ડ્રેગન એટેક Green Man દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડ્રેગન એટેક

આ ભયાનક રાત્રીમાં 'બ્લેક કિંગડમ' રાજયએ ઓસ્ટીન રાજય પર આક્રમણ કર્યુ છે તેમા પણ રાત્રીના સમયે યુદ્ધ કરવુએ યુદ્ધ નીતિ વિરુદ્ધ હતુ પરંતુ 'ઓસ્ટીન' રાજય યુદ્ધ કર્યા સિવાય તેની પાસે કોઈ જ ઉપાઇ ન હતો. બ્લેક કિંગડમનુ સૈન્યમાં કોઈ મનુષ્ય ન હતા પણ ખુખાર રાક્ષસ હતા.

દુરથી સૈન્ય દેખાઈ રહ્યુ હતુ કારણ કે તેના હાથમાં મશાલો સળગતી હતી તેથી તરત જ નિગરાની રાખનાર સૈનિકે જોર જોરથી ઘંટ વગાડી બધાને જાગ્રત કરી દીધા. તરત જ સેનાપતિની ઉંઘ ઉડી ગઇ અને દોડીને બહાર નિકળે છે, ત્યાં એક સૈનિક આવી અને આક્રમણની વાત કરી. આખા રાજયમાં ઘંટના વાગવાથી બધાને ખબર પડી કે આપણા રાજય પર આક્રમણ થયું છે, સેનાપતિના આદેશ આખુ સૈન્ય રાજયના ચોકમાં ભેગુ થયું છે.

તેટલી વારમાં રાજા યુદ્ધના વસ્ત્રોથી સજ્જ થઇ કમરમાં તલવાર લટકાવી ચોકમાં પહોચી ગયા સેનાપતિના આદેશ મુજબ બધા કિલ્લાની ચારેય બાજુ ગોઠવાઇ ગયા. આ રાજયના બધા લોકોને ખબર હતી હવે મૃત્યુ નજીક છે કારણ કે તેમની પાસે માત્ર વીસ હજાર સૈન્ય હતું અને સામે રાક્ષસો બે લાખની સંખ્યામા હતા.

આ રાજ્યનો કિલ્લો એમ તો મજબુત અને ઉચો હતો એક હજાર તિરંદાજની ટુકડી કિલ્લાની દિવાલના આગળના ભાગમાં બે હરોળમાં ગોઠવાઇ ગયા છે અને પાંચસો તલવાર ધારી સિપાહીઓ તિરંદાજની પાછળ ગોઠવાઇ ગયા અને પાંચસો સિપાહીઓ કિલ્લાની નિગરાની માટે રાખ્યા. અઢાર હજારનુ સૈન્ય રાજયના દરવાજા પાછળ ઉભું છે તેમા પાંચ હજાર ઘોડે સવાર અને બાકીના પાઇદળ હતા.

સેનાપતિના આદેશ મુજબ ભૂંગળ વગાડવામાં આવ્યું તેથી બધા સૈનિકો યુદ્ધ માટે તૈયાર થઇ ગયા અને સામે લશ્કર આવી રહ્યુ છે. સેનાપતિએ તીર બાણમાં ચડાવવાનો આદેશ આપ્યો, બધા તિરંજદારો પોતાની પોઝિશનમાં છે. ધીમે ધીમે સામેનુ સૈન્ય આગળ વધી રહ્યું છે અને તે સમયે સેનાપતિના આદેશની સાથે જ એક સાથે તીર કમાન માંથી છુટે અને રાક્ષસો પર તીરોનો વરસાદ થયો પરંતુ તેની તેના પર ઓછી અસર થઈ.

તેમના શરીરમાં ખુચેલા તીર પોતાના હાથેથી ખેચી આગળ વધતા હતા ફરી વાર તીરનો વરસાદ કરવામાં આવ્યો પરંતુ ફરી વાર એવું જ થયું આવી રીતે વારંવાર તીરનો વરસાદ કરવાથી અમુક રાક્ષસ મૃત્યુ પામતા હતા.

આ રાક્ષસો દરવાજો તોડવા માટે અણીદાર અને ભારેખમ લાકડું લઈ અમુક રાક્ષસો દરવાજા તરફ આગળ વધી રહ્યા છે. સાથે કિલ્લા પરથી તિરંજદાજો તીરોનો વરસાદ કરી રહ્યા છે, તેથી તીર વડે મૃત્યુ પામેલાની જગ્યાએ બીજા રાક્ષસ આવી જાય છે. બીજા રાક્ષસો કિલ્લા પર લંગર નાખી અને ચડવાનો પ્રયત્ન કરે, અંદરની બાજુએ સૈન્ય પોતાની પોઝિશનમાં ઉભા છે.

રાજાને ખબર જ હતી કે હાર નિશ્ચિત છે, જેથી તેમણે ચેતવણીના સંદેશા સાથે સામેના લશ્કરની વિગતો પત્રમાં લખી પાડોશી રાજ્ય 'ડ્રેગુન' ને પક્ષી દ્વારા મોકલવી દીધુ.

દરવાજા પર વારંવાર અણીદાર લાકડાના પ્રહારથી દરવાજો લાંબો સમય ટક્યો નહી અને બંન્ને સેના વચ્ચે યુદ્ધ થયુ અને રાજા અને સેનાપતિ સહીત બધાને મોતને ઘાટ ઉતારી દીધા અને તેમનુ રાજ્ય કબજે કરી લીધુ.

આ રાક્ષસો આગળ બધા રાજ્ય જીતી ચુક્યા હતા અને આવી રીતે આગળ વધી રહ્યા હતા, હવે પછી તે ડ્રેગુન રાજય પર આક્રમણ કરવાના છે.

બે-ત્રણ દિવસમાં ચેતવણીનો સંદેશો ડ્રેગુનના રાજાને મળે છે અને તે શતર્ક થઇ જાય છે.

ડ્રેગુન રાજયનું નામ ડ્રેગન નામ પરથી પડયું હતુ જે ડ્રેગન હાલમાં પથ્થર સ્વરૂપમાં છે, આ ડ્રેગન ઘણા વર્ષોથી આ રાજયની રક્ષા કરતું આવ્યુ છે અને આ ડ્રેગને ઘણા યુદ્ધ જીતાડયા હતા. આ ડ્રેગનની એવી ખાસીયત હતી કે તે પથ્થર સ્વરૂપમાં થઈ જતુ અને સમય પડે ત્યારે તે પોતાની મુળ પોઝિશનમા આવી જતુ પરંતુ આ ડ્રેગન ઈચ્છે તે રીતે ના થઈ શકતુ પરંતુ તેના માટે તેના માથા પર એક સ્ટોનનો આકાર હતો, જેથી તે જગ્યા પર સ્ટોન રાખી અને તેની સ્તુતિ કરવામાં આવતી. આ ડ્રેગન લીલા રંગનુ હતું અને તે માણસની ભાષા સમજી શકતું હતું.

આ પ્રક્રિયાથી ડ્રેગનને જીવંત પણ કરી શકાતુ હતુ અને પથ્થર સ્વરૂપમાં પણ બદલાવી શકાતુ હતુ અને પથ્થર બન્યા પછી તેના માથા પર રહેલો સ્ટોન કાઢી અને પેટીમાં રાખવામાં આવતો. આ ડ્રેગન અને પેટી એકસાથે એક રૂમમાં રાખવામાં આવતા હતા અને આ રૂમ ડ્રેગન રૂમ તરીકે ઓળખાય છે.

આ ડ્રેગન રૂમ ઉપર છત, ચાર સ્તંભ અને ચારેય બાજુ ખુલ્લું હતું અને તેની સ્તુતિનુ પુસ્તક સ્ટોનની સાથે પેટીમાં રાખવામાં આવતું હતુ. મુળ વાત એ હતી કે તે ડ્રેગન રૂમ કેટલીક અદ્વિતીય શક્તિઓનો બનાવેલ હતો જેથી તે ખુલ્લુ હોવા છતા કોઈ અંદર જઇ નહોતું શકતુ અને કોઈ જવાની કોશિશ કરતું તે ત્યાં જ ભસ્મ થઈ જતું માત્ર રાજયના સંકટ સમયે જ જઇ શકાતુ હતુ. આ ડ્રેગન રૂમ રાજ મહેલના આગળના ભાગમાં આવેલ છે.

ડ્રેગુનના રાજાને તેના રાજ્યને બચાવવા માટે ડ્રેગન સીવાઇ બીજો કોઈ ઉપાય હતો નહી કારણ કે તેની પાસે ત્રીસ હજાર સૈન્ય બળ હતુ જેથી તેને હરાવવુ મુશ્કેલ હતું

પેલી બાજુ દોઢ લાખનુ સૈન્ય લઇ રાક્ષસનો રાજા નીકળી ગયો છે અને તેને ડ્રેગુન રાજ્ય પહોચતા લગભગ ત્રણ દીવસ લાગશે. આ બાજુ ડ્રેગનને જીવંત કરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી રહી છે.

આ સંકટ સમયે રાજા પોતે ડ્રેગન રૂમમાં જવા માટે તૈયાર થયા છે જેથી રાજ્ય પર સંકટનો ભય હોવાથી ડ્રેગન રૂમમાં પ્રવેશ શક્ય બન્યો. ત્યાર બાદ સેનાપતિ અને રાજગુરુ એક પછી એક પ્રવેશ કરી રહ્યા છે.

મહારાજ પેટીમાંથી પુસ્તક કાઢી રાજગુરુને આપ્યુ અને આછા વાદળી રંગનો સ્ટોન કાઢી ડ્રેગનની પથ્થરની પ્રતિમામાં સ્ટોન આકારની કેવીટીમાં મુકતાની સાથે આંખ અંજાઈ જાય તેવા એકદમ ઝબકારો થયો. પછી રાજગુરુએ મંત્રો વાંચવાનું ચાલુ કર્યુ થોડા સમય પછી ડ્રેગન પરથી પથ્થરની પોપડીઓ ખરવા લાગી અને તે ડ્રેગન આળસ મરડી ઉભુ થયું અને એકદમ ઉંડો સ્વાસ લઈને જોરથી ગર્જના કરી.

તેની મોટી પાંખો ફફડાવી આકાશમાં ઉડયુ અને તે રાજ્ય પર ચકરાવા મારવા લાગ્યું. ત્યારબાદ રાજાએ યુદ્ધની તૈયારીઓ ચાલુ કરી દીધી છે આખા રાજયમાંથી જેટલું બને તેટલું ઓઈલ ભેગું કરી અને લાકડાના નાના બેરલમાં ભર્યું અને બધા શસ્ત્રો ભેગા કરવામાં આવ્યા. ગોળા ફેકવાના મશીન રાજ્યની અંદર દીવાલની પાછળ ગોઠવવામાં આવી રહ્યા છે.

રાજ્યની દીવાલ તો મજબુત હતી જેથી તે તોડી શકાય તેમ ન હતી અને વાત રહી દરવાજા ની તો એક દરવાજો તો હતો પરંતુ તેની બાજુમાં બીજો દરવાજો બનાવવામાં આવ્યો અને તેને મજબુત સપોર્ટ આપવામાં આવ્યો. આવી બધી તૈયારીના કારણે તે લોકોના મનમાં જીતની આશા જાગી હતી આવી બે દીવસ થઈ ચુક્યા છે અને પેલુ લશ્કર લગભગ કાલ સવારે પહોચી જશે.

સુર્યનુ કિરણ ફુટતા એક કલાક પહેલાં......

રાજયમાં સવાર સવારમાં હાલ ચાલ મચી છે સૈનિકો રાજયમાં આમતેમ દોડી રહ્યાં છે કિલ્લાની દિવાલ પર રાજા, સેનાપતિ અને સૈનિકો પહોચી ચુક્યાં છે. દિવાલ પર સૈનિકોની ત્રણ કતાર કરવામાં આવી છે પહેલી બે કતારમાં તિરંદાજને રાખવામાં આવ્યા છે, ત્રીજી કતારમાં મોટી શિલ્ડ અને ભાલા સાથે ઉભી રાખી છે.

નીચેની બાજુ ગોળા ફેકવાના મશીનને તૈયાર કરી રહ્યાં છે અને પેલું ડ્રેગન મહેલની ટોચ પર બેઠું છે. તેલના ભરેલા બેરલ તૈયાર કરી રહ્યા છે આવી રીતે પુરૂ રાજ્ય સજ્જ થઈ રાક્ષસના લશ્કરની રાહ જોઈ રહ્યા છે.

સુર્યનુ પહેલું કિરણ ફુટવાની સાથે દુરથી ધુળની ડમરીઓ ચડતી દેખાતી હતી પેલો રાજા દોઢ લાખની સેના લઈ આવી રહ્યો હતો તેમની ખુખાર સેના ભાગતી ભાગતી આવી રહી હતી. તેમનો રાજા ઊંચાઈમાં થોડો મોટો હતો અને તે મોટા ભેડીયા ઉપર સવાર હતો, તેમની પાસે તલવાર પ્રકારનુ મોટુ હથીયાર હતું અને ખભા પર બાણ ચડાવેલું હતું.

સેનાપતિ દ્વારા ભુંગળ વગાડવામાં આવે છે.

સેનાપતિના આદેશ પ્રમાણે તીરંદાજો એ કમાનમાં તીર ચડાવયા છે અને સેનાપતિના આદેશની સાથે જ કમાન માંથી તીર છુટે અને રાક્ષસ પર તીરનો વરસાદ કર્યો આવી રીતે બંન્ને કતાર વારાફરતી તીર વરસાવી રહ્યા છે. સામે પણ તીર વરસાવી રહ્યા છે પણ દીવાલની નોક ઉચી હોવાથી તીરની ઓછી અસર થતી હતી.

ગોળા ફેકવાના મશીનમાં તેલ બેરલ રાખી રાક્ષસ તરફ ફેકવામાં આવી રહ્યા ને કેટલાક રાક્ષસ તેલથી ભીંજાઈ ગયા છે. રાજાના આદેશની સાથે ડ્રેગન આકાશમાં ચકરાવા મારતુ અને તેલ પડેલ જગ્યા પર આગનો ફુવારો કરવા લાગ્યુ જેથી કેટલાઇ રાક્ષસો આગની લપેટમાં આવી ગયા. ડ્રેગન વારંવાર આગના ફુવારા કરી રહ્યું છે.

કેટલાક રાક્ષસો દરવાજો તોડવા મોટો અણી વાળો લાકડાનો સ્તંભ દરવાજા સાથે અથડાવી રહ્યાં છે, તીરની ઓછી અસર થવાથી કેટલાક રાક્ષસો દીવાલ પર લંગર નાખીને ચડવા લાગ્યા. સેનાપતિના આદેશથી શીલ્ડ વાળી કતાર આગળ આવી અને શીલ્ડ વડે ઘેરાબંધી કરી અને બે શીલ્ડની વચ્ચેથી ભાલાની નોક બહાર કાઢેલ છે, જેથી રાક્ષસો આ દીવાલ ચડી ના શક્યા કારણે ઉપર ચડતા જ ભાલાની નોકનો શિકાર બનતા હતા જેથી મોટી સંખ્યામાં તે માર્યા ગયા.

રાક્ષસોનએ એક દરવાજો તોડી નાખ્યો, ડ્રેગન ઘણા રાક્ષસોને આગની લપેટમાં લઈ લીધા છે. અંદાજે લગભગ તેમના નેવુ હજાર મરણ પથારીએ સુઇ ગયા હતા અને સામે પાંચ હજાર સિપાહીઓ તીરનો ભોગ બન્યા હતા.

હવે, અમુક જાંબાઝ સૈનિકો, સેનાપતિ અને રાજા સેમ્સ ઘોડા પર સવાર થઈ એક હાથમાં તલવાર અને એક તલવાર તેની પીઠ પર રાખેલ છે. રાજા સેમ્સના આદેશથી દરવાજા ખોલી નાખ્યા અને રાક્ષસો સામે ભેટી પડ્યા બંન્ને વચ્ચે ઘસમસાન યુદ્ધ જામ્યુ.

રાજા સેમ્સ રાક્ષસના રાજા સામે રાક્ષસના ધડથી શિર અલગ કરતા આગળ વધી રહ્યા છે. રાક્ષસના રાજાએ ડ્રેગનને પોતાની સેનાનો ખાત્મો કરતા જોઇ ખભા પર બાણ ઉતારી તીર ચડાવ્યું, તેનુ તીર પણ ભાલા જેવડું લાબું હતુ. તેમણે બાણની પણછ ખેંચી અને છનનન..... કરતું તીર ડ્રેગન તરફ વહેતું મુક્યું તીર સીધું ડ્રેગનના પેટમાં અંદર સુધી ઉતરી ગયું. જેથી ડ્રેગન લથડી ખાવા લાગ્યું અને તે રાક્ષસના રાજા તરફ વળ્યુ, ત્યાં તો તેણે બીજુ તીર ચડાવી ડ્રેગન તરફ છોડ્યું અને બીજુ તીર પણ તેના પેટમાં ખુપી ગયું એવી રીતે ત્રીજુ તીર છોડ્યું અને તે રાજાની થોડે દુર જમીન પર ઢળી પડ્યુ.

થોડી વારમાં રાજા સેમ્સ ત્યાં આવી પહોચ્યા અને ઘોડા પરથી નીચે ઉતરી લડવા માટે તૈયાર થઇ ગયા અને સામેનો રાજા પણ ભેડીયા ઉપરથી નીચે ઉતરી બન્ને આમને સામને લડવા લાગ્યા. પરંતુ રાક્ષસના રાજાને હરાવવો બહુ અઘરું હતું રાજા સેમ્સ પુરા જોશથી લડી રહ્યા છે.

રાક્ષસના રાજાના પ્રહારથી રાજા સેમ્સના મોઢા માંથી, હાથ અને પગના ઘાવ માંથી લોહી નીકળી રહ્યું છે. તેમનુ બખતર તુટી ગયુ અને તે જમીન પર ઢળી પડ્યા રાક્ષસનો રાજા, રાજા સેમ્સના પેટમાં તલવાર ખોસવા જાય ત્યાં પેલા ઢળી પડેલા ડ્રેગને ઉંડો સ્વાસ લઈ અને છેલ્લો આગનો ફુવારો પેલા રાજા પર કર્યો તેટલી વાર રાજા સેમ્સ ઉભા થઈ પેલા રાજાનુ મસ્તક ઉતારી લીધુ અને તેને ભાલાની નોક ઉપર ચડાવી કિલ્લા તરફ વળ્યા

પોતાના રાજાનુ મસ્તક જોઇ બધા રાક્ષસો મેદાન છોડી ભાગવા લાગ્યા તેટલામાં સેનાપતિ દ્વારા ભુંગળ વગાડી યુદ્ધ સમાપ્તિનો નિર્દેશ કર્યો અને બધા સૈનિકો જીતનો જસ્ન મનાવવા લાગ્યાં

રાજા ઘોડા પરથી નીચે ઉતરી તે ડ્રેગન પાસે ગયા અને તેમના મસ્તક પર હાથ મુકતાંની સાથે જ તેમણે પ્રાણ ગુમાવ્યા એટલી વારમાં રાજાની આંખ માંથી આંસુ ટપકવા લાગ્યા

આ ડ્રેગનને રાજ મહેલના સંગ્રહ સ્થાને લઈ જઇ ને સ્ટોન કાઢી લેતા તે પથ્થરમાં પરિવર્તિત થઇ ગયું.

બે મહીના પછી......

બધા રાજ્ય જે રાક્ષસોએ જીત્યા હતા એ પોતાના કબજામાં લઈ બધા રાજ્યને સ્વતંત્ર કરી દીધા અને ડ્રેગનની યાદમાં મહેલના પ્રાગણમાં ઊચા સ્તંભ પર સુવર્ણ ડ્રેગનની પ્રતિમા રાખવામાં આવી અને તેના મસ્તક પર રહેલો પેલો સ્ટોન તેની પ્રતિમા પર રાખવામાં આવ્યો છે ફરી એકવાર ડ્રેગુન રાજયમાં ખુશીનુ માહોલ સર્જાયેલો છે.

- બાંભણીયા સુનિલ