ત સપનું જોતો હતો,મુડ ખરાબ કરી નાંખ્યો.(લવ આંખો ચોળતા ચોળતા કહે છે.)
ત્યાં રોહિત અને કાવ્યા રવિને સોફા પરથી નીચે નાંખે છે અને કાવ્યા રવિના માથે હાથ ફેરવતા કહે છે.
કાવ્યા : કેમ રવિભાઈ હજી સુવું છે.😂😂😂
રવિ : એલા આજે તો કાકાને કહી જ દેવું છે,આ બંનેને હોસ્ટેલમાં મુકી આવો.
લવના મમ્મી : કેમ ભાઈ મારા નાના ફુલડાવને હોસ્ટેલમાં મુકવા જવાનું કહે છે.(લવના મમ્મી હોલમાં આવતા જ બોલે છે.
રવિ : માસી કેવી મસ્ત નીંદર આવી ગઇ હતીને,આ બંને ઉંદડાવે મને સોફા પરથી નીચે પાડ્યો.
રોહિત અને કાવ્યા : આ તો કાલ રાત્રે લવભાઈને લીધે પપ્પા અમને ખીજાણા,તેની પનીશમેન્ટનું ખાલી ડેમો હતું.
લવના મમ્મી : એમાં તમારો જ વાંક હતો અને મારા બંને છોકરાંવ ને હેરાન કર્યા કરો છો,આજે તો તમને બંનેને તમારા પપ્પા પાસે માર ખવડાવવો પડશે.
કાવ્યા : મમ્મી અમે બંને સાથે સ્નેહાદીદી પણ માર પડશે.(કાવ્યા સ્નેહા સામે જોઈ હસતા હસતા કહે છે.)
રવિ : શું સ્નેહા તુ પણ આ બંને સાથે ભળી ગઇ,એક તો આ બંને તો માથાના દુંખાવા હતા હવે તુ પણ.
લવ : ભાઈ હવે તો આખી જિંદગી તારે આ વાવાઝોડું સાચવવાનું છે.(લવ રવિની ખેંચતા કહે છે.)
સ્નેહા : લવ...
એટલા માં કાવ્યા કહે છે.
કાવ્યા : કેમ રવિભાઈ લવભાઈ સ્નેહાને તમારૂં વાવાઝોડું કહે છે,હોવ તો પાકુ તમે ભણવા તો નથી જ જતા આજે તમારી ખેર નથી.
લવ : કાવ્યાદીદી થોડાક ધીરા રહો,નહીંતર તમારો વારો પડી જશે.
જાનકી : અરે હુ આવી ત્યારની જોવ છુ તમે આ બંનેની પાછળ જ પડી ગયા છો,એ તો નાના છે એટલે મસ્તી કરવાનો તેની હક છે.
રવિ : અરે આ તો અત્યારેથી જ આ બંનેની બાજુ થઈ હવે પછી તારૂ તો આવી બનશે,ભાઈ
રોહિત અને કાવ્યા એટલા પણ નાના નહોતા કે તેમને આ બધાની વાત ન સમજાય,તેમને થોડોક તો અણસાર આવી ગયો હતો કે લવ જાનકીને અને રવિ સ્નેહાને પસંદ કરતા હશે.
બંને આ છત્તુ પાડવા નહોતા માંગતા,પણ રોહિતથી ન રહેવાતા તે લવને કહે છે.
રોહિત : ભાઈ એક વાત,મારીશ તો નહિને.
રોહિતનુ આટલું શાંતિપૂર્ણ પુછવાથી લવ કહે છે.
લવ : આજ સુધી મારયા છો તો આજે મારીશ,શુ પૂછવું હતુ?
રોહિત : તમે જાનકીદીદીને પસંદ કરો છો એવું લાગે છે,કેમકે જાનકીદીદી જ્યારે આપણી ઘરે પહેલીવાર આવ્યા ત્યારે પણ મે અને કાવ્યાદીદીએ તમને નોટીસ કર્યા હતા,અને આજે તમારી બધાની વાત પરથી મને એવું લાગે છે.
લવ : જોવો હુ અમુક મારી વાતો મમ્મીને તો શુ રવિને પણ નહી ખબર હોય,પણ તમને બંનેને મારી બધી જ વાતો ખબર હશે,સિવાય આ વાતને છોડીને,જાનકીને પાસે બોલાવતા કહે છે,હા રોહિત સાચુ છે હુ જાનકીને પસંદ કરૂ છુ,પણ પપ્પાને નહી કહેતા મહેરબાની કરીને કેમકે હુ તેમને હમણા નથી જણાવવા માંગતો,મારૂ એન્જીનીયરીંગ પુરૂ થઇ જાય,પછી હુ પોતે જ પપ્પાને કહી દઇશ.
રોહિત અને કાવ્યા : ઓકે ભાઈ,હવેતો અમારે જાનકીદીદી નહી,પણ જાનકીભાભી કહેવું પડશે અને હવે રવિભાઈ પત્તુ કટ તો રવિભાઈ એક કામ કરો તમે આ સ્નેહાદીદીને મનાવી લો,કયા સુધી એકલા રખડશો,તમને મજા પણ આવશે.(રોહિત અને કાવ્યા બિન્દાસપણે બોલી રહ્યા હતા.)
રવિ : એમ એય સ્નેહા માની જા ને.(રવિ સ્નેહાને હસતા હસતા કહે છે.)
સ્નેહા : વાંદરા જા હવે બીજી ગોતી લેજે,હુ હવે પાછી નય જ માનું.(સ્નેહા રવિ પર ગુસ્સો કરતા બોલી.)
લવ : અરે રોહિત અને કાવ્યા હજી આ બંનેને ભેગા કર્યા હતા,તમે જુદા પાડવામાં લાગી ગયા.
રોહિત અને કાવ્યા : એટલે કે આ વાંદરાભાઈનુ ગોઠવાય ગયુ છે,સોરી હો નહોતી ખબર અને ભાઈઓ તમારી ચોઈસ ગમી અમને બંનેને, તો લવભાઈ તો કહી દીધું કે એ ક્યારે કહેશે પપ્પાને,રવિભાઈ તમે ક્યારે કહેશો કે અમે જ અંકલને કઈ દેવી.
રવિ : લવ આ તો બંને મારૂ સારૂ નયનભાઈ જ થવા દે ય,અને હુ પણ લવની જેમ કરીશ,હુ પણ મારૂ એન્જીનીયરીંગ પુરૂ થાય પછી જ મારા પપ્પાને કહીશ.
રોહિત અને કાવ્યા : ગાડરીયો પ્રવાહ,લવભાઈ કુવામાં ખાબકશે,તો તમે પણ ખાબકશો.
વાતોવાતો માં ચાર વાગી ગયા એટલે લવ અને રવિ જાનકીને અને સ્નેહાને ઘરે ઊતારવા ગયા,પછી લવ અને રવિ નાસ્તો કરવા જાય છે,અને તાપીનાપુલે આંટો મારવા નીકળે છે.
લવના પપ્પા છ વાગ્યે રવિના પપ્પાને કોલ કરી કહે છે,મારે તમારૂ અગત્યનુ કામ છે તો અત્યારે મળી શકીએ.
એટલે રવિના પપ્પા નયનભાઈને તેમના ઘરે આવવા કહે છે.
લવના પપ્પા રવિના ઘરે જવા નીકળી જાય છે.
રવિના ઘરે જઇ તેના પપ્પાને બધુ જણાવે છે,જે કામથી તે આવ્યા હતા.
રવિના પપ્પા : મને તમારા પર પુરો વિશ્વાસ છે કે તમે મારી દીકરીનું ક્યારેય ખરાબ નહી થવા દયો,કેમકે જલ્પાના સ્વર્ગવાસ પછી તમે કૃતિનું અને રવિ ધ્યાન મારા કરતા પણ વધારે તમે અને ભાભી રાખ્યું છે અને આમપણ ઓળખીતા જ છે,એટલે મારે ચિંતા કરવાની જરૂર પણ નથી,હુ હમણા કૃતિનું પુછી લવ જો તે હા પાડે તો આપણે તેમને મળી લઇએ.
રવિના પપ્પા રવિની બહેનને બોલાવી બધું જણાવે છે,અને તેને કહે છે,બેટા તને યોગ્ય લાગે તો જ નહીતર વાંધો નય કેમ નયનભાઈ?
લવના પપ્પા : હા બેટા તને ઠીક લાગે તેમ કે.
કૃતિ : પણ પપ્પા તમે અને રવિ એકલા પડી જશો અને તમારા બંનેનું ધ્યાન કોણ રાખશે,હુ તો ભરૂચ વઇ જઇશ અને તમે બંને,
નયનભાઈ : આટલી જ પ્રોબ્લેમ છે તો તને કહી દઉ તે લોકો હમણા જ સુરતમાં રહેવા આવી જવાના છે,અને રવિનું ધ્યાન રાખવા લવ છે અને તારા પપ્પાનું હુ રાખી લઇશ,અને તુ પણ આવતી જતી રહેજે.
કૃતિ : કાકા,ઓકે તો તમને અને પપ્પાને યોગ્ય લાગે તેમ કરો,મારી હા છે.
રવિના પપ્પા : તો નયનભાઈ તમે તે લોકોને વાત કરી મળવાનું ફીક્સ કરી નાંખો.
નયનભાઈ : ઓકે આજે જ વાત કરી તમને જણાવી દઇશ.
રવિ ઘરે આવે છે અને જોવે છે,કે લવના પપ્પા આવ્યા હતા,તેની પાસે જાય છે.
રવિના પપ્પા રવિને કહે છે : આવી ગયા તમે કોલેજવાળા બોઉ ભણાવતા લાગે છે,એટલે સાત વાગ્યાને તમે આવ્યા.
રવિ : ના પપ્પા હુ નયનકાકાના ઘરે ગયો હતો,હમણાં એકઝામ આવે છે,એક મહીના પછી એટલે બપોરે એક વાગ્યે જ છુટી ગયા હતા.
રવિના પપ્પા રવિને કહે છે : ગમે ત્યા સલવાય એટલે લવનું નામ લઇ લેવાનું એટલે બચી જાય એમને,
નયનભાઈ : અરે એ તો હજી દુનિયા જોવા નીકળ્યા છે,એટલે અત્યારે તો છુટ આપો,પછી તો તમારો જ બિઝનેસ સાંભળવાનો છે તેને,કેમ ઠીક કહ્યુંને રવિ.
રવિ : ના કાકા હુ એન્જીનીયરીંગ પછી એક વર્ષ નોકરી કરવા માંગુ છું,કેમ કે બીજે જઇશ તો જ ખબર પડશે,અને હુ નથી ઇચ્છતો કે મને તૈયાર થાળી મળે,મારે તે થાળીના એક એક કોળીયાને પોતાની જાતે ભેગા કરીશ,પછી જ પપ્પાનો બિઝનેસ ટેક-ઓવર કરીશ.
રવિના પપ્પા અને લવના પપ્પા એકસાથે કહે છે, લવભાઈની સંગતની અસર લાગે છે.
રવિના પપ્પા રવિને કહે છે, : બેટા તારે જેમ કરવું હોય તેમ અને હા એક વાત કહેવાની છે,તારી બહેનનો સંબંધ લવના મામા છોકરા સાથે કરવાનુ કહે છે નયનભાઈ તો તારૂ શું કહેવું છે.
રવિ : પપ્પા નયનકાકાએ કહ્યું એમાં કંઈપણ ખોટું ન હોય,તમે બહેનને પુછી લીધું,તેનો શું વિચાર છે?
નયનભાઈ : હા,રવિ તેને પુછી પણ લીધું અને તેણે હ પણ પાડી છે,હુ આજે જ લવના મામાને ફોન કરી મળવાનું ફીક્સ કરી નાંખુ છુ.
રવિ : ઓકે કાકા પણ લવને નયનભાઈ કેતા હુ જ તેને યોગ્ય સમયે કહી દઇશ.
નયનભાઈ : ઓકે તુ જ તારી રીતે કઇ દેજે,ચાલો હવે હુ નીકળું.
લવના પપ્પા લવની મમ્મીને કહે છે,અને તેનો ખુશીનો પાર નથી રહેતો.
તે લવના મામાને જણાવી દે છે અને કાલે તે તેમના નવા ઘરે સામાન ગોઠવવા આવવાનુ કહી,સરનામું લઇ લે છે અને રવિના ઘરે બે દિવસ પછી જવાનું ગોઠવી નાંખે છે,અને લવના પપ્પાને જણાવી દે છે.
આ બાજુ તે લવને ખાલી એટલું જ જણાવે છે,કે તેના મામા સુરત રહેવા આવવના છે અને તેને કાલે બપોરે તેના મામાના ઘરે આવવાનું કહે છે અને જાનકીને પણ સાથે લેતો આવે.
લવ પોતાની રૂમમાં સુવા જાય છે અને ફોનમાં જોવે છે કે જાનકીના મેસેજ આવ્યા હતા.
જાનકી : કેમ બીજી ગોતી લીધી કાવ્યા શુ મેસેજ પણ નથી કરતો,
એટલે લવ રીપ્લાય આપે છે,
લવ : જાનુ આ લવની લવ-લાઈફ માં એકજ આવશે અને તે તુ છો,અને તુ છોડીને ચાલી ગય તો કોઈને નહી આવવા દઉં,😍😍😍
જાનકી : ઓ હો જાનુ,નામ પણ ટુંકુ કરી નાખ્યુ મારા હબીએ,
લવ : કેમ ન ગમ્યું તો જાનકી જ કહીશ બસ 😒
જાનકી : અરે મારો લવ તો મારાથી રિસાય ગયો,મને બોઉ જ ગમ્યું,અને તુ મારા પર ગુસ્સે કરીશ તો પણ મનાવી લઇશ,મારા થનારા સાસુમા એ મને તને મનાવવાનો રામબાણ ઈલાજ આપ્યો છે.
લવ : એમ ઓકે પણ તારે મને મનાવવો જ નઇ પડે,કેમ કે હુ તારા પર ક્યારેય ગુસ્સે પણ નહી થાઉ અને તારાથી રિસાય પણ નહી.
જાનકી : લ્યો આવી ગયા લાઈન પર
લવ : હા મારી જાનુડી,તુ કે એમ બસ.
આમને આમ લ અને જાનકીનો પ્રેમભર્યા સંવાદો ચાલતા ચાલતા રાતના સાડા બાર થવા આવ્યા.
જાનકીને તો હજી વાત કરવી હતી પણ સવારે ટાઇમસર ન જગાય અને રાતે મોડે સુધી જાગવાથી તે નહતો ઈચ્છતો જાનકી બિમાર પડે.
લવ : જાનુ સાડા બાર થયા અને હવે સુઈ જવુ જોઇએ,આજે જ બધી વાતો કરી લેશું તી કાલે શું વાતો કરીશું?
જાનકી : એટલે તુ કંટાળી ગયો મારા સાથે વાત 😒
લવ : જાનુ હુ એવુ નથી કહેતો કે તારી સાથે વાત કરવામાં કંટાળો આવે છે,તુ ઈચ્છે તો આપણે સવાર સુધી વાતો કરીએ,પણ પુરતી ઊંઘ ન લેવાથી આપણે બિમારીને જાતે જ નોતરીએ છીએ અને હુ નથી ઇચ્છતો કે તુ બિમાર પડે અને તારૂ ભણતર બગડે અને આપણે બે-ત્રણ દિવસ મળી પણ ન શકીએ,મને તારી ચિંતા થાય છે એટલે કહુ છુ જાનુ સમજને.
જાનકી : ઓકે મારા દીકાને ખોટી મારી ચિંતા નથી કરવા માંગતી,બસ દસ મિનિટ વાત કર પછી સુઈ જઈશ,પ્લીઝ.
લવ : ઓકે,અને હા કાલે તુ મારી સાથે મારા મામાના ઘરે આવીશ,તે લોકો સુરતમાં શિફ્ટ થાય છે,અને તારી થનારી સાસુમાનો ઓર્ડર છે.
જાનકી : ઓકે આવીશ,પણ ક્યારે જવાનું છે એ તો કે.
લવ : કોલેજથી એક વાગ્યે નીકળી જશું,અને આમપણ હમણાં લેક્ચર નથી,અને હવે તારી દસ મિનિટ થઈ,ચાલ સુઈ જા હવે.
જાનકી : ઓકે દીકુ આઈ લવ યુ 🥰🥰🥰
ગુડ નાઈટ
લવ : આઈ લવ યુ ટુ જાનુ એન્ડ ગુડ નાઈટ વિથ સ્વીટ ડ્રીમ
જાનકી : સ્વીટ ડ્રીમ તો તુ છો મારુ
લવ : જાનકી સુવાનું શુ લઈશ અને કાલે મોડી ઊઠી એટલે આવી બન્યું તારૂ તુ જો,
જાનકી : સોરી દીકા,બાય
એટલો મેસેજ આવ્યા પછી જાનકી પોતાની સપનોની દુનિયા માં ખોવાય જાય છે તો લવ પણ જાનકીની યાદોમાં ખોવાય જાય છે.








ક્રમાંશ.