Sky Has No Limit - 28 books and stories free download online pdf in Gujarati

સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-28

સ્કાય હેઝ નો લીમીટ
પ્રકરણ-28
મોહીત એનાં મિત્રો સાથે વીક એન્ડ મનાવી રહેલો. બધાં જ મિત્રોને કોટેજ ખૂબ ગમેલું.. બધાં ડ્રીંક પાર્ટી કરી રહેલાં અને મોહીતનું ધ્યાન ગયું કે મલ્લિકા અને સોનીયા એમની ગૂસપૂસમાં મગ્ન છે અને શિલ્પા એકલી બેઠી છે બધાને જોયાં કરે છે.
મોહીતે બૂમ પાડીને કહ્યું "એય સન્નારીઓ અહીં ધ્યાન આપો માહોલની બહારની દુનિયામાં તમારુ, ધ્યાન છે. પછી શિલ્પાને કહ્યું "શિલ્પા તને જ્યુસ ચાલશે ? અને એણે મેરીને શિલ્પા માટે બીજા રાઉન્ડનો જ્યુસ લાવવા કહ્યું"
શિલ્પાએ કહ્યું "એવું કશું નથી મોહીતભાઇ હું તો આ સ્ક્રીન પર ક્યારની મજાનાં સોંગ્સ જોઇ રહી છું તમે આ દેવઆનંદ હીટ્સ વીડીઓ સોંગ્સ મૂકતાં મજા આવી રહી છે.
મોહીતે કહ્યું "એન્જોય" અને મલ્લિકા અને સોનીયા હસતી હસતી આવીને શિલ્પાને કહ્યું" અરે વાહ સાચેજ મસ્ત સોંગ્સ આવી રહ્યાં છે અને ત્રણે ફ્રેન્ડસ સાથે બેઠાં.
ફાલ્ગુને મોહીતને કહ્યું "અરે યાર સાચેજ મજા આવી, રહી છે.. ગીત-સંગીત-જામ-દોસ્તી બધાની જાણે એક સાથે જુગલબંધી છે વાહ... વાહ..
થોડીવાર બધુ આમજ ચાલ્યુ બધાં જામ અને સ્નેક્સને ન્યાય આપી રહ્યાં. મોહીતની નજર ફરીથી ગઇ કે શિલ્પા ફાલ્ગુન સાથે વાતો કરી રહી છે અને ગીતની મજા લઇ રહી છે હિમાંશુ પેગ બનાવવામાં વ્યસ્ત છે અને મેરીને કંઇક લાવવા માટે કહી રહ્યો છે. મલ્લિકા અને સોનીયા થોડે દૂર જઇને પાછાં કંઇક અંગત વાતો કરી રહ્યાં હોય એવું લાગ્યું.
મોહીતે હાથમાં લીધેલો પેગ એક સાથે પૂરો કર્યો અને હવે એણે એ લોકોને ટોક્યા નહીં એ સાવ દબાતે પગલે એ લોકો ઉભાં હતાં એ બાજુ ગયો એણે જતાં પહેલાં રીમોટથી વોલ્યુમ થોડોક મોટો કર્યો. મલ્લિકા અને સોનીયા વાતોમાં એટલાં પાછાં મગ્ન થઇ ગયેલાં કે ધ્યાન જ ના રહ્યું કે એ લોકો પાછળ કોઇ આવી રહ્યું છે.
મોહીત ગાર્ડનનાં એ ભાગમાં ગયેલાની પાછળ થઇને એક વૃક્ષનાં બુશ પાછળ ઉભો રહ્યો અને સોનીયા મલ્લિકાની વાતો સંભળાય છતાં એ લોકોને ખબર ના પડે એવી રીતે ગોઠવાઇ ગયો.
સોનીયા બોલી "મલ્લિકા પણ તું બધું ધ્યાન રાખે છે ને બરાબર ? પછી પાછળથી કોઇ તને પ્રોબ્લેમ ના થાય. મોહીત ખૂબ જ લાગણીશીલ છે જો એને ખબર પડી તો તારાં માથે પસ્તાળ પડશે અને એનાંથી વધારે હું તને સાથ આપું છું એ જાણશે તો.. તો એતો જે કરશે એ પણ ફાલ્ગુન મને જીવતી મારી નાંખશે. એટલે પ્લીઝ પુરુ ધ્યાન રાખજે.
મલ્લિકાએ કહ્યું "અરે ડાર્લીંગ શું આમ આટલી ચિંતા કરે છે ? મને બધી જ ખબર છે હું શું કરું છું દરેક સ્થિતિ પરિસ્થિતિ આંગળીનો ટેરવે સેટલ કરી શકીશ. હાં ક્યારેક મોહીતનાં પઝેશીવનેશ અને એની લાગણીઓ મને તકલીફ આપે છે મુશ્કેલીમાં મૂકી દે છે પણ હું હવે તૈયાર થઇ ગઇ છું ટેક્લ કરી શકું છું.
મલ્લિકાએ આગળ કહ્યું "તને ખબર છે હું મોહીતની નસ નસ જાણું છું એ મારો પતિ છે પ્રેમી છે તને એનાં માટે પ્રેમ લાગણી માન બધુ જ છે પણ જ્યારે મારી પોતાની ઈચ્છા માટે એટલાં તો સેલ્ફે સેન્ટર રહેવું જ જોઇએ નહીંતર આપણી જીંદગી જેવું જ ના રહે. એટલે ચિંતા ના કર હું બધું સંભાળી લઇશ.
સોનીયા કહે "મારી જીંદગી જોને.. મને પણ તારી જેમ બધાં જ શોખ છે બધુ જ મેળવીને ભોગવવાની ઇચ્છા છે કોને ના હોય ? ફાલ્ગુન સાથે જોડાઇ ત્યારે ઘણાં સ્વપ્ન જોયેલાં કે આ એન્જીનયર છે અને એની પણ ઘણી મહત્વકાંક્ષા હતી એટલે થયું આજે નહીં તો કાલે બધુ મળશે જ બસ થોડી ધીરજ રાખવાની છે.
પણ સાચુ ક્હું મલ્લિકા.... હવે બધી નિરાશા જ લાગે છે અધુરામાં પુરુ ફાલ્ગુન પેલી મારીયા સાથે.. ઠીક છે ઘણીવાર તો એવું લાગે મારી જવાની.. હું આટલી સુંદર અને બોલ્ડ છું મને પણ બધુ મળે બધી જ જાતનાં સુખ હું ભોગવું.... ફાલ્ગુન કાયમ મને સમજાવ્યા કરે છે અહીં પરદેશમાં થોડો સમય લાગે પણ આપણે પણ બધું જ મેળવીશું ધીરજ રાખ... સાચું કહું મલ્લિકા તેં કોટેજ લીધુ અહીંયા શીફ્ટ થતાં મોહીતને આટલું પ્રમોશન મળ્યું. મેં ફાલ્ગુનને કીધુ "જો પ્રગતિ આને કહેવાય. હવે ત્યાં એ લોકોને જલ્સા જ જલ્સા છે કોઇ કમી જ નહીં. મને સાચેજ તારી ઇર્ષ્યા થઇ ગઇ હતી કે મલ્લિકાને બધુ જ મળી ગયું. પણ તું કેટલી બ્યુટીફુલ છે મોહીત તો તારી પાસે પાણી ભરે.. તારી એક નજર કોઇ પર પડે પેલો ધાયલ જ થઇ જાય અને તારું ફીંગર કહેવુ પડે બધી હીરોઇનો તારી પાસે પાણી ભરે.. શું બ્યુટીફુલ છે તું...
મલ્લિકાએ કહ્યું "એય તું પણ ખૂબ જ બ્યુટીફુલ છે કંઇ ઓછી ઉતરતી નથી મને તો તારો આ ભાગ -ઉભાર જ ખૂબ ગમે છે એકદમ ઇરેક્ટ સીધી નજર ત્યાંજ જાય છે સોનીયા કહે "શું બોલે છે તું ? એમ કહીને બન્ને જણીઓ ખડખડાટ હસી પડે છે અને મોહીત ત્યાંથી ખસી જાય છે અને હિમાંશુ લોકો પાસે પહોચી જાય છે.
મોહીતને થયું આ મલ્લિકા અને સોનીયા બંન્ને ના મગજ સરખાં છે આ લોકો આવી શું વાત કરી રહેલાં હજી મને કોઇ કડી પકડાઇ નથી રહી શું રંધાઇ રહ્યું છે ? મોહીતને મલ્લિકા માટે થોડો તિરસ્કાર આવી ગયો કે આ કેટલું હલકુ વિચારે છે ? આ ક્યારે સુધરશે ? અને સોનીયા એને સમજણ પડે છે એ મલ્લિકાને જાણે ચણાનાં ઝાડ પર ચઢાવી રહી છે બધુ બરબાદ કરવા પર તુલી છે.
મલ્લિકા અને સોનીયાએ ખૂબ હસી રહેલાં પછી સોનીયા મલ્લિકાની એકદમ નજીક જઇને બોલી "એય મારી બ્યુટીફુલ ચાર્મીગ ક્વીન હજી નાની છું એબોર્શન કરાવી કે નહીંતર આ શરીરની સુંદરતા નહી રહે જીંદગી જ જાણે વેડફાઇ જશે કોઇ સામે જ અહીં જુઓ.
મલ્લિકા કહે "પણ પેલો માનતો નથી મને ખબર નથી હું શું કરીશ ? પછી તો મારે કરાવવું હશે તો પણ નહીં કરાવી શકું... રીસ્કી થઇ જશે હું આ વીકમાં નિર્ણય કરી જ લઇશ.
સોનીયાએ કહ્યું "હાં જરૂરી જશે. અને એણે શિલ્પાને બૂમ પાડી અને દબાતાં અવાજે બોલી.. આ દેશી ડબલું કયારનું ગીતો જ સાંભળ્યાં કરે છે. સાવ ઘર રખુ બીલ્લી છે નવાઇ લાગે છે હિમાંશુ એનાંથી બોર નહીં થતો હોય ?
મલ્લિકાએ કહ્યું "હિમાંશુભાઇ એમની દુનિયામાં મસ્ત રહે છે અને આ રસોડામાં કંઇને કંઇ બનાવતી હોય. હિમાંશુંભાઇને તો પીવા મળે એટલે મજા જ મજા.. ત્યાં શિલ્પા આવી ગઇ.
મલ્લિકાએ કહ્યું "ક્યારની ગીતો સાંભળે છે અહીં રહેને. શિલ્પાએ કહ્યું "હુ તમારી પાસે જ હતી પણ તમને લોકોને તમારી વાતમાં એટલો રસ હતો અને વ્યસ્ત હતાં તમને ખબર જ નારહી હું અહીં ઉભી છું એટલે પછી હું ત્યાં હિમાંશુ સાથે ઉભી રહી..
મલ્લિકાએ કહ્યું "અરે એવું કંઇ નથી એવું શું અંગત હોય તારાથી ? આપણે ત્રણે તો ખાસ ફ્રેન્ડ છીએ.
મોહીત દૂરથી જોઇ રહેલો એને મનમાં એક આઇડીયા આવ્યો એણે પોતાની ચેર વચ્ચે લાવીને મૂકી. પછી હાથમા પેગ લઇને ઘૂંટ પીવા લાગ્યો. એણે ક્હ્યુ એક મીનીટ એટેન્શન પ્લીઝ. ચાલો બધાં એક એક ઘૂંટ લગાઓ અને મારાં પ્રશ્નનો જવાબ આપો જે સાચો તટસ્થ જવાબ આપશે એને 500 ડોલર મારાં તરફથી ઇનામ.
બધાં સાંભળીને આશ્ચર્યમાં પડી ગયાં અને મોહીતની આજુબાજુ ગોઠવાઇ ગયાં. હિમાંશુ કે કહ્યું કેમ ભાઇ એકદમ આવો વિચાર આવ્યો ?
મોહીતે કહ્યું "આપણે અહીં ઘૂંટ પીએ- શિલ્પા ગીતો સાંભળે - મલ્લિકા સોનીયા એમનું ઘૂંટર ઘૂં કરે આમાં બધાં એક સાથે ભાગ લઇને આનંદ કરાય અને આમે બધાએ જ એક ઘૂંટ કંપલસરી પીવાનો અને પછી જવાબ આપવાનો.
સોનીયાએ લહેકાં સાથે કહ્યું "અરે મોહીત બસ એક જ પેગ ? અને પછી હસી પડી. બધાં થોડાં નશામાં હતાં છતાં સોનીયાએ મોહીતને તું કરે બોલાવ્યો થોડુંક આશ્ચર્ય પણ થયું.... મલ્લિકાને પણ થયું.
મોહીતે નશામાં ધૂત અવાજે કહ્યું "અરે એક પેગ મીનીમમ પછી સૌ સૌની મરજી જેટલુ પીવું હોય એ પણ મારો પ્રશ્ન સાંભળી લો.. બધાએ પોતપોતાનાં પાર્ટનર સાથેની આજ સુધીની જીંદગી..


વધુ આવતાં અંકે... --પ્રકરણ-29

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED