અપૂર્ણ પ્રેમ Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

અપૂર્ણ પ્રેમ

અઝહર એક મુસ્લિમ હતો પણ હિન્દુ ધર્મ પ્રત્યે તેને ખુબ લગાવ હતો. તેના ઘણા ફ્રેન્ડ હિન્દુ જ હતા. તે કહેવતો મુસ્લિમ પણ હિન્દુ સાથે રહીને બધા તેને વિશ્વાસ ના નામ થી ઓળખતા. તે બધા પર વિશ્વાસ તરત મૂકી દેતો એટલે અઝહર ફેસબૂક માં તેનું નામ વિશ્વાસ રાખ્યું.

લાઈવ ફ્રેન્ડ કરતા તેને ફેસબુકમાં ઘણા ફ્રેન્ડ હતા. તેના કોલેજ ફ્રેન્ડ અને બહાર ના ફ્રેન્ડ પણ ઘણા ખરા. હા ફ્રેન્ડ ઘણા હતા પણ તેણે હજુ સુધી ક્યારેય લવ કર્યો ન હતો.

એક દિવસ ફેસબૂક અઝહર ઓન લાઈવ હતો ત્યારે કોઈ આસ્થા નામ ની છોકરી ની રીકવેસ્ટ આવી. અઝહર તેની પ્રોફાઈલ જોઈ અને પછી તેની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી. ત્યાં આસ્થા નો મેસેજ આવ્યો.
હાઈ વિશ્વાસ
તરત અઝહર ઉત્તર આપ્યો
હાય આસ્થા
આસ્થા તું મને ઓળખે છે ?
હા અઝહર, હું તારી કોલેજમાં અભ્યાસ કરું છું.
ખુબ આભાર અઝહર તે મારે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી.

બસ પછી તો વાતો કરવા લાગ્યા. અને દોસ્તી માંથી પ્રેમ થઈ ગયો. અઝહર તેના જીવનમાં ક્યારેય કોઈને પ્રેમ નહોતો કરી શક્યો. પણ આસ્થા આવવાથી તેને પ્રેમ થઈ ગયો.

હવે આ ઓનલાઇન લવશીપ લાઈવ લવશીપ બની ગઈ હતી. બંને હવે રોજ મળવા લાગ્યા હતા.


પ્રેમ કરતા પણ પ્રેમ છે તારા પ્રેમ માં,
જિંદગી સ્વર્ગ ની જેમ છે તારા પ્રેમ માં,
તારા વિના ક્યાંય ના ચાલે હવે તો,
જીવવું મરવું છે તારા પ્રેમ માં….

એક દિવસ આસ્થા તેને લગ્ન માટે અઝહર ને કહે છે. અઝહર આસ્થા ને પ્રોમિસ કરે છે હું મારા અમ્મી અને અબ્બુ ને મનાવી લઈશ તું તારા મમ્મી પપ્પા ને મનાવી લે એટલે આપણે રાજી ખુશી થી લગ્ન કરી લઈએ.

અઝહર જયારે ઘરે આસ્થા વિશે વાત કરે છે ત્યારે તેના અમ્મી અબ્બુ ચોંકી જાય છે. અઝહરે તેનું સંપૂર્ણ હૃદય તેની સામે મૂકી દીધું હતું, તો પણ તેના અબ્બુ આ સંબંધ સ્વીકારવા તૈયાર નહોતા. તે જ સમયે, આસ્થાના પરિવારના સભ્યો પણ આ સંબંધની વિરુદ્ધ થયા.

હવે બંને એક મોટી મૂંઝવણમાં અટવાઈ ગયા હતા. દરેક ક્ષણે, બંને વિચારતા હતા કે લગ્ન માટે પરિવારના સભ્યોને કેવી રીતે મનાવી શકાય. અઝહરે ઘણી કોશિશ કરી પણ તેના અમ્મી આ લગ્ન ની વિરુદ્ધ હતા જ્યારે અબ્બુ આ લગ્નની વિરુદ્ધ નહોતા.

પરિવાર તો આ લગ્ન માટે વિરુદ્ધ હતા. વિચાર કર્યો બંને એ કે ઘર છોડી ભાગી જઈએ પરંતુ આસ્થા માટે તે ખૂબ જ મુશ્કેલ હતું અને અઝહર તે આ બધું સમજતો હતો. તેથી જ અઝહર અને આસ્થાએ સાથે મળીને નિર્ણય લીધો કે પરિવારના સભ્યોની ખુશી માટે બંને અલગ થઈશું અને બંને એ પરિવાર ને વચન આપ્યું કે હવે અમે ક્યારેય એક બીજાને મળીશું નહીં.

આસ્થાને અઝહર થી દૂર થયાને ફક્ત ચાર દિવસ થયા હતા, બંને એકબીજાને ભૂલવું બહુ મુશ્કેલ હતું. અઝહર થી આસ્થા વગર રહી ન શકયો એટલે તે આસ્થા ને કોલ કે મળી શકે તેમ હતો નહિ એટલે આસ્થા ની ફ્રેન્ડ વૈશાલી સાથે ફેસબૂક પર વાત કરે છે.

વૈશાલી તું મને આસ્થા ના કોઈ સમાચાર આપીશ.
જરૂર થી અઝહર પણ તને ખબર નથી આસ્થા વિશે .
ના વૈશાલી ખબર હોત તો તને કેમ પૂછું.
તો સાંભળ અઝહર

આસ્થા ગઈ રાત્રે જેર પી ને આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા નું કારણ તમારો પ્રેમ જ હતો. અત્યારે તેની અંતિમયાત્રા નીકળવાની છે.
આ સાંભળી ને અઝહર ત્યાં જ બેહોશ થઈ પડી ગયો.

હોસ માં આવી રડતો રડતો એટલું કહ્યું
કાસ આપણા પરિવાર માની ગયા હોત ,
કાસ આપણે ભાગી ગયા હોત તો આજે તને ખોવાનો વારો ન આવેત.
આસ્થા એકવાર કહી દીધું હોત ને કે હું તારા વગર નહિ રહી સકું તો હું આજે તને હું મરવા ન દેત. તે જ સમયે અઝહર પર ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી લે છે.

તારા પ્રેમમાં અમે એકલા રહી ગયા,
સાથે જીવવા મારવાનાં સોગંદ લઇ,
આજે અમે એકલા નિભાવતા રહી ગયા,
તું શું જાણીશ સાચા પ્રેમને …
આજે અમે મરીને પણ એકલા જીવતા રહી ગયા,
જાણ્યે અજાણ્યે તારામાં ખોવાઈ ગયા,
અમે થઇ ગયા એકલા અને આંસુ રહી ગયા.



જીત ગજજર