Sky Has No Limit - 29 books and stories free download online pdf in Gujarati

સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-29

સ્કાય હેઝ નો લીમીટ
પ્રકરણ-29
મોહીતે બધાંને બોલાવીને કહ્યું "બધાંએ એક પેગ મીનીમમ પીવાનો... સોનીયાએ પૂછેલું "માત્ર એક ? તો એણે કહ્યું મીનીમમ એક બાકી જેટલું પીવા હોય એટલું આકરી શરત એકજ છે કે સાચું બોલવાનું છે.
મોહીતે કહ્યું "પ્રશ્ન સાંભળી લો...
"બધાએ પોતપોતાનાં પાર્ટનર સાથેની આજ સુધીની જીંદગી કેવી ગઇ અને કેવી હવે જીવવી છે એકબીજા માટેનો સાચો પ્રમાણિક જવાબ અને અભિપ્રાય આપવાનો છે.
પ્રશ્ન સાંભળીને થોડીકવાર સન્નાટો છવાઇ ગયો અને મલ્લિકા બોલી ઉઠી" આવો તો કેવો પ્રશ્ન ? બધાનો બધી જ ખબર જ છે તો પછી મોઢેથી બોલાવાનો શું અર્થ ? અને પેગ પીધાં પછી ? આ શું ? મોહું તું તો મને પીવા જ ના પાડે કેમ કે.. હજી મલ્લિકા આગળ બોલે પ્હેલાં મોહીતે કહ્યું "આજનો દિવસ છૂટ.. બલ્કે આજે તો કમ્પલસરી છે.. આજનાં દિવસ માટે હું કોમ્પ્રો કરુ છું અને મારાં મનની માફી માંગુ છું કારણ કે સત્ય બોલવાનું છે મગજથી વિચારી ફ્રેબ્રીકેટ કરેલું નહીં.
બધાં મોહીતને સાંભળી રહ્યાં.. સોનીયાએ કહ્યું "પણ શરૂઆત કોણે કરવાની છે ? કોઇ શરૂઆત કરવા તૈયાર ના થયું એટલે શિલ્પાએ કહ્યું "એક આઇડીયા આપણે ચીઠ્ઠી પાડીએ જેની ચિઠ્ઠી ભલે એણે બોલવાનું અને જેનું બોલાઇ જાય એની ચિઠ્ઠી ફાડી નાંખવાની.. બોલો મંજૂર ?
બધાએ એક સાથે મંજૂર કીધુ અને મોહીત બોલ્યો પેલાં અમેરીકનને સોંપો એને કોઇ ઓળખતું નથી કે એ કોઇ બાયસ નહીં કરી શકે...
મોહીતે મેરીને બૂમ પાડીને કહ્યું "અંદરથી પ્લેઇન કાગળ પેન લઇને આવ અને પછી મેરી સાસેજ છ ચિઠ્ઠી બનાવડાવી દરેક ચિઠ્ઠીમાં આખું નામ લખાવ્યુ.. આલ્ફાબેટ લખવામાં લોચા પડે કારણકે મલ્લિકા અને મોહીતનું "M" થાય પછી મેરીને કહ્યું "તું ચીઠ્ઠીઓ બંધ કરીને પછી આંખો બંધ કરી હાથમાં હલાવીને આ ટીપોય પર નાંખ...
મોહીતે બધાની સામે જોઇને કહ્યું "આજે ગુજરાતી આવડતું નથી એટલે કોઇ ચિંતા ના કરશો. બધાં એકદમ નિશ્ચિંતતાથી ખૂલ્લૂ બોલી અભિપ્રાય આપી શકે છે.
કોઇએ અંગ્રેજીમાં કંઇ જ બોલવાનું નહીં અને આપણે ત્રણે કપલ એકમેકનાં અંગત છીએ એટલે કોઇ સંકોચ રાખવાની જરૂર નથી ઓકે ? ડન ? શરુ કરાવું ?
ફાલ્ગુને કહ્યું "યાર આવી કેવી ગેમ તને સૂઝી ? આમાં આનંદની જગ્યાએ ઝગડા ના થઇ જાય.. એ સાંભળી સોનીયા બોલી "ઝગડા ના થઇ જાય.. એ સાંભળી સોનીયા બોલી" ઝગડા શેનાં થાય છે ? એકબીજાનું શું છે બધાં જાણે જ છે પછી શું ફરક પડે છે ?
મોહીતે પછી સુધારતાં કહ્યું "જુઓ બધાં જ મને સ્પષ્ટ સાંભળો.. આપણે એકબીજાનું સારી રીતે સમજીએ ઓળખીએ જ છીએ આજે આપણે ઓળખાણ સિવાયની અંદરની ઓળખાણ- ઇચ્છા અને શું અભ્રિગમ સાચો છે તે જણાવવાનો છે. હું આશા રાખુ છું કે બધાં સાથ જ બોલશે કોઇ ખોટું નહીં જ બોલે અને આ.. બોલવા નહીં દે બોટલને બતાવીને કહ્યું "અને હસવા માંડ્યો પછી મોહીતે આગળ બોલતાં કહ્યું "ખોટું બોલશો તો તરત જ પકડાઇ જશો કારણ કે એકબીજાને એટલાં તો જાણીએ ઓળખીએ જ છીએ.
સોનીયા અને મલ્લિકાએ એકબીજાની સામે જોયું અને પછી મનમાં કંઇક હસી રહી હતી. સોનીયા મલ્લિકાનું કંઇક વિચારીને હસી રહી અને મલ્લિકા સોનીયા અંગે કંઇક..
શિલ્પા બોલી હું કોઇ દિવસ પીતી નથી મને નહીં જ માફક આવે. હિમાંશુએ કહ્યું "એય સ્વીટુ મને ખબર છે પણ આજનો દિવસ દવા સમજીને પીલે પ્લીઝ.
મોહીતે મેરી તરફ જોયું અને ચીઠ્ઠીઓ ઉછળવા માટે ઇશારો કર્યો. મેરીને કંઇ સમજાતું નહોતું આ લોકો શું બોલી રહ્યાં છે એય ખબર નહોતી પડતી પણ એટલું જરૂર સમજી હતી કે આ લોકો ડ્રીંક સાથેની કોઇક ગમે રમી રહ્યાં છે.
મોહીતને ઇશારો સમજીને મેરીએ બધાંનાં નામની ચિઠ્ઠીઓ બે હથેળીમાં રાખીને ઉછાળી અને ટીપોય પર વિખેરી.. અને ઉપાડે કોણ ? એનો પણ મોહીતે ઉકેલ કાઢ્યો. જોસેફને બોલાવી ઉભો રાખ્યો અને કહ્યુ આમાંથી એક ચિઠ્ઠી ઉપાડ.
લખનાર-ઉછાળનાર અને ઉપાડનાર સાવ અમેરીકન એલોકોને ના સમજાય વંચાય એટલે કોઇ ગરબડ વિના એકદમ પ્રમાણિક રીતે ચિઠ્ઠીઓ ઉપાડશે એ વિચારે મોહીતે જોસેફને બોલાવ્યો.
જોસેફે ચિઠ્ઠી ઉપાડી, એમાં પહેલું જ નામ શિલ્પાનું ખૂલ્યું. શિલ્પા ગભરાઇ ગઇ અરે મારુ જ પહેલુ નામ ? હિંમાશું એ એને એક પેગ બનાવી આપ્યો અને કહ્યું એક મીનીટ તને સોફ્ટડ્રીંકમાં ભેળવીને આપું. એણે એ રીતે સોફ્ટટ્રીંકમાં એક લાર્જ બનાવીને આપ્યો.
શિલ્પા આંખો અને નાક બંધ કરીને દવાની જેમ એક સાથ આખો ગ્લાસ પી ગઇ. પછી બોલી પડી "ઓમાં આખુ ગળું બળી ગયું તમે લોકો કેવા માણસો છો ? આવું તો કંઇ પીવાનું કે પીવડાવાતું હશે ? અને એ થોડીવાર ચૂપ જ રહી. ક્યાંય સુધી બોલીજ ના શકી..
શિલ્પાને જાણે ધીમે ધીમે નશો થઇ રહેલો એનો વર હિમાંશુ સાથે બધાં સાક્ષી ભાવે સામે જ બેઠલાં હતાં. એટલામાં મીતાબેન ગરમા ગરમ બીજા ગાંઠીયા હીંગ છાંટીને લાવ્યાં અને જોયું બધં કોઇક ગેઇમ રમે છે.. એમણે મોહીત સામે હસતાં હસતાં કહ્યું "આટલાં ખાતાં થાવ પછી બીજા લાવુ... મોહીતે કહ્યું "હવે પઇતાના ભજીયા લાવજો બટાકા, મરચાં અને ડુંગળીનાં પ્લીઝ.
ગાંઠીયા જોઇને શિલ્પાએ 2-3 હાથમાં લઇ ખાઇ લીધાં પછી હિમાંશુ તરફ આંખો કરીને જોઇ રહી પછી એની વાંકછટા. બધાં સાંભળી રહ્યાં.
હું સાવ સામાન્ય ઘરની છોકરી એમકોમ થઇને પછી મારાં પાપાએ હિમાંશુનું માંગુ આવેલું.. હિમાંશુ પહેલાં હિમાંશુ પણ સામાન્ય કુટુબનાં પણ ભણવામાં ખૂબ હુંશિયાર હતાં એમને ગીત સંગીતનો ખૂબ શોખ. અમારી પહેલી જ મુલાકાતમાં મેં એમની આંખોમાં પ્રેમ અને એક સંસ્કારી માણસની છાંટ જોઇ હતી મને વિશ્વાસ બેસી ગયેલો મેં તરત જ હા પાડી દીધેલી... આજ સુધી મેં એમને ખૂબ જ પ્રેમ કર્યો છે અને મેં ઇશ્વરને થાય એટલો વિશ્વાસ કર્યો છે આજ સુધીની આજ લાગણી અને પ્રેમ.
શિલ્પાનો ટૂંકો સ્વપન અને પ્રમાણિક જવાબ બધાનાં હૃદયને સ્પર્શી ગયો. હિમાંશુએ શિલ્પાને વળગીને કપાળ ચૂમી લીધું એની આંખો ભરાઇ આવી હતી બધાએ તાળીઓ વધાવી લીધાં.
મેરી-જોસેફને ભાષાની ખબર નહોતી પડતી પરંતુ બોડી લેગ્વેજ અને ચહેરાનાં હાવભાવે જાણે બધું જ સમજાવી દીધેલું. એ લોકોએ પણ તાળીઓ પાડી મોહીતે એ નોંધેલું....
મોહીતે કહ્યું "હવે ચિઠ્ઠી નહીં શિલ્પાનું નામ આવી ગયું તો હિમાંશુ હવે તું જ કહી દે તારાં દીલની વાત. વધારે સંમતિ દર્શાવી...
હિમાંશુએ સજળ આંખોએ કહ્યું શિલ્પા એમ.કોમ થયેલી છે એકાઉન્ટમાં ખૂબ જ નિપૂર્ણ છે હું આજે પણ એની મદદ લઊં છું મારો C.A. ના કાઢી શકે એવી ભૂલો એ કાઢીને એનું સામાધાન બતાવે છે.
મારી શિલ્પા ઘરરખુ છે પણ સાદી અને નિપુણ છે. રસોઇકળામાં પારંગત છે મારી બધી જ ભૂખ સંતોષે છે આઇ લવ માય શિલ્પુ. એ આધુનીક પોષાકો કે કોઇ આંડબરમાં માનતી નથી અને એટલેજ એમને વધુ ને વધુ ગમે છે.
મોહીતે વચ્ચે ટીખળ કરતાં કહ્યું "વાહ વાહ તારી બધી જ "ભૂખ સંતોષે છે. મોહીતે ભૂખ શબ્દ પર ભાર મૂક્યો અને શિલ્પા શરમાઇ ગઇ બધાં ખૂબ ખડખડાટ હસી પડ્યાં.
હિમાંશુએ કહ્યું "સાલા તું નાલાયક જ રહ્યો "અને એ મોહીતનેપણ વ્હાલથી વળગી પડ્યો.
મોહીતે મેરીને ઇશારો કર્યો "મેરી બીજી ચીઠ્ઠી પાડને હવે કોનો વારો છે ?
ત્યાંજ જોસેફ બધાંનાં પેગ બનાવીને હાથમાં આપ્યાં બધાએ જ પેગ પીવાનું ચાલુ કર્યું માત્ર શિલ્પા સિવાય...
મેરીએ બધાની સામે જોયું અને મોહીતનો કહેવા ફરીથી ચીઠ્ઠીઓ ટીપોય પર નાંખી અને જોસેફને કહ્યું એક ચિઠ્ઠી ઉપાડ.. જોસેફે ચિઠ્ઠી ઉપાડી ખોલી અને નામ જોયું અને બોલવા ગયો ત્યાં....
વધુ આવતા અંકે -- પ્રકરણ -30

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED