tu chhe ne books and stories free download online pdf in Gujarati

તું છે ને??

આદિત્ય હવે તો હદ થઈ ગઈ,, હું તમને ક્યારની પૂછું છું કે સાંજે શું જમશો ?? પણ તમને તમારા કામથી ફુરસદ જ નથી ....એક વાર બોલી તો દો .......આદિત્ય એ ઉપર જોયું તો આનલ ગુસ્સામાં ઊભી હતી. આનલ મને કામના સમયે તુ હેરાન ના કર.. તને જે ફાવે એ બનાવી લે, હું જમી લઈશ ......
આદિત્ય અને આનલ સુંદર જોડું .......પણ એક જ દુઃખ !!!!આદિત્યને પોતાના કામકાજનું એવું વળગણ કે દુનિયા ભૂલી જાય .....નાનકડી પ્રાઇવેટ કંપનીને મોટી મલ્ટીનેશનલ કંપની બનાવવાના સપનાને કારણે આદિત્ય દિવસ-રાત જોયા વગર મહેનત કરતો હતો..... બે-ત્રણ વરસમાં તો આનલ ને પણ , જાણે ચા પીતા પીતા પેપર વાંચતા , જમતા જમતા કાગળિયા ફેદતા કે પછી આખો દિવસ કામમાં મચ્યા રહેતા આદિત્ય ની આદત પડી ગઈ હતી. દુનિયામાં આનલ નું કે બીજા કોઇનું અસ્તિત્વ જ નથી, એમ આદિત્ય કામ કરતો.... કોઈ પણ સામાજિક પ્રસંગમાં હાજરી આપવી કે બહાર જવું હરવું-ફરવું બધું જ આદિત્ય માટે સમયનો વેડફાટ હતો તે હંમેશા આનલ ને કહી દે તો "તું છે ને".
આમ થોડાક વર્ષો વીતી ગયા અને તેઓને ત્યાં સુંદર બાળકોનું આગમન થયું ....બાળકોને આગમન પછી આનલ ને લાગ્યું કે આદિત્ય તેને સહકાર આપશે બાળકોને ઉછેરવાની જવાબદારી માં સાથ આપશે પણ અહીં પણ તેને નિરાશા મળી.... આદિત્યે હંમેશની જેમ કહી દીધું," તું છે ને"!!

જેમ-જેમ કંપની આગળ વધતી ગઈ તેમ તેમ આદિત્ય જાણે ઘર બાળકો અને સમાજથી દૂર થતો ગયો. બાળકોની સ્કૂલ માટે કે બાળકોના સાજે માંદે ,,ઘરમાં જરૂરિયાત પ્રસંગે આનલ તેના સમયની માંગણી કરતી તો આદિત્ય તેને કહી દેતો ,તું જોઈ લે જે ને ,"તું છે ને "!!!! તેના વર્તનથી કદાચ કંટાળીને આનલ અબોલા લેતી કે ઝગડતી તો આદિત્ય જાણે વધુ દૂર થઈ જતો હોય તેવું લાગતું.... ઘર પરિવાર અને સંસાર બચાવવા માટે આનલ બધું ચલાવીને બાળકોની દેખરેખ રાખતી અને સામાજિક જવાબદારીઓ પણ નિભાવતી ..
ઘરમાં રૂપિયા ના આગમન ની સાથે આદિત્ય નું આવવાનું સાવ ઓછું થતું ગયું ....પોતાના સપનાઓને આખરી ઓપ આપવા માટે અને પોતાની કંપનીને વિદેશમાં સ્થાપિત કરવાની ઘેલછામાં આદિત્ય બધું જ ભૂલી ગયો હતો ...અઢળક રૂપિયા અને સંપત્તિ હતા મોટા થતા બાળકો હતા. બધું જ હોવા છતાં પણ કદી આદિત્ય પાસે આનલ માટે સમય ન હતો થોડી ક્ષણો આદિત્ય સાથે વિતાવવા મળે તે માટેના આનલ ના પ્રયત્ન હંમેશા વ્યર્થ રહેતા ...સોનાને હીરાના ઉપહાર લાવતા આદિત્ય પાસે પોતાના અને બાળકો માટે થોડાક સમયની કે પોતાની સાથે રહેવાના આનંદની માંગણી કરતી આનલ હાસ્યાસ્પદ લાગતી ....આનલ ની એકલતા અને તરફડાટ કદી આદિત્ય સમજી જ ન શક્યો !!!!!!!અને બીજી તરફ આદિત્યને ખૂબ પ્રેમ કરતી તેના માટે જીવતી આનલ ને હંમેશા રૂપિયા પાછળ ભાગતો આદિત્ય ધૃણાસ્પદ લાગતો.
થોડાક સહકાર કે ઘરની જવાબદારી કે મોટા થતા બાળકોની જરૂરિયાત માટે સમય માંગતી આનલ ને એક જ જવાબ મળતો,," તું છે ને " !!!
આયખાના ૪૦ વર્ષો આમ જ વીતી ગયા અને એક સવારે બાળકોને સ્કૂલ મૂકીને પાછી આવતી આનલની ગાડીને જીવલેણ અકસ્માત થયો ...આનલ ને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરી .પરંતુ ખૂબ લોહી વહી જવાને કારણે તેની હાલત નાજુક હતી ...ડોક્ટરોએ પણ કોઈ જવાબ નહીં આપ્યા.. અચાનક આવી પડેલી આપત્તિમાં આદિત્ય જાણે સાવ સુન્ન થઈ ગયો ...અણધારી ઘટના એ તેને હચમચાવી દીધો આનલ વગર તો જાણે તેનું બધું જ નકામું હતું ...બે દિવસથી હોસ્પિટલમાં બેઠેલા આદિત્યને આનલ વગર ધોળે દિવસે તારા દેખાઈ ગયા !!!!!!ઘર ,હોસ્પિટલ ,આનલ, બાળકો બધી જ જવાબદારી તેના ઉપર હતી .....આખી રાતો હોસ્પિટલમાં આનલ પાસે બેસીને તેને કદાચ હવે સમજાયું હતું કે તેના જીવનમાં આનલ નું શું મહત્વ હતું .....પોતાના જીવન રથ ના બીજા પૈડાં ને ડગમગતું જોઈને તે ખરેખર ડરી ગયો હતો......... કાયમ "તું છે જ ને "!!!કહીને બધી જવાબદારી આનલ ને માથે નાખતા આદિત્ય ને આજે કોઈ રસ્તો જ ન મળતો હતો .....આજે તેને સમજાયું હતું કે આનલ જ અદ્રશ્ય શક્તિ હતી જેના બળે તે આટલો આગળ આવ્યો હતો... આટલા વર્ષોમાં કદાચ પહેલી વાર તે બિઝનેસને ભૂલીને આનલ અને બાળકોની સાથે રહ્યો ......અને મનોમન ભગવાન ને વિનંતી કરતો રહ્યો ,આનલની સલામતી માટે પ્રાર્થના કરતો રહ્યો .....આદિત્યે કદાચ નક્કી પણ કરી લીધું કે એકવાર આનલ સાજી થાય તો પછી પોતાનો બધો જ સમય તે આનલ અને બાળકોને આપશે ..........આટલા વર્ષોમાં જે આનંદ તેઓ નથી મેળવી શક્યા, એ બધીજ ખુશીઓ અને આનલની બધી જ ઇચ્છાઓ તે હવે પૂરી કરશે......... ચાર પાંચ દિવસની બેહોશી બાદ આનલે આંખો ખોલી !!!!!પતિ અને બાળકો બધા ને જોઈ ને થોડી જ વારમાં ચતુર ગૃહિણીએ બધીજ પરિસ્થિતિ માપી લીધી ......આદિત્ય ખૂબ આનંદમાં આવી ગયો હતો ......પોતાની મનની વાત તેણે આનલને જણાવી દીધી....... હવે પછી નો બધો જ સમય તે આનલને આપશે તેવું વચન પણ આપી દીધું... આનલે ખૂબ ધીમે-ધીમે થાકેલી આંખોને બાળકો તરફ વાળી અને ત્યારબાદ આદિત્યનો હાથ હાથમાં લીધો ખુબ મહેનતે તેના મોઢામાંથી શબ્દો નીકળ્યા .."તું છે ને " .......કહીને તેણે આંખો મીચી લીધી .....આદિત્ય ના મગજ સુધી પડઘા પડતા રહ્યા," તું છે ને",," તું છે ને " તું છે ને..... આદિત્ય આનલ ના નિષ્પ્રાણ શરીર ને તાકી રહ્યો...........

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED