Sky Has No Limit - 27 books and stories free download online pdf in Gujarati

સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-27

સ્કાય હેઝ નો લીમીટ
પ્રકરણ-27
વીક એન્ડ સાથે ગાળવા માટે મોહીતનાં ફ્રેન્ડસ ન્યૂજર્સીથી આવી ગયાં હતાં. મલ્લિકાને જેવી ખબર પડી એ ગેટ તરફ દોડી ગઇ અને પાછળ પાછળ મોહીત પણ આવકારવા માટે ગયો.
હિમાંશુ શિલ્પા, ફાલ્ગુન સોનીયા ગેટ પરથી જ કોટેજ અને એનો સુંદર વિશાળ વિસ્તાર જોઇને આકર્ષાઇ ગયાં.
સીક્યુરીટીએ મેમ અને સરને જાતે અંદરથી આવકારવા આવતાં જોયાં એટલે એણે સ્મીત આપીને બધાને સેલ્યુટ મારીને વેલકમ કર્યાં. શિલ્પા અને સોનીયા તો ખુશ થઇ ગયાં..
મોહીત-હિમાંશુ અને ફાલ્ગુનને હગ કરીને વેલકમ કર્યાં. બધાં જ ઘરમાં અંદર પ્રવેશ્યાં. વિશાળ અને આધુનીક ખૂબ જ સુંદર ઘર જોઇને બધાંની આંખો ચાર થઇ ગઇ હતી કોઇ કંઇ બોલી રહ્યુ નહોતું પણ બધાં જ બધુ રાચ ચરીલુ-ગોઠવણ સુખસાહેબી, બધો સ્ટાફ જોઇને જાણે વાચા જ હરાઇ ગઇ હતી શેનાં વખાણ કરવાં શેનાં નહીં એટલે એક જ વાક્યમાં બધાં જ વતી હિમાંશુ જાણે બોલી ગયો "યાર મોહીત, પરફેક્ટ એન્ડ બ્યુટીફુલ હાઉસ ડીયર કોન્ગ્રેચ્યુલેશન યસ, આઇ મસ્ટ એ ઇટ્સ એ મોર્ડન હાઉસ વીથ ઓલ લકઝરીયઝ ફેસીલીટી.. વેલ ડન...
બધાંએ હિમાંશુનાં કરેલાં વખાણમાં હાંજી હાં પુરાવી. મોહીતે કહ્યું થેંક્સ ડીયર.. પણ બધાં બેસો પછી આપું ઘર બતાવું છું એન્ડ બી રીલેક્ષ. હવે બે દિવસ આપણાં છે નો જોબ નથીંગ.. બસ મજા જ મજા..
બધાએ એક સાથે કીકીયરી કરી.. હુરરે હુરરે યય નુ ટુ ડેયઝ આર ફોર અસ ઓન્લી.
મલ્લિકાએ તો બધાંનાં હાવભાવ જોઈ થયેલી ચાર આંખોને જોઇ રહી હતી મનમાં ને મનમાં ખૂબ પોરસાઇ રહી હતી અને એનો ઇગો ખૂબ જ પોષાઇ રહેલો. એણે સોનીયા તરફ ધ્યાન દોરીને કહ્યું "સોનીયા ડાર્લીંગ બોલ શું નાસ્તો કરશો બધાં ? ત્યાંજ શિલ્પાએ કહ્યું "નો નો પ્હેલાં તો મારે આખુ તારુ ઘર જોવુ છે પછી અહીં જ છીએને પછી બધુ ખાશું પીશું મજા કરીશું.
હિમાંશુએ કહ્યું સારી વાત પછી બધુ પીશું અને પીધાં પછી ખાશું એ સાંભળી બધાં એક સાથે હસી પડ્યાં.
ત્યાંજ મલ્લિકાનાં મોબાઇલ પર રીંગ આવી એણે સ્ક્રીનમાં જોયું એનો ચહેરો બદલાઇ ગયો થોડો ભય સાથે એણે ફોન ઉપાડીને ગાર્ડન તરફ જતી રહી અને એકદમ ટૂંકી વાત કરીને પાછી આવી સ્વસ્થ થઇને બોલી... એની વે સોરી.... મોમનો ફોન હતો મેં કહ્યું પછી શાંતિથી વાત કરીશું.
શિલ્પાએ કહ્યું "અરે મંમીનો ફોન હતો તો કરીલે ને વાત અમે લોકો બેઠાજ છીએને.. ખોટાં ચિંતા કરશે.
મલ્લિકાએ કહ્યું નાં મે કહ્યું બધાં ગેસ્ટ છે મોમ પછી શાંતિથી વાત કરીશું અને અત્યારે વાત કરવામાં મજા ના આવે.
મોહીતે કહ્યું "ગેસ્ટ ? તારી મોમનો આપણાં બધાંજ ફ્રેન્ડસને ઓળખે છે. તારે નામ ના દેવાય. એમાં ગેસ્ટ શું કહેવાનું ? ખરી છે તું..
મલ્લિકાએ કહ્યું "અરે ઉતાવળમાં એવું બોલાઇ ગયું કંઇ નહીં હવે ફોન સ્વીચ ઓફ જ કરું છું. એટલે કોઇનું કંઇ ડીસ્ટરબન્સ જ નહીં અને મોહીતે સામે જોયું.
મોહીતે કહ્યું "ઓહ યા.. યા. તારે જ્યારે કોઇનું કંઇ ડીસ્ટરબન્સ ના જોઇએ ત્યારે ફોન સ્વીચ ઓફ કરી દે છે આઇ નો.. મોહીતનો જવાબ સાંભળી મલ્લિકાને ચચરી ગઇ પણ કંઇ બોલી નહીં પણ એનાં ચહેરાંનાં ભાવ બધુંજ કહી ગયા.
સોનીયા એ પરિસ્થિતિ હાથમાં લીધી... અરે ચાલો યાર પહેલાં ઘર અને ગાર્ડન બધુંજ જોઇ લઇએ તમે લોકો નાની નાની વાતમાં કેવા કેવા આરગુમેન્ટસ કરે છે ? અને બધાં ઉભા થઇ ગયાં.
મોહીત અને મલ્લિકાનાં ચહેરાનાં હાવભાવ ચાડી ખાઇ રહેલાં કે બે વચ્ચે કંઇક રંધાયું છે અને ગરબડ છે પણ મોહીતે બાજી સુધારી નાંખી એણે કહ્યું હિમાંશું ફાલ્ગુન તમારે ચેન્જ કરવું છે કે હમણાં આમ જઇયે ?
બંન્નેએ એક સાથે કહ્યું "પહેલાં ઘર જોઇ લઇએ પછી બધુ નક્કી કરીએ. મોહીતે કહ્યું. "ઓકે ડન...
બધાં ઘર જોવાં લાગ્યાં.. મોટું વિશાળ કોટેજ પાંચ બેડરૂમનું એક વિશાળ ડ્રોઇગ હોલ-- ડાઇનીંગ હોલ- લીવીંગ હોલ--સ્ટોર-કીચન-એ બધુ વટાવીને ગાર્ડન સાથે જોડાયેલાં સ્વીમીંગ પુલ સ્વીમીંગ પુલ જોઇને સોનીયા બોલી ઉઠી "વાઉ મસ્ત આતો સાંભળેલું કે સ્વીમીંગ પુલ પણ છે પણ આતો ખૂબ બ્યુટીફુલ છે મારું ચાલે તો આખો દિવસ આમં જ પડી રહું અને પછી હસવા લાંગી. ત્યાંજ હિમાંશુ બોલ્યો "મોહીત યાર કહેવું પડે બધી જ લકઝરી છે તારે કશે બહાર જવાની જરૂર જ નથી.
મલ્લિકાએ તરત જ ટાપસી પુરી,... "હિમાંશુની સાચી વાત છે પણ જ્યારે ઘરે બોર થવાય ત્યારે મોહીતને કંપનીમાંથી અહીની સેવનસ્ટાર બે કલબની મેમ્બરશીપ મળી છે તે પણ કંપનીનાં જ ખર્ચે એટલે ત્યાં જવા માટે પણ છૂટ છે પણ હજી હમણાં શીફ્ટ થયાં હજી ક્યાયં ગયા નથી.
મોહીતે કહ્યું હિમાંશુ તારી ઇચ્છા હોયતો કાલે સવારે કલબ જઇએ બોલ એણે કહ્યું "ના ના આ બે દિવસ તો ઘરેજ ફરી ક્યારેક લાંબા સમયે માટે કંઇક પ્રોગ્રામ બન્યો ત્યારે વિચારીશું. આવાં ઘરમાં મજા કરવા મળે બીજું શું જોઇએ ?
ફાલ્ગુને કહ્યું સાચીવાત છે હમણાં તો ઘરેજ અને બોલ્યો યાર ગાર્ડન જોરદાર છે આટલો વિશાળ ? ક્રિકેટ અને બધી ગેમ્સ પણ રમી શકાય એવું છે.
બધાં બધે ફરી રહેલાં બધુ જોઇ રહેલાં અને ખૂબ વખાણી રહેલાં. અને મલ્લિકાનાં ઇશારે જોસેફ અને મેરી પાણી, જ્યુસ અને બધુ સાથે સાથે પીરસી રહેલાં.
હિમાંશુ બહાર ઝૂલા પર બેસીને કહે "યાર આ લેડીઝને ભલે જેમાં બેસવું હોય બેસે આપણે લોકો અહીંજ અડીંગો જમાવીએ. અત્યારે થોડું પીએ મજા કરીએને પછી મોડાં સ્વીમીંગ પુલમાં પડીશું અને પછી થાક્યાં પાક્યાં સૂઇ જઇશું આજે મજા આવી જશે.
મોહીતે કહ્યું "ભલે અને ત્રણે મિત્રો ત્યાં બહાર ગાર્ડનમાં ગોઠવાયાં અને મોહીતે સીધો જોસેફ અને મેરીને કીધુ "મારી બ્લેકલેબલ લાવો અને અહીં બધુ સર્વ કરો મેરી તું અંદરથી સ્નેકસ બધુ લઇ આવ. એમ કહીને એ લોકોને લેવા મોકલ્યાં અને મિત્રો સાથે બેઠાં.
મલ્લિકાએ મોહીતનો મૂડ જોઇ લીધો એટલે એ ત્રણે જણાં ગઝેબાની અંદર જઇને બેઠાં અને એલોકોએ ફ્રેશ જ્યુસ મંગાવ્યો.
મોહીત અને મિત્રોની પાર્ટી ચાલુ થઇ ગઇ હતી.અને જોસેફ મૂકેલા સ્ક્રીનપર ઇન્ડિયન સોંગ્સ ચાલુ કરેલાં. એને બદલીને હિમાંશુએ ઇંગ્લીશ પોપ ચાલુ કરાવ્યાં અને માહોલ મદમસ્ત બની ગયો હતો. બધાં ખૂબ જ એન્જોય કરી રહેલાં ત્યાંજ જોસેફ ત્રણ ડીશમાં ગરમા ગરમ ફાફડા-મરચા ચટણી લઇ આવ્યો.
નાસ્તાનું આ મેનું જોઇને હિમાંશુતો ગાંડો થઇ ગયો ઉભો થઇને મોહીતને વળગી જ પડ્યો યાર અમેરીકામાં મારાં ફેવરીટ ફાફડાં-ગાંઠીયા વાહ વાહ કહેવું પડે અને પછી કક્ડો તોડી મોઢાંમાં મૂકીને બોલ્યો વાહ વાહ સ્વર્ગ અહીં જ છે અહીં જ છે.
હિમાંશુ ને સાંભળીને ફાલ્ગુન મોહીત પણ ઉભા થઇને તાળીઓ પાડવા લાગ્યાં. ત્યાંથી મલ્લિકા, શિલ્પા અને સોનીયા પણ ઉભા થઇને અહીં આવી ગયાં. મલ્લિકાએ જોસેફને બીજી ચેર લાવવા કહ્યું અને ત્યાં બધાં ભેગાં થઇને ધીંગા મસ્તી કરી રહ્યાં હતાં. બધાંને ખૂબ જ મજા પડી રહી હતી. ત્રણે મિત્રો બ્લેક લેબલનાં નશાની મસ્તીમાં હતાં.
જોસેફ ચેર લઇ આવ્ય બધાં ત્યાંજ જ બેઠં ત્યાં બીજા વણેલાં ગાંઠીયા અને ફાફડા આવ્યા બધા એ પેટ ભરીને નાસ્તો કર્યો.
મોહીતે કહ્યું "યાર એટલાં સારાં નસીબ છે કે આ મીતાબેન રસોઇ માટે મળી ગયાં. એમણે તો અહીંજ ગુજરાત ઉભુ કરી દીધું છે એમનાં હાથની રસોઇ અને ફરસાણ તો આંગળા ચાટી જવાય એવી હોય છે.
શિલ્પાએ કહ્યું સાચેજ ખૂબ સ્વાદીષ્ટ બનાવે છે અને આ ફાફડા-ગાંઠીયા. માની નથી શકાતું કે અહીં એમણે ઘરમાં બનાવ્યા છે ખૂબ મજા પડી ગઇ.
બધાં વાતોમાં વળગ્યાં હતાં અને સોનીયા અને મલ્લિકા કંઇક ગુસફૂસ કરી રહી હતી. મોહીતનું ત્યાં ધ્યાન ગયું. એણે ક્યુ એય સન્નારીઓ અહીં ધ્યાન આપો તમે અહીં માહોલની બહારની એવી શુ અગત્યની વાતો કરો છો કે અહીં ધ્યાન નથી ?
સોનીયાએ મલ્લિકાએ મોહીત સામે જોયું અને...
પ્રકરણ-28--- આવતા અંકે

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED