sorathni sundarta books and stories free download online pdf in Gujarati

સોરઠની સુંદરતા

સોરઠ એટલે તમે જાણતા જ હસો કે આપણા ગુજરાતમાં આવેલ જુનાગઢ અને ગીર સોમનાથનાં દરિયા કિનારાનો વિસ્તાર. સોરઠ પ્રદેશ મને બહુ ગમે છે અને એથી પ્રિય અમારા ગીરના જંગલો વધારે પ્રિય લાગે છે. આ જંગલમાં રખડવાની મજા જ કંઇક અલગ છે.


આ આપણું ગીરનું જંગલ આમ જોવામાં પણ અલગ અલગ મજા આવે છે આ જંગલોમાં ઋતુઓનો અનુભવ પણ કંઇક અનેરો લાગે છે. તેમા પહેલી ઋતુ જેમકે શિયાળો, તો શિયાળાની ઋતુમાં અને તેમા ખાસ કરીને રાત્રીના સમયમાં આખું જંગલ સૂમસાન લાગે અને ઠંડી પણ તેના પુરા જોશથી આપણા પર બળ લગાડી રહી હોય તેવો અનુભવ થાય. રાત્રીના સમયમાં જંગલમાં વસનારા પ્રાણીઓ બિચારા ઠંડીના કારણે ધ્રુજતા હોય છે અને ક્યાંક બખોલોમા પરોવાઇ ગયા હોય છે.


અલગ વાત એ છે કે ઠંડી પુર જોશથી પડવાથી સિંહોની હાલત ખરાબ થતી હોય છે અને ઠંડી લાગવાના કારણે જોર જોરથી દહાડતા હોય છે અને આવી જ ઠંડીમાં તાપણા કરવાનો અનેરો આનંદ આવે છે.


‌ જયારે આ જ ઘટના જો ઉનાળામાં જવામાં આવે તો જંગલમાંથી વહેતા નાના ઝરણા સુકાઇ ગયા હોય છે અને બપોરના સમયે મંદ મંદ ગરમ પવન ફુકાતો હોય છે. ઝાડના બધા પાન સુકાઇને ખરી ગયા હોય છે કારણ કે ગીરના જંગલમાં કાંટા વાળા ઝાડ વધારે જોવા મળે છે જેથી આખા વૃક્ષો જાણે કપડા વગરના હોય તેવુ લાગે અને વૃક્ષોએ જાણે પૉતાની માયાજાળ સંકેલી લીધી હોય તેવુ લાગે. મેદાનોમાં રહેલું નાના મોટું ઘાસ પીળાશ રંગનુ થઈ ગયુ હોય અને જોતા એવું લાગે કે જાણે સોનાનુ ઘાસ હોય તેવુ લાગે અને આ સોનાનુ ઘાસ મંદ મંદ પવનની સાથે લહેરાતુ હોય છે. આ ઋતુમાં બિચારા પ્રાણીઓ અને પક્ષીઓ મુશ્કેલીથી ખોરાક મેળવી શકતા હોય છે. તૃણાહારી પ્રાણીઓ જેવા કે હરણ, નીલગાય જેવા પ્રાણીઓ લીલા ઘાસની શોધમાં હોય છે ક્યારેક જંગલમાં અમુક વૃક્ષને પાન હોય છે જેથી આવા તૃણાહારી પ્રાણીઓ ઝાડીઓમાં માથુ પરોવીને કુણા કુણા પાન ખાઇને ઉનાળાની મજા માણતા હોય છે.

‌ આવી જ રીતે ઉનાળાની ઋતુ પુરી થતા જ આખું જંગલ પાન વગરનું અને લીલી હરીયાળી વગરનું થઇ જાય છે આવી જ રીતે ઉનાળાની ઋતુ પુરી થતા અને ચોમાસાની ઋતુ શરૂ થતા આ બન્ને વચ્ચેનો જે સમય ગાળો છે તે કંઇક તેમા દ્રશ્ય સર્જાય છે તે એકદમ જોવા લાયક હોય છે.

‌ ચોમાસું ચાલુ થતા પહેલા વાદળીઓ સુર્યના તડકાથી કાળી થઇ ગઇ હોય તેવુ લાગે છે આખું આભ ઘનઘોર વાદળોથી છવાઇ જાય છે. જંગલમાં બધા જ પ્રાણીઓ તથા પક્ષીઓ જાણે વરસાદની રાહ જોઇ રહ્યા હોય તેવુ લાગે. મોર ચોમાસાની આગાહી કરે છે અને કળા કરી નાચે અને ટેહુક... ટેહુક......નો અવાજ કરે છે. આખુય વાતાવરણ જાણે કે રાત ઢળી પડી ગઇ હોય તેવુ લાગવા માંડે છે અને આ જંગલમાં રહેલા દરેક મોરના અવાજથી આખુય જંગલ ટેહુક.....ટેહુક..... ના અવાજથી ગુંજી ઉઠે છે અને મોર જાણે તેની મોજમાં નાચી રહ્યાં હોય તેવુ લાગે છે.

‌ મેઘરાજ પ્રસન્ન થઈ વરસાદ વરસાવે છે આથી આખાય જંગલમાં રહેલા પશુઓ અને માણસ તથા જીવ જંતુઓના આનંદનો કોઈ પાર રહેતો નથી જંગલના પશુઓ જાણે એક સાથે નાચી રહ્યા હોય તેવુ લાગે છે. પણ બધા પશુઓ ભીંજાઈ ગયા હોય છે પરંતુ વરસાદની મજા માણી રહ્યા હોય તેવુ લાગે છે. જંગલમાં ફરીથી ઝરણાઓ વહેવા લાગે છે તળાવો ભરાઇ જાય છે અણે થોડા દિવસો પછી આખા જંગલના મેદાનો લીલા રંગની હરીયાળીથી છવાઇ જાય છે અને વૃક્ષમાં જાણે ફરીથી જીવંત થઇ ગયા હોય તેવો ભાસ થાય છે અને વૃક્ષમાંથી કુપળો ફુટવા લાગે છે. જોત જોતામાં આખુય વન લીલી હરીયાળીથી છવાઇ જાય છે અને જંગલોમાં વસતા સજીવોનો આનંદનો કોઇ પાર રહેતો નથી.

‌ આવી જ રીતે ચોમાસામાં મેઘરાજના વિરામના સમયે સુર્યદેવ વાદળોમાંથી ડોક્યુ કરીને જમીન પર જોઇ રહ્યા હોય તેવુ લાગે છે ધીમી ગતિ સાથે પવન સુસવાટા મારતો હોય છે. મંદ મંદ તડકાનો અનુભવ થતો હોય અને વનમાં ઘટાદાર વૃક્ષો અને હરીયાળા મેદાનો પવનની સાથે ઝુલી રહ્યા હોય છે. જંગલમાં વસતા લોકો પોતાના પાલતુ પ્રાણીઓને ચરાવવા માટે નીકળી પડે છે.

‌ આવા સમયે વૃક્ષો તથા હરીયાળા મેદાનો જાણે પ્રાણીઓને ભોજન પીરસી રહ્યા હોય તેવો આભાસ થાય છે જંગલોમા ફરીવાર પક્ષીઓ અને પ્રાણીઓ કિલ્લોલ કરી રહ્યા હોય છે. વનનાં નાના ઝરણાઓ જાણે મધુર ગીત ગાઇ રહ્યા હોય તેવુ લાગે છે આવી ઋતુમાં ચોમાસાના વરસાદ પછી જે તડકો નીકળે છે તે સૌંદર્યનો અનુભવ કરવાની અને વનને નિહાળવાની મજા આવે છે. તો કોઇક દિવસ આવો અમારી સોરઠ ધરાનો આનંદ માણવા.

‌ ધન્ય છે આ સોરઠ ધરા તુજને,

‌ અર્પણ કર્યા છે સૌંદર્ય તણા તુજને,

‌ વારંવાર ફરીશુ સોરઠ ધરામાં,

‌ માણીસુ અનેરો આનંદ સોરઠ ધરામાં.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED