લવ ની ભવાઈ - 28 Dhaval Limbani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

શ્રેણી
શેયર કરો

લવ ની ભવાઈ - 28

😊 લવની ભવાઈ - 28 😊

દિવ્ય - સિયા.. તે નીલ ભાઈની આંખોમાં જોયું હોય કે ના જોયું હોય પણ મેં નીલ ભાઈની આંખોમાં અવની પ્રત્યેનો પ્રેમ જોયો છે. કાલે અવની ને જોતા જ નીલભાઈ ના ચહેરા પર રોનક આવી ગઈ હતી. એ ભલે એક બીજને કાલે ટોન્ટ મારી રહ્યા હતા પણ નીલ ભાઈની આંખોમાં અવની માટે નો પ્રેમ દેખાતો જ હતો. નીલ ભાઈ જે રીતે અવનીને જોઈ રહ્યા હતા એ પરથી એવું જ લાગી રહ્યું હતું કે નીલ ભાઈ હજી અવનીને પ્રેમ કરે છે...


સિયા - યાર પણ દિવ્ય.....


દિવ્ય - યાર વાર કહી નહીં.. આપણે એક ટ્રાય તો કરીયે યાર....


સિયા - હા પણ... કઇ રીતે........


દિવ્ય - કહી નહીં ... બસ તું કાલે નિલભાઈને લઈને મોલમાં આવજે.


સિયા - પણ.


દિવ્ય - પણ બણ કહી નહીં.. જેટલું મેં કીધું એ કર ડિયર..


સિયા - હા ઓકે..


સિયા અને દિવ્ય ટાઈમ અને પ્લેસ નક્કી કરી લે છે. થોડી ઘણી વાત કરીને સુઈ જાય છે.


સવારનો સમય છે. નીલ પોતાનો બ્રેકફાસ્ટ કરતો હોય છે. એટલી વારમાં સિયા આવે છે. સિયા પહેલા દૂરથી નીલનો મૂડ જોવે છે કે કેવો મૂડ છે.


સિયા - ચલ ભાઈ મારા સાથે..


નીલ - ઓ હેલો.. સવાર સવારમાં ક્યાં જવુ છે મેડમ..


સિયા - અરે ચાલતો ખરા..


નીલ - અરે પણ કહેતો ખરા ક્યાં જવું છે ?


સિયા - અરે મારા ભાઈ. મોલમાં જવું છે.


નીલ - કેમ મોલમાં અચાનક, જો તારે મોલમાં ફરવા નો ઈરાદો હોય તો મારે નથી આવવું હો..


સિયા - અરે ના ના. મારા ભઈલા ફરવા નથી જવું . મારે થોડીક શોપિંગ કરવી છે એટલે.


નીલ - તો જઇ આવને. એમાં મારી શુ જરૂર છે ?


સિયા - અરે મેં સાંભળ્યુ છે કે તારી ચોઇસ બોવ સારી છે કપડાં લેવામાં. એટલે મારે તને સાથે લઈ જવો છે.


નીલ - અરે.. એ તને કોને કહ્યું ?


સિયા - અરે ભાઈ. મારો ભાઈ છે તું. તો મને એટલી તો ખબર જ હોય ને તારી પસંદ ના પસંદ..


નીલ - ઓહ... એવું છે એમને... સારું ચાલ. આવું છું બસ..


સિયા - હા ચાલ...


સિયા અને નીલ બંને જણા મોલ પર જવા નીકળે છે. રસ્તામાં અવનવી વાતો કરતા કરતા જતા હોય છે.એટલી વારમાં સિયા નીલના મન ની વાત જાણવાનો પ્રયત્ન કરે છે.


સિયા - ભાઈ મને લાગે છે કે તારે હવે મેરેજ કરી લેવા જોઈએ .


શુ કહેવું તારું..


નીલ - સિયા કઈક બીજી વાત કરીએ ?


સિયા - કેમ ભાઈ હજુ અવનીની યાદ આવે છે ?


નીલ - સિયા... શુ થયું છે તને... પ્લીઝ... મારો મૂડ ખરાબ ન કર..


સિયા - પણ ભાઈ....


નીલ - સિયા પ્લીઝ.......


સિયા બોલતી બંધ થઇ જાય છે. સિયાને એવું લાગે છે કે ભાઈને સિયાની કઈ પડી નથી. અવનીનું નામ લવ તો પણ ભાઈ ગુસ્સે થાય છે તો મળશે ત્યારે શું થશે...!!! પણ કહી નહીં દિવ્ય એ કીધું છે તો એક વાર ટ્રાય કરી લઈએ. સિયા દિવ્ય ને મેસેજ કરી ને કહી દે છે કે અમેં મોલ પર પહોંચવા આવ્યા છીએ.


સિયા અને નીલ થોડી વારમાં મોલ પર પહોંચે છે. કાર પાર્ક કરીને બંને જણા મોલની અંદર જાય છે. સિયા પહેલા તો જીન્સ અને ટોપ ના સેક્શનમાં જાય છે. સિયા થોડી વાર કપડાં જોવાનું નાટક કરે છે એટલી વારમાં દિવ્ય નો મેસેજ આવે છે કે અમે લોકો મોલમાં પહોંચી ગયા છીએ. સિયા નીલ ને કહે છે કે ભાઈ અહીં મઝા નથી આવતી ક્યાંક બીજે જઈએ.


બીજે પણ સિયા એ જ નાટક કરે છે અને કહે છે કે ભાઈ ભૂખ લાગી છે ચાલ ને કઈક નાસ્તો કરવા જઈએ કેન્ટીનમાં.


નીલ માની જાય છે અને બંને જણા નાસ્તો કરવા માટે કેન્ટીનમાં જાય છે. જ્યાં નીલ કેન્ટીનમાં પહોંચે છે ત્યાં જ એને ટેબલ પર દિવ્ય અને અવની દેખાય છે. એ બંને ને જોતા જ નીલ સિયા ને કહે છે કે જો દિવ્ય છે સામે...


સિયા - હા ભાઈ ચાલો તો મળીએ એમને..


નીલ - ના.. તું જઈ આવ. મારે નથી મળવુ. હું પછી મળી લઈશ.


સિયા - અરે ભાઈ એવું શું કરે છે. તારો પ્રોબ્લેમ અવની સાથે છે ના કે દિવ્ય સાથે..


નીલ - હા મને ખબર છે યાર... પણ રેવા દે ને..!


સિયા - ના.. મારી સાથે ચાલો..


નીલ અને સિયા દિવ્ય અને અવની પાસે જાય છે. ટેબલ પાસે પહોંચતા જ અવની ચોંકી ઉઠે છે.


અવની - ઓહ તમે અહીંયા ? પાછળ પાછળ પહોંચી જ જાવ નહીં ?


સિયા - અવની ફોર યોર કાઇન્ડ ઈન્ફોર્મેશન.. અમે અહીં બે કલાક થી છીએ અને મને લાગે છે કે તમેં હજી હમણાં જ આવ્યા છો નહીં દિવ્ય ?


અવની - હા.. આમ પણ તમને ભાઈ બહેન ને કોઈ પણ પહોંચી શકે તેમ નથી..


નીલ - અવની અમે બંને અહીં બસ ફરવા અને શોપિંગ કરવા માટે આવ્યા હતા ના કે કોઈ ને મળવા. જો આવી બધી ખબર હોત તો આવત જ નહીં.. આમ પણ અમને ઝગડો કરવાનો શોખ પણ નથી અને ના ઝગડા કરવા વાળા માણસો સાથે વાત કરવાનો..


અવની - એટલે તું શું કહેવા શુ માંગે છે.


દિવ્ય - તમે બધા પ્લીઝ ચુપ થઈ જશો...?


અવની - પણ ભાઈ જો ને તું આ બંને ને..!


સિયા - હા દિવ્ય જો ને તારી બહેન ને..


દિવ્ય - બધા ચૂપ થઈ જાવ પ્લીઝ. મેં જ પ્લાન કર્યો હતો કે આપણે બધા મોલમાં મળીશું એમ. મારે થોડીક વાત કરવી હતી તમારા બધા સાથે.


અવની - ભાઈ તું...!


નીલ - શુ વાત કરે છે દિવ્ય..?


દિવ્ય - હા ભાઈ.. પ્લીઝ તમે બધા બેસી જશો મારે વાત કરવી છે એટલે...પ્લીઝ...


બધા ટેબલ પર બેસી જાય છે. થોડી વાર બધા એક બીજા સામે જુએ છે અને શાંત રહે છે પણ કોઈ બોલતું નથી.


દિવ્ય - ભાઈ , સિયા અને અવની મારે કઈક વાત કરવી છે અને હા નીલ ભાઈ ખાસ વાત તમારી અને અવની સાથે કરવી છે તો પ્લીઝ પહેલા થોડી વાત સાંભળી લેજો પ્લીઝ..


નીલ - હા બોલ દિવ્ય. શુ વાત કરવી છે.?


દિવ્ય - ભાઈ , અવની મને તમારા બનેં વિશે હવે બધી ખબર છે. તમારી વચ્ચે જે હતું , જે હવે થઈ રહ્યું છે એ બધી જ વાત ની મને ખબર છે. સાથે જ અવની તું અને સિયા મળ્યા હતા , તમે જે વાત કરી એ બધી જ મને ખબર છે. તારા અને નીલ ભાઈ વચ્ચે જેટલી વાત થઈ એ બધી વાતની મને ખબર છે.


અવની / નીલ - શુ ??? ( બનેં સાથે બોલે છે )


દિવ્ય - હા. મને સિયા એ બધી વાત કરી છે. તો મૂળ વાત એ છે કે અવની તું મને અને સિયા ને સાથે જોવા નથી માંગતી અને સામે નીલ ભાઈ મને અને સિયાને સાથે જોવા માંગે છે. આ બધા નું કારણ પણ મને ખબર છે કે તું નીલ ભાઈના કારણે આવું બધુ કરે છે. તો પ્લીઝ હવે હું જે પણ કહું તે ધ્યાન થી સાંભળ જે...


અવની - ભાઈ...... પ્લીઝ મારે કશું નથી સાંભળવું..


નીલ - પ્લીઝ ભાઈ. મને પણ કશું સાંભળવાની ઈચ્છા નથી..


સિયા - ભાઈ પ્લીઝ સાંભળી લે... મારા માટે પ્લીઝ...


નીલ - બોલ દિવ્ય...


દિવ્ય - વાત એવી છે કે હું તમને અને અવની ને એક સાથે જોવા માંગુ છું

નીલ / અવની - શુ......???????


નીલ - દિવ્ય.... પાગલ થઈ ગયો છે..?


અવની - ભાઈ હું ઘરે જાવ છુ.....


દિવ્ય - સાંભળ......પ્લીઝ...


ક્રમશઃ

આગળ નો પાર્ટ જલ્દી થી આવશે...

આભાર.... બસ આમ જ સપોર્ટ કરતા રહેજો...

instagram - @dhaval_limbani_official
ફોલો કરવાનું ના ભૂલતા....