badlo books and stories free download online pdf in Gujarati

બદલો

ઇન્ટરનેશનલ ડોક્ટર સમીટ .........યુ.એસ.એ.ના ન્યૂયોર્કમાં દુનિયાના ખૂણે ખૂણેથી સ્પેશિયાલિસ્ટ, સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પોતાના રીસર્ચ પેપરો સાથે આવ્યા હતા બે દિવસની આ સમિટમાં દુનિયાના ખૂણે ખૂણેથી આવેલા ડોક્ટરોએ પોતાના રિસર્ચ પેપર અને નવીનતમ શોધની રજૂઆત કરવાની હતી .......ડોક્ટર અનિરુદ્ધ દેસાઈ યુ.એસ.એ.ના ખ્યાતનામ ન્યુરોલોજીસ્ટ મુખ્ય મહેમાન પદે હતા..... સમિટના પહેલાં જ દિવસે સવારે ભારતથી આવેલી યુવાન ડૉ.પરિઘિ દેસાઈએ ખૂબ કોન્ફિડન્સ સાથે પોતાના રિસર્ચ પેપર રજૂ કર્યા ........પહેલી હરોળમાં બેઠેલા ડોક્ટર અનિરુદ્ધ દેસાઈ ખૂબ પ્રભાવિત થઈને સાંભળી રહ્યા , અને તેમની આંખ પરિઘિની વિશાળ મોટી આંખો તરફ અટકી ગઈ , તે જોઈ રહ્યા કંઈક જાણીતો લાગે છે ...આ ચહેરો ...આ આંખો ક્યાં જોઇ હતી પહેલા .???........પરિઘિ નો ચહેરો અને આંખો ક્યાં ક જોયેલી લાગતી હતી ,,હવે પછીનું તેમનું ધ્યાન એ ચહેરા ઉપર હતું જ હતું...પરીઘી ની રજૂઆત તો ગૌણ બની ગઈ હતી ........તાળીઓના ગડગડાટે તેમની મનોસ્થિતિ બદલી...પરિઘિ પોતાની રજૂઆત કરીને બધા નું અનુવાદન ઝીલતી પોતાની જગ્યાએ ગોઠવાઈ... પણ ડોક્ટર અનિરુદ્ધ ની આંખોમાં એ ચહેરો ઘર કરી ગયો .....તેમને થયું મળીને વાત કરવી જોઈએ....... પરંતુ આખો દિવસ અલગ-અલગ ઈવેન્ટમાં વીતી ગયો .......રાત્રે હોટલમાં પહોંચી ને ફ્રેશ થઈને ડોક્ટર અનિરુદ્ધ ન્યુયોર્ક ની આઝાદ હવા શ્વાસ માં લેવા બાલ્કનીમાં આવીને ઊભા રહ્યા ......આખો બંધ કરતાં જ એ ચહેરો આવીને ગોઠવાઈ ગયો ......તે જાણીતો હતો એમણે તેને વધુ વ્યવસ્થિત રીતે ઓળખવાની કોશિશ કરી.
અને અચાનક જ આંખ સામેથી ૩૦ વર્ષના પડળ ઉકેલાઈ ગયા... એજ સુરત ની પાસે આવેલુ ગામ અને ગામ નુ પામતુ પહોચતુ ઘર...પિતાજી ની ધાક અને કડપ ને કારણે મેડીકલ ના અંતિમ વર્ષ મા અનિરુદ્ધને ગામડા ગામની ઓછું ભણેલી પિતાજી ની મિત્રની પુત્રી જયા સાથે લગ્ન કરવું પડ્યું હતું ...તેમની સામે જયાની એ જ મોટી મોટી ભાવવાહી આંખો આવી ગઈ .......તેમનો અને જયાનો કોઈ મેળ જ નહોતો .......આ કેમનું દાંપત્યજીવન ....અનિરુદ્ધ પોતાના નસીબ ને કોસતા રહેતા..પણ ધીમે અને જયાની મોહક સુંદરતા અને શાંત સ્વભાવ થી આકર્ષિત થયા.....પરંતુ પતિ તરીકે ના બધા સુખ મેળવી ને પણ અનિરુદ્ધ ને છાને ખૂણે અસંતોષ જ હતો.......
અને તેણે તક સાધી લીધી... તેને સ્પેશયાલીટી કરવા માટે અમેરિકન યુનિવર્સિટી ની સ્કોલરશીપ મળી.... બે જ વર્ષમાં પાછો આવીશ કહીને અનિરુદ્ધ પિતા ના કડપ અને જયા ની ભોળી આંખો ને છોડી ને અહી આવી ગયો હતો... અને ત્યારબાદ તો તેણે દેશ સાથે નો વ્યવહાર સાવ ભુલાવી દીધો હતો... જાણે કોઈ ભુતકાળ હતો જ નહીં... હા...કદાચ એકાદ પત્ર માં તેના પિતાએ લખ્યું પણ હતું કે જયા એ સારા સમાચાર આપ્યા છે.. પણ ત્યારબાદ અનિરુદ્ધે પોતાનું સરનામું બદલાવી દીધું... અને બધા જ સંપર્ક તોડી નાખ્યા હતા....
તેણે આંખો ખોલી તો સામે આકાશ માં બે મોટી મોટી ભાવવાહી આંખો જાણે પ્રશ્ન પુછી રહી હતી.... મારો શું વાંક????
મોબાઈલ ની રીંગ વાગી ,અર્ચના... તેમની નખશિખ અમેરિકન પત્ની એ ટુંકમાં ખબર અંતર પુછ્યા.... બીજે દિવસે સવારે જ ભારત થી આવેલ પરિઘિ ને મળવાના નિશ્ચય સાથે તે પલંગ માં પડ્યા.... પણ વર્ષો બાદ યાદ આવેલા ભૂતકાળે તેમના મન પર કબજો જમાવ્યો... ઘડી ક મા માંનો પ્રેમ, તો ઘડીક માં પિતાજી નો ઉગ્ર ચહેરો તો ઘડીક માં જયા સાથે ગાળેલી ક્ષણ તો ઘડી ક માં અંતિમ વખતે જોયેલી તેની આંખો...... ડૉ અનિરુદ્ધ આખી રાત પડખા બદલતા રહ્યા
બીજે દિવસે તેમણે પરિઘિ ને શોધવા કોશિશ કરી.. પણ છે ક સાંજે ફળી..ખુબ આત્મવિશ્વાસ થી પરિઘિ સામે આવી ને ઉભી રહી..તેમણે પરિઘિ ના વખાણ કર્યા... પરિઘિ એ ચહેરા પર સ્મિત સાથે જણાવ્યું કે તેની માતા ની ઇચ્છા હતી, કે તેની પુત્રી તેના પિતા કરતાં પણ વધુ સફળ બને...ઓહોહો એમ!! શું કરે છે તમારા પિતા ....ડૉ અનિરુદ્ધ પુછી બેઠા... તેઓ ખુબ વિખ્યાત ન્યુરોલોજીસ્ટ છે.....એમ !!! શું નામ છે?? તેમને મળી ને મને આનંદ થશે.... પરિઘિ કંઈ જણાવે એ પહેલા જ માઇક ઉપરથી ડોક્ટર અનિરુદ્ધ ના નામની જાહેરાત થઇ ........આખાય સમિટના અંતિમ પ્રવચન નો સમય હતો ,અને ડોક્ટરે તુરંત જવું પડે તેમ હતું.... પ્રવચન બાદ શોધતા જ ખબર પડી કે ભારતથી આવેલી ટીમ તો એરપોર્ટ જવા નીકળી ચૂકી છે..... તેમણે આવેલા મહેમાનોના લિસ્ટ માં સર્ચ કરીને શોધ્યું ......પરિધી નું આખું નામ વાંચતા જ તેમના પગ તળેથી જાણે જમીન સરકી ગઈ તેમાં લખ્યું હતું પરિધી .જયા. દેસાઇ... સુરત.. તો શું પરિઘિ જાણતી હતી???????????

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED