Cleancheet - 12 books and stories free download online pdf in Gujarati

ક્લિનચીટ - 12

પ્રકરણ – બારમું /૧૨

અચનાક જ આલોક બોલ્યો,
‘શરત... શરત.. કેમ ફરી શરત.. તું શરત બોલે છે ત્યારે તું મને..છોડીને.. ના કોઈ શરત નહી.’
‘કેમ, શું થયું આલોક ? મેં તો હજુ કોઈ શરત વિશે વાત જ નથી કરી.’
‘તે કરી’તી એકવાર મારી જોડે ને પછી તું’
મેં ..મેં કઈ શરત કરી’તી આલોક ? ક્યારે બોલ તો ?’
‘કાલે ... ના .. હા , એક દિવસ કરી’તી અને પછી તુ ક્યાંક જતી રહી.. ના .. તું શરત કહીને પછી જતી રહે છે એટલે કોઈ શરતની વાત ન કર. પ્લીઝ અદિતી.’
‘અચ્છા ઠીક છે, હું કોઈ શરત નહી કરું બાબા ઓ.કે. તું કોફી પી લે. આપણે બહાર જઈશું. તું આવીશ મારી જોડે ?’
‘તું લઇ જઈશ મને ?’
‘હા, ચાલ તું ચેન્જ કરીને ગૂડ બોય બની જા ફટાફટ’
‘એટલે હમણાં હું ગૂડ બોય નથી ?’
હળવેકથી આલોકના બંને ગાલ ખેંચતા બોલી
‘યુ આર નોટ ઓન્લી ગૂડ મેરે રાજા યુ આર માય ગૂડલક. ચલ, હું આવું ત્યાં સુધીમાં રેડી થઇ જા. ઓ.કે.’
તૈયાર થતાં થતાં અદિતી, સંજના જોડે કોલ પર વાત કરતાં બોલી, ‘હેય ..બેબીડોલ શું કરે છે ? ક્યાં છો અત્યારે ?’
‘હાય સ્વીટુ, સવારથી તારા કોલની વેઇટ કરતી ઘરે બેઠી છું. બોલ શું પ્લાન છે ?’
‘સાંભળ, ૧૫ મિનીટમાં રેડી થઇ જા હું આવું છું તારા ઘરે પછી તું, હું ને આલોક સાથે નીકળીએ. ઓ.કે.’
‘અરે.. અરે.. લીસન તું ન આવીશ. હું જ આવું છું તને પીક અપ કરવા. હું તૈયાર જ છું. બસ નીકળું એટલી વાર. ૫ થી ૭ મિનીટ માં ઓ.કે.’
‘અચ્છા ચલ એ પણ ઠીક રહેશે. વી આર વેઈટીંગ ફોર યુ.
એ પછી અદિતી એ શેખરને કોલ કરીને કહ્યું. ‘હેલ્લો.. શેખર હું આલોક અને સંજના બહાર જઈ રહ્યા છીએ. હું એમ કહી રહી છું કે તને કોઈ પ્રોબ્લેમ ન હોય તો અમે આલોકના ફ્લેટ પર જઈ શકીએ ?’
‘ઓહ, શ્યોર, વ્હાય નોટ. ધેટ્સ ગૂડ. આ મસ્ત આઈડિયા છે કદાચ ત્યાંથી કોઈ નવો કલૂ મળી શકે. ફ્લેટની ચાવી મમ્મી પાસે છે. હું મમ્મી સાથે વાત કરી લઉં છું. આ સિવાય કઈ કામ છે ?’
' ના, અને સંભાળ શેખર, ફ્લેટ નંબરની સાથે લોકેશન પણ સેન્ડ કરી આપજે. અને આલોકની ઓફીસનું લોકેશન પણ. પ્લીઝ’
‘જી હમણાં જ કરી દઉં.’
‘થેન્ક્સ શેખર.’
‘ઓ.કે. ટેક કેર, અદિતી.’

સંજના કાર લઈને પીક અપ કરવા આવે એ પહેલાં અદિતી અને આલોક રાહ જોતા લીવીંગ રૂમમાં બેઠા હતા. અદિતી એ બ્લેક કલરનું સ્કીની ફીટ મીડ-રાઈસ એન્કલ લેન્થ જીન્સ પર ઓફ વ્હાઈટ એન્ડ બ્લેક પ્રિન્ટેડ શર્ટ પહેર્યું હતું તો આલોક એ લાઈટ ક્રીમ કલરના ટ્રાઉઝર પર ડાર્ક મરુન એન્ડ બ્લેક પ્રિન્ટેડ ટી-શર્ટ સાથે ઓલીવ ગ્રીન કલરનું ડેનીમનું જેકેટ પહેર્યું હતું.
અદિતી,આલોકની હેઈર સ્ટાઈલ થોડી ચેન્જ કરીને ફોટોસ ક્લિક કરી રહી હતી. ત્યાં થોડીવારમાં શેખરના મમ્મી એ અદિતીને ફ્લેટની ચાવી આપી એટલે અદિતી એ કહ્યું, ‘આંટી જી, અમે ડીનર કરીને જ આવીશું તમારે કઈ લાવવું છે માર્કેટ માંથી ?’
‘ના દીકરા, લાવવાનું તો કઈ જ નથી પણ, ડીનર કેમ બહારે, ઘરનું જમવાનું સ્વાદિષ્ટ નથી કે શું ?’
‘અરે.. તમારું જમવાનું તો બિલકુલ ઘર જેવું જ ટેસ્ટી છે આંટી પણ બહાર જઈએ જ છીએ તો વિચાર્યું કે ચલો આજે કૈક બહારનું ટેસ્ટ કરીશું.’
‘અચ્છા ઠીક છે. પણ, જશો કઈ રીતે ?’
‘આંટી પેલી મારી ફ્રેન્ડ સંજના, જે ગઈકાલે અહીં આવી હતી મારી સાથે એ આવે છે તેની કાર લઈને.’
‘ઠીક છે બેટા. જરા સંભાળીને જજો સાંજનો સમય છે તો ટ્રાફિક હશે એટલે. અને ખાસ કરીને તારા આ હીરોને જો જે કોઈની નજર ન લાગે.’ બોલીને હંસવા લાગ્યા..
‘હા .. હા ... હા ...જી, આંટી અમે નીકળીએ.’

અદિતી ફ્રન્ટ સીટ પર સંજનાની બાજુમાં ગોઠવાઈ અને આલોક બેક સીટ પર બેઠો. અદિતી એ પૂછ્યું, ‘આલોક આર યુ ઓ.કે.’
‘હા, પણ તું અહીં બેસને મારી સાથે.’
‘હા.. હા..હા... અચ્છા જી જો આપ કા હુકમ મેરે સરકાર.. સોરી સંજના’ એમ કહીને આલોક સાથે બેક સીટ પર જતી રહી..
‘અરે, અદિતી ઇટ્સ ઓ.કે. યાર. બોલ કઈ દિશામાં જઈશું. કઈ ડીસાઇડ કર્યું છે કે ?’ સંજના એ પૂછ્યું.
‘એક કામ કરને સંજના સૌ પહેલાં કોઈ સારી ફ્લાવર શોપ તરફ કાર લઈ લે. અને રાજા સાહેબની શાહી સવારી માટે મ્યુઝીક સીસ્ટમ સ્લો અને એ.સી. ફુલ ઓન કરો.
‘જી, આપકા હુકમ સર આંખો પર રાની સાહિબા.. હા.. હા .. હા..’
થોડે આગળ જઈને મેઈન રોડ પરથી લેફ્ટ સાઈડના અંદરના રોડ પર આવેલી એક વિશાળ ફ્લાવર શોપની સામે સંજના એ કાર સ્ટોપ કરીને કહ્યું,
‘અદિતી તમે બન્ને અહીં ઊભા રહો. હું બેઝમેન્ટમાં કાર પાર્કિંગ કરીને દસ જ મિનીટમાં આવું છુ.’

પાંચ થી સાત મિનીટમાં સંજના આવી પછી ત્રણેય શોપમાં એન્ટર થયાં એટલે અદિતી એ આલોકને કહ્યું,
‘આલોક મારું એક કામ કરને. તું મને મારી ચોઈસનું કોઈ એક મસ્ત બૂકે શોધી આપ ચાલ.’
‘પણ. એ મને એમા ન ખબર પડે હો.’
એટલે મીઠો ઠપકો આપતાં અદિતી બોલી.
‘અરે યાર તો તને ખબર શેમાં પડે એ બોલ તો ? એ તો નહી જ ચાલે. બૂકે તો તારે જ શોધી આપવું પડશે.’
થોડીવાર સુધી ત્રણેય એ એકાદ બે ચક્કર લગાવ્યા એ જોઇને એક સેલ્સગર્લ એ અદિતીની પાસે આવીને પૂછ્યું,
‘મેડમ મે આઈ હેલ્પ યુ ?’
‘નો થેન્ક્સ.’ અદિતી એ જવાબમાં કહ્યું
અંતે આલોક જાતે એકલો શોપમાં ફરીને અદિતીને પસંદ પડે એવું કોઈ બૂકે શોધવાની મથામણ કરવા લાગ્યો. શોપના છેડાના એક કોર્નરમાં મુકેલું બૂકે લઈ આલોક અદિતી પાસે આવીને બોલ્યો,
‘તને આ ગમશે ?’
બૂકે જોઇને અદિતી એ પૂછ્યું,
‘આ તને કોઈ એ શોધી આપ્યું કે તે તારી જાતે જ પસંદ કર્યું ?’
‘ના હું જાતે પેલા કોર્નર માંથી શોધીને લાવ્યો છું ?’
‘તને આજ બૂકે કેમ પસંદ આવ્યું આલોક ?’
‘મેં બધા જ બૂકે જોયા પણ આ મને વધુ ગમ્યું એટલે મને એમ કે તને પણ ગમશે એટલે.... કેમ તને આ ન ગમ્યું ?’
અદિતીએ આલોકની સામે એકીટસે બસ જોયા જ કર્યું, પછી આલોકનો ગાલ ખેંચી સ્માઈલ સાથે બોલી, ‘અઅઅ.... ઠીક છે તને ગમ્યું એટલે ચાલશે.’
અદિતી એ સંજનને થમ્સઅપ ની મુદ્રા બતાવીને ઈશારાથી કહ્યું ..
‘મિશન સક્શેસફુલ.
આલોકની ચોઈસ હતી ,મેરી ગોલ્ડ ફલાવરનું બૂકે.

કારમાં બેઠાં બાદ આલોક કયાંય સુધી એ બૂકેને જોતો જ રહ્યો એ જોઇને અદિતી એ પૂછ્યું, ‘શું જુએ છે આલોક ?’
‘આ બૂકે તો મેં ..’ આટલું બોલીને અટકી ગયો.
‘આ બૂકે તો શું આલોક ?’
‘ખબર નહીં.’
‘ઠીક છે.’
સાંકડા રોડ પરના ગીચ ટ્રાફિક માંથી ધીમે ધીમે કાર સંજના એ મેઈન રોડ પર લીધી ત્યાં જ અદિતીના જીન્સના બેક પોકેટમાં મુકેલો આલોકનો મોબાઈલ રણક્યો. અદિતી એ મોબાઈલ હાથમાં લઈને જોયું.. ડિસ્પ્લે પર પપ્પાનું નામ વાંચીને થોડી સેકન્ડ્સ વિચારીને સ્પીકર ઓન કરી આલોકને આપીને વાત કરવા કહ્યું.. અને સંજનાને ઈશારાથી થોડી થોડી વારે હોર્ન વગાડતા રહેવાનું કહ્યું.
‘હેલ્લો... આલોક’
‘હેલ્લો...’ હોર્ન વાગ્યું
‘હા, દીકરા કેમ છે તું ?’
‘હેલ્લો..’ ફરી હોર્ન વાગ્યું
‘તું કયાંય બહાર છે ?’ હજુ ઇન્દ્રવદન આગળ કશું બોલે એ પહેલાં જ અદિતીએ આલોક પાસેથી મોબાઈલ અને વાતોનો દૌર તેના હાથમાં લઇ લેતા બોલી..
‘હેલ્લો.. અંકલ નમસ્તે હું અદિતી બોલું છું. આલોક ડ્રાઈવીંગ કરે છે.’
‘હેલ્લો.. કોણ ?’
‘હું અદિતી, આલોકની સાથે તેમની ઓફીસમાં જ જોબ કરું છું. મેં હમણાં એક અઠવાડિયા પહેલા જ જોબ જોઈન કરી એટલે કદાચ આલોક એ મારો પરિચય આપને નહી આપ્યો હોય.’
‘અચ્છા અચ્છા.. ઠીક છે હું કલાક પછી કોલ કરીશ.’
‘જી. અંકલ.’
કોલ પરની વાર્તાલાપ પુરા થતાંની સાથે જ કારની મ્યુઝીક સિસ્ટમ પર સોંગ પ્લે થયું.

“તુ સફર મેરા.. હૈ તુ હી મેરી મંઝિલ.. તેરે બીના ગુજારા... એય દિલ હૈ મુશ્કિલ”

સોંગ સાંભળતા વિન્ડોનો ગ્લાસ ઉતારી ચહેરો બહારે કાઢીને ‘ઉઉઉઉઉઉ ઉઉઉઉઉઉ......’ ની મોટા અવાજે બુમ પડતાંની સાથે અદિતીને ઉછળતી જોઇને આલોકની સાથે સાથે આસપાસના ટ્રાફિકના લોકો પણ દંગ રહી ગયા. ’ઓઓઓઓઓઓ... સંજુઉઉઉઉ.... અરિજીત માય હાર્ટબીટ.

‘ઓ. ઓ..ઓ.. અરિજીત ઘેલી આ મારા અનનેસેસરી વાગતાં હોર્ન અને કારમાં હોર્ન્સ વગરની ભેંશને જોઇને આ પબ્લિકના હાર્ટબીટ વધી ગયા છે. હો..હવે થોડીવાર છાની માની બેસ તો.’ એવું ખડખડાટ હંસતા હંસતા સંજના બોલી.
મોબાઈલમાં શેખર એ સેન્ડ કરેલું આલોકની ઓફિસનું લોકેશન સંજનાને બતાવતાં અદિતી બોલી, ‘જો હવે આ દિશામાં કાર લઈ લે.’
આલોકની ઓફીસની બિલ્ડીંગથી હવે માત્ર ૧૦ મિનીટનું અંતર બાકી હશે ત્યાં જ
આલોક અચરજથી બહાર જોવા લાગ્યો. ક્યારેક જમણી બાજુ તો ફરી ડાબી બાજુ અને ઉંચી ઉંચી બહુમાળી બિલ્ડીંગની ટોચ સુધી નજર કરવાની આલોકની ચેષ્ટા જોઇને અદિતી એ સંજનાને આંખ મારીને આલોકને પૂછ્યું,
‘આલોક, આપણે રસ્તો ભૂલી ગયા છીએ હવે શું કરીશું ? તને કઈ ખ્યાલ આવે છે આપણે કઈ તરફ જવાનું છે ?’
‘એક મિનીટ જો ત્યાં.. ત્યાં પેલી તરફ સામેની સાઈડના રોડ પર હું કહું તેમ જવા દો’
એટલું આલોક બોલ્યો એટલે અદિતી એ સંજનાને ઈશારો કરીને સમજાવ્યું કે આલોક બોલે તેની વિરુદ્ધ કર.
આલોક એ આપેલી દિશાનિર્દેશ કરતાં રોંગ સાઈડમાં સંજના એ કાર ટર્ન કરી એટલે ‘આલોક મોટા અવાજે બોલ્યો.. ‘એએએએએ.. એ બાજુ નઈ. શું કરો છો. તમે તો સાવ કઈ કશું સમજતા જ નથી તો. મારે શું કરવું હવે ?’ પછી આલોક એ તેના લમણા પર હાથ પછાડયો.
અદિતી ને સંજના બન્ને માંડ માંડ હસવું રોકી શક્યા પછી સંજના એ પૂછ્યું
‘તો કઈ તરફ ?’
‘અરે એ પેલી બાજુ જવાનું હતું તો તમે બન્ને સાવ ડોબા જેવા છો.’
‘હા, ઓ.કે. એ સાઈડ તરફ લઇ લઉં છું બસ. એમ બોલીને સંજના એ કાર આલોક એ સુચવેલી દિશા તરફ હંકારતા થોડી વાર પછી પૂછ્યું
‘હવે આગળ કઈ તરફ ટર્ન લઉં બોલ ?’
મેપ મુજબ સર્ચ કરેલું સ્થળ હવે માત્ર બે જ મિનીટના અંતરે હતું એટલે સંજના એ કાર એક સાઈડમાં પાર્ક કરી દીધી
આલોક ફરીથી ચારે બાજુ જોયા પછી વિચારમાં પડી ગયો એટલે કારમાંથી બહાર નીકળીને કારની સામેની દિશામાં ચાલતો ચાલતો એક મલ્ટી સ્ટોરેજ બિલ્ડીંગના મેઈન ગેટ સામે ઊભા રહીને અદિતી અને સંજના બન્નને તેની તરફ આવવા માટે હાથ ઊંચો કરીને ઈશારો કર્યો.
અદિતી અને સંજના બન્ને એ હાથ મિલાવ્યા.અદિતી ખુશ હતી તેનો પ્લાન સફળ થવા જઈ રહ્યો હતો.

સમય થયો સાંજના ૭: ૫૫
કાર લોક કરીને બન્ને આલોકની નજીક આવ્યા ત્યારે આલોક એ કહ્યું, ‘ચાલો.’
‘ક્યાં ?’ અદિતી એ પૂછ્યું
‘મેં જોયો છે રસ્તો આપણે જ્યાં જવાનું છે ત્યાં.’
‘તને ખબર છે આપણે ક્યાં જવાનું છે ?’
‘હા, મને યાદ છે હવે ચાલો જલ્દી મારી પાછળ પાછળ નહી તો તમે ફરી પાછા ભૂલા પડી જશો તો મારે પછી ઉપાધી થઇ પડશે.’
‘ઓહ... એવું છે આલોક તો તો ચાલો ચાલો આપણ ને હવે ફરી ભૂલા પડવું જરાયે પોષાય એમ નથી હો, એ ને ઝટ ઝટ હાલો મારા બાપલા’
અદિતી ખુશ થઈને આટલું બોલી ને પછી બન્ને ખુબ હસ્યા.

લીફ્ટમાં ત્રણેય એન્ટર થયા પછી ... સંજના એ ફ્લોર નંબર માટે આલોકને પૂછ્યું એટલે આલોક મુંજાયો. યાદ કરવા માટે માટે ઘણું વિચાર્યું પણ.. કઈ જ ન સુજ્યું એટલે અદિતી એ ૯ નંબર પર ઈશારો કરતાં આલોક ખુશ થઇ થતાં બોલ્યો,
‘એએએ... જો મેં નહતું કીધું કે હા, એ જ છે ૯ નંબર.’
અદિતી એ એન્ટર થતાં જ લીફ્ટના કોર્નર પર ફ્લોર લીસ્ટ પર નજર નાખીને નોટ કરી લીધું હતું ,
૯ માં માળે હજુ તો લીફ્ટનું ડોર ઓપન થતાં જ અદિતીનો હાથ પકડીને રીતસર આલોક દોડીને તેની ઓફીસ તરફ લઇ જઈને એન્ટરન્સ પાસે ઊભો રહ્યો ત્યાં જ
ત્યાં ડ્યુટી પરનો સિક્યુરીટી ગાર્ડ બોલ્યો,
‘સલામ આલોક સાબ.’
બસ.. આટલું સાંભળતા જ અદિતીના આંખમાંથી આંસું સરી પડ્યા. અદિતી તેના ઈમોશન્સ પર કાબુ ન કરી શકી. એ એક તરફ જતી રહી.

‘સાબ જી આપ કૈસે હૈ ? કાફી દિનો સે ઓફીસ ભી નહી આ રહે હૈ ? ઔર અભી તો ઓફીસ ક્લોઝ હો ગયા. કુછ કામ થા ક્યા ? મગર અભી તો કોઈ નહી હૈ ઓફીસ મેં ?’ઘણાં દિવસ પછી આલોક ને જોઇને ખુશ થતાં સિક્યુરિટી ગાર્ડ એ પૂછ્યું.
આલોક જવાબ આપવા કૈક વિચારી રહ્યો હતો પણ એ પહેલા સંજના એ જવાબ આપતાં કહ્યું,
‘વો હમ કો ઓફીસ દિખાને લાયે હૈ. બસ ઐસે હી. ઠીક હૈ. હમ ચલતે હૈ. શુક્રિયા.’
સિક્યુરીટી ગાર્ડને કૈક અજુગતું લાગતા મનોમન બોલ્યો.. કુછ સમજ મેં નહી આયા.
સંજના એ અદિતીને સાંત્વના આપતાં કહ્યું, ‘અદિતી પ્લીઝ કન્ટ્રોલ યોર સેલ્ફ. ચલ આપણે નીચે કારમાં બેસીએ.’
સંજના એ અદિતીને આગ્રહ કરીને પાણી પીવડાવ્યું અને આલોકને પણ પાણી માટે પૂછ્યું પણ આલોક એ કોફી પીવાની ઈચ્છા દર્શાવી એટલે કોઈ સારી કોફી શોપમાં જઈને નિરાંતે બેસવાનું નક્કી કરતાં સંજના એ કાર હંકારી ત્યાં અદિતી બોલી,
‘સંજના આપણે પહેલાં એક કામ કરીએ સૌ પ્રથમ હું તને આલોકના ફ્લેટનું જે લોકેશન આપું એ તરફ કાર ડ્રાઈવ કર. અને હમણાં આપણે કરી એ સેમ સિચુએશન મુજબ ઓ.કે.’

અંતર લગભગ ૧૨ થી ૧૫ મિનીટ્સનું હતું ,પણ ટ્રાફિકના કારણે ફ્લેટ પર પહોંચતા આશરે મીનીમમ ૨૦ મિનીટનો સમય નીકળી જાય એમ હતો એટલે અદિતી એ આલોકને પૂછ્યું, ‘આલોક પેલા ભાઈ કોણ હતા ?’
‘એ મને ઓળખે છે. લે તમે સાંભળ્યું નહી તેણે મને કહ્યું કે, સલામ આલોક સાબ.’
‘હા, પણ એ કોણ હતું ?’
‘એ મને નથી ખબર.’
‘આપણે કઈ જગ્યા એ ગયા હતાં હમણાં તને ખ્યાલ છે ?’
‘હા, ત્યાં તો હું એકવાર ગયો હતો એટલે મને ખબર જ હોય ને. લે તમે તો સાવ કેવી વાતો કરો છો.’
ક્યાંય સુધી અદિતી આલોકને જોતી જ રહી અને ત્યાં જ મ્યુઝીક સીસ્ટમ પર સોંગ પ્લે થયું....

“અપની મરજી સે કહાં અપને સફર કે હમ હૈ.. રુખ હવાઓ કા જિધર કા...’
સોંગ વાગતા જ અદિતીએ આલોકના ખભા પર માથું ઢાળીને આંખો મીંચી દીધી.

દસેક મિનીટ પછી..
‘અદિતી.... નાઉ જસ્ટ ફાઈવ મિનીટ્સ લેફ્ટ.’ સંજના બોલી
‘પ્લીઝ. સ્પીડ થોડી સ્લો કર.’
‘આલોક, તારે કોફી પીવી છે ને તો આપણે ક્યા જઈશું કોફી પીવા માટે ?’
૮:૨૫ રાત્રીનો સમય હોવાથી અદિતીને લાગ્યું કે આલોકને દિશાનો ખ્યાલ નથી આવી રહ્યો એટલે તેણે સંજનાને કાર થોડી આગળ લઇ જવા કહ્યું.
આલોક એ કહ્યું, ‘ઊભા રહો. કાર પાછળ લઇ લો.’
કારને મેપની દિશાનિર્દેશથી ઉંધી દિશા તરફ લઇ જવાનું કહ્યું, સંજના એ વિચાર્યું કે કદાચ કોઈ બીજો શોર્ટ કટ હશે એમ માનીને તેણે આલોકની દિશાનિર્દેશ મુજબ કાર ડ્રાઈવ કરી અને બે જ મિનીટમાં તેના ફ્લેટના બિલ્ડીંગની બેક સાઈડ પર પહોંચી ગયા.
અદિતી આલોકને વળગી પડતા બોલી, ‘આજે તો તને કોફી પીવડાવવી નથી પણ કોફીથી નવડાવવો જ પડશે.’

સોસાઈટીના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા કોમર્શિયલ શોપ્સની લાઈનના કોર્નરમાં આવેલા એક ફાસ્ટ ફૂડ ઝોનમાં ત્રણેય બેઠા અને કોફીનો ઓર્ડર આપ્યા પછી અદિતી એ સંજના એ પૂછ્યું કે, ‘એની ટાઈમ આલોકના ડેડનો કોલ આવશે તો ?’
અદિતી વિચારવા લાગી. પછી બોલી. ‘હહહહહહમમમમમ.... એક કામ કર ફટાફટ કાઉન્ટર પર જઈને એક કાગળ અને પેન લઇ આવ જા.’

આલોકને સમજાવતા કહ્યું કે કાગળમાં લખેલી જે લાઈન પર આંગળી મુકુ એ લાઈન તારે બોલવાની ઓ.કે. સમજ ગયા મેલા બાબૂ.

ઝડપથી કાગળ પર એક પછી એક મુદ્દા અદિતીએ લખ્યા પછી આલોક પાસે સરખી રીતે વંચાવ્યા અને ખાત્રી થયા પછી ફોન સ્પીકર ઓન કરીને ઇન્દ્રવદનને લગાવ્યો.

‘હેલ્લો.. પપ્પા કેમ છો. ? પપ્પા હમણાં ઓફિસમાં બહુ કામ રહે છે એટલે ક્યારેક કોલ નથી કરી શકતો. ક્યાં પહોંચ્યા તમે ?’

‘અમે મજામાં છીએ. અમે દિલ્હી પહોચ્યા.’
ઇન્દ્રવદન એ જવાબમાં કહ્યું.
‘પપ્પા તમારા બન્નેનું ધ્યાન રાખજો. મારી ચિંતા ન કરતાં.'
મમ્મીને ફોન આપો.’
‘હા, આલોક કેમ છે તું ?’
‘હું.. મજામાં છું. મારી ચિંતા ન કરતાં. આરામથી જાત્રા કરીને આવો પછી હું ઘરે આવીશ. અત્યારે બધા સાથે છે અને બહાર છીએ એટલે વાત કરવાની મજા નહી આવે હું કાલે નિરાંતે કોલ કરીશ પછી શાંતિથી વાતો કરીશું. ઓ.કે. મુકું છું.’

ઇન્દ્રવદન એ સરોજને પૂછ્યું, ‘ આ આલોક કેમ આટલી ઊતાવળથી વાત કરે છે ?’
સરોજબેન બોલ્યા, ‘હશે કોઈ કામ. કીધું છે કે કાલે નિરાંતે કોલ કરશે.’
કોફી પીધા પછી ફ્લેટ પર જઈને આલોકનો થોડો જરૂરી લગેજ લઇ શહેરની વેલ નોન ચાઇનીઝ રેસ્ટોરેન્ટમાં આરામથી ડીનર પૂરું કર્યા પછી ૯:૪૦ એ સંજના બન્નેને ડ્રોપ કરીને ઘરે જવા રવાના થઇ.

૧૦:૧૦ એ શેખર એ આલોકના રૂમમાં આવીને જોયું તો બેડ પર પગ લંબાવીને આડા પડેલા આલોકને પૂછ્યું,
‘બોલો રાજકુમાર ક્યાં સવારી કરીને આવ્યા આજે તમે ?’
‘મેં આજે અદિતી માટે જો પેલા ફૂલ લીધા’ એમ કહીને ટીપોઈ પર મુકેલા બૂકે તરફ શેખનું ધ્યાન દોર્યું,
‘આ તે સિલેક્ટ કર્યા ?'
‘હા, પછી અદિતી રાસ્તો ભૂલી ગઈ’તી, બે વાર. એ તો પછી મેં રસ્તો બતાવ્યો અને પપ્પા સાથે વાતો પણ કરી અને કોફી પણ...’ આગળ બોલે એ પહેલાં અદિતી રૂમમાં પ્રવેશી.
શેખર બોલ્યો, ‘અદિતી આજે તો આ રાજકુમાર કાફી ફોર્મ છે. એવો તે શું જાદુ કર્યો જરા હું પણ જાણું.’
ઘરેથી નીકળીને પરત પાછા ફર્યા ત્યાં સુધીનો તમામ ઘટનાક્રમ અદિતી એ વિસ્તારથી શેખરને કહી સંભળાવ્યો.
શેખર કશું પૂછવા જતો જ હતો ત્યાં.. વિક્રમ મજુમદાર, અદિતીના ડેડીનો કોલ આવ્યો એટલે અદિતી એ શેખરને કહ્યું, ‘પ્લીઝ હું વાત કરી લઉં પછી આપણે આરામથી વાત કરીએ.’

‘હેલ્લો .. પાપા..’
‘હાય.. માય સ્વીટ ગર્લ. હાઉ આર યુ ડીયર ? ગોટ ઈટ ડીનર ?’
‘યસ પાપા, હાઉ આર યુ એન્ડ મોમ ?’
‘વી બોથ આર ટોટલી ફીટ એન્ડ ફાઈન. એવરીથીંગ ઈઝ ઓલ રાઈટ ?’
‘યસ પાપા.’
‘હાઉ ઈઝ ઈમ્પ્રુવમેન્ટ ?’
‘પાપા મચ બેટર ધેન એક્સપેકટેશન.’
‘વ્હોટ ઈઝ ધ પ્રેઝ્યુમશન ? વ્હોટ ડુ યુ થીંક ? હાઉ લોંગ વીલ ઈટ સ્ટીલ બી ?’
‘પાપા ધ ઓલ ઇન્ડીકેશન ઇન અવર ફેવર. આઈ થીંક ધ રીઝલ્ટ વીલ મે બી કમ ઇન એટ મોસ્ટ એ વીક. પણ પાપા એ હવે...’
આટલું બોલતા જ અદિતીનું ગળું ભરાઈ આવ્યું એટલે...
’સોરી પાપા આઈ વીલ કોલ યુ બેક આફ્ટર ૧૦ મિનીટ્સ’ આટલું બોલતાં જ હથેળીથી મોઢું દબાવીને ડુસકાને ડામી દેવાના પ્રયત્ન સાથે બાલ્કનીમાં જતી રહી.

© વિજય રાવલ

વધુ આવતીકાલે....

'ક્લિનચીટ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED