અજબ ગજબની વાતો Green Man દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અજબ ગજબની વાતો

નાનપણમાં રાત્રીના સમયે જમી અને અમારા જેવા બાળકોની મંડળી ભેગી થતી અને ખાટલા ઉપર બધા ગોઠવાઇ જતા અને ત્યાર બાદ મારા દાદાની વાર્તા ચાલુ થઇ જતી .

એકવાર એક કીડી સૌ મણ સોયરુ (આંજણ) આંજીને જતી હતી રસ્તામાં તેને ઊંટને જન્મ આપ્યો!!!

આ ઊંટ એવું મોટુ હતું કે તેની ડોક એક રાજયમાંથી બીજા રાજયમાં પહોચે તેવી હતી!!!

આ ઊંટ એકવાર બીજા રાજયના બગીચા ફુલ છોડ ખાઇ જતો, આવી રીતે દરરોજના ફુલ છોડ ખાઇ જતો હોવાથી માળીને થયું કે આ દરોજ ફુલ છોડ કોણ ખાઇ જતું હશે, તે જોવા માટે ઝાડના થડની પાછળ સંતાઇ ગયો ત્યાં અચાનક ઊંટે લાંબી ડોક કરી ફુલ છોડ ચરવા લાગ્યો તકનો લાભ ઉઠાવી માળીએ ઊંટની ડોક જાલી લીધી અને ઊંટ તેની ડોક ફેરવતા તેને બીજા રાજયમાં પહોચાડી દીધો.

હવે આ માળી કામની શોધમાં તે રાજયમાં ભટકવા લાગ્યો. કોઈ મને કામ પર રાખશો! કોઈ મને કામ પર રાખશો! એક માણસે તેને કામ પર રાખી લીધો અને તેને ખેતરમા વાવેલા ઝાકળીયા(એક પ્રકારની કાળી તલ) ધ્યાન રાખવા અને તેને મોટા કરવાની જવાભદારી સોપવામાં આવી.

આ માળીને ઝાકળીયા વિશે કોઈ અનુભવ ન હતો તેથી નિંદણના સમયે બધા ઝાકળીયા કાઢી નાખ્યા ફક્ત બે જ રહેવા દીધા. પછી આ બે ઝાકળીયા ધીમે ધીમે વધવા લાગ્યા અને એટલા મોટા થઇ ગયા કે વડ જેવડા થઇ ગયા!

આ સમય દરમ્યાન એક માણસ ત્યાથી બે હાથી લઈને પસાર થયો અને આરામ કરવા આ બન્ને હાથીને ઝાકળીયાના થડે બાંધી દીધા, હવે બન્યું એવુ કે આ હાથીના ખેચાવવાથી આ બન્ને ઝાકળીયા પડી ગયા. ત્યાર બાદ ત્યાં તેલ કાઢવાની ઘાણી નાખવામાં આવી અને તેલના સાત હવેડા ભરાઇ ગયા!

આથી માલિક ખુશ થઇ તેને તેલ પીવાનુ કહ્યુ, જેથી તે દરોજ એક હવેડામાં ધુબકો મારે અને બધુ તેલ પીઇ જતો. આવી રીતે તે સાત દિવસમાં આ સાત હવેડા ખાલી કરી નાખ્યા અને એકદમ શક્તિશાળી થઇ ગયો, પોતાની તાકાત માપવા માટે તે ગામમાં ગયો અને બધાને કહે તો કે મારી સાથે લડવું એમ પૂછતા એક ડોશીમા પાસે પહોચી ને કહેવા લાગ્યો, એ ડોશી મારી સાથે લડવું! ડોશીએ વળતો જવાબ આપ્યો કે લડવું હોય તો મારા દિકરા સાથે લડ જા તે ખેતરે જાય છે સાડી સાતસો ગાડા લઇને!

પછી તે ખેતરના રસ્તા તરફ ચાલવા લાગ્યો તેમણે જોયુ કે એક માણસ નાડીએ સાડી સાતસો ગાડા બાંધીને જઇ રહ્યો હતો. માળીએ તેની નાડી કાપી નાખી જેથી સાડી સાતસો ગાડા ઊભા રહી ગયા અને તેને કહેવા લાગ્યો કે મારી સાથે લડ પરંતુ બીજા માણસે કીધુ કે આપણા બે માંથી કોણ જીત્યો તે નક્કી કોણ કરશે ત્યાં દુરથી એક સ્ત્રી દેખાઇ જે તેના પતિનુ ભાથુ લઈને જતી હતી. આ બન્ને પેલી સ્ત્રીને કહેવા લાગ્યા કે તુ અહીં જો અને કહે કે અમારા માંથી કોણ જીત્યુ. પેલી સ્ત્રીએ કહ્યુ કે મારે નવરાઇ નથી એક કામ કરો તમે બંન્ને મારા ખભા પર ચડીને લડો! ત્યાર બાદ આ બંન્ને ખભા પર ચડી લડવા લાગ્યા.

પેલી સ્ત્રીનો પતિ ખેતર ખેડતો હતો તે આ દુરથી જોઇ ગયો અને તેમણે હળ નેફામાં(કાઠીયાવાડમા પહેરાતી ચોયણી) નાખી દીધુ અને બળદોને ખિસ્સામા નાખી બોરડીના જાળા પાછળ સંતાઇ ગયો. પેલા બંન્ને લડતા લડતા અડદની દાળમા પડી ગયા.

તેના પતિએ પેલીને કહ્યુ, કે તુ કોણ બે માણસને લઈને આવી રહી હતી અને આ દાળમા અથાણા શા માટે નાખ્યા કોઇ ઘરમા વાસણ ન હતું આમ બોલતો તે કરડીને ખાઇ ગયો!

પેલા ઘાણી અને હવેડાનુ સસલાના પાદવાથી તે કણુ બની અને રાજાની છોકરીના આંખમા પડ્યુ અને જયારે તેની આંખમા વડ ફેરવવામાં આવ્યો ત્યારે આ કણુ નીકળયુ.

તો તમે કહો કે આ બધા માંથી સૌથી મોટુ કોણ???

- બાંભણીયા સુનિલ