સમાજવાદમાં સપડાયેલ ગુજરાત Green Man દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમાજવાદમાં સપડાયેલ ગુજરાત

એક સમયની વાત છે એક ગાઢ જંગલમાં અલગ અલગ પ્રાણીઓ રહેતા હતા. માંસાહારીથી માંડીને તૃણાહારીઓ બધા જ પ્રાણીઓ આ જંગલમાં રહેતા હતા. આ જંગલમાં ભલે માંસાહારી પ્રાણી હતા પણ બધા એક સાથે હળી મળી ને રહેતા હતા.

તેમાં પણ જંગલમાં એક સિંહ અને વરુની દોસ્તી વખણાતી હતી, જયારે પણ તમે જુવો તે સાથે જ મળે. ક્યારેય પણ શહેરમાં જવાનુ થાય તો બંને એક જ બાઈક પર સાથે નીકળતા, તેમાં ક્યારેક સિંહ બાઈક ચલાવે તો ક્યારેક વરુ ચલાવે. આટલુ જ નહિ પરંતુ એકબીજાના પરિવારમાં પણ એવુ જામતું હતું, આ માત્ર પરિવાર જ નહિ પરંતુ જંગલના બધા જ પરીવાર સાથે મળીને રહેતા. તેઓ સાથે મળી બધાના અલગ અલગ ત્યોહાર મનાવતા હતા.

એક સમયની વાત હતી સિંહ અને વરુ બંને મિત્ર શહેરમાં બાઈક લઇ ફરવા નીકળ્યા, પણ બન્યું એવુ કે બાઈક વરુભાઈ ચલાવતા હતા અને અચાનક બાઈક કોઈ માણસને ચલાવતા ચલાવતા અડી ગઈ. પેલા માણસે વરુભાઈને થપ્પડ મારી લીધી આ જોઈ સિંહભાઈ બાઈકમાંથી ઉતરી ઝગડો કરવા લાગ્યા એટલામાં પેલા માણસના ચાર પાંચ મિત્રો ત્યાં આવી પહોંચ્યા. બંને વચ્ચે મોટા પાયે ઝગડો થયો અને તેમાં વરુની અને સિંહની ધોલાઈ કરી નાખી. બંને માંડ માંડ જંગલમાં પહોંચ્યા આવી મિત્રતાથી તે પ્રખ્યાત હતા.

આવી રીતે શુખ શાંતિ નો સમય વીતી રહ્યો હતો પરંતુ આ કળિયુગ જમાનો હતો માટે કંઈ કહીના શકાય. એક સમયે શહેરમાં કંઈ સ્ટેજ પ્રોગામ ચાલતો હતો, આ વાત સિંહભાઈએ સાંભળી અને વરુભાઈને ફોન કર્યો. વરુભાઈ આવા પ્રોગ્રામમાં વધારે રસ ધરાવતા હતા, બંને બાઈક લઇ નીકળી પડ્યા અને બંને પહેલી જ હારમાં બેસી ગયા.

હવે, બન્યું એવુ કે પેલા કલાકારે, કોઈ ઘણા વર્ષો પહેલા વરુભાઈના પૂર્વજોએ અંગ્રેજ લોકો સામે બતાવેલ સાહસની વાત કહી સંભળાવી. ઘણા સમય સુધી પ્રોગ્રામ ચાલ્યો પછી પ્રોગ્રામ પૂરો થતા ફરી બંને મિત્રો ઘર તરફ વળ્યાં.

એક સમયે, સવારનો મીઠો પહોર હતો મીઠી મીઠી તડકી શરીરને સ્પર્શી રહી હતી, પક્ષીઓ મીઠો કલરવ કરી રહ્યા હતા. તેવામાં બંને મિત્રો લીમડાના છાંયામાં ખાટલો નાખી બેઠા છે અને વાતોમાં મંડાયા છે. બધાની અલગ અલગ વાતો કરતા હતા તેવામાં વરુભાઈને પ્રોગ્રામમાં કહેલી વાત યાદ આવી અને તે વાત સિંહભાઈ સામે ગાવા લાગ્યા, વરુભાઈ આ વાત મોટાઈ દર્શાવતા કહ્યું.

પરંતુ તરત જ સિંહભાઈએ પોતાના પૂર્વજોની વાત ચાલુ કરી ધીમે ધીમે આવી વાતો આગળ વધવા લાગી અને તેનું સ્વરૂપ મોટુ થવા લાગ્યું. એક સમય એવો આવ્યો કે પોતાના સમાજ સુધી પહોંચી ગયા અને સિંહભાઈ વરુને કહેવા લાગ્યા કે અમારો સમાજ મોટો, તો વરુભાઈ કહે કે અમારો સમાજ મોટો આવા વિવાદ સાથે બંને ઝગડવા લાગ્યા અને આ વાત તેના મમ્મી-પપ્પા સુધી પહોંચી અને જંગલ જંગનું મેદાન બની ગયું.

સિંહભાઈનો સમાજ અને વરુભાઈનો સમાજ બંદૂક, ધારિયા, તલવાર લઇ લડવા નીકળી પડ્યા. તે બંનેની જંગના લીધે બીજા પ્રાણીઓ હેરાન થઇ ગયા હતા. આ બંને વચ્ચે લાંબા ઝગડાં બાદ આખુ જંગલ વેર વિખેર થઇ ગયું હતું. કેટલાય વરુના સમાજના અને સિંહના સમાજના સભ્યો લડાઈમાં મૃત્યુ પામ્યા હતા, આટલુ નહિ પરંતુ બીજા કેટલાક પ્રાણીઓ પણ મૃત્યુ પામ્યા હતા.

કેવા સરસ મજાનું જંગલ હતું પણ હવે માત્ર વેર વિખેર જંગલ બની ગયું હતું અને બધા પરીવારો અલગ થઇ ગયા અને કળીયુગે પૃથ્વી પર રાજ કર્યું...

તારણ: આવું જ કંઈ આપણા જીવનમાં જોવા મળે છે જો તમને એ વાત સમજાય તો. ગુજરાતમાં આવી અલગ અલગ સમાજની પડતી અથવા તો મોટાઈ કરતા હોઈ છે અમુક લોકો, ખરેખર આવા લોકોને કંઈ જ ખબર હોતી નથી. સમાજવાદ એક ભયંકર સ્થિતિ છે અને તે હાલમાં ગુજરાતમાં વર્તાઈ આવે છે, તેનું કારણ આગળ કરેલ વાર્તામાં જ જોવા મળે છે. આવા સમાજવાદથી કદાચ ગુજરાત હોબાળામાં પણ સપડાઈ શકે છે, તે હોબાળા માંથી કેમ બચાવું તે તમારા હાથમાં છે. તો માત્ર જીવનમાં એટલું ધ્યાન રાખવું કે ક્યારેય સમાજની વાત નહિ કરવાની પરંતુ માનવીના કર્મને માન આપો. હું એવુ માનું છું કે જરૂર આ વાત તમારા જીવનમાં ઉત્તરશો.